Maa ane thodik paarivarik vato books and stories free download online pdf in Gujarati

માં અને થોડીક પારિવારિક વાતો

Mother day  ઉજવવો એ આપણી સંસ્કૃતિ નથી.એ તો પાશ્ર્વતિક સંસ્કૃતિ છે.પાશ્ર્વાત્ય દેશમાં mother's day and father's day એટલા માટે ઉજવે છે કારણ કે ત્યાં બાળકો અનુમન અઢાર વર્ષની વયથી પોતાની સ્વાતંત્રિક જિંદગી જીવે છે અને પોતાની ઈચ્છા પ્રમાણેની જિંદગી બનાવવા કેટકેટલી ય મથામણો કરે છે અને આથી જ એ લોકો માટે Mother's day and father's day ઉજવવો જરૂરી હોય છે કારણ કે તેઓ આ દિવસે એમના માતા-પિતાને મળે છે અને હર્ષોલ્લાસથી મનાવે છે, પરંતુ આપણે પાશ્ર્વતિક સંસ્કૃતિનું અનુકરણ તો કરીએ છીએ પણ આપણને તેની પાછળનું કારણ ખબર હોતી નથી.જો આપણે એમનું અનુકરણ કરીને આવા Days ઉજવીએ છીએ તો‌ આપણે એમની discipline, politeness, punctualityને કેમ આપણા આચાર-વિચારમા લાવતા નથી?ભારત જેવા દેશમાં જ્યાં 'અતિથિ દેવો ભવ'ની માન્યતા હોય અને માતા-પિતાને જ ભગવાનનો દરજ્જો આપતા હોઈએ તો એવા દેશમાં mother's day and father's day ઉજવવાની જરૂર ખરી કંઈ?
આપણા માતા-પિતા અથવા તો આપણે માતા-પિતા‌થી દૂર રહેતા હોઈએ તો જ‌ આવા days ઉજવવાના હોય.આપણે બાકી આપણે ત્યાં આવા કોઈ daysની જરૂર જ નથી હોતી.
આપણે તો parents day ઉજવવાનો હોય કારણ કે આપણા parents આપણી સાથે રહે છે અને આપણે એમની સાથે રહીએ છીએ.કેવુ છે નહીં, આપણને mother's day and father's day તો યાદ રહે છે પરંતુ આપણે એ ભૂલી જ‌ઈએ છીએ કે mother અને ‌fatherથી જ પરિવાર બનતો હોય છે અને આથી જ આપણે family day and parents dayની ઉજવણી કરવી જોઈએ.
આપણે mother's day and father's day ઉજવીએ એમાં કંઈ ખોટું નથી પણ આપણે દેખાડો કરવામાં વધારે માનીએ છીએ અને આથી જ આ બે દિવસે આપણે આપણા માતા-પિતા સાથે ફોટા પડાવીએ છીએ અને એને social media ઉપર post કરીએ છીએ.
હકીકતમાં આપણે આવા દેખાડા કરવાની કોઈ જરૂર જ નથી કારણ કે એમની સાથે post ન મૂકવાથી એ સાબિત નથી થતું કે આપણે એમને પ્રેમ કરીએ છીએ કે નહીં.આપણે જો માતા-પિતાથી પ્રેમ કરતા હોઈએ ને તો આપણે social media ઉપર આવી કોઈ post મૂકવાની જરૂર જ ન હોય.આપણે કેમ લોકોને બતાવીએ post મૂકીને કે આપણે કેટલો પ્રેમ કરીએ છીએ માતા-પિતાને.બધાને પ્રેમ હોય જ છે પોતાના માતા-પિતાથી પણ વ્યસ્ત જિંદગીમાં આપણને એમને એ જતાવાનો સમય જ નથી મળતો કે એમના બાળકો એમનાથી હજી પણ એટલો જ પ્રેમ કરે છે જેટલો પહેલા કરતા હતા.હુ આવા પાશ્ર્ચ્યતીક તહેવારની ઉજવણીની ખિલાફ નથી પણ મને વાંધો છે એવા લોકોથી જે ખોટો દેખાડો કરે છે.જો આપણે આટલો જ પ્રેમ કરતા હોત આપણા માતા-પિતાથી તો વૃદ્ધાશ્રમની સંખ્યા વધતી જતી ન હોત.માન્યુ કે આપણને અમુક કારણોસર મુસ્લિમ જોડે નફરત છે, પણ એમની પાસેથી પણ‌ શીખવાની વસ્તુ એ છે કે એમના માતા-પિતા હંમેશા એમની સાથે જ હોય છે.આપણને આપણા માતા-પિતા સાથે ક્યારેક અમુક વાતને તકરાર થઇ જતી હોય છે અને ક્યારેક એમની સાથે અબોલા પણ લેવાય જતા હોય છે.આનો એ મતલબ નથી કે આપણે એમની સાથે કાયમી અબોલા લઈ લ‌ઈએ.બધા પોતાની જગ્યાએ સાચા જ હોય છે બસ ક્યારેક આપણે નમતું મૂકવાની જરૂર હોય છે.આપણે જો એવું માનતા હોઈએ કે આપણે એટલા મોટા નથી થયા કે આપણે આપણા માતા-પિતાની ઉપરવટ જ‌ઈએ તો પછી આપણે કેમ માતા-પિતા સાથે અબોલા લેવા પડે છે?આ બધું ખાલી generation gapના લીધે થાય છે અને ‌આનો એક જ ઉપાય છે કે થોડુંક આપણે સમજી લઈએ અને થોડુંક માતા-પિતાને પણ શાંતિથી આપણી વાત સમજાવીએ તો આ તકરાર,આ અબોલાની નોબત જ ન આવે અને જિંદગીનું બીજું નામ એટલે adjustment. જો દરેક પરીવારને આ adjustment કરવાની ફાવટ આવી જાય તો કોઈને વૃદ્ધાશ્રમમાં જવાની જરૂર જ ન પડે પણ આપણે adjustment કરી નથી શકતા એટલે જ બધી તકલીફો ઉભી થાય છે.


On This Note: થોડુંક માતા-પિતા સાથે અનુકૂલન સાધીએ અને આ વધતી જતી વૃદ્ધાશ્રમની સંખ્યા ઓછી કરવાનો પ્રયત્ન કરીએ!