hotel ni ek bhyanak rat books and stories free download online pdf in Gujarati

હોટલ ની એક ભયાનક રાત


આ  વાર્ત  છે  સોનલ અને તેનાં પરિવાર ની. સોનલ નાં પરિવાર માં એનાં પિતા સનતભાઈ,  માતા સાધનાબહેન અને નાની બહેન સનાયા હતા. એનો પરિવાર  ખૂબ ધાર્મિક પણ ખરો. સનતભાઈ હાઈસ્કૂલ માં શિક્ષક હતાં. સાધનાબહેન બાળમંદિર માં ભણાંવતા નાના ભૂલકાઓને. બંન્ને  ખૂબ દાન ધર્મનું  કાર્ય કરતાં. પાછા બ્રાહ્મણ પણ ખરા. એમનાં ઘરે બે લક્ષ્મીજી નુ આગમન થયેલુ સોનલ અને સનાયા જેનાંથી એમનુ ઘર બર્યુ રહેતુ. નાનો અને સુખી  પરિવાર હતો એમનો. સોનલ અને એનો પરિવાર ચારધામ યાત્રા માટે નીકળ્યા હતા ગ્રુપ મા આશરે ૩૦ લોકો હશે. આડોટેડો રસ્તો પાર કરી, કુદરતી સૌંદર્ય માણતા નાચતા ગાતા  પહેલુ ધામ આવી ગયુ ગંગોત્રી.કુદરતી સુંદરતા તો મોહિત કરી દે એવી હતી. સનાયા તો બદ કેમેરા માં એ પળોને કરપ્ચર કરવામાં જ બીઝી હતી. એતો આવી કુદરતી સુંદરતા જોઇ અભિભૂત થઈ ગઈ હતી. ગંગોત્રી માં  ઉપર ચડી  ગરમ કુંડ માં સ્નાન કરી  બધાં સંતોષ ની  લાગણી  અનુભવતા હતા.  સોનલ એનાં માતા સાધનાબેન અને નાની બહેન સનાયા બધાંને મજા આવી રહી હતી. આમ તો સોનલ અને સનાયા ની  ઉંમર ન હતી ચારધામ જવાની પણ એનાં પિતા ને કોઇ  અગત્ય કામ આવી ગયું એટલે  એ ન જઈ શક્યા. માટે મમ્મી  ને એકલુ ન લાગે તે માટે સોનલ તૈયાર થઇ અને બંન્ને મા દિકરી તૈયાર થયા તો નાની સનાયા પણ રેડી થઈ ગઈ. એ લોકો હરીદ્ધાર પહોચ્યા. હરીદ્ધાર પોચ્યા. ત્યારે રાતે ૯ વાગી ગયા હતા. બધાં યાત્રીઓએ  તયાંની એક હોટેલ માં ઉતારો લીધો. હોટેલ ૨ માળ ની હતી સોનલ જેની ઉમર હશે ૧૯ વર્ષ અને એની નાની બહેન સનાયા જેની ઉમર હશે ૧૨ વર્ષ અને મમ્મી સાધનાબેન ના ભાગે હોટલ નો બીજા માળનો છેલ્લો રૂમ આવ્યો. એ લોકો રૂમ મા દાખલ થયા રૂમ ખુબ સરસ હતો એક મોટો બેડ અને એક બીજો વધારાનો બેડ પણ હતો મોટા બેડ ની સામે જ અટાચ મોટુ બાથરૂમ હતુ અને રૂમ મા એક જ બારી. બારીને સુંદર મજાનાં ફૂલની ડીઝાઇનવાળા પડદા લગાવેલા હતાં. બેડ પર પણ નવી ચાદર પાથરેલી હતી. ઓઠવાનું પણ મૂકી  આપેલુ. ખૂંણાંમા  એક  અરીસો પણ લગાવેલો હતો. સાધનાંબહેન, સોનલ અને સનાયા રૂમ માં દાખલ થયાં. ત્રણેયને  રૂમ ની  સુંદરતા  આકર્ષી. પણ કહેવત છે ને  પીળુ એટલુ સોનુ નહિ. એ કહેવત એમને જીવન નો કડવો અનુભવ કરાવવાની હતી. સાધનાબહેન બહુ ધાર્મિક એમને રૂમની  સુંદરતા તો આકર્ષી  પણ ક્યાક મનમાં બેચેની પણ લાગતી હતી. પણ પોતે થાક નાં કારણે એમ લાગતુ હશે એમ વિચારી મન ને મનાવી લીધુ. થોડી વાર થઇ ત્યાં જમવાનો બોલાવો આવ્યો. ત્રણેય ફ્રેશ થઇ જમવા ગયા. જમીને થોડી વાતો કર્યા બાદ ત્રણેય પોતાનાં રૂમ પર આવ્યા. સનતભાઇ ને ફોન કરી પોતે ક્યાં છે અને શું કર્યુ એ બધી વિગત સનાયા એ કહી દીધી કેમ કે એ પપ્પા ની લ‍ાડકી હતી બધું જ જણાંવે.  લોકો ટ્રાવેલ કરીને ખુબ થાકી ગયા હતા એટલે સુઇ જ ગયા સાધનાબેન સિંગલ બેડ પર અને સોનલ સનાયા મોટા બેડ પર સુતા થાકેલા હોવાથી ઉંઘ પણ જલદી આવી ગઇ મોડી રાત થઇ રાતના આશરે ૨ વાગયા હશે સાધનાબેન ને કાંઇક વિચિત્ર અનુભવ થયો. એ થાકેલા હોવા છતાં થોડા સજાગ હતાં. એમને લાગ્યુ જાણે એમને કોઇ તાકીને જોઇ રહ્યુ છે પહેલા એમને થયુ કે ભ્રમ છે એમનો પણ સથ એમ લાગવાથી એમણે જોયુ આંખ ખોલીને. જોવે છે તો કોઇ સફેદ સાડી વાળી સ્ત્રી ની આકૃતિ દેખાય છે હવે ધીરે ધીરે નજીક આવે છે અને ગાયબ થઇ જાય છે પછી એમના છાતી પર કોઇ બેઠુ છે એવુ એમને લાગે છે. અસહ્ય વજન અનુભવે છે જોવે છે તો પેલી સ્ત્રી એમના પર બેઠેલી હોઇ છે. સાધનાબેન ખુબ ડરી જાય છે. શું કરે કાંઈ સમજાતુ નથી. પોતાની દિકરીઓ ની ચિંતા પણ થાય છે. એટલે  દીકરીઓ ની સામુ જોવે છે તો બંન્ને  ઘસઘસાટ  ઊંઘ માં છે. એ સોનલ સનાયા ને બુમ પાડવા જાય છે પણ અવાજ નીકળતો નથી. એટલા માં જ એમની આંખ ખુલે છે ને બેઠા થઇ જાય છે પરસેવો વળી જાય છે સાધનાબેન વિચારે છે કે સપનુ હશે પણ છાતીમા પીડા તો સાચે થાય છે એટલા માં જ સામે જોવે છે તો બાથરૂમ નો દરવાજો ખુલો છે લાઇટ ની સ્વિચ્ડ તો બાર છે અને લાઇટ આપોઆપ ચાલુબંધ થઇ રહી છે હવે સાધનાબેન ડરી જાય છે એમને છોકરીઓ ની ચિંતા થાય છે એ સોનલ ને ઉઠાડે છે પણ સોનલ ભર ઉંઘ માં છે. છતાંય પરાણે ઉઠાડે છે. અને કહે છે કે લાઇટ ચાલુ બંધ થાય પણ સોનલ બહુ ઉંઘમાં હોઇ છે કહે છે મમ્મી તને ભ્રમ હશે સુઇ જા. એટલા માં જ એની પણ નજર પડે છે જોઇને ઉંઘ ઉડી જાય છે એની. સોનલ બહાદુર હતી. એ સર્તક થઈ જાય છે.  બંન્ને મા દિકરી ખુબ ડરી જાય છે સનાયા હજી નાની છે એટલે એની બેઉને વધુ ચિંતા થાય છે સનાયા ને ઉઠાડે છે સનાયા પણ ભર ઉંઘમાં છે. બંન્ને મા દિકરી નક્કી કરે છે કે રૂમ માંથી બહાર નીકળી જવુ.  સનાયા ને ઉંઘમાં જ એને લઇને દરવાજા તરફ દોડે છે ત્રણેય. દરવાજો ખુલતો નથી હવે એ સ્ત્રી એમને દેખાય છે ચીસો પાડતી હવામાં ઉડે છે. સનાયા તો અડઘી ઉંઘ મા છે. પણ સાધનાબેન અને સોનલ ના તો મોતીયા જ મરી જાય છે જોઇને. બુમો પાડે છે પણ કોઇ સાંભળતુ નથી. ત્રણેય ખૂંણાંમાં ચોંટીને ઊભી રહી જાય છે. ફોન પણ દૂર પડેલો તો હવે એ વાપરવો શક્ય ન હતો. એ સ્ત્રી એમની નજીક આવવાનો પ્રયત્ન કરે છે પણ સાધનાબહેન હનુમાન ચાલીસા શરૂ કરે છે.  હવે શુ કરવુ એ સમજાતુ નથી એટલામાં જ સોનલ ને પોતાનુ પર્સ નીચે દેખાય છે તે હિંમત કરીને લઇ લે છે એને યાદ આવે છે કે આજે મંદિર ગયેલા તો ત્યાંથી માહાદેવ નો ફોટો લીધેલો અને એક માળા પણ ખરીદેલી સોનલ એ ફોટો બહાર કાઠે છે પ્રાથના કરે છે ક હે મહાદેવ અમે જાત્રા કરવા નીકળ્યા છે હવે આપ જ અમારી રક્ષા કરો ફોટો એ સ્ત્રી ને બતાવે છે એ સ્ત્રી ડરી જાય છે ને બારીની બહાર જતી રહે છે પછી તો ત્રણેય સિંગલ બેડ પર બેસી જાય છે સનાયા ને સુવડાવી દે છે અને સાધનાબેન અને સોનલ આખી રાત ભગવાન નુ નામ લે છે અને માળા કરે છે સવાર પડતા જ બઘાને વાત કરે છે બધા મહાદેવ નો આભાર માને છે અને સાધનાબેન સોનલ સનાયા સવાર પડતા જ એ રુમ ખાલી કરી દે છે અને હોટલ પણ એ લોકો છોડી દે છે 


શું તમને પણ કયારેય આવો અનુભવ થયો છે? જણાવો કોમેનટસ મા. અજાણી જગ્યાએ જઇએ ત્યારે સાવધાન રહેવુ જોઇએ. 

લેખક - બંસરી પંડ્યા "અનામિકા"