Sambandh books and stories free download online pdf in Gujarati

સબંધ




સબંધ


"મીના અને તેનું મિત્ર મંડળ ખૂબ સારું હતું અને તે રાધિકા ના નજીકના ગામમાંથી અભ્યાસ કરતી હતી . પરંતુ રાધિકા આ મિત્રોને ઓળખતી હતી પણ વધુ વાત કરી શકતી ન હતી.જ્યારે છેલ્લા છ મહિના બાકી હતા ત્યારે રાધિકા એ મિત્રો સાથે કેવી રીતે વાત કરવા લાગી તે ખબર ન પડી અને ધીમે ધીમે એ મિત્ર મંડળમા જોડાઈ ગઈ.સમય વિતવા લાગ્યો અને ધીમેધીમે એ રાધિકાના મિત્રો બની ગયા ."

"રાધિકાનું મીના જોડે આવતી તેના જ ફળિયાની છોકરી શ્વેતા જોડે ખૂબ લાગણી બંધાઈ ગઈ અને એ પણ તેમના જ વર્ગમા અભ્યાસ કરતી.હવે કૉલેજ સમાપ્ત થવાના ત્રણ મહિના બાકી હતા.રાધિકા ને બધાની દરેકની લાઇફની વાત ખબર પડી ગઈ અને એણે સમજવા લાગી.મિત્ર મંડળ સાથે એક જ બસમા આવું કોલેજની નજીક મંદિરે જવું. પછી સાથે મળીને નાસ્તો કરવો.એક દિવસ નાસ્તો કરતા કરતા શ્વેતા અને હનીના મોં માંથી એક વાત નીકળી હતી કે આજે મીના તારી પાછળ વત્સલ ચાલ તો હતો.એટલે રાધિકા એ પૂછ્યું ક્યો વત્સલ ? કોણ છે વત્સલ હસતા હસતા કહીયું.બધા એ કહિયું તનેં નથી ખબર? રાધિકા એ આશ્ચર્યથી ના શું વાત છે આ મને કોઈ કહેશો?"

" પછી હની કહે છે જ્યારે આપણી કૉલેજ શરૂ થઈ હતી ત્યારે એક ગેરસમજ થઈ હતી .આ વતસ્લ છે તે મીના જોડે 12 ધોરણમાં ભણતો હતો . અને એ દરરોજ આમારી પાછળ ચાલે અને એમને જોય તો એવું થતું હતું કે તે મને લાઈક કરે છે.રાધિકા એ કીધું એવી વાત છે.પછી હનીને તો તારી ગેરસમજ ક્યારે દૂર થઈ. હની એ કહીયું જ્યારે એ લેટર લઈ ને મીના પાસે ગયો ત્યારે."

"એટલે બધા મીનાને હેરાન કરવા લગીયા.પછી નાસ્તો કરી વર્ગમા બેસી ને ભણવા લાગ્યા. પછી કોલેજથી છૂટી વખતે આ વત્સલ કોણ છે મે તો નથી જોયો મને પણ બતાવ જો મીના નો friend. હની એ કીધું સારું કાલે આવશે તો બતાવશું. આજે તે પાછળ ચાલતો ન હતો પરંતુ રોડ ની સામે ની બાજુ એ ચાલે છે જો. પણ રાધિકા જોઈ શકી નઈ પછી તેજ દિવસે કૉલેજ થી છૂટી ઘરે જવા માટે જતા હતા ત્યારે હની એ રાધિકાને વત્સલ બતાવ્યો .પછી રાધિકા પણ બધું નિરીક્ષણ કરવા લાગી.મીનાના મનમાં કશું ન હતું પરંતુ મિત્રો એની સાથે મસ્તી કરે તેને ગમતું ન હતું."

"એ પણ મસ્તી સમજી ને મસ્તી કરવા લાગી.દરેક મિત્રો એની સાથે વાત કરે તો પૂછે તને ગમે તો કંઈ દે અમે તેને વાત કરવી આપીએ.પણ એ તો હંમેશા ના જ કહેતી અને કેહતી હું મારા માતા પિતા ન દુઃખ ની આપુ . તે સાભરીને અમને પણ આનંદ થતો. પછી અમે બધા જ વત્સલની પાછળ એને અપશબ્દો બોલતા."

"જ્યારે પણ અમે કોલેજ જતા ત્યારે તે મંદિર પાસે અથવા બેંક પાસે જોવા મળતો.એટલે અમે મીના ને કીધું આ તને ખૂબ લવ કરે છે ત્યારે મીના એ ફરી આજ જવાબ આપ્યો હું મારા માતા પિતાને દુઃખી નઈ કરું. કૉલેજ ની પરિક્ષા સમાપ્ત થતાં બધો સંપર્ક જતો રહ્યો.એમ અમને લાગ્યું હતું પરતું એને હવે ની જોડે સંપર્કમા આવા માટે ફેસબૂકનો સહાવો લીધો એને મીના નું નામ શોધીયું. પરંતુ મીના ફેસબૂક એકાઉન્ટ કાઢી નાખ્યું હતું.પછી તેને મીનાના ટાઈમ લાઇન પર રાધિકા નો એની ભાભી સાથેનો ફોટો લાઈક કર્યો હતો તેના પર થી તેને રાધિકાને ફ્રેડ રિકવેસ્ત મોકલી .રાધિકા ત્યારે તેના મામાના ઘરે હતી અને દરેક મિત્રના સંપર્કમા હતી તેથી રાધિકા એ એની ખાસ મિત્ર શ્વેતાને આ વાત કરી .પછી ૩-૪ દિવસ પછી મામાનો છોકરા એ રાધિકાનું ફેસબુક એના ફોનમા ઓપન કર્યું અને ભૂલથી એની ફ્રેન્ડ રિકવેસ્ત સ્વીકારી લીધી.મામાનો છોકરો રાધિકા ની બીકને કારણે કશું બોલ્યો નહીં.પછી રાધિકા જ્યારે તેના ધરે આવી ત્યારે તેને એનું ફેસબૂક ઓપન કર્યું તો વત્સલની રિકવેસ સ્વીકારી લીધી તેને જાણ થઈ પછી તે તરત જ આવત મીના અને શ્વેતાને કોલ કરીને તેમને જાણ કરી.એ બંને રાધિકાને કહ્યું તું એને બ્લોક કરી દે.રાધિકા એ પણ હા કહીને ફોન મૂકી દીધો પછી એટલામા જ એનો મેસેજ આવ્યો .તું મીના ની ફ્રેન્ડ છેને રાધિકા એ હા કીધું પણ તું મને કઇ રીતે ઓળખે છે અને તેને કેવી રીતે ખબર પડી આ મારું એકાઉન્ટ છે રાધિકા એ પૂછ્યું?"

"એને જવાબ આપ્યો :મીનાના ટાઈમ લાઇન પર તારો અને તારી જોડે કોઇ નો ફોટો હતો તેના પર થી તેને ફ્રેડ રિકવેસ્ત મોકલી .રાધિકા એવા ઉતર વાંચી મીના ને કહીયું .અને અવે શું કરું રાધિકા એ પૂછયું:મીના એ કીધી હવે થોડા દિવસ બ્લોક નઇ કરતી.આપણે મળીને વિચાર શું .રાધિકા પછી એનો મેસેજ આવે તે રીતે એને જવાબ આપતી ગઈ એક દિવસે વત્સલ નો મેસેજ આવ્યો હું તને મારી બેન સમજી ને એક વાત કરું છું તું મારી મદદ કરીશ. રાધિકા નિસ્વાર્થભાવે હા કહે છે.........."

"પછી રાધિકા જ્યારે પણ મેસેજ આવે એટલે વત્સલભાઈ તરીકે વાત કરે .અને આ રીતે વત્સલ અને રાધિકા એક બીજા ને ભાઈ બહેન માનવા લાગ્યાં.કોઈ બીજા ના કારણે એક સુંદર સંબધ બની ગયો .આ સંબધ માટે રાધિકા મીના નો આભાર માને છે આ જીવનમા વત્સલ રૂપી વાત્સલ્ય આપનાર ભાઈ સાથે મુલકાત થઈ. અને જીવન ની કોઇપણ પણ વાત શેર કરવા મિત્ર જેવો ભાઈ ની મુલકાત થઈ."