Pahelo Varsad - Milan dharti sathe - 2 books and stories free download online pdf in Gujarati

પહેલો વરસાદ (મિલન ધરતી સાથે) - 2


     આદિ ભાઈ આવ્યા કોલેજ એટલે એમણે આરવ ને કૉલ કરી ને કૉલેજ માં બોલાવ્યો.
આરવ આવ્યો એટલે ભાઈ એ બીજી કોઈ વાત કર્યા વગર જ આરવ ને સીધું જ પૂછ્યું ," આરવ ! જો હું એવું કહું કે તારે શૈલી જોડે રહેવાનું તો તું રહીશ ?"
 આરવ એ તો તરત જ હા પાડી દીધી ...
પછી ભાઈ ધીરે થી બોલ્યાં , " તો USA ના જઈશ ".
ભાઈ ની વાત સાંભળી આરવ વિચાર માં પડી ગયો કે હવે શુ બોલવું અને હું તો અવા્ક બની ને ઊભી હતી કે આ બધું શુ ચાલે છે .....
પછી ભાઈ ધીરે થી હસ્યા ...
એમને જોઈ હું અને આરવ પણ હસવા લાગ્યાં ...
પછી ભાઈ એ કહ્યું કે એમને અમારા રિલેશન થી કોઈ જ પ્રોબ્લેમ નથી અને એ અમને સપોર્ટ કરવા તૈયાર છે ...
પછી તો જોવાનું જ શું હતું ..
જે અમારા સંબંધ નું મુખ્ય પાસું હતું એ અમને મળી ગયું ...
પછી તો આરવ ના જતા સુધી હું ને આરવ રોજ મળતાં હતા અને મને તો આદિ ભાઈ જ લઇ ને આવતા હતા ...
પછી આરવ ના જવાનો દિવસ આવી ગયો એટલે મારે એને મૂકવા ઍરપોર્ટ જવું હતું એટલે મેં આદિ ભાઈ ને વાત કરી ...તો ભાઈ એ ઘરે કહ્યું કે અમે અમદાવાદ શોપિંગ કરવા જઈએ ...એવી રીતે હું , આદિ ભાઈ, શૈલી અને ભાઈ બીજા બે ફ્રેન્ડ્સ આરવ ને મુકવા ગયા ...
મારી એ પળ  મારા માટે  ખુબ જ દુઃખદ હતી ....
જે પ્રેમ ની શરૂઆત એને જોવા થી થઇ હતી આજે મારો એ પ્રેમ નો સાગર મને મૂકી ને જતો હતો ...પણ કહેછે ને કે દૂર રહેવાથી પ્રેમ વધે છે ...
અમારા માટે પણ આ જ વાત સત્ય સાબિત થવાની હતી ....
        છ  મહિના વીતી ગયા હતા એના ગયે ...પણ મારો પ્રેમ એના માટે  મારો પ્રેમ દિવસે ને રાત્રે વધતો હતો ...
ત્યાર પછી મેં પણ વિચાર્યુ કે હું આગળ નું ભણતર ત્યાં USA જઈ ને કરું ....
ભગવાન પણ અમારા પ્રેમ પર રાજી હોય એમ મને મારી પોસ્ટ ગ્રેજ્યુએશન માટે USA ના વિઝા મળી ગયા અને હવે હું પણ તૈયાર થઈ ગઈ મારા એ આરવ જોડે જવા ...
   ત્યાં ગયા પછી અમને રોકવા વાળું કોઈ નહોતું એટલે અમારી અહીં ની અધૂરી મુલાકાતો ત્યાં પૂરી થવાં લાગી ...
     હવે એવું લાગતું હતું કે સાચે જ "ચોમાસું" આવ્યું છે ....
      પણ શુ રહેશે એ ચોમાસું બારેમાસ ...!!!!
  કદાચ હા રહેશે જ ...મારા જીવનની વર્ષાઋતુ ...
એનો ફાળો જાય છે આદિ ભાઈ ને ...
ભાઈ એ પહેલા મારા ઘરે વાત કરી અમારા સંબંધ ની ...
     ના માનવાની તો વાત જ નહોતી કેમકે અમે બંને પગભર અને એકબીજા માટે પફેક્ટ હતા એવું પપ્પા ને લાગ્યું અને એતો વધારે ખુશ થયા કે મિત્રતા સંબંધ માં પરિણમસે ...
    પછી એમણે આરવ ના ઘરે વાત કરી ....
એતો આ સાંભળી ને તરત જ માની ગયા ....
અને છેલ્લે ......
......... અમારી આ સ્ટોરી ને ગ્રીન સિગ્નલ મળી ગયું ...
પછી અમે USA માં જ મેરેજ કરી લીધા ...
અને 3 વર્ષ પછી ભારત આવી એક ગ્રાન્ડ રિસેપ્શન રાખ્યું ....
........    અને આવી રીતે અમારી સ્ટોરી નો કંઈક આવો અંત થયો ....



    જે વાત ની શરૂઆત ભારત માં ફક્ત જોવાથી શરુ થઈ હતી તેનો અંત USA માં મેરેજ કરી ને આવ્યો ....
    


તારો ને મારો તે આ કેવો પ્રેમ છે ...
 જે દૂર હતો પણ એક છે ....


ના ચાહવાની તો વાત જ નહોતી ....
 રૂપ પણ તેના અનેક છે .....


આરવ અને શૈલી ની આ જોડી રહે સદાય સાથે ...
 બસ મારી આ દુઆઓ નેક છે ....

  સંપૂર્ણ વાર્તા .........



      હું આશા રાખું છું કે તમને મારી આ વાર્તા ગમી હશે. તમારા મંતવ્યો મને જરૂર થી જણાવશો .




                                  - PRINJAL