kalpvrux - ek kalpna ke hakikat - 4 books and stories free download online pdf in Gujarati

કલ્પવૃક્ષ - એક કલ્પના કે હકીકત - પાર્ટ - ૪

(તમે જોયું કે ....
કલ્પવૃક્ષ પ્રમાણે ચાંદનીને તેના બોસ શૌર્ય સાથે પ્રેમ થાશે એવું વાંચ્યું.પણ તેના મનમાં તો કોઈક બીજું જ છે.અને સામે શૌર્ય ના મનમાં પણ કોઈ બીજી જ છોકરી છે તો શું થશે તે જોઈએ આગળ.....)

ચાંદની ઘરે જાય છે.સરસ ચા બનાવી ને રૂમમાં જઇને કલ્પવૃક્ષ વાંચવા બેસે છે.પાનું ખોલે છે અને વાંચે છે,લખેલું હોય છે કાલ યુવતી અને પેલો યુવાન બંને મળશે અને યુવતી  યુવાનને ઓળખી જશે.પરંતુ યુવાન નહી ઓળખે.

હાઉ સેડ.... કાઈ વાંધો નઇ ચાંદની સુતા સુતા પેલા યુવાનને યાદ કરે છે.

કેટલી બધી મુલાકાત પણ...
એક વાર પણ નહીં વાત..
જોઈએ કાલ શુ થાય છે હાલ...
ચાલ ચાંદની ગમતાનો કરીએ ગુલાલ...

બડબડતી સુઈ જાય છે.અને બીજે દિવસ પેલી જાય છે ત્યારે એક ફુગ્ગાવાળી નાનકડી છોકરી પાસે એક વ્યક્તિ ફુગ્ગો લેતો હોય છે.અને તે બધા ફુગ્ગા લઈ લે છે.

અને થોડે આગળ જઈને કોક બીજા નાના બાળકોને આપી દે છે.આપતો હોય છે ત્યારે તેના હાથ પર ટેટુ ચાંદની જોઈ જાય છે.

ચાંદની તેનો પીછો કરે છે.અને એ યુવાન ચાંદનીની ઑફિસમાં જાય છે .

ચાંદની આજુબાજુમાં જોયા વગર હજી તેની પાછળ જ જતી હોય છે અને તેની આંખો એક વાર ફરી આશ્ચર્યચકિત થાય છે.

એ કોઈ બીજું નઇ પણ શૌર્ય પોતે હોય છે.ચાંદની ને હવે સમજાયું એ ટેટ્ટુ શૌર્ય ના S નું હતું.તેણી કશું બોલી નઈ અને કામે લાગી.પછી તરત શૌર્યએ તેને બોલાવી મિસ ચાંદની પણ ચાંદનીને ઝટકો લાગ્યો હતો એટલે તેનુ ધ્યાન નહતું.
મિસ ચાંદની જોરથી રાડ પડે છે,ત્યાં ચાંદની પોતાના વાળ સરખા કરવા હાથ ઊંચો કરે છે.શૌર્ય તેનું બ્રેસલેટ જોઈ જ રહ્યો પણ કાઈ બોલ્યો નહીં.

ચાંદની ચાલી.તે દિવસ તેણી વહેલી ગઈ.શૌર્ય ના મનમાં અસમંજસ ચાલતી હતી.તે ચંદનીના ડેસ્ક પાસે ગયો.તેને કાગળિયા અહીંતહીં કર્યા તો તેને કવિતાઓ લખેલી હોય તેવા બે ચાર કાગળ મળ્યા.

તે દિવસ શૌર્યને આખી રાત ઊંઘના આવી અને ચાંદનીને પણ.બીજે દિવસ ચંદની ઓફિસ આવી.તેનું બેગ મૂક્યું અને કામ કરવા લાગી. પછી કોફીશોપમાં કોફી પીવા ગઈ. ત્યાં શૌર્યનું ધ્યાન બેગ પર પડ્યું.

તેને પેલાતો વિચાર માંડી વાળ્યો કોઈ છોકરીનું બેગ કેમ ચેક કરવું પણ પછી તોય બેગ ખોલ્યું.અંદર કવિતાઓ લખેલું પુસ્તક, પેન,કાગળ,બોટલ એવું બધું હતું.નોર્મલ છોકરી લિપસ્ટિક કાજલ એવું બધું રાખે પણ ચાંદની ક્યાં એ બધા જેવી હતી....

શૌર્યને ખોળતા ખોળતા કાંઈક વાગ્યું.જોયુંતો ઈયરરિંગ હતી પણ એક જ હતી.શૌર્ય હસ્યો.જેની શોધ હતી એને તે મળી ગઈ.

ચંદની પાછી આવી.પાણી પીધું અને ગ્લાસ મુક્યો.કામ કર્યું ફાઇલ શૌર્યને મોકલાવી દીધી.ટાઈપ પણ કરી નાખ્યું.બધું પૂરું થયું એટલે બેઠી હતી.ત્યાં પાછળથી શૌર્ય આવીને મિસ ચાંદની બોલ્યો...તે ભડકી...તેનાથી ગ્લાસને ઠોકર લાગી કાચ ફૂટ્યો.

તેના પર ચંદનીથી પગ મુકાય ગયો.વાગ્યું લોહી વહયું.શૌર્ય એ બેસવા કહ્યુ તેણી બેઠી.શૌર્યએ ચાંદનીને તેના દુપટ્ટાથી લોહી  સાફ કરતી જોઈ તેની ઘૂઘરી કૈક જાણીતી હતી.ફરી શૌર્ય હસ્યો.હવે તેનો શક સાચો પડતો જાતો હતો.

આ બાજુ ચાંદનીને પણ લાગ્યું કે સર સાચે ખડૂસ નથી.કેર કરે તેવા છે.થોડી લાગણી જન્મી તેંનમાં શૌર્ય પ્રત્યે.પણ કહે કેમ?? ,પોતે નાના ઘરની અને કયાં બિઝનેસમેન શૌર્ય કપૂર.

આ બાજુ શૌર્ય પણ કહી નથી શકતો.કે નહીં ચાંદની.પછી શૌર્યએ પ્રપોઝ કરવાનું નક્કી કર્યું.તેને મળેલી વસ્તુ તેના ટેબલ પર મૂકી.અને ચંદનીને બોલાવવા કહ્યું.

થોડી વારમાં ચાંદની આવી.મેં આઇ કામ ઇન સર.હા.શૌર્ય એ કહ્યું કે મિસ ચાંદની....હું એક છોકરીને શોધું છું.તેને મેં જોઈ તો નહતી પણ તેની વસ્તુ મારી પાસે છે ત્યારથી હું બસ તેને જ ચાહું છું.તમે એ છોકરી શોધવામાં મારી મદદ કરશો.

ચાંદની કહે હા બતાવો એની વસ્તુ.શૌર્ય આ બધું બતાવે છે.અને ચંદનીને ખૂબ આશ્ચર્ય થાય છે.બોલવા જાય તે પહેલાં જ શૌર્ય કહી દે છે આ બધી વસ્તુ તમારી જ છે ને ચાંદની.

ચાંદની હા પાડે છે.પણ સર...આ બધું તમને....કયારે મળ્યું...

શૌર્ય કહે છે એક વાર મારુ ડોગી રસ્તામાં ફસયું હતું ત્યા એક છોકરી એટલે કે તમે મદદ કરવા જતાં હતાં ત્યારે તમારું ઈયરરિંગ મારા ડોગી ના પટ્ટા જોડે મળ્યું હતું.

બીજી વાર તમે મારી સાથે અથડાયા ત્યારે તમારા કાગળ ઉડ્યા હતા તેમાંથી એક કાગળ મારી પાસે આવ્યુ હતું.

ત્રીજી વાર તમે મંદિરમાં લાપસ્યા ત્યારે તમારો હાથ મેં પકડ્યો હતો.તમારા બ્રેસલેટમાંથી ચંદ્ર ખાર્યોને મારા શર્ટની બાય માં જાતો રહ્યોં ઘરે જઈને મને મળ્યો.

ચોથીવાર રિક્ષામાં દુપટ્ટો સલવાયો ત્યારે તેની ઘૂઘરી મને મળી હતી. આ બધું હુ ભેગુ કરીની છોકરી ગોતી રહ્યો હતો.કારણ હું મનોમન તેને ચાહવા લાગ્યો છું.અને તે તમે છો.

ચાંદની બધું સાંભળી રહી તે જે યુવાન જોડે મળતી એ યુવાન શૌર્ય સર હતા.તેણી પણ તેમને ચાહવા લાગી હતી બેય એ એકબીજાની લાગણી જણાવી દીધી.

આમ કલ્પવૃક્ષ ની કલ્પના એ ચાંદનીના જીવનને તેની વતોને હકીકત માં બદલી દીધી.ચાંદની અને શૌર્ય એક થઇ ગયા.ચંદનીએ કલ્પવૃક્ષ બૂકને ક્યારેય પોતાનાથી દુર ના કરી અને તે બૂકનો ખુબ આભાર માન્યો....

જો તમને સ્ટોરી ગમે તો પ્રતિભાવ જરૂર આપશો......