Safadtana sopano books and stories free download online pdf in Gujarati

સફળતાના સોપાનો

સફળતાના સોપાનો


        





     

 કલ્પેશ અખાણી

 સાદર અપઁણ









             પ્રો.ચિનુભાઇ કે.ઠક્કર
                    (માંડવી)
પ્રસ્તાવના


સફળતા ના સોપાનો મારી પહેલી ઇબુક છે.રાધનપુર મા લોહાણા સમાજના એક કાયઁક્રમ મા માંડવી કોલેજ ના પ્રાધ્યાપક શ્રી ચિનુભાઇ કે.ઠકકરે  ખુબજ સુંદરઅધ્યક્ષીય વ્યાખ્યાન આપ્યું હતું. આ વ્યાખ્યાન મા તેમણે વિદ્યાર્થીઓ ને સફળતા મેળવવા પાંચ D આધારિત સુંદર મનનીય વ્યાખ્યાન આપ્યુ હતું. આ વ્યાખ્યાનના આધારે આ ઇબુકના બીજ રોપાયા.આ ઇબુક માંડવી કોલેજ ના પ્રાધ્યાપક માનનીય પ્રો.ચિનુભાઇ કે ઠક્કર સાહેબ ને સાદર અપઁણ કરુ છું.ઇબુક વિશે ભુજ ની માતૃછાયા સ્કુલના પ્રતિભાશાળી શિક્ષિકા જાગૃતિબેન વકીલ પાસેથી જાણવા મળ્યું. તેમની 16  ઇબુક માતૃભારતી એપ પર છે.આ ઇબુક માટે જાગૃતિબેન પ્રેરણાદાયી બન્યા છે.તેમના માગઁદશઁન થી આ ઇબુક શકય બની રહી છે. જાગૃતિબેન નો ખુબ ખુબ આભાર.આ ઇ-બુક માટે ખુબ સરસ મુખપૃષ્ઠ તૈયાર કરી આપવા માટે ભુજ ના ખુબજ પ્રતિભાશાળી ચિત્રકાર મનોજભાઇ સોની નો હ્રદય પુવઁક આભાર માનુ છું.મારી મમ્મી તેમજ પત્નિ અંજુ તથા બંને પુત્રો હેમલ તથા જીનીલે ઉપયોગી સુચનો કયાઁ છે.આ ઇબુક માતૃભારતી પ્રસિદ્ધ કરી રહી છે તે માટે તેના સંચાલકો નો આભાર માનુ છું.આ ઇબુક વાચકોને ઉપયોગી થશે તો મારો પ્રયત્ન યોગ્ય ગણાશે.વાચકો ના કિંમતી સુચનો આવકાયઁ છે.

 ભાદરવા સુદ ચૌદસ
અનંત ચતૃર્દશી  
                   -કલ્પેશ અખાણી


વિદ્યાર્થીમિત્રો,
જીવનમાં સફળતા મેળવવા માટે 5D અગત્યના છે.
પહેલો D- Dream એટલે સ્વપ્ન
બીજો D- Destination લક્ષ્ય
ત્રીજો D Determinatuon એટલે સંકલ્પ
ચોથો D- Discipline એટલે શિસ્ત
પાંચમો D Dedication એટલે સમર્પણ

(1) Dream સ્વપ્ન
અહીંયા ઊંઘમાં આવતા સ્વપ્નની વાત નથી. બાળકને પૂછવામાં આવે છે,બોલ બેટા, મોટો થઈને તું શું બનીશ? સ્વપ્ન અહીંયા કઈક બનવા માટેની ઇચ્છા એ અર્થમાં છે.
આપણા સ્વપ્ન મોટા હોવા જોઈએ.સ્વપ્ન એ નથી કે ઊંઘમાં હોઈએ ને આવે, પણ સ્વપ્ન તો એ છે કે તે આવ્યા પછી ઊંઘ ઉડાડી દે.
એટલે તો કહ્યું છે કે 
Dream globally, Not locally.
તેથી તો એક ગુજરાતી કવિએ ગાયું છે કે  નિશાનચૂક માફ, નહીં નીચું નિશાન.
અમેરિકાનો એક પ્રસંગ છે.
એક વિધવા માતા અને તેના દીકરાની આ વાત છે. માતા બીજાના કામો કરીને દીકરાનુ પોષણ કરે. તેના મનમાં એમ છે કે મારો દીકરો મોટો થઈ ભણી ગણીને મોટો  માણસ બને.
દીકરો થોડો મોટો થયો. એને થયું કે મારી માને મારે મદદરૂપ થવું જોઈએ. આ છોકરો ઘરથી થોડે દૂર એક વાડીમાંથી મગફળી તોડી લાવે. તેમાંથી દાણા કાઢી, તેને મીઠાના પાણીમાં બોળે,પછી તેને સુકવીને પ્લાસ્ટિક ની થેલીમા પેક કરે. આ સિંગ દાણા ની કોથળી રેલ્વે સ્ટેશન પર વેચવા જાય. તેમાંથી તેને થોડાક સેન્ટ ના સિકકા મળે.આ સિકકાને તે ભેગા કરે અને રાજી થાય.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી આવે ત્યારે નેતાઓના પ્રવચનો ટી.વી પરઆવે. આ છોકરો તેની માતાને કહે,'મા,આવું તો બોલતા મને પણ આવડે છે,હુ અમેરિકાનો રાષ્ટ્રપતિ ન બની શકું?' માતા કહેતી,બેટા તું અમેરિકાનો રાષ્ટ્રપતિ જરૂર બની શકે. આ છોકરો વારંવાર તેની માતાને આ પ્રશ્ન કરતો.'મા, હું અમેરિકાનો રાષ્ટ્રપતિ બનીશ ને ?'માતા તેને એક જ જવાબ આપતી, હા બેટા, તું અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ બનીશ.આ છોકરો મોટો  થયો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી લડયો. આ ચૂંટણી જીતીને એ અમેરિકા નો રાષ્ટ્રપ્રમુખ બન્યો.આ છોકરો એ બીજો કોઇ નહી,પણ  અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ જીમી કાર્ટર હતો. આપણા દેશના ઉદ્યોગપતિ ધીરુ ભાઇ અંબાણી આફ્રિકાના એડન શહેરમાં એક પેટ્રોલપંપ પર કામ પર  કરતા હતા. અહીંયા કામ કરતાં કરતાં તેમણે સ્વપ્ન સેવ્યુ કે તેમને પેટ્રોલિયમની રિફાઈનરીઓ હોય. ધીરુભાઈએ મહેનત કરી ને તેમના આ સ્વપ્નને સાકાર કરીબતાવ્યું.
મંઝીલે ઉન્હી કો મિલતી હૈ,
જિન કે સપનો મે જાન હોતી હૈ,
સિર્ફ પંખો સે કુછ નહી હોતા, 
હોસલોં  સે ઉડાન હોતી હૈ.

સફળતાનું બીજું સોપાન છે Destination
 Destination એટલે લક્ષ્ય.લક્ષ્ય વગરનુ જીવન એટલે સુકાન વગરની હોડી જેવું જીવન. સુકાન વગરની હોડી ક્યાં પહોંચશે તે નક્કી નહિ.
કોઈ પણ ઘટના બે વખત બનતી હોય છે. એક તો મનમાં અને બીજું તે વાસ્તવિક રીતે બને છે. એક મકાન બનાવવું હોય તો તેનો પ્લાન બનાવો પડે. કાગળ ઉપર તેનું સંપૂર્ણ આયોજન કરવું પડે.પછી તે વાસ્તવિક હકીકત બને છે.
જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે લક્ષ્યપ્રાપ્તિનું નિર્ધારણ કરવું જરૂરી છે. મહાભારતમાં ગુરુદ્રોણ પાંડવો અને કૌરવો ની પરીક્ષા લે છે તેની એક કથા આવે છે.
ગુરુ દ્રોણ પાંડવો અને કૌરવોને લઈને મેદાન પર લઈ જાય છે. થોડે દૂર ઝાડ પર બેઠેલા પક્ષીની આંખ વિંધવા ની કસોટી લે છે. ગુરુ દ્રોણ દરેકને શું દેખાય છે તેના વિશે પૂછે છે. અર્જુન કહે છે કે તેને પક્ષીની આંખ દેખાય છે. અને અર્જુન પક્ષીની આંખ વિંધિ નાખે છે.
લક્ષ્ય વિશે ધીરુભાઈ અંબાણી નું સુંદર વાક્ય છે, તમે તમારા લક્ષ્ય પૂરા નહીં કરો તો તમારે બીજાના લક્ષ્ય પૂરા કરવા માટે કામ કરવું પડશે.
એકવાર લક્ષ્ય નક્કી થાય તે પછી અર્ધજાગ્રત મન તેના પર કાર્ય કરવાનું શરૂ કરી દે છે.
લક્ષ્ય વિશે કોઇએ સરસ વાત કરી છે કે લક્ષ્ય SMART હોવા જોઈએ.
S Specific ચોક્કસ
M Measurable માપી શકાય તેવા
A Achievable  પ્રાપ્ત કરી શકાય
R  Real વાસ્તવિક
T Time beyond સમયમર્યાદામાં પ્રાપ્તિ.
2006માં રાજકોટની સુષ્મા હીરપરા નામની છોકરી ધોરણ 12ની  બોર્ડની પરીક્ષામાં સમગ્ર રાજયમાં પ્રથમ આવી.શાળા માં આનંદનો માહોલ હતો. બધા ખૂબ જ અભિનંદન પાઠવતા હતા.
છાપાના પત્રકારો તથા ટી.વી.ના ખબરપત્રીઓ આવ્યા. બધાએ ખુબજ અભિનંદન પાઠવ્યા.તેનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો. પત્રકારોએ સવાલ કર્યો કે તારી આ સફળતાનું રહસ્ય શું છે? ત્યારે તેણે કહ્યું કે બોર્ડમાં નંબર તો આજે જાહેર થયો,પરંતુ મારા મનમાં તો પ્રથમ નંબર એક વર્ષ પહેલાં નક્કી થઈ ગયો હતો. આમ કહી તેણે એક વર્ષ પહેલાના છાપાના કટીંગ પત્રકારોને બતાવ્યા. જેમાં ગયા વર્ષે પ્રથમ સ્થાને જે વિદ્યાર્થી નો ફોટો હતો તેના પર તેનો ફોટો ચોટાડી દીધો હતો.આ કાગળ તેના  વાંચન ખંડમા ચોટાડીને રાખ્યો હતો.
વીસમી સદીના છઠ્ઠા દાયકામાં અવકાશયુગ ની શરૂઆત થઈ.1957 માં રશિયાએ દુનિયાનો પ્રથમ ઉપગ્રહ સ્પુટનીકને અવકાશમાં તરતો મૂક્યો. અમેરિકા 1958માં પોતાનો ઉપગ્રહ તરતો મુક્યો. 1961 માં રશિયાનો માનવી યુરી ગાગેરીન અવકાશ મા જનારો  વિશ્વનો પ્રથમ માનવી બન્યો. 1963 માં રશિયાની મહિલા વેલેન્તિના તેરેસ્કોવા અવકાશમાં જનાર પ્રથમ મહિલા બન્યા. આમ દરેક રીતે રશિયા અમેરિકા કરતાં એક કદમ આગળ રહેલુ. આ બાબતે ખૂબ જ ચર્ચા ચાલી. અમેરિકા મોટો દેશ, શક્તિશાળી દેશ છતાંય રશિયા કરતા પાછળ કેમ રહે.
અમેરિકાના પ્રેસિડન્ટ રુઝવેલ્ટે 1965 માં અમેરિકાની સંસદને સંબોધતા કહેલુંકે આ દસકો પૂરો થતાં સુધીમાં અમેરિકાનો માનવી ચંદ્રની ધરતી પર ઉતરાણ કરી ચૂક્યો હશે. અમેરિકાએ ચંદ્ર પર ઉતરાણનુ તેનુ લક્ષ્ય નક્કી કરી, તેના પર ખૂબ જ મહેનત કરવામાં આવી. 1969 ની ૨૦મી જુલાઈના રોજ નિલ આંગ્સ્ટ્રોમ ચંદ્રની ધરતી પર ઉતરનાર પ્રથમ માનવી બન્યા. આમ,સફળતાની પ્રાપ્તિ માટે લક્ષ્ય ખૂબ અગત્યનું પરિબળ છે.

સફળતાનુ ત્રીજું સોપાન છે Determination.
Determination એટલે દઢ સંકલ્પ.
દઢ સંકલ્પથી તો ગમે તેવા અશક્ય કામ પણ શક્ય બને છે.
નેપોલિયન બોનાપાર્ટે તો કહ્યું છે કે
'Nothing is impossible  in the world'
અશક્ય જેવું આ જગતમાં કશું જ નથી.
અશક્ય શબ્દ મૂર્ખ લોકો ની ડીકશનરી માં હોય છે.
Impossible શબ્દને જુઓ. તેને આ પ્રમાણે લખી એ,I m possible તો શબ્દ પોતે જ કહે છે  I am possible.
દઢ સંકલ્પ ધરાવતી વ્યક્તિમાં બર્નિંગ ડિઝાયર હોય છે. આ કામ હું કરીશ, આ કામ હું કરીને જ જંપીશ,આ કામ હુ  કરી શકીશ. આ પ્રકારનો હકારાત્મક અભિગમ ધરાવે છે.
ગાંધીજીના શબ્દો જુઓ,
'કાગડા કૂતરા ના મોતે મરીશ, આઝાદી લીધા વિના પાછો નહી ફરુ'
લોકમાન્ય તિલક ના શબ્દો જુઓ,
'સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તે મેળવીને જ જંપીશ'
સુભાષચંદ્ર બોઝ ના શબ્દો જુઓ,
'તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા'
જે લોકોએ સફળતા પ્રાપ્ત કરી છે, તેમના વિચારોમાં શુભ સંકલ્પ હોય છે.
કવિ શૂન્ય પાલનપુરી ના શબ્દોમાં,
'કદમ અસ્થિર હો એને રસ્તો મળતો નથી,
અડગ મનના માનવી ને હિમાલય નડતો નથી'.
'જો ચટ્ટાનો સે ટકરાતે હૈ ઉસે તુફાન કહેતે હૈ,
જો તુફાનોસે ટકરાતે હૈ ઉસે યુવાન કહેતે હૈ'
પ્રાચીન સમયની આ વાત છે.
એક ગુરુકુળમાં એક બાળક અભ્યાસ માટે દાખલ થયો.
ગુરુજીએ આ બાળકનો હાથ જોયો, અને તે બાળકને  કહ્યું કે,'તારા હાથમાં વિદ્યાભ્યાસની રેખા નથી.તું અભ્યાસ કરી નહી શકે' બાળકે ગુરુજી ને કહ્યું કે 'ગુરુજી, મને બતાવો કે વિદ્યાભ્યાસની રેખા કેવી હોય?'
ગુરુજી બાળકને વિદ્યાભ્યાસની રેખા કેવી હોય તે સમજાવ્યું.
આ બાળકે કમર માંથી કટારી કાઢીને ગુરુજી ને દર્શાવેલી  જગ્યાએ કાપો પાડી દીધો. કાપા માંથી લોહી નીકળવા માંડ્યું.
બાળક ગુરુજી ને કહે છે,
'ગુરુજી, હવે તો હું વિદ્યાભ્યાસ કરી શકીશ ને?'
ગુરૂજી એ જવાબ આપ્યો, 'બેટા, તારા જેવી સંકલ્પશક્તિ જેનામાં હોય તે શું ના કરી શકે?'આ બાળકે વિદ્યાભ્યાસ કર્યો, અને વ્યાકરણશાસ્ત્રનો ગ્રંથ લખ્યો.આ બાળક  એટલે બીજું કોઈ નહિ પરંતુ મહાન વ્યાકરણશાસ્ત્રી પાણીની હતા. આમ, સફળતાનો ત્રીજું સોપાન  દઢ સંકલ્પ છે.

સફળતાનો ચોથું સોપાન  છે Dedication.
 Dedication એટલે સમર્પણ. સફળતા મેળવવા માટે સમર્પિત થવું જરૂરી છે .કાર્ય પ્રત્યે સમર્પણ વધારે હશે તેમ સફળતા પણ ચોક્કસ મળશે જ. મહાભારતમાં એકલવ્યનો પ્રસંગ આવે છે.એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા માટે ગુરુ દ્રોણ  પાસે આવે છે. પોતાને ધનુઁવિદ્યા  શીખવવા માટે  ગુરુદ્રોણ ને વિનંતી કરે છે. ગુરુ દ્રોણ તેને કહે છે કે તેઓ તેને ધનુર્વિદ્યા શીખવી ન શકે, કેમકે તેઓ રાજકુમારોને જ ધનુર્વિદ્યા શીખવે છે. એકલવ્ય જંગલમા ગુરુ  દ્રોણ ની પ્રતિમા બનાવી પોતાની જાતે ધનુર્વિદ્યા શીખે છે. પોતે ધનુર્વિદ્યામાં પારંગત બને છે .ગુરુદ્રોણને આનો ખ્યાલ આવે છે.એકલવ્ય  ગુરુ દ્રોણ ને તેમની પ્રતિમા બતાવી તેમને ગુરુ ધારીને આ વિદ્યા શીખેલ છે.ગુરુદ્રોણ  દક્ષિણામાં તેની પાસે જમણા હાથનો અંગૂઠો માંગે છે .એકલવ્ય  વિના વિલંબે તેનો અંગુઠો કાપીને ગુરુદ્રોણ ના ચરણે ધરે છે .એકલવ્યનુ આ સમર્પણ હતું.
કામ પ્રત્યે સમર્પણ થવાથી કાયઁમા સફળતા મળે છે. વ્યવસાય પ્રત્યે સમર્પણ કરવાથી વ્યવસાયમાં સફળ થવાય છે. અભ્યાસના વિષયો પ્રત્યે સમપિઁત થયા  વિના સંગીન સફળતા મળતી નથી.
ચાણક્યના બાળપણનો પ્રસંગ જાણીતો છે. ચાણક્ય એક દિવસ બહારથી ઘરમાં પ્રવેશ્યા ત્યારે તેમની માતા રડતા હતા. ચાણકયે રડવાનું કારણ પૂછ્યું. તેમની માતાએ કહ્યું કે આજ એક જ્યોતિષી આવેલ  અને તેણે કહ્યું કેતમારા દીકરાના ૩૨ દાંત માં એક દાંત એવો છે ,જે તેને દુનિયાનો મહાન માણસ બનાવે. ચાણક્ય કહે છે બસ આટલી જ વાત છે ને ? બહારથી પથ્થર લાવીને જે દાંત મહાન બનાવે તે હતો તેના ઉપર પ્રહાર કરી તોડી નાખ્યો. માતાને કહ્યું લે આદાંત મારે મહાન નથી બનવું પણ તું રડીશ નહીં. આવું હતું ચાણક્ય નું સમર્પણ!
જાદુગર કે.લાલ ના જીવન નો આ પ્રસંગ છે.બહેરિન માં તેમનો જાદુનો શો બતાવતા હતા. તેમાં તેમની લોકપ્રિય જાદુ ની આઈટમ વોટર ઓફ ઇન્ડિયા બતાવતા હતા. આ જાદુ મા વોટર ઓફ ઇન્ડિયા એવું બોલ્યા કે બહેરીનના રાજા ઊભા થઈ ગયા અને કે.લાલને કહ્યું કે તમે અત્યારે બહેરીન મા છો તો તમે વોટર ઓફ બહેરીન એમ બોલો. કે.લાલે કહ્યું કે આ લોટો ભારતનો છે તેથી તેમાંથી ભારત નું પાણી નીકળે છે. બેહરીનના રાજાએ કહ્યું કે અમારે ત્યાં ખેલ કરો છો તો તમારે વોટર ઓફ બહેરીન બોલવું પડશે નહીતર તમારે ખેલ બંધ કરવા પડશે. કે.લાલે લાખો રૂપિયાનું નુકસાન સહન કર્યું પણ વોટર ઓફ બહેરીન એમ ન બોલ્યા અને ભારત પરત ફર્યા.આવુ હતું જાદુગર કે લાલ નું સમર્પણ.

સફળતાનું પાંચમું સોપાન છે એ Discipline. Discipline એટલે શિસ્ત.
અહીંયા શિસ્ત એ જવાબદારી, ફરજ ના અર્થમાં છે. ગમે તેટલા મોટા પદ પર પહોંચ્યા હોઈએ તો પણ આપણા ઘરમાં  મા-બાપ માટે તો દિકરા છીએ.તેથી પુત્ર તરીકેની આપણી વિશેષ જવાબદારી હોય છે. તેમાં કોઈ પદ કે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનતો નથી. આપણા માટે સમાજ ,રાષ્ટ્ર માટે આપણી નૈતિક જવાબદારી હોયછે.તે આપણે અદા કરવી જોઈએ.આપણે અભ્યાસ અર્થે કે રોજગારીના સંદર્ભમાં ક્યાંય પણ બીજા રાજ્ય કે વિદેશમાં જવાનું બને તો પણ આપણા કુટુંબ ,કુળ,સમાજ કે રાષ્ટ્ર માટે નીચા જોવાપણું ન આવે તે આપણે જોવું રહ્યું.આપણા થી બને તો એવા કાર્યો થવા જોઈએ જેથી આપણા કુટુંબ સમાજ કે રાષ્ટ્ર નું સારું દેખાય. માનવીય મૂલ્યો તેમજ સદગુણો મેળવવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ ઉપરાંત નિયમિતા, સમય પાલન ખુબ મહત્વના છે.
 બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વતઁમાન વડા મહંત સ્વામી મહારાજ સવારે 5:00 વાગ્યે પ્રાતઃ સભામાં હાજર હોય છે.તેમજ આવડી મોટી સંસ્થાના વડા હોવા છતાં દશઁનસભામા ગમે તેટલા વ્યક્તિઓ હોય તો તે સર્વેને મળે છે કદાપી કંટાળતા નથી. શરૂઆતમાં જેટલા પ્રેમથી લોકોને મળે છે તેટલા પ્રેમથી છેલ્લા વ્યક્તિને પણ મળે છે. 1945મા અમેરિકા એ જાપાનના નગર હિરોશિમા અને નાગાસાકી ઉપર પરમાણુ હુમલો કર્યો .આ બંને હુમલામાં લાખો લોકો માર્યા ગયા .જાપાનના વડાપ્રધાને રાષ્ટ્રજોગ પ્રવચન  કરીદરેકને એક વધારે કલાક વધારે કામ કરવા જણાવ્યું. લોકોએ આહવાન ઝીલ્યુ. લોકોએ એક કલાક કરતાં વધારે કામ કર્યું અને થોડા વર્ષોમાં  જાપાન ભયાનક પરિસ્થિતિમાંથી બહાર આવી ગયું.આજે  પણ જાપાનના લોકો એક કલાક વધારે કામ કરે છે. અક્ષરધામ પર આતંકવાદી હુમલો થયો, આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરી ૬૦ જેટલા હરિભક્તો ને મારી નાખ્યા. આપણા લશ્કરી કમાન્ડોએ આતંકવાદીઓને મારી નાખ્યા. પ્રમુખસ્વામીને ખબર આપ્યા તેમણે સૂચના આપી કે હરિભક્તો સલામત જગ્યાએ જઈ સ્વામિનારાયણ ભગવાનની ધૂન કરે .એ પછી તેમને ખબર આપ્યા કે આતંકવાદીઓ મૃત્યુ પામ્યા છે.તેમણે કહ્યુંકે ત્યાંથી લોહીના ડાઘા દૂર કરી તેમના માટે પણ પ્રાર્થના કરો. આમ,Discipline આત્મનિષ્ઠા ,આત્મગૌરવ, નૈતિક જવાબદારી વગેરેના અર્થમાં છે. સરદાર વલ્લભભાઈ પટેલ લંડનમા બેરીસ્ટર નો અભ્યાસ કરતા હતા. ત્યાં તેઓ સ્થાનિક લાઈબ્રેરીમાં વાંચવા જતા.ત્યાનો ચોકીયાત તેમના આવનજાવનના સમય ઉપર પોતાની ઘડિયાળ મેળવતો .એક વખત ચોકીયાત  ઘડિયાળ બતાવીને સરદાર વલ્લભભાઈ ને કહે લાયબ્રેરી બંધ થવાનો સમય થઈ ગયો છે ,ત્યારે સરદાર વલ્લભભાઈએ કહ્યુંકે હજુ બે મિનિટનો સમય બાકી છે. આમ સરદાર વલ્લભભાઈમા  સમયપાલનનો ઉમદા ગુણ હતો.