અંતે પ્રેમ તો થઈ જ ગયોતેરે બિના જિંદગી સે કોઈ શિકવા તો નહિ, .............. ૯૨.૩ એફ એમ પર ગીત વાગતું હતું , ને “ઋજુતા”સુનમુન બેઠી હતી, “ઋજુતા”આવી જ રસ વગર ન હતી, તે તો ઝરણા ના વહેતા પાણી જેવી જ હતી, “ઋજુતા”ખુબ શોખીન ને ઉત્સાહ ને ઉન્માદ થી ભરેલ હતી, “ઋજુતા”નરમ હતી, પણ તેના સ્વભાવ માં પણ ભરતી ને ઓટની જેમ ઉતાર ચડાવ રહેતા હતા, “ઋજુતા”ખળખળ વહેતું ઝરણુ હતી તો કોઈ વખત પથ્થરો થી ટકરાઈ પાછુ આવી શકે તેવું મોજું પણ હતી , “ઋજુતા”આજે પહેલા જેવી ન હતી, તે બદલાઈ ગઈ હતી, ભલે તેની રહેણીકરણી કે જીવન નહોતું બદલાયું પણ અદંર ની “ઋજુતા”બદલાઈ ગઈ હતી, એક સુખી લગ્નજીવન માં જરૂરી બધું જ “ઋજુતા”પાસે હતું ને છતાં તે આજે ખુશ ન હતી, પહેલા ની નદી જેવી, “ઋજુતા”આજે જાણે કાળમીઢો પત્થર બની ગઈ હતી.

“ઋજુતા”એ હમેશા જીવન થી ભરપુર રહેતી, કોઈ પણ અન્યાય ખાસ કરીને સ્ત્રી પર થતા અત્યાચાર સામે તે હમેશા ઉભી રહેતી, કોઈ પણ સ્ત્રી માટે તે એક પ્રેરણા બની રહેતી, “ઋજુતા”માટે બધા એને ખુશ રહેતા કાગડા ની વાર્તા નો કાગડો જ કહેતા, બધી જ પરીશ્થીતી માં હસતા રહેવું અને ખુબ સહેલાય થી તે પરીશ્થીતી ને પાર પાડવી “ઋજુતા” ની આગવી આવડત હતી, “ઋજુતા”હાજર જવાબી હતી, અન્ય સ્ત્રી ની જેમ સહન કરવું અને વાત વાતે જતું કરવું એ વાત ક્યારેય તેના ગળે ઉતરી જ ના હતી, તે હમેશા કહેતી કે અન્યાય કરવા કરતા સહન કરનાર જ દોષી છે, શા માટે સહન કરવું , તે હમેશા કહેતી કે સહન તે કરે જેને પોતાની જાત પર વિશ્વાસ ન હોય, તે હમેશા કહેતી કે પહેલા પોતાની જાત પ્રત્યે માન રાખો ને પ્રેમ રાખો તો કોઈ તમને પણ પ્રેમ કરશે,

પણ આ તો એ “ઋજુતા”ન હતી, આજ ની “ઋજુતા”તો કોઈ અલગ જ હતી, એવું તે શું થયું “ઋજુતા”ના જીવન માં કે “ઋજુતા”આમ, હ્રદય વગરનું શરીર બની ગઈ હતી, એવું તે શું થયું કે “ઋજુતા”આટલી, ગુમસુમ રહેવા લાગી હતી? એવું તે શું થયું કે જે બધાની પ્રેરણા હતી તે આજે જીવતી લાશ બની ગઈ હતી.

લોકોને ઈર્ષા કરાવતું “ઋજુતા”અને સહજનું સહજીવન હતું ,”ઋજુતા”અને સહજના પ્રેમલગ્ન થયા હતા, અને બંને ખુબજ સુંદર અને સુમેળ ભરી જિંદગી જીવતા હતા, “સહજ” અને “ઋજુતા”પતિ પત્ની ઓછા અને મિત્ર હતા, કોઈ એવી વાત નહિ હોય એકબીજાની જે “ઋજુતા”અને “સહજ”એ શેર નહિ કરી હોય, પછી, તે પોતાના લગ્ન પહેલાના સબંધો હોય કે પોતાની કોઈ ટેવ, કે કુટેવ બન્ને લોકોને નજરે ચડે એવું જ નિખાલસ દાંપત્યજીવન જીવતા હતા , “સહજ”જયારે હોય ત્યારે એક જ ગીત ગાતો “ઋજુતા” માટે

“પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વાહણો નો કાફલો “ કારણ “ઋજુતા”ના ગાલ પર એવાજ સુંદર ડીમ્પલ પડતા હતા, અને સામે “ઋજુતા”પણ ગીત ગુનગનાવતી કે “હું તો ખોબો માંગું ને દઈ દે દરિયો, સાવરિયો રે મારો સાવરિયો” ખરેખર ક્યારેય કોઈ જ વાત ની ખોટ આવવા દીધી ન હતી, “ઋજુતા”પાંચ રૂપિયા માંગે તો સહન પચાસ આપતો હતો, લગ્નના ત્રણ વર્ષ પછી “ઋજુતા”એ એક સુંદર પુત્ર ને જન્મ આપ્યો એ હતો “સમય” ને “સમય”માટે “ઋજુતા”એ પોતાની કારકિર્દી ને પણ તિલાંજલિ આપી માત્ર અને માત્ર “સહજ”અને “સમય”માટે જ જીવવા લાગી,

સમય જતાં જતાં “સમય” મોટો થવા લાગ્યો અને “સહજ” પણ એક મલ્ટી નેશનલ કંપની માં મનેજર તરીકે નોકરી કરતો હતો , પોતાની નોકરી માં એક એક કરી ને દાદરા ઓ સર કરી ને ખુબ જ ઉચ્ચ સ્થાને પહોંચી ગયો હતો, પણ આટલા વર્ષોમાં તેમના લગ્નજીવનમાં એક નીરસતા આવવા લાગી હતી, “ઋજુતા”પણ હવે કેઇક કરવા વિચારવા લાગી હતી, કારણ “સહજ” તો ખુબ જ વ્યસ્ત રહેવા લાગેલ અને “ઋજુતા” ને લાગતું કે પગભર હોવા છતાં “સહજ” ના ચાલેલા પથ પર જ ચાલતી હતી, તેને થતું હતું કે પેસા કમાવવાની દોટમાં “સહજ” ખુબ જ આગળ ચાલ્યો ગયો હતો ,

“ઋજુતા” ને હવે એકલું લાગવા લાગ્યું હતું અને એકલતા દુર કરવા “ઋજુતા” એ નોકરી ચાલુ કરી , નોકરી તો લગન પહેલાથી જ કરતી “ઋજુતા” અને રૂ. ૬૦૦ માં ભણતા ભણતા નોકરી કરેલ આજે પણ યાદ છે, “ઋજુતા” ને પહેલી નોકરીના પગાર થી સાડી ખરીદેલી અને એ પણ કાળા કલરની પણ “ઋજુતા” ક્યારેય એવા અંધ વિશ્વાસ માં માનતી નહિ, તેને કોઈ કઈ કરવાનું ના પાડે એ પહેલા કરતી એવી “ઋજુતા” હતી, આ વખતે મળેલ નોકરી ભલે “ઋજુતા” ના સ્વભાવ પ્રમાણે ન હતી પણ કઈક શીખવા મળે એવી ઈચ્છા થી જ “ઋજુતા” એ આ નોકરી સ્વીકારેલ અને લોકો ને મળવું અને મિત્ર બનાવવા માટે “ઋજુતા” હમેશા થનગનતી રહેતી, ઘરમાં રહી ઘર સંભાળવું ક્યારેય “ઋજુતા” ને મગજમાં ઉતરતું જ નહિ, અને એટલે જ “ઋજુતા” એ નોકરી ચાલુ કરી. સમય પણ એવો કે આખો દિવસ ચાલ્યો જાય, “ઋજુતા” ને વ્યસ્ત રહેવું ગમતું તેનું ચાલતું તો તે પાંચ મિનીટ પણ ફ્રી ન રહે.

“ઋજુતા”રોજ સવારે ઘરકામ પતાવીને નોકરી એ જાય ને નોકરીમાં પણ ઋજુતાનો રૂઆબ હતો થોડા જ દિવસમાં કચેરીના બધાજ કામ માં માહિર થઈ ગઈ હતી, એવી માહિર કે કચેરીમાં બધાને “ઋજુતા”“ઋજુતા”થવા લાગ્યું , “ઋજુતા”કામ ની સાથે બોલવે પણ મુક્ત હતી , એટલે બધા એને ખુબ પસંદ કરતા, આમ “ઋજુતા”ને “સહજ”ની વ્યસ્તતા ખૂંચવાની બંધ થઈ , પણ એકલતા તો ભીડ માં પણ લાગતી અને આ એકલતા માં કોઈ સાથી બને એ “ઋજુતા”ઝંખતી અને સાથેની જ કચરી ના એક સહ કર્મચારી જોડે મિત્રતા થઈ , લગભગ ૧૦ થી ૧૫ વર્ષનો ફેર હતો “ઋજુતા”અને “રાજીવ”વચ્ચે, પણ એટલે જ કદાચ રાજીવની મિત્રતા માં ઓતપ્રોત થઇ ગઈ હતી, “રાજીવ”ખુબ મેચ્યોર હતો એટલે એની વાતો સાંભળવી ,ચર્ચા કરવી ગમતી અને “રાજીવ”પણ “ઋજુતા”ને ગમતી જ વાતો કરતો, શરૂઆત માં રીસેસ દરમ્યાન મળતા અને અલક મલક ની વાતો કરતા , પછી અચાનક એક દિવસ ઋજુતાની ગાડી સર્વિસ માં ગઈ હોવાથી , તે ઓફિસમાં થી ઘરે જવા બસ સ્ટેન્ડ પર ઉભી હતી, ત્યાં જ એક કાર આવી “ઋજુતા”પાસે ઉભી રહી, અને કાચ નીચે ઊતરાયો તો “રાજીવ”, અને “રાજીવ”એ “ઋજુતા”ને ઘરે મૂકી જવા આગ્રહ કર્યો મનમાં તો હા હતી પણ કેવું લાગે? ના વિચારે “ઋજુતા”ને ના પાડવા મજબુર કર્યું, પણ પછી દિલ આગળ મનનું જોર ન ચાલ્યું અને “ઋજુતા”અચકાતા અચકાતા કારમાં બેઠી, થોડો સમય છે ? અચાનક રાજીવે પ્રશ્ન પુછ્યો તો થોડો લાંબુ ચક્કર મારી ઘરે મૂકી જાવ . “ઋજુતા”આમાં પણ ના ન પાડી શકી અને બંને એક લાબું ચક્કર મારવા નીકળી પડ્યા , વાતો ખુબ કરી જુના ગીતો પણ વગાડતા હતા અને બન્ને ને શોખ પણ સરખા હોવાથી તે પણ એક વિષય વાતો કરવામાં વધ્યો , “ઋજુતા”ને થયું કે કેટલું સામ્ય છે એના અને “રાજીવ”માં અને “સહજ”અને “ઋજુતા”તો એ ટુ ઝેડ સુધી અલગ જ હતા અને “સહજ”તો જરૂર પુરતી જ વાતો કરતો અને ન ઈચ્છા હોવા છતાં અજાણતા “રાજીવ”અને “સહજ”ની કમ્પેરીસન થવા લાગી,

અંતે ઘરે પહોંચી ગઈ આજે “ઋજુતા”ખુબ ખુશ હતી, પણ “સહજ”ને ક્યારેય ઋજુતામાં ક્યારેય સારો કે ખરાબ ફેરફાર દેખાતો જ ન હતો, જયારે રાત્રે કામ પરવારી “ઋજુતા”મોબાઈલ લઈ બેઠી અને ઋજુતાના મોબઈલમાં એક મેસેજ હતો “રાજીવ”નો માત્ર ગુડ નાઈટ અને સ્વીટ ડ્રીમ ને “ઋજુતા”તો ખુશ ખુશ હતી, એક મેસેજ થી જ ......”ઋજુતા”ને ખબર નોતી કે એ ધીરે ધીરે “રાજીવ”તરફ ખેચાતી હતી, તે મનોમન વિચારતી હતી કે પ્રેમ તો હવે ન થાય અને પ્રેમ તો કરવો જ નથી તો આ તે કેવી લાગણી છે. પ્રેમ તો એક જ વાર થાય તો ? અને પછીતો ઓફીસ જવું અને પહેલા કરતા પણ ટાપ ટીપ કરી જવા લાગી અને થતું કે એક વખત “રાજીવ”એને જોઈ જાય, એટલે બસ ને બસ પછી તો દિવસો જવા લાગ્યા રોજ સવાર ગુડ મોર્નિંગ ના મેસેજ થી થતી અને “રાજીવ”ના જ ગુડ નાઈટ ના મેસેજ થી રાત પડતી , બને વીક માં એક વાર લોંગ ડ્રાઈવ માં પણ જવા લાગ્યા અને “ઋજુતા”જે ક્યારેય ખોટું ન બોલતી બોલવા લાગી, “રાજીવ”સાથે હોય ત્યારે “ઋજુતા”કઈક અલગ જ ખીલેલી રહેતી ને “રાજીવ”પણ જાણે બધુજ ભૂલી ને “ઋજુતા”મય થઈ જતો, બને એકલા ફરતા ઘણી વખત કોઈ ન હોય તો “ઋજુતા”“રાજીવ”ને ઘરે પણ બોલાવતી પણ એક જ રૂમ માં એકલા રહેતા હોવા છતાં મર્યાદા ક્યારેય ઓળંગી ન હતી, “રાજીવ”પ્રેમ તો નથી કરવો હો એવું કાયમ તે “રાજીવ”ને કહેતી અને “રાજીવ”પણ એમ જ કહેતો કે ના ના પ્રેમ નથી કરવો . દિવસે ને દિવસે “સહજ”ના નકારાત્મક પાસા દેખાતા સામે રાજીવના એજ બધી વાત માં સારા પાસા દેખાતા ,(MMO)

આમ તો “સહજ”અને ઋજુતાના પણ પ્રેમ લગ્ન હતા પણ આ લગ્નમાં હવે પ્રેમ રહ્યો ન હતો તે “ઋજુતા”પણ જાણતી હોવા છતાં માનવા તેયાર ન હતી, તે તો વિચારતી કે પ્રેમ તો એક જ વાર થાય તે “સહજ”સાથે થઈ ગયો પણ મનમાં તો “રાજીવ”જ રહેતો હતો, એ જયારે હોય ત્યારે “રાજીવ”ને કહેતી કે, હું પ્રેમ નથી કરતી પણ કહેતી ભલે રાજીવને પણ મન તો પોતાને જ મનાવતી હતી, “રાજીવ”સાથે ની મિત્રતા એ “ઋજુતા”ને જીવન જીવવા અને માણવા કરી દીધીતી , પણ અચાનક એક સાંજ “સહજ”ઓફિસે થી આવ્યો ને હાથમાં મીઠાઈ નું પેકેટ , “ઋજુતા”અચરજમાં કે ક્યારેય એક પણ વસ્તુ ન લાવનાર “સહજ”ના હાથ માં મીઠાઈ , ત્યાંતો સહજે એક પોતાનું લેપટોપ ખોલી એક મેઈલ વંચાવ્યો મેઈલ વાંચતા વાંચતા જ “ઋજુતા”ના આંખમાં થી આંસુ ઓ ટપકવા લાગ્યા , મેઈલ માં “સહજ”ને પાંચ વર્ષ માટે ડેપ્યુટેશન માં કુટુંબ સાથે લંડન જવાનો ઓર્ડર હતો, “સહજ”ને થયું હર્ષ ના આંસુ છે, પણ “ઋજુતા”નું મન જ જાણતું હતું કે “રાજીવ”થી દુર જવા ના વિચાર માત્ર થી આ આંસુ ટપકી રહ્યા છે, પણ પ્રેમ તો કરવો ન હતો . તો પણ થઇ ગયો ..........................................

***

Rate & Review

Verified icon

Daksha 3 months ago

Verified icon

HJ Dedhia 3 months ago

Verified icon

Jasmina 4 months ago

Verified icon

Swati Kothari 4 months ago

Verified icon

Gaurav Pithwa 4 months ago

nice