waw god! what is your colourful life books and stories free download online pdf in Gujarati

વાહ રે ! કુદરત તારી રંગીન દુનિયા....?


મારો જન્મ પણ જીંદગી તારા નામ ની 
ઉપવાસ મારા ને ફળ તારા નામ નું
 તો મારા નામ નું શુ?
હાથ મારા ને ચુડી તારા નામ ની,
માથું મારુ ને સિંદુર તારા નામ નું
તો મારા નામ નું શુ?
લલાટ મારુ ને બિંદી તારા નામની તો 
શરીર મારુ ને પીઠી તમારા નામની 
તો મારા નામ નું શુ?
ગળુ મારુ ને મંગળ સુત્ર તમારા નામ નું તો 
મારા નામ નું શુ?
નાક મારુ ને નથ તારા નામ ની 
 તો મારા નામ નું શુ?
મારા નામ નું શુ?
શરીર મારું ને માલિકી તારી ,
 કડવા ચોથ પણ તારા નામ ની
 તો મારા નામ નું શુ?
પગ મારા પાયલ તારા નામ ની તો
 મારા નામ નું શું?
હાથ મારા ને અંગુઠી તારા નામ ની તો
 મારા નામ નું શુ?
લોહી મારુ દૂધ મારુ કુખ મારી ને નામ તારુ
 તો મારા નામ નુ શુ?
વડીલો ના આશીર્વાદ લઉં તો અખંડ સૌભાગ્ય વતી ભવઃ ના આશીર્વાદ પણતારા માટે 
તો મારા નામ નું શુ?
ઘર હુ સંભાળુ ને નામ ની પ્લેટ તારા નામ ની 
તો મારા નામ નું શુ?
લગ્ન કરીને ગોત્ર નું અસ્તિત્વ માં બદલાવનુ કારણ તું 
તો મારા નામ નું શુ

જીંદગી મારી અને આજ્ઞા ઓ તારી તો
 મારા નામ નું શુ?
જીંદગી મારી ને ફેસલા તારા તો
 મારા નામ નું શુ?
મારુ દિલ છે એમાં પણ જો તારી હુકુમત તો
 મારા નામ નું શુ?








2.કરી લઈએ….
હે જીંદગી ચાલ ને આપણે મોત સાથે સમાધાન કરી લઈ એ
ઘડીક નો સંગ છે કોણ જાણે આપણે બીજા જન્મ માં મળી એ નમળીયે એક બીજા સાથે નિસ્વાર્થ સંધિ કરીને વેર ભુલી ને આપણે `એકતા રાજ` સ્થાપના કરી લઈ એ.
ભલે ને નાના મોટા ઝગડા થયા હોય એક પલ બધું ભૂલી ને ગળે મળી બધું ભૂલી ને મનને સાફ કરી લઈ એ…
હુ શુ છુંતેની  ને મને કુદરતે શુ કામ મોકલ્યો છે તેની ખાતરી કરી લઈ એ
એક ચાંદ ,બેસિતારા ને હુ ને તુ ચાલ ને આપણે આસમાન ને અને જમીન ને એક કરી લઈ એ.
હું દરમિયાનગીરી કરી ને હુ લોકો ને નડું છું જ્યારે એવુ સતાય તો આપણે ચાલ ને ભુલો  થોડી ની યાદી બનાવી લઈએ..
બુદ્ધિ અને લાગણી ને ક્યાં સંબંધ જ છે,તો ચાલ ને આપણે અંધશ્રદ્ધા નો વિજ્ઞાન માં અનુવાદ કરી લઈ એ….
આંધળો ગુંગો પંગુ ને અશક્ત આપણે બધાં  એક પિતા ના સંતાન છીએ તો ચાલો ને એક ભાઈ કે બહેન માટે દુવા માંગી ને ખુદા ને આપણે થોડી મુશ્કેલી માં મૂકવા નુ કામ કરી લઈ એ
હું કયાં છું ને મારી શુ જગ્યા છે જગત માં તો ચાલ ને આપણે આપણે તેની એક વાર ખાતરી કરી લઈ એ.
આપણે બહુ ઝગડ્યાં,બહુ ભેદભાવ આચર્યા,ચાલો નેઆપણે બધાં જ ધર્મ ના નામે કલેષ ભૂલી ને એક ઇશ્વર ના સંતાનો બનવાનું  આ  શુભ કાયઁ કરી લઈ એ….
3.મજા નથી…..
કોઈ ને હદ થી વધારે બોલાવવામાં માં મજા નથી...
હદ થી વધારે કોઈ ને ચાહવા માં મજા નથી, હદ થી વધારે કોઈ વસ્તુ વ્યસન
માં ફેરવાય છે, તે આફત ને ગળે વીંટાળવા માં મજા નથી.
નભ કેરો ચાંદ ભલે ને ચમકે પણ આપણા દિલ ને કોઈ ના નામ ની તક્તિ બનાવવા માં મજા નથી.
સપનાંઓ કોઈ વાર સાચાં પડે છે, માટે ભ્રમ કેરી ચાદર લપેટવાં માં કોઈ મજા નથી.
ચાર દિવસ ની ચાંદની હોય છે મોહામણી મોહ પાસ માં આવી ને આશા આશા ના પૂલ બાંધવામાં માં કોઈ જ મજા નથી.

સહિયર સમજાવે છે તેની કલમ દ્વારા સમજી જા તુ શાન માં,
તારા દિલ ને પથ્થર ને સોપવાં માં કાંઈ મજા નથી…
ચાર દિવસ ની ચાંદની હોય છે સોહામણી,મોહ પાંસ માં આવી ને આની આદત લગાડવામાં માં કોઈ મજા નથી.

4. ન ફાવ્યું
મારી  નિરીક્ષક આંખો ને ભણતા ન ફાવ્યું
પ્રેમ નું ગણિત તો એવું અઘરું કે અમને મુશ્કલી માં ગણતરી કરતાં ન ફાવ્યું
થઇ ગઈ હુ તુટી ને વેરાઈ ગયી મને  તે માટીનું મકાન બનાવતાં મને ફાવ્યું..
હાર જીત નો ફેસલો અંતે થશે પ્રિય મને રમત રમતાં ન ફાવ્યું
લોકો કરે છે વાહ વાહ મારી વાત પણ મને બધાં ની નજરે પડતાં ન ફાવ્યું..
પવન  ચોરતરફ ફેલાયો પણ મને પાદડું બની ને કરતાં ન ફાવ્યું…
છું હુ ધુપસડી જેવી પણ જુઓ ને મને મારી નહેર દુનિયામાં પ્રસરતાં ન ફાવ્યું…
પ્રેમ તો દિલ માં હતો ઘણો પણ સાલુ જતાવવા નુ મને ન ફાવ્યું..
દિલ માં વાતો હતી ઘણી પણ મને કહેવા નું નફાવ્યું



5. પ્રેમ અધુરો રહી ગયો.
એવુ તો શુ થઇ મારો પ્રેમ અધૂરો રહી ગયો…
મારું દિલ રડી રડી ને  સુકુ પડી ગયું આંખો રડી ને લાલ થઇ ગયી ને પ્રેમ મારો આંસુ ઓ મા ફેરવાઈ ગયો.
મે ગુમાવ્યો તે કિંમતી સમય તેને મળવાનો  ત્યારે  તો એને મળી ગઈ બીજી જીવનસાથી
કંઈજ ગમ ન હતો દિલ તુટવા નો બધાજ જખ્મો હું ઘોળી ને પી ગયો.
હું સ્વપ્નમાં નિહારુ છું તમને બાકી તો હું જીવતાં   જ મરી ગઈ તમારી યાદ...
મિત્રો સાથે ક્યાંક હસી લઉ છું જરાક હું પણ અંદર થી તારા વિરહે મને તોડી ને ખોખલી કરી નાંખી…

રડાવી જાય છે એની કયારેક યાદ મને 
કેમ કે મારો પહેલો પ્રેમ અધુરો રહી ગયો..
સર નાં હતા એમની સાથે જીંદગી વિતાવવાના પણ તે અધુરા રહી ગયાં..
દિલ માં કેટલીક ઈચ્છા ઓ માત્ર` ગઝલ` થકી રહી ગઇ…
6.નથી જોઈતો…
પ્રેમ આપવો હોય તો આપો પણ 
મારે અહેસાન નથી જોઇતો….
દિલ આપવું હોય તો આપો
 મારે લેખીત સબૂત નથી જોઈતો…..
જીવન બહુ સરળ હોય તો શુ જોઈએ મિત્રો ,
મારે ખોટો કાયઁભાર નથી જોઈતો…..
કોઇ મને સમજે છે તે ઘણું 
મારે ખોટો પ્રયાસ નથી જોઈતો……
અમે જનસેવા માં માની એ ,
અમારે ઈશ્વરનહીં જોઈતો…..

એકાદ દિલ ની વાચા સમજ વાર હશે તો ચાલશે , 
મારે લાંબો વિસ્તાર નથી જોઇતો…..
નાનું ઘર મને ખપે મારે
 મોટો વિસ્તાર નથી જોઇતો …
દિલસાફ ગરીબ પણ ખપે સાહેબ,
મારે લૂચ્ચો માલદાર નથી જોઈતો…..
મોઢામોઢ બોલનાર માણસ કરે પણ 
પીઠ પાછળ થી બોલનાર મિત્ર  નથી જોઇતો…
આત્મીય મિત્ર હોય તો ચાલે પણ 
મારે આખો દરબાર નથી જોઈતો
રોગી શરીર ખપે પણ વાલા 
મારે મનનો વિકાર નથી જોઇતો….
મારે માણસ જોઈએ પણ
 ચાર પગ વાળો પશુ ને પણ 
લજાવે તેવો માણસ નથી જોઈતો…
આ કવિતા તમે ગમે કે ન ગમે અમે ને
 કંઈ ફકઁ નહીં પણ ,
મારો ગમવા નો,
 ખોટો ઢોગ નથી જોઈતો….
અમે દિલ નુ સાંભળવા વાળા 
મને કોઇ નુ કાન પકાવુ વચનો નથી જોઈતાં….
અમે નીતી થી જીવન જીવવા વાળા, 
મારે ખોટા લોકો નો હસ્તક્ષેપ નથી જોઈતો


7. આવીશ હું….

તમારા જીવન માં હુ ભવિષ્ય બની ને આવીશ હું…
દિલ માં  તમારું હું ધડકન બની ને આવીશ હું……
ન કરશો ભૂલ મને ભૂલવાની ,ભૂલો ની પળો ને યાદગાર બનાવવા આવીશ હું…..
ન રાખ તુજ નયન માં અમે તણી નફરત…
નયન માં હુ એક વિસરી ગયેલ તસ્વીર બનીને આવીશ હું….
ન રાખો મને પોતાના થી દુર સપનાં થકી યાદ માં તમારી આવીશ હું….

 ભલે તમે રાખો મને આંખો થી દુર તમારા સમણાં થકી તમે ને સતાવવા આવીશ હું…

જયારે જીંદગી ને છોડી અલવિદા કહીશ દુનિયા ને ત્યારે હું તમ કેરાં નયન થકી આસું  બની ને આવીશ હું……
જેમ તમે થાશો દુર અમે થી તેમ તેમ હું તમારા દિલ માં એક ભાગ બનીને આવીશ હું…..
તમે જેમ કરસો મને દિલ માંથી ભુસવા નો પ્રયત્ન તેમ સ્મરણો થકી આવીશ હું……
જેમ તમે મને કરશો તમારા થી દુર તેમ હું તમારા હૃદય માં ઉલઝન  ફસાવવા આવીશ હું……

8. માણસ ની પ્રકૃતિ 
માણસ ને જરા ખોદો તો ખજાનો નીકળે, થોડા ઉંડે ઉતરો તો સંગ્રહેલો એક જમાનો નીકળે….
મળે ક્યાંક જીંદગી છુપાયેલી , પાછી મળી જાય , અને સો માં ક્યાંક એક પોતાનો નિકળે……
જરૂરી નથી કે સીધા હોય એજ સાંણાં હોય,કોઈ વાર દૃષ્ટ પણ મજા નો નિકળે….
તમે માનશો કે હેવાનીયત હેવાનો કરે  ,
કદી સજ્જનો માંથી પણ કેટલાક શેતાનો નિકળે…
આતો મનેખ તણી જાત છે,બહાર થી પોતાનો તો અંદર થકી કોઈ બીજા નો નિકળે….
માણસ ને ગમે ત્યાં થી ખોતરો તો ઘા બધે થી મળશે ,અંદર જખ્મો તો બહાર નિશાનો નિકળે…..
કોઈ વાર તો એવુ પણ મજાક થઈ જાય અજાણ્યો પણ પોતાનો નિકળે…..
કોઈ વાર તો વિધિ કેરી વક્ર્તા કપરા તણી કે પોતાના પણ સાથ છોડી દે……
9.યાદ
કોઈ આવીને સાધારણ, આવીને સતાવતુ સતાવતુ, 
યાદ ને પણ યાદ આપી દે છે,
કોઈ આવીને ચમકતું ચમકતું આંખો માં અંધારા પાથરી દે 
કોઈ આવીને ચમકતું ચમકતું આંખો માં અંધારા પાથરી દે છે…
કોઈ આવીને સાધારણ
સ્મિત આપી ને દિલ માં એક ભાગ બનીને રહી જાય છે,
કોઈ દિલ નુ વણઁન કરીને,દિલદાર બનીને દિલ માં ઘાવ પાડી ને સાંધી દે છે…
 કોઈક આપણા સપના  હમ સફર રૂપ ,માં આવીને ઉજાગરા કરાવે છે..
કોઈક ઓચિંતુ આવીને દિલ એક ભૂતકાળ બની ને રહી જાય…
કોઈ પંક્તિ છે કોઇ ને યાદ બનાવીને રડાવી જાય છે.

10.માંગુ છું….
નફરત તણી રેત માં હું ફરવા માંગું છું,
પગ મારા રક્ત થી રંગાયેલા હોવા છતાં ,પણ હું ચાલવા માંગુ છું…
થઈ ગયા છે. ટુકડા દિલ ના તે ટુકડા ને પ્રેમ રૂપી ગુંદર થી જોડવા માંગુછું…
થયા છે કેટકેટલા જખ્મો તો પણ પ્રેમ રૂપી સમુદ્ર માં ડૂબકી લગાડવામાંગું છું….
કોઇ ના વિરહ માં દિલ દાદા રહ્યુ છે, છતાં પણ કોઇને પ્રેમ માં યાદ કરવાની ભૂલ કરવા માંગુ છું….
જાણુ છુ કે કોઈના પ્રેમ માં પડવાની મજા નથી, છતાં પણ હું તે ભૂલ વારંવાર દોરાવવા માં હું છું……
ચાહત માં હું તે એવી લુટાઇ પણ હું વારંવાર લૂંટાવવા માંગું છું….
આંખ તણી રડી ને લાલ થઇ ગઇ છે, છતાં પણ હું કોઈ માટે રડવા માંગું છું….
આ દિલ કોઇના વિરહ માં તૂટી ગયું , છતાં પણ કોઇને પોતાના જીવવાનું કારણ બનાવવા માંગુ છું……
પ્રેમના કડવા અનુભવ છતાં તે ખાડા માં પડવા માગું છું.
પ્રેમ થકી ચચાઁ બહુ સાંભળી ઘણી પણ એક વાર હું,આ અનુભવ હું જાતે લેવા માંગું છું…..
આ દિલ ને આદત પડી ગઈ છે છતાં પ્રેમરોગ માં છતાં પડવા માંગું છું….

દગોતો હરતાં ફરતા મળે છતાં મારુ દિલ મને આ ભૂલ કરાવવા માંગેછે…..

10.મંજીલ ની સીડી….
મંજીલ સમીપ ને શોધવા કપરી દિશા શોધવી પડે છે…
જુનું છોડી ને નવું અપનાવવુ પડે છે, ગામ છોડીને શહેર તરફ વાટ પકડવી પડે છે….
યુગો સુધી જે કરીએ તેને તપ કહેવાય….
ભગવાન મેળવવા માટે નરસૈયો બનવું પડે સાહેબ,
વાંસળી બનતા પહેલાં સંઘાળા માં  પીસાવવું પડે છે,
ત્યારે ભગવાન નું પ્રિય બનાય છે.
ધૂપસડી બનવું તે   સહેલુ નથી ,તેમાટે પોતાને જલાવી પડે છે.
ત્યારે સુવાસીત થવાય છે.

વાદળ ને પણ પાણી બનવા કેટલું સહન કરવું પડે .
નિષ્કામ કમોઁ કરો તો પથ્થર માં પણ દેવ ને પ્રગટ વુ પડે છે…..
તમે સમ્માન તેવુ પામસો મૃત્યુ પછી તમારે તે જાણવા દુનિયા ને અલવીદા કહેવું પડે છે….
બીજા ને છાંયો આપવા માટે પોતે બળવુ પડે છે.
વૃક્ષ બનવું એટલુ સરળ નથી…
ભારત માતા ના પ્રિય થવુ એટલું આસાન નથી, એ માટે દેશ માટે પોતાને કુરબાન કરવી પડે છે,..ત્યારે પાળીયા થઇ ને પુજાવાય છે….
સંત થવુ પણ આસાન નથી અપકાર ના બદલી માં ઉપકાર કરવો પડે છે…..

દુનિયા નો નિયમ છે દુનિયાના  મોઢા પર ગરણુ રાખવું આસાન નથી સાહેબ,
સાહેબ તમે સારુ કરો તો પગ ખેચે ને પછી તમને સલામ ઠોકે....