Sheds of pidia - lagniono dariyo - 6 books and stories free download online pdf in Gujarati

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૬





શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો
પ્રકરણ ૬: વિષબંધ, અનોખો પુનજૅન્મ.


નથી કરવુ પિડિયા, આ વસ્તુ ના થઇ શકે મારાથી,
વિચારો સતત મનમા ચાલી રહ્યા હતા, અને હુ પ્રયાસ કરી રહ્યો હતો આ વિચારો રોકવાનો.
બિમાર રડતા બાળકો અને તેમના મા બાપ, ડેથ થયા પછીના બાળકોના એ માસૂમ ચહેરાઓ, 24 કલાક મેહનત કર્યા પછી પણ મોઢા પર ગાળો બોલીને જતા અમાનવીય તત્વો.
અસહનીય મેન્ટલ સ્ટ્રેસ, દરેક સેકન્ડમા બદલાતા ભાવ અને એ ભાવ જોડે બદલાતી ઝિંદગી, અને એ ઝિંદગી જાણે અમારી જોડે રમત રમી રહી હતી.
આ બધા વિચારોના વમળ ફરતા હતા એટલામા એક પેશન્ટ આવ્યુ,
"સર, બચ્ચા મર જાયેગા, જલ્દી કુછ કરો..!
શૉલમા લપેટાયેલો એક જીવ એ બહેનના ખભા પર હતો. એ બચ્ચાની આંખો, નાક અને હોઠ બસ આટલુ જ દેખાતુ હતુ. પહેલા મને એવુ લાગ્યુ કે બાળક ઘણુ ખરાબ છે અને કદાચ શ્વાસ પણ નથી લઇ રહ્યુ.
જ્યારે શૉલ ખોલી તો અંદરથી એક નાનકડી સ્મિત આપતી એક છોકરી દેખાઇ, જે ઘણુ શાંતિથી શ્વાસ લઇ રઇ હતી. બાળકની હાલત અને તેની મમ્મીના સ્ટેટમેન્ટમાં આભ જમીનનો ફકૅ હતો.
મે કિધુ, "બહેનજી શાંતિ રખ્ખો ઓર બતાઓ કે હુઆ ક્યા હે?"
બચ્ચી કો સર દો દિનસે બહુત બુખાર હે, સુસ્ત રહેતી હે, કુછ ખાતી નહી હે ના તો કુછ બોલતી હે.
એની મમ્મીએ કિધુ.
એ ૭ વષૅની કશુ ખાતી ના પીતી છોકરીનુ નામ અંજલી હતુ. અંજલીની પ્રાથમિક તપાસ નોમૅલ હતી, ફક્ત આંખો થોડી પીળાશ પડતી હતી અને પેટનો દુખાવો તથા વોમિટિંગ ની ફરિયાદ હતી,
તપાસમાં મારૂ ધ્યાન અચાનક તેની ગરદન પર ગયુ,
ત્યા સફેદ કલરની ઘણી બધી પટ્ટીઓ મારેલી હતી.
હું જેવી ત્યાં તપાસ કરવા ગયો, અચાનક જ તેના પપ્પાએ મારો હાથ પકડી લીધો અને બોલવા લાગ્યા,
"સર એસા મત કરો, યે પટ્ટી ખોલોગેતો બચ્ચી અભી કે અભી મર જાયેગી,
મહેરબાની કરકે યે પટ્ટી મત ખોલના..!!"
મારો રસ આ પેશન્ટમા ધીરે ધીરે વધતો જતો હતો
મે કિધુ, ભૈયા ક્યા હે એસા ઇસ પટ્ટી કે નીચે?
સર આપ નહી સમજોગે, પર ઇસકો ખોલના મત.
મહાપરાણે મે તેના પપ્પાને એક વાઇટ પટ્ટી ખોલવા માટે કન્વિન્સ કરી લીધા.
પટ્ટી ખોલીતો નીચે એક ફેટી ટિશ્યુનુ સ્વેલિંગ હતુ.
શરીરમા ઇન્ફેક્શનના લીધે લિમ્ફ નોડમા સ્વેલિંગ આવવુ એ ઘણુ સામાન્ય વાત છે.
ઘણી વાર ટી.બી. ના.લીધે આવા સ્વેલિંગ આવી શકે, પણ એની પર આ પ્રકારની પટ્ટીઓ ના લગાવાની હોય અને પટ્ટી નીકળવાથી બાળક મરી તો ના જ જાય.
આ રહસ્ય વધતુ જતુ હતુ અને મારી ઉત્સુક્તા પણ..!
મે એના પપ્પાને બેસાડ્યા અને પૂછ્યુ,
આપ શાંતિસે બતાઓ કે ઇસકો હુઆ ક્યા હે?
તેમણે માંડીને વાત શરૂ કરી,
"સર હમ મથુરા કે નિવાસી હે, યે જો અંજલી આપકે સામને ખડી હે, યે ઉસકા પુનજૅન્મ હે, પિછલે જનમ મે ઇસકો કિસી સાપને કાટ લિયા થા, તબ ઝહર કો આગે જાને સે રોકને કે લિયે ઉસ ઝમાને કે વૈધને "વિષબંધ" લગાયા થા, બચ્ચીતો ઉસ ટાઇમપે મર ગઇ પર યે વિષબંધ રેહ ગયા, ઔર અબ યે વિષબંધ ઇસ જનમ મે ઇસકે સાથ આયા હે,
ઔર અબ અગર યે વિષબંધ કો ખોલા ગયા તો ઝહર ફેલેગા ઔર યે બચ્ચી મર જાયેગી...!"
હુ તેના પપ્પા ને ફક્ત ને ફક્ત જોઇજ રહ્યો, બ્લિંક પણ ના કરી શકુ એટલુ મને હેરત થતુ હતું.
એના પપ્પાના આ ભ્રમ માટે કાઉન્સેલિંગ કરવુ પણ નિયર ટુ ઇમ્પોસિબલ હતુ. પણ મનને મક્કમ કરીને મે સમજાવાનુ શરૂ કર્યુ. મહામહેનતે પેશન્ટના મગજમાંથી આ બધા વિચારો નિક્ડયા હોય એવુ મને લાગ્યુ.
પેશન્ટ એડમિટ થયુ,
વિષબંધ ગાંઠોની સોનોગ્રાફી પણ નોમૅલ હતી.
એ ગાંઠોની સફેદ પટ્ટીઓ કાઢવામા આવી,
બધા રિપોટૅનુ એક નિષ્કષૅ નિકળ્યુ,
અંજલીને સામાન્ય પિળિયાની અસર હતી.
મે તેના પેરેન્ટસને બિમારી વિશે જાણકાર કરવા બોલાવ્યા,
"ભૈયા, ઇસકો પિલિયા હુઆ હે.!"
સર ઇસકે બારેમે હમકો પતા હે, એના પપ્પા એ જવાબ આપ્યો.
મે રાહતનો શ્વાસ લીધો કે ફરીથી કાઉન્સિલ નહિ કરવુ પડે.
પણ એનો બીજો જ સવાલ આઘાત જનક હતો,
"પિલિયા નિકાલને કે લિયે દવાખાને મે આને કા કયા મતલબ, વો તો હમારે મથુરા કે બાબા હી નિકાલેંગે.
ગલે મે માલા પહેનેગી તભીતો પિલિયા ઉતરેગા,
આપ હમકો છુટ્ટી દેદો..!!
લાખ સમજાવા છતા પણ તેઓ ના જ માન્યા,
જતા જતા પણ તેની મા બબડતી ગઇ, "યે સબ વિષબંધ ખોલને સે હી હુઆ હે, યહા આના હી નહી થા હમે..!"
એક પુનજૅન્મ ૨ અંધશ્રધ્ધાળુ જીવોની સાથે પીઠ બતાવીને ભાગી રહ્યો હતો..!
હુ તેમને ફક્ત અવાક બની જતા જોઇ રહ્યો..!!

ડૉ. હેરત ઉદાવત.