Gadhpan no saharo books and stories free download online pdf in Gujarati

ગઢપણ નો સહારો

એક બિઝનેસ મેન વીરજીભાઈ તેના દીકરા હિરેન માટે ખૂબ મહેનત કરી આજે તે સફળતા ની ઊંચાઈ સર કરી. આજે તેનું નામ બહું મોટું હતું. વીરજીભાઈ તેના દીકરા હિરેન ને બધી જવાબદારી સોંપી દે છે. હિરેન ઉમર લાયક થતાં તેને બિઝનેસ મેન અને ખૂબ પૈસાદાર ની દીકરી હેલી સાથે ધામ ધૂમ થી પરણાવે છે. હેલી ઘરે આવે છે. 

થોડા દિવસ બધું બરાબર સાલે છે. ઘરે વીરજીભાઈની વહુ ખુબ કાળજી અને સેવા કરે છે. પણ ધીરે ધીરે હેલી તેનો રંગ દેખાડવા લાગે છે. તે હવે ઘરે કરાતા પાર્ટી કે ક્લબમાં વધુ સમય પસાર કરે છે. હિરેન પણ બિઝનેસ મા એટલો વ્યસ્ત કે તે ઘરે તો આવે છે પણ જમીને સૂઈ જાય ને સવાર થાઈ એટલે પાછો બિઝનેસ મા. ઘર ની પરિસ્થિતિ થી વંચિત હતો. ઘરમાં નોકર ચાકર એટલે હેલી એક પણ કામ ન કરે.

હેલી રાજ પાર્ટીમાં જવા લાગી એટલે વીરજીભાઈ તેને સમજાવે છે બેટા રોજ પાર્ટી કે ક્લબ માં જવુ યોગ્ય નહીં. થોડી સલાહ ક્યાં આપી. હેલી તો લાલ ઘૂમ થઈ ગઈ ન બોલવાના શબ્દો બોલવા લાગી. મારી લાઇફ માં તમારે ઈન્ટરફેર નહીં કરવાનો, હું જે કરું તે. મારો પતિ પણ કાંઈ કહેતો નથી તો તમે કોણ કહેવા વાળા. હવે પછી દખલગીરી ન કરતાં નહીં તો ખોટું થશે.

હેલી હિરેન ને વાત કરી પપ્પા મને ક્યાય જવા નથી દેતા રોજ ટક ટક કર્યાં કરે છે. તમે ક્યો આંખો દિવસ ઘરે હું શું કરું. લાઇફ એન્જોય કરવા માટે ની છે નહીં કે ઘરે બેસી રહેવાની. બસ હવે તારું લેક્ચર બંધ કર હું પપ્પાને સમજાવી દઈશ. હિરેન વીરજીભાઈ ને સમજાવે છે પપ્પા તમે નિરાંતે જમો ને આનંદ કરો અમે જે કરીએ તે તેમાં દખલગીરી ન કરો.

ઘરે હવે હેલી વીરજીભાઈ ને માનસિક ટોર્ચર કરવા લાગી એટલે વીરજીભાઈ હવે મંદિરે જઈ ટાઇમ પસાર કરવાનું નક્કી કર્યું.
સવારે મંદિરે જતાં રહે એટલે બપોરે આવી જમીને પાછા જાય સાંજે આવી સૂઈ જાય. ઘરની ચિંતા હવે તેણે છોડી દીધી.

રોજ મંદીર માં ભગવાનના દર્શન કરી. મંદિરના ગાર્ડન માં બેસીને માળા ફેરવતા ભગવાન નું નામ લેવા લાગ્યા. એક દિવસ સામે બેઠેલી સ્ત્રી પર નજર પડી તે પણ માળા લઈ ભગવાન નું નામ રટણ કરી રહી હતી. સ્વભાવ સાવ સાંત, ભક્તિ માં તરબોળ લાગી રહી હતી હા ચહેરા પર થોડુ દુખ જણાય રહ્યુ હતું. 

વીરજીભાઈ તેજ જગ્યાએ બેસે ને તે સ્ત્રી પણ રોજ ત્યાં બેસે. થોડા દિવસ એક બીજા સામે જોઈ દુખ ની લાગણી કેમ આપ લે કરતા હોય તેમ કટ હાસ્ય કર્યું. વીરજીભાઈ પહેલ કરી પાસે જઈ કહ્યું જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
તમે પણ મારી જેમ ભગવાનનું ભજન કરો છો. તમારું નામ?

મારું નામ જીજીબાઈ. ઘરે ગમે નહીં એટલે અહીં આવી થોડુ ભજન કરું ને મારો સમય પણ પસાર થઈ જાય છે.

સારું સારું મારું પણ તમારા જેવું જ છે. એમ કરી સત્સંગ ની વાતો કરવા લાગ્યા. આમ રોજ હવે મંદીર માં ભેગા બેસી સત્સંગ કરવા લાગ્યા.

એક દિવસ જીજીબાઈ મંદિરે ન આવ્યા એટલે વીરજીભાઈ ને ક્યાંય ગમતું ન હતું. થોડી વારે થોડી વારે મંદીર બહાર જોવા નીકળે હજી કેમ ન આવ્યા. તે દિવસે ન આવ્યા. બીજે દિવસે વીરજીભાઈ ને થોડુ મોડું થયું આવવાનું મંદિરે ગયા જોયું તો જીજીબાઈ બેઠા હતા. ચહેરો ઉદાસ હતી, થોડાક આંસુ પણ આવ્યા હસે એવું લાગતું હતું. વીરજીભાઈ પાસે જઈ બેસ્યા ને કહ્યું કેમ દુખી જેવો ચહેરો છે.

જીજીબાઈ આજે દિલ ખોલીને વાત કરે છે. આમ તો સુખી કુટુંબ થી છુ. મારે બે પુત્ર છે એક વિદેશ છે ને બીજો અહીં છે. અહીં છે તે તેની પત્ની કહે તે કરે છે ને પત્ની મોર્ડન એટલે મારા જેવી દેશી સાથે જામે નહીં રોજ મારી સામે જગડો કરે એટલે હું અહીં આવતી રહું છું તમારી સાથે વાત કરવામાં હું બધું ભૂલી જાવ છું. કાલે મને ખાવા નોતુ દીધું એટલે હું આવી ન શકી. પણ તમે કેમ રોજ આવો છો તમને ઘરે ગમતું નથી કે મારી જેમ.... મારે પણ તારી જેમ છે દિકરો કામમાં વ્યસ્ત હોય ને વહુ ને હું ઘરે રહું ગમે નહીં.

તો તો આપણે બંને દુખી છીએ એમ...
એક બીજા સામે જોઈ દુખ હળવું કર્યું. હવે તો રોજ એક સમયે મંદીર આવવા લાગ્યા. સત્સંગ કરે સુખ દુખ ની વાતો કરે ને દિવસ પસાર કરે. ધીરે ધીરે એક બીજા વગર ચાલે નહીં તેવું થઈ ગયું. 

એક દિવસ જીજીબાઈ સાથે કપડા લઈ મંદિરે આવ્યા એટલે વીરજીભાઈ એ પૂછયું બહાર જાવ છો??
ના ના મને ઘરે થી કાઢી મુકી છે. હવે આ મંદિર સિવાય હું ક્યાં જવ એમ કહી રડવા લાગ્યા. વીરજીભાઈ પહેલા સાંત પાડે છે. પછી કહ્યું જોઓ મારી પાસે મારા ઘણા પૈસા છે જો તમે કહો તો આપણે બને વૃધ્ધાશ્રમ માં જતા રહી. ત્યાં સાથે રહેશુ અને ભગવાન ભજન કરીશું. જીજીબાઈ માની ગયા અને બંને વૃધ્ધાશ્રમ રહેવા જતાં રહ્યાં.

ત્યાં ઘણા વૃદ્ધો હતા પણ આ બંને જેમ પતિ પત્ની હોય તેમ આનંદથી રહેવા લાગ્યા. બને એક બીજા ના સાથ થી ખુશી થી રહેવા લાગ્યા.

જીત ગજ્જર