kaliyajna - 4 books and stories free download online pdf in Gujarati

કાલીયજ્ઞ - 4

( આગળનાં ત્રણેય ભાગોને સારો પ્રતિભાવ આપવા બદલ આપ સૌનો આભાર, હવે વાંચો સસ્પેન્સ અને થ્રીલરથી છલોછલ હોરર વાર્તાનૉ ચોથો ભાગ કાલીયજ્ઞ 4 )

(આગળ આપણે જોયું કે ભગુભાઈના મૃત્યુ વિષયક વાતો કરતાં સ્વસ્તિકનાં મમ્મીપપા મનીષભાઈ અને ઈલાબેનની વાતો કોઈ સાંભળતું હતુ., આ તરફ ભૂમિ અને સ્વસ્તિકને મોજપૂરનાં કિલ્લાની એક દીવાલ નીચે એક પેટી મળી આવી હતી. પરંતું એ પેટીને તાળુ હતુ,, જ્યારે નિસર્ગ ફોરેન્સિક રિપોર્ટ લાવવાનૉ હતો., હવે આગળ)


જેન્તિભાઈના ફાર્મહાઉસનાં એક રૂમ મા.....


ભૂમિ બોલી:-  (પેલી પેટીને દર્શાવી ને આ પેટીનો કઇંકતો સંબંધતો છે ડ્રાઇવરનાં મૃત્યુ પાછળ..,  હા નિસર્ગ ફોરેન્સિક રિપોર્ટ શુ આવ્યાં.


નિસર્ગ :- ફોરેન્સિક રિપોર્ટમા એક પણ હથિયારનું નિશાન મળ્યું નથી, અને એકદમ માઈક્રો તારથી મૃત્યુ થયુ હોવાનું સાબીત થયુ છે. પણ પોલીસ આ કેસમા કોઈ રસ નથી લેતી.


સ્વસ્તિક :- હમ્મ... પણ  આપણે આ પેટીનાં તાળાને તોડી નાખવું જોઈએ.,


(અવનીએ સ્વસ્તિકને હથોડી લાવી આપી.)


સ્વસ્તિકે ખૂબ જ પ્રયાસ કર્યો પણ એ પેટીનું તાળુ જાણે કઇ ધાતુ બન્યુ હતુ એ તૂટ્યું જ નહીં.


હવે આપણે એની ચાવી જ શોધવી પડશે સ્વસ્તિકડા - નિસર્ગ બોલ્યો.


ભૂમિએ આશ્ચર્યથી બોલી ઉઠી- સાલી આ ધેર્યાં ક્યાં છે અને અવિનાશ પણ નથી દેખાતો.


***


(બિલનાથ મંદીરની બાજુની દુકાને....)


અવિનાશ તેં દુકાને ઊભી સિગરેટ પીતો હતો,.. તેનાં હાથમા રહેલી ઘડિયાળ ડાર્ક બ્લુ શાઇન કરતી હતી... અને અચાનક જ ત્યાંથી ઈલાબેન અને મીનાબેન બન્ને મંદિરે દર્શન કરવા નીકળ્યા, અવિનાશ પાછળ ફરિને ઉભો હતો આથી તેનો ચહેરો ઇલબેન ઓળખ્યા નહીં.,, પણ ઈલાબેનની નજર સમક્ષ પેલી શાઇન કરતી ઘડિયાળ ચડી. તેઓ મનોમન બબડ્યા... -આવી વોચ ક્યાંક તો જોઇ છે... આવુ વિચારતા વિચારતા તેઓ મંદીર પહોચી ગયા,,, અને અચાનક જ ઈલાબેનને કઇ યાદ આવ્યુ હોય એમ પેલી દુકાન તરફ દોડ્યા અને જોયું તો પેલો સિગરેટમાંથી ધુમાડાનાં ગોટા કાઢતો માણસ ત્યાં ન હતો. ઈલાબેન બબડ્યા- તેં નક્કી અમારી વાતો સાંભળનાર માણસ હતો કેમકે તેનાં હાથમા તદ્દન તેવી જ બ્લુ કલરની ચમકતી ઘડિયાળ હતી. ઇલબેન ત્યાંથી વીલા મોઢે મંદીર ચાલ્યા ગયા. જેવા ઈલાબેન ગયા તરત જ અવિનાશે દુકાન પાસેનાં વૃક્ષ પાછળથી ડોકિયું કર્યું અને મનોમન કહ્યુ- 'હાશ આજતો માંડમાંડ બચ્યો.'


*


આજે મનીષભાઈ અને ઈલાબેને ઘૂમલિ જવાનો પ્લાન ફિક્સ કરી દીધો, બધાજ લોકો એ ત્રણ ફોરવીલમા સમાઈ ગયા અને ઉપડી ગયા ઘૂમલિ જવા,... પણ ભૂમિ અને તેણીના મિત્રોને હવે ફરવામા રસ ન હતો, તેઓ માત્ર ભગુભાઈના કેસને વળગી રહ્યાં હતાં. બપોરના દસ વાગ્યા આસપાસ બધાં ઘૂમલિ ગામે પહોંચ્યા. ઘૂમલિમા તેઓ નવલખા મંદીર ફર્યા, ત્યાંથી તેઓ   2 કિલોમીટર દુર જંગલમા આવેલ સોનકંસારી મંદીર તરફ ગયા. અહીંના મંદિરોની કોતરણી અને કળાઓ સૈન્ધવ રાજવંશ અને જેઠવા રાજવંશનો ધર્મપ્રેમની સૂચક છે. જંગલનાં થોડા મેદાની વિસ્તારમા બધાં ફર્યા. આ સમયે ભૂમિ અને નિસર્ગ બન્નેની નજર એકસાથે જમીનમા ખોડ઼ેલ એક ત્રિશૂળ પર પડી બન્નેએ નજરનાં ઈશારાઓથી ત્યાં જઇ ત્રિશૂળને ઉખેંડ્યૂ તો ત્રિશૂળનાં નીચેના ભાગમાથી એક પોટલી મળી આવી. નિસર્ગે તરત જ એ પોટલી ખોલી જોયું તો તેં ચોકી ગયો, તેમાં સાત ચાવીનો જુડો હતો..


'ઇશ્વર પણ ઇચ્છે છે કે આપણે ભગુભાઈનાં મૃત્યુનું રહસ્ય ઉકેલિએ'- ભૂમિ એ કહ્યુ.


એટ્લે નિસર્ગે સાથ પુરવ્યો- 'હા સાચી વાત કદાચ પેલિ મોજપૂરનાં કિલ્લામાંથી મળેલી પેટીની ચાવી આ સાત માંથી જ એક હોય!!'


*


ઘૂમલિનો પ્રવાસ પૂરો કરી મનીષભાઈ અને ઈલાબેને રાજકોટ પાછા જવાની બધી તૈયારી કરી લીધી હતી. સ્વપ્નીલ ,ભૂમિ, અને તેણીનાં મિત્રોને પણ કડક શબ્દોમા પાછા જવા તૈયાર રહેવા માટેનું સુચન મળી ગયુ હતુ.


*


આ તરફ યંગસ્ટર્સ એક ઓરડામા પેલી પેટીને વચ્ચે મુકી ઘૂમલિથી મળેલી સાત ચાવીઓને તાળા સાથે લગાવતા હતાં. અને અચાનક એક ચાવી લાગી... સ્વપ્નીલે પેટી ખોલી,.. તો , એક જૂની કિતાબ જેનાં મુખપૃષ્ઠ પર રૂપેરી અક્ષરોમા


" રાજપરિવાર- રહસ્ય ", નીચે લખેલું કે 'મોજપૂર રાજવંશ'


એટલું વાંચ્યું ત્યાંજ મનીષભાઈ આવી પહોંચ્યા,


-સ્વપ્નીલ ,ચાલો બેટા ગાડી આવી ગઇ છે..


- હા પપા.. સ્વપ્નીલે પ્રત્યુત્તર આપ્યો


*


જેન્તિભાઈ અને મીના બેને બધાને રોકાવાનૉ ઘણો વિવેક કર્યો, પણ પરિસ્થિતિ સમજી ગયા, એટ્લે મીનાબેન બોલ્યા-


'કાઈ વાંધો નહીં , થોડુ રોકાણા હોત તૌ હારું એમ..'


બધાં બસમા ગોઠવાઈ ગયા, ભૂમિ અને નિસર્ગને વિરહની ઘડીઓ સમજાતી ન હતી. એવામા ડ્રાઇવરે બસ ચાલુ કરવાનાં ઘણાં પ્રયત્નો કર્યા પણ બસ ચાલુ જ ના થઈ,.. નાછૂટકે બધાં  બસમાથી ઉતરી ગયા,


ડ્રાઇવર બબડ્યો- 'આજ પેલી વાર ગાડી ખરાબ થઇ'. પાંચ મિનીટ બારા બેસો હુ હમણા કઇંક કરૂ.


દસેક મિનીટ પછી ડ્રાઇવર બોલાવી ગયો - ચાલો બસ તૈયાર છે .. એટ્લે બધાં પાંછા ગોઠવાઈ ગયા. અને બસે હાકલ મારીને ઉપડી,..


અને હજુતો બિલેષ્વર ગામથી એક કિલોમિટર આગળ પહોંચ્યા ત્યાં તો એક વળાંક બાદ ડ્રાઈવરે ભયંકર બ્રેક લગાડી.


આગળ ચાર પાંચ વિશાળ વૃક્ષો કપાયેલ પડ્યા હતાં જેથી સંપુર્ણ રસ્તો બંધ થઇ ગયો... બસ આગળ વધી શકે તેમ ન હતી, ન તો વાવાઝોડા જેવી હાલત હતી કે  વાતાવરણમા પવન ફરકતો પણ ન હતો, છતાં આ ઢળી ગયેલાં વૃક્ષો જોઇ બધાં સ્તબ્ધ હતાં. પણ ભૂમિ અને તેણીનાં મિત્રોને આ વાત પણ કઇંક રહસ્યમય લાગી. જાણે કોઈ તેમને બિલેષ્વર ગામથી દુર જવા દેવા માંગતું ન હોય.


*


પહેલો યજ્ઞ અસફળ રહ્યો હોવાથી પૂજારીજી એ આવતી પૂનમનૉ યજ્ઞ આયોજિત કરી રાખ્યો હતો અને જેન્તિભાઈને ત્યાં આમંત્રણ પણ આવ્યુ હતુ. ગઇ દુર્ઘટનાને ભૂલી સમગ્ર ગ્રામવાસીઓ આજે મહાકાળીનાં યજ્ઞનૉ આશિર્વાદ લેવા આવી પહોંચ્યા હતાં અને યજ્ઞ શરૂ થયો અને ફરી પેલા યજ્ઞની જેમ મંદીરની દિવાલો મંત્રોચ્ચારથી ગુંજવા લાગી..  , બધાં યજ્ઞવિધીમા તલ્લીન હતાં. એમા ભૂમિએ સ્વાતિને હળવેક થી પુછ્યું - આજે પેલી ધેર્યાં અને અવિનાશ કેમ નથી આવ્યા??
ધેર્યાંને  મજા નથી એવું કહેતી હતી, અને અવિનાશની ખબર નહીં.- સ્વાતિએ ઉત્તર આપ્યો
....હજુ યજ્ઞ સમાપ્તિને વાર હતી કે અચાનક એક શિરછેદ થયેલો વ્યક્તિ આકાશની દિશા થી યજ્ઞમા પડ્યો...જે મસ્તકથી વિખુટુ પડેલું ધડ હતુ,..ફરી એ જ વિકરાળ ચીસો અને બૂમો ....ભયનૉ માહોલ... સ્વાતિતો ત્યાંજ બેભાન થઈ ગઇ. પણ અવની એકદમ સ્તબ્ધ થઈ ગઇ. કારણકે તેં તેનાં ભાઈ અવિનાશનાં શરીરને ઓળખી ગઇ હતી, હા એ અવિનાશ નું ધડ હતુ... અવનિનૉ ભાઈ....., અવનીની સ્તબ્ધતાથી સૌ કોઈ અવિનાશનાં શરીરને ઓળખી ગયા. તેણીની ઉંચી પોકે મંદીરને જાણે એક હોરર સાઈટ જાહેર કરી દીધું.  તેણીની આંખો જાણે ચોંટી ગઇ હતી. અસહ્ય ઘોંઘાટ વચ્ચે તેં ઢળી પડી....