Sanskruti - 1 books and stories free download online pdf in Gujarati

સંસ્કૃતિ-૧



સંસ્કૃતિ.....

સંસ્કૃતિ એક એવી છોકરી છે કે જેનું લક્ષ્ય માત્ર ને માત્ર એના માં-બાપ નું નામ ઝળહળતું રાખવા નું છે...સંસ્કૃતિ એના માં-બાપ માટે કાંઈ પણ કરવા માટે તૈયાર હતી.એક મધ્યમ વર્ગ માંથી આવેલી આ છોકરી ની જિંદગી ની વાર્તાની સાથ સાથે એક છોકરી ના જીવનની જવાબદારીઓ અને મર્યાદાઓ ને આજે હું તમારી સમક્ષ એક નાની એવી વાર્તા રૂપે રજુ કરું છું...

સંસ્કૃતિ એની જિંદગી નું એક ડગલું પૂરૂ કરીને હવે બીજું મોટું ડગલું ભરવા માટે તૈતાર થઈ ચૂકી છે.એટલે કે એ હવે એની સ્કુલ લાઈફ પુરી કરી ને કોલેજ લાઈફ શરૂ કરવા જઇ રહી છે. કોલેજ નામ સાંભળી ને આપના મન માં એક જ વિચાર આવે કે હવે દુઃખ ના દિવસો ગયા ને મોજ મસ્તી ના દિવસો ચાલુ. હા આ બધું સાચું જ છે પરંતુ આની સાથે સાથે ગંભીરતા જવાબદારીઓ મર્યાદા અને એક ચોક્કસ સુનિશ્ચિત  લક્ષ્ય અને આ લક્ષ્ય ને પૂરો કરવાનો ઉત્સાહ પણ આપણી જિંદગી માં આવે છે.આ સમયે આપણી વય પણ એક દમ નવા નકોર જન્મેલા પક્ષી ના બચ્ચાં જેવી હોય છે જેને હજુ માંડ ચાલતા ક દોડતા આવડ્યું હોય ને એ ઊંચે આકાશ માં ઉડવાના સપના જોતા હોય છે.આ સમય એક એવો સમય છે  જ્યારે આપણે સારી રીતે સમજી વિચારીને આગળ વધવાનું હોય છે આ બે થી ચાર વર્ષ ની અંદર આપણે ઘણા બધા નવા લોકો ને મળવાનું થતું હોય છે.
આવી જ રીતે સંસ્કૃતિ ની એક કોમળ ફૂલ જેવી સુગંધિત જિંદગી ની મહેક થી એક ભ્રમર ની જેમ ઘણા મિત્રો આવ્યા. સંસ્કૃતિ બવ મોડર્ન  ન હતી એતો એક સિમ્પલ ને સીધી છોકરી હતી એનો શાંત સ્વભાવ ને નિખાલસ ભાવ થી બધાની મદદ કરવાની આદત બધાને એને તરફ આકર્ષતી હતી.

હવે જો હું એની સુંદરતા નું વર્ણન કરું તો એના ગોળ ચેહરા પર રહેલું ભરાવદાર નાક, જોતા ની સાથે જ ડૂબવાનું મન થાય એવી એની આંજણ થી સજ્જ થયેલી અણિયારી આંખો અને કેટલાય લોકોને અનેક વાર મુગ્ધ કરી ને મોહી જાય એવા એના ગાલ પર પડતા ખંજન,એક કમલ ની દાંડી કરતાંય વધુ લચિલી પાતળી કમર આમ સાદગી ની અંદર એક સાક્ષાત સ્વર્ગ ની અપ્સરા વસેલી હોય એવું હતું સંસ્કૃતિ નું રૂપ.

"રોલ નંબર 66" "રોલ નંબર 66" આમ બે થી ત્રણ વાર મોટે અવાજ થી ક્લાસ ના ટીચર બોલ્યા પણ સામે કોઈ રિસ્પોન્સ ના મળ્યો એટલે ટીચર નામ બોલ્યા "સંસ્કૃતી", "યસ મેમ" એવો એક પાછળ વાળી પાટલીયેથી અવાજ આવ્યો.મેડમે હળવે અવાજે સંસ્કૃતિ ને પૂછ્યું કે, "બધું બરાબર તો છે ને ?" સામેં હકારાત્મક જવાબ મળતા મેડમ પણ એના રોજિંદા કામ માં આગળ વધ્યા.આવી જ રીતે ધીરે ધીરે એક અઠવાડિયા જેવો સમય વીતી ગયો અને સંસ્કૃતિ પણ ઘણા બધા લોકો સાથે દુધમાં સાકાર ભળે એ રીતે ભળી ગઈ.
આ વાત થઈ સંસ્કૃતિ ની.હવે જો વાત કરું સિકાની બીજી બાજુ ની તો આ સંસ્કૃતિરૂપી દરિયા માં વારંવાર ડૂબેલા એ કંદર્પ ની કે જે સંસ્કૃતિની આંખો માં દિવસમાં હજારો ડૂબકીઓ લગાડવા છતાં પણ હજુ ડૂબવા માંગતો હોય.
કંદર્પ પણ એજ ક્લાસ ના બીજા ખૂણે બેસતો અને હળ્વેક થી સંસ્કૃતિ ને પ્રેમ ની નજર થી જોતો ને મનોમન બવ જ ખુશ થતો..કંદર્પ સંસ્કૃતિ ને બહુ પ્રેમ કરતો પણ એની સમક્ષ રજઆત કરવાની એની હિમ્મત નતી ચાલતી.આવી જ રીતે ધીરે ધીરે સમય વીતતો ગયો ને કંદર્પ નો પ્રેમ  પણ એને સંસ્કૃતિ તરફ ખેંચતો ગયો.. બવ બધી હિંમત ભેગી કરીને આખરે કંદરપે સંસ્કૃતિ ને એના પ્રત્યે ની લાગણી ની વાત કરી..સંસ્કૃતિ એકા એક આ વાત સાંભળી ને વિચારમુગ્ધ થઈ ગઈ એને કાઈ જ સમજાતું ના હતું કે મારે વળતા જવાબ માં કંદર્પ ને શુ કહેવું. ઘણું બધું વિચાર્યા પછી સંસ્કૃતિએ કંદર્પ ને ખૂબ જ પ્રેમાળ અને ધીમા અવાજે કીધું કે,"જો કંદર્પ સાંભળ આ બધી વસ્તુમાં ખોટો સમય વેડફવા કરતા એક બીજા ના મિત્ર બની ને રહેવું સારું." "ના સંસ્કૃતિ ના હવે તો બસ મને બધે તું જ જોઈએ" કંદર્પ જીદ કરી બેઠો પણ સંસ્કૃતિ એક ની બે ના જ થઈ ને અંતે કંદર્પ પણ માની જ ગયો હવે બંને એક બીજા ના બહુ નજીક ના મિત્રો બની ચુક્યા હતા.
     હવે તો બસ સવાર થી સાંજ સુધી બંને એકબીજાં ની જોડે જ હોય.કંદર્પ અને સંસ્કૃતિ ની મૈત્રી એટલી મજબૂત થઇ ગઈ હતી કે કોઈ એકની ગેરહાજરી પણ એકબીજા ના શ્વાસ અધ્ધર કરાવી દેતી હતી.આમતો મનોમન સંસ્કૃતિ પણ કંદર્પ ને પ્રેમ કરવા લાગી હતી પરંતુ એની મર્યાદા એની જવાબદારીઓ એને આ બધું કરવાથી રોકી રહી હતી. આવી જ રીતે ઘણો સમય જતો રહ્યો અને કંદર્પ દરરોજ વિચારે કે, "કેમ સંસ્કૃતિ મારા પ્રેમ નો સ્વીકાર નહીં કરતી હોય ?" ઘણું બધું વિચાર્યા પછી,"હે સંસ્કૃતિ મારા માં કે મારા પ્રેમ માં કોઈ પણ ખામી છે?" એકદમ ઉદારતા થી કંદરપે સંસ્કૃતિ ને પૂછ્યું.સંસ્કૃતિ આ વાત ને વારંવાર નજરઅંદાજ કરતી આ વાત પર બંને વચ્ચે ઘણી વાર ઝઘડો પણ થતો પરંતુ સંસ્કૃતિ આ પરિસ્થિતિ અને કંદર્પ બંને ને સારી રીતે જાણતી હતી એટલે એ બંને ને ખૂબ સારી રીતે સાંભળી લેતી.પણ, ક્યાં સુધી આ બધું ચાલે..?  એક ના એક દિવસ તો બંને ને અલગ થવા નું જ હતું.
   છેવટે થયું પણ એજ હવે કંદર્પ પણ જાણી ગયો હતો કે સંસ્કૃતિ મારાથી કઇક તો છુપાવે જ છે એટલે એને આ વખતે ખૂબ જ કાઠીનતાથી પૂછ્યું,"તું મારા પ્રેમ નો સ્વીકાર કેમ નથી કરતી? શુ તું બીજા કોઈ ને પ્રેમ કરે છે ? " જો સંસ્કૃતિ તું આજે મને આ પ્રશ્નો ના જવાબ ની આપે ને તો તું મને ને આપણી આ મિત્રતા બંને ને ખોઈ બેસીશ.મને કોઈ પણ સંજોગે જવાબ જોઈએ. આ બધું સાંભળી સંસ્કૃતિ ની આંખોમાંથી જેમ એક કાળું ઘમ્મર વાદળ ધડાકાભેર વરસી રહ્યું હોય એમ આંસુઓ વહેવા મંડ્યા. સંસ્કૃતિ ને કાઈ સમજાતું નહતું કે હવે કરવું શુ ?
  જો એ કંદર્પ ના પ્રેમ નો સ્વીકાર કરી લે તો એનો વધ્યો ઘટ્યો બચેલો સમય પણ એને કંદર્પ ને આપવો પડે અને કંદર્પ ની બધી અપેક્ષાઓ બધા સપના પુરા કરવા એની હારે જ રહેવું પડે જે તેનાથી થઈ શકે 
એમ નહતું.આખરે સંસ્કૃતિ હતી તો એક છોકરી જ ને.આમ ઘણું બધું વિચારી ને સંસ્કૃતિ એ કંદર્પ સાથે સંપર્ક સાધ્યો,"હેલ્લો" કંદરપે ફોન ઉપાડ્યો."હેલ્લો હું સંસ્કૃતિ બોલું છું" સંસ્કૃતિએ ખૂબ જ ધીરજપૂર્વક જવાબ આપ્યો. કંદરપે નફરત ની ભાવનાથી કીધું,"હા બોલ શુ કામ છે"સંસ્કૃતિનું રડવાનું બંધ જ નતું થતું છતાં પણ એને ઘણી ખાસી હિમ્મત ભેગી કરી ને કીધું કે,"મારાથી આ બધું નહીં થાય મારી પાસે એટલો સમય નથી એટલી સ્વતંત્રતા નથી કે હું તને એ બધું આપી શકું કે જેની તું મારી પાસે અપેક્ષા રાખે છે." આટલું કહેતા ની સાથે સંસ્કૃતિ  એ કોલ કટ કરી દીધો.
આમ ને આમ એક અઠવાડિયા જેટલો સમય  વીતી ગયો.બંને ના જીવન માં હવે માત્ર ને માત્ર દુઃખો ના વાદળો છવાયેલા હતા.એક બીજાની નજીક આવતા પેહલા જ એક બીજાની દૂર થઇ ગયેલા આ યુગલ પાસે હવે એકબીજાની વાતો અને યાદો સિવાય કંઈ જ નહતું.ઘણા દિવસો પછી કંદર્પ ના ફોન માં અચાનક જ રિંગ વાગી,"હેલો કંદર્પ" કોલ ઉપાડતા ની સાથે જ સામે થી અવાજ આવ્યો.એકા એક આ અવાજ સાંભળી ને કંદર્પ આશ્ચર્યચકિત થઈ ગયો અને ખૂબ જ સહજતા થી વળતા જવાબ માં કહ્યું, "હેલો કોણ સંસ્કૃતિ ?" કંદર્પ ના હૃદય ના અમુક ખૂણે તો હજુ સંસ્કૃતિ પ્રેતયે નો એ પ્રેમ ફરીથી જાગી ઉઠ્યો એટલે એ મનોમન એવું વિચારવા મંડ્યો કે સંસ્કૃતિ એ એના પ્રેમ ને સ્વીકારવા માટે જ કોલ કર્યો હશે.સંસ્કૃતિએ વાત ને આગળ વધારતા કહ્યું," કંદર્પ હું તને જે કઈ પણ કહું એ તું ખૂબ જ ધ્યાન થી અને શાંતિપૂર્વક સાંભળજે".કંદર્પ એકદમ જ ચૂપ હતો એટલે સંસ્કૃતિ એ વાત ને આગળ વધારી,"જો કંદર્પ હું પણ તને એટલો જ પ્રેમ કરું છું જેટલો તું મને કરે છે એટલે હું ક્યારે પણ એવું ની ઇચ્છુ કે તું મારી સાથે રહીને આવી રીતે રિબાય રિબાય ને તારી આગળ ની જિંદગી જીવે..મને પણ તારા વગર નહીં ચાલતું પરંતુ હું મારી મર્યાદાઓને ક્યારે નહીં ઓળંગુ.મારી જિંદગી માં મારા માં-બાપ કરતા વધારે મહત્વ બીજા કોઈનું નથી એટલે હું એની વિરૃદ્ધ જઈને હું કોઈ પણ આડુ સવળું પગલું નહિ ભરું. હું આખરે છું તો એક છોકરી જ ને હું તમારી જેમ ગમે એમ ન રહી શકું હું ભલે ખોટી ના હોવ પણ આ દુનિયા મને જ ખોટી સમજશે.મારી પાછળ બીજા બે લોકોના સપના અને ઉમ્મીડો ટકેલી છે એ હું ક્યારેય ની તૂટવા દવ અને વાત રહી પ્રેમ ની તો પ્રેમ તો મિત્રતા માં પણ હોય છે એ પણ બે પ્રેમી યુગલ કરતા ક્યાંય વધારે." આટલું કેહતાની સાથે જ સંસ્કૃતિ ધ્રુજકે ધ્રુજકે રડવા લાગી
  કંદર્પ હજુ પણ ચૂપ જ હતો કેમ કે એ સારી રીતે સમજી ગયો હતો કે એક સાચ્ચી (pure) છોકરી ની જિંદગી માં કેટલા દુઃખો હોય છે એ એની આખી જિંદગી બસ અમુક લોકો ને ખુશ રાખવામાં અને એના સપનાઓ પુરા કરવામાં અર્પણ કરી દે છે આ બધું વિચારી ને કંદર્પ ને સંસ્કૃતિ તરફ નો પ્રેમ અને આદરની ભાવના ખૂબ જ વધી ગઈ."હેલો કંદર્પ બધું બરાબર છે ને" સંસ્કૃતિ એ પૂછ્યું. હવે કંદર્પની નફરત ની ભાવના ફરીથી પ્રેમ માં પરિવર્તિત થી ચુકી હતી એટલે ખૂબ જ પ્રેમાળ સ્વરે ઉત્તર આપ્યો,"હા સંસ્કૃતિ બધું બરાબર જ છે"

........ક્રમશઃ.....
આપના અભિપ્રાય નો આભારી....
                              【પ્રારંભ】
                          સિદ્ધાર્થ કે. છોડવડીયા...