Apeksha in Gujarati Love Stories by HINA DASA books and stories PDF | અપેક્ષા

Featured Books
  • पहली नज़र का इश्क - 4

    स्कूल की जिंदगी अब बिकाश और माया के लिए पहले जैसी सामान्य नह...

  • यशस्विनी - 31

         31: स्त्री देहतभी कक्ष में स्वामी मुक्तानंद की आवाज गूं...

  • मंजिले - भाग 42

                             ( 42 )"पछचाताप कहानी " एक मर्मिक जज...

  • विश्वांजली

    विश्वांजलीलेखक राज फुलवरे---प्रस्तावनायह कथा किसी एक स्त्री...

  • Mafiya Boss - 9

    (वीर के बॉडीगार्ड्स ने जैसे ही युवी को रेशमा और नेहा से जबरद...

Categories
Share

અપેક્ષા

હર વખત એસ.એસ.મહેતા નો એક સરખો જ જવાબ હોય, 'આપ બહુ રસપ્રદ વ્યક્તિ છો, પણ તમે મોડા થયા'. સુહાસ રોજ પોતાની ફ્રેન્ડ લિસ્ટ માંથી એસ.એસ.મહેતા ને મળેલી કોમેન્ટ ચોક્કસ ટાઈમ લઈ ને વાંચે.

સુહાસ એક મલ્ટીનેશનલ કમ્પની માં બહુ ઉંચા હોદ્દા પર બહુ સારો પગાર લઈ ને પોતાની સમજ ને સાલસતાથી નોકરી કરતો યુવાન.આમ તો કોલેજકાળથી તેણે લવ મેરેજ કરવાનું નક્કી કરી લીધું હતું. પણ વડીલોની વાત ને કેમ જાણે તે ના પાડી શક્યો નહિ. સીમા બહુ સાદી ને સરળ કોલેજ ઘરે રહીને પુરી કરનાર મધ્યમ વર્ગ ની છોકરી. વડીલો ને પસંદ આવી ગઈ. સુહાસે મુલાકાત ની માંગણી કરી તો બધા કહે,'એમ કાંઈ થોડા કોઈ અજાણ્યા છોકરા સાથે પોતાની દીકરી ને મળવા દે, ને એવું પુછાય પણ થોડું ?' સીમા આમ તો ઘઉંવર્ણી પણ સુહાસ ને તેની આંખોની ચમક ને બંગાળી સાડી પહેરવાની ઢબ બહુ ગમી ગઈ.

સુહાસે વિચાર્યું કે પોતાના જેવો વિચાર વૈભવ કદાચ સીમામાં નહિ હોય પણ તેના ચહેરાની અકથ્ય વાણી તેને સ્પર્શી ગઈ. ઘડિયા લગ્ન લેવાયા. ને સુહાસ સીમા સાથે પોતાના વિચારો નો મેળ કરવા લાગી ગયો. સીમા બહુ સમજદાર ને સાલસ છોકરી વિચારો મળતા ન હોવા છતાં હમેશા સહમત થઈ જતી. સુહાસ કહેતો પણ ખરો કે તું પરાણે કેમ સ્વીકારે છે. સીમાનો એક જ જવાબ હોય'પ્રેમ મા પરાણે ન હોય સુહાસ, હું હોંશેથી સ્વીકાર કરું છું.'

સીમા જાણતી હતી કે દલીલ કરીને તે સુહાસ ની પ્રિય બની શકશે પણ તેનો અહમ પણ એટલો જ ઘવાશે. એટલે જ તે સુહાસ ના દરેક વિચારને આવકારતી એ પણ વગર દલિલે. સુહાસ ને મનોમન પોતાના વિચારોને દલીલ કરીને પછી સમર્થન કરે એવા ભાવનાત્મક સાથીની ખોટ સાલતી.

એવું પાત્ર તેને સોશિયલ મીડિયા દ્વારા મળી ગયું હોય તેવું લાગ્યું. જે થોડી વિચારોની સ્વતંત્રતાની કમી સીમામાં હતી તે તેને અહીં પુરી થતી લાગી.

એસ.એસ.મહેતા એ નામ એને પોતીકું લાગવા માંડ્યું. પ્રેમ તો તે સીમાને જ કરતો પણ આ મિત્ર પ્રત્યે પણ તેની લાગણી હતી. બંનેના વિચારોમાં બહુ મોટો ફર્ક હતો છતાં સુહાસ ને દલીલ કરવી બહુ ગમતી. ને આ મિત્ર બહુ સુંદર દલીલો કરી સુહાસ ને હરાવી પણ દેતી. સુહાસે નામ પૂછ્યું તો તેણે 'શ્રુતિ' કહ્યું. આ નામ સુહાસ નું પ્રિય, તેણે એક વખત સીમા ને કહ્યું પણ ખરું કે તારું નામ શ્રુતિ હોત તો...

પછી બંનેને એકબીજાનું વળગણ લાગ્યું. મેસેજ કર્યા વિના ચેન ન પડે. શ્રુતિ બહુ સુંદર રીતે પોતાના વિચારો રજૂ કરતી,રોજ ની ત્રીસ થી ચાલીસ કોમેન્ટ તો હોય જ. કોઈ તો વળી કહી પણ નાખતું કે 'આપનું સાનિધ્ય બહુ મીઠું લાગે છે.' શ્રુતિ ફક્ત સ્માઇલી ફેસ સિવાય કશો જ જવાબ ન આપતી.

સુહાસ રોજ એસ.એસ. મહેતા ને મળેલી કોમેન્ટ વાંચે જ. કોઈ પુછે કે આપણે મળી શકીએ? ત્યારે તેનો એક જ જવાબ હોય 'તમે મોડા પડયા.'

સુહાસ સીમાની સરખામણી શ્રુતિ સાથે કરવા લાગ્યો, પણ સીમાનું ત્રાજવું તેને શ્રુતિ ની સરખામણીએ નમેલું લાગ્યું. સીમા આ બદલાવ જાણતી હોવા છતાં તેના વર્તનમા કોઈ ફેરફાર ન હતો.

સુહાસ શ્રુતિ ને કહેતો પણ ખરો કે મને તારા વિચારો ખૂબ ગમે છે. ત્યારે શ્રુતિ લખતી કે,
"વિચારો તો આપણને ઘણા ના ગમતા હોય પણ જરૂરી નથી એ વ્યક્તિ પણ તમને ગમે."
હવે તો સીમા ની રીતસરની ઉપેક્ષા જ થવા લાગી પણ સીમા તો એકસરખી નદીની જેમ વહેતી જ રહી.

એક દિવસ સુહાસ પોતાની કોઈક જૂની ફાઈલો શોધતોતો ત્યારે તેના હાથમાં ઘણા ન્યૂઝપેપર ના કટિંગ્સ આવ્યા, જેમા બહુ સરસ લેખો પ્રકાશિત થયેલા હતા. સીમાને બોલાવી ને કહે કે તને આવા સરસ લેખો વાંચવાનો શોખ ક્યારનો જાગ્યો. સીમા તેના હાથમાંથી રીતસર ઝપટ મારી ને ઝૂંટવી ચાલી ગઈ. પ્રથમ વખત આવું વર્તન જોઈ સુહાસ ડઘાઈ ગયો. તેણે નક્કી કર્યું કે આ વર્તન પાછળનું રહસ્ય ઉકેલવું જ પડશે.

એક દિવસ સીમા ઘરમાં નહતી ત્યારે સુહાસે આખું ઘર ફેંદી નાખ્યું. પેલા કટિંગ્સ તેને ક્યાંય ન મળ્યા.

સુહાસના હાથમાં કેટલાક પત્રો લાગ્યા. જે એક નામાંકિત ન્યૂઝ પેપર ના એડિટર ના હતા, જેમાં તેણે ઓફર કરી હતી પોતાના પેપર મા લખવાની અને એ પત્રો હતા એસ.એસ.મહેતા ના નામના,સીમા શ્રીકાંત મહેતા.....