Aakruti no aakar - ek purvabhas books and stories free download online pdf in Gujarati

આકૃતિ નો આકાર - એક પૂર્વાભાસ !

" આકૃતિ નો આકાર- એક પૂર્વાભાસ "...... ઘણી વાર અમંગળ ઘટના બનશે તેનો સંકેત મલે છે, પરંતુ આવી ઘટના રોકી શકાતી નથી. અમંગળ ઘટના નો પૂર્વ આભાસ થાય છે.આવી એક વાર્તા" આકૃતિ નો આકાર-એક પૂર્વાભાસ!"...........................................................SG highway પર ની એક
MNC માં જોબ કરતો આકાર,આજે કામ નું ભારણ વધુ હોવાથી ઓવર ટાઈમ કર્યો હતો અને લગભગ રાત્રે એક વાગ્યે રાજપથ થી બોપલ જતા રસ્તે પોતાની બાઇક પર બોપલ પોતાના ? ઘરે જતો હોય છે. રાત નો સમય હોવાથી આ રસ્તે અવરજવર નહીંવત હોય છે.થાકેલો પોતાની ધુન માં આકાર જતો હોય છે તેજ વખતે રસ્તા ની એક બાજુ એ એક યુવતી ઉભી હોય છે.તેના વાળ વિખરાયેલા અને કપડાં પર ધુળ ના ડાધા પડેલા હોય છે.જાણે પડી ગઈ ના હોય! આકાર ની બાઈક પાસે આવતા એ યુવતી એ Help Help ની બુમ પાડી.....આકારે આ જોતાં બાઈક ઉભી રાખી." શું થયું મેડમ ?" આકાર બોલ્યો. " મારી એક્ટિવા ને પંચર થયું છે અને તેથી એક્ટિવા સ્લિપ થઈ ગઈ તેના કારણે આ હાલત થઈ.મને લીફ્ટ આપશો.મારે બોપલ જવું છે.મારી એક્ટિવા સાઈડ માં મુકી આપશો ?" પેલી યુવતી બોલી.આ સાંભળી ને આકાર બોલ્યો," ચોક્કસ, તમને મદદ કરીશ. હમણાં જ તમારી એક્ટિવા ઉભી કરી ને સાઇડ માં મુકી આપું. અને તમને તમારા ઘર સુધી મૂકી જ ઈશ." અને આકાશે નીચે આડી પડેલી એક્ટિવા સાઈડ ઉપર મુકી દીધી.અને બાઇક પર પાછળ પેલી યુવતી ને બેસાડી ને બોપલ જવા નીકળ્યો.સરદાર પટેલ રીંગ રોડ આવવાની તૈયારી હતી ને આકાર ચમક્યો .તેને થયું કે બાઈક પાછળ બેસેલી યુવતી હોય એવું લાગ્યું નહીં અને ચાલુ બાઇકે આકારે પાછળ જોયું તો કોઈ નહોતું....આકાર ને આશ્ચર્ય થયું.......... યુવતી ગાયબ......હવે આકાર ગભરાઈ ગયો... અને ફુલ સ્પીડ માં ઘરે પહોંચી ગયો. આકાર ના ધબકારા વધી ગયા હતા.ધરે આવી ને પાણી પી ને આ બનાવ યાદ કરતો હતો અને ધીમે ધીમે આકાર નું શરીર ગરમ થતું ગયું. ગભરાહટ ના કારણે ફીવર આવી ગયો. માંડ માંડ આકાર સુઈ ગયો...... સવારે આઠ વાગ્યે જાગી ને આકાર ન્યુઝ પેપર વાંચવા ગયો.. અને પછી તેને થયું પહેલાં દૂધ લેવા જઉં.તે ફ્લેટ નું બારણું ખોલવા જ જતો હતો ત્યારે ડોરબેલ વાગી...આકારે બારણું ખોલ્યું...એક દેખાવડી યુવતી ઉભી હતી...આકાર આ યુવતી ને જોઈ ને લાગ્યું કે આને ક્યાં ક જોઈ છે?. એટલામાં એ યુવતી બોલી,"હાય, હું આકૃતિ, તમારી નવી પડોશી.કાલે રાત્રે જ રહેવા આવી.મને ન્યુઝ પેપર વાંચવા ની હેબીટ છે.મારે કાલ થી ન્યુઝ પેપર આવશે.દસ મિનિટ આપશો?." આકારે ન્યૂઝ પેપર આપ્યું.અને દૂધ લેવા ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યો.તેની બાઈક ની બાજુ માં એક એક્ટિવા હતી.આકારે આ એક્ટિવા ને જોતા જ રાત નો બનાવ યાદ આવ્યો...આ.તો.રાત વાળી એક્ટિવા છે... અને હા..એ આકૃતિ પણ રાત્રે લીફ્ટ માંગી હતી એ જ. આકાશ ની ધડકનો વધતી ગઈ.ગભરાયેલો આકાર પાછો ઘર માં આવ્યો.પેલી યુવતી દસ મિનિટ માં પેપર આપી ગયી પણ આકાર ની પૂછવાની હિંમત નહોતી રહી.હવે આકાર નો ફીવર વધતો ગયો.અને ઓફિસ માં રજા રાખી... .............................રાત્રે આઠ વાગે ફ્લેટ ના ગ્રાઉન્ડ ફ્લોર પર અવાજો આવતા હતા.આકાર ઉત્સુકતા માં નીચે ગયો. જોયું તો એક એમ્બ્યુલન્સ હતી લોકો ભેગા થઈ ને વાતો કરતા હતા કે નવી આવેલી યુવતી નો રાજપથ - બોપલ રોડ પર એક્સીડન્ટ થયો.તેની એક્ટિવા માં પંચર થયું હતું અને સ્લીપ ખાઈ જવાથી પટકાઇ ગયી.એજ વખતે એક કાર પૂરઝડપે આવી ને ટક્કર મારી ને જતી રહી........................... લેખક - કૌશિક દવે