Black Girl books and stories free download online pdf in Gujarati

બ્લેક ગર્લ

કૉલેજ શરૂ થઈ ગઈ હતી. સંકર માટે કૉલેજ નો પહેલો દિવસ હતો. સંકર કૉલેજ માં કોઈ ફ્રેન્ડ હતું નહીં એટલે તે એકલો કોલેજે જતો. થોડાક દિવસો પસાર થયા પછી સંકર ને રિયા સાથે ફ્રેન્ડશીપ થાય છે. ધીરે ધીરે સારા દોસ્ત બની જાય છે. સંકર હવે રિયા સાથે કૉલેજ જવા લાગ્યો.

સંકર ના ઘરની સામે અર્પીતા રહે તે પણ સંકર ની કૉલેજ માં ભણી રહી હતી. તે થોડી શ્યામ વર્ણ ની હતી, થોડી જાડી પણ હતી તે થો તેની સાથે કોઈ વાત પણ કરતું નહી, તેની ફ્રેન્ડ પણ કોઈ હતું નહીં. અર્પીતા સંકર ને મનોમન પ્રેમ કરતી પણ તેની હિંમત ન હતી એકરાર કરવાની એટલે તે છૂપી રીતે સંકર ને જોયા કરતી.

એક દિવસ હિમ્મત કરી અર્પીતા સંકર ની ઘરે ગઈ હતી પ્રપોઝ કરવા પણ હિંમત ન ચાલી એટલે ત્યાં કોઈ વસ્તુ માંગી એટલે સંકરે તેને આપી. અર્પીતા તો સંકર ની સામુ જોયા જ કરી પછી સંકર તેને જવાનું કહ્યું એટલે તે ત્યાં થી નીકળી ગઈ. ઘરે આવી ને અરીસા સામે જોઈ અફસોસ કરવા લાગી હે ભગવાન મને સાફ દિલ નથી જોતું મને જોઈએ સુંદર શરીર જેથી હું સંકર ને પામી શકું પણ તું પણ ખરો છે જેને દિલ આપ્યું તેને રૂપ ન આપ્યું ને રૂપ આપ્યું તેને દિલ ન આપ્યું. વાહ ભગવાન તારી માયા.

અર્પીતાએ એક કાગળ પર આઇ. લવ. યુ લખ્યું ને તે કાગળ હાથમાં લઈ સંકર ની ઘરે ગઈ. બેલ વગાડી એટલે સંકરે દરવાજો ખોલ્યો. સંકર અર્પીતા સામે જોઈ પૂછયું કામ છે તારે ત્યારે હાથ માં રહેલો કાગળ સંકર ના હાથમાં આપ્યો. ત્યાં સંકર ની પાછળ તેની ગર્લફ્રેન્ડ આવી. સંકરે અર્પીતાએ આપેલો કાગળ ફાડી ને તેની મોં પર માર્યો ને તે અને તેની ગર્લફ્રેન્ડ અર્પીતા ની હાંસી ઉડાવવા લાગ્યા. અર્પીતા ઘરે આવી ને ખુબ રડી તેના પ્રેમની સંકરે કદર ન કરી તેનું તેને બહુ દુખ થયું પણ તોય સંકર ને ભૂલવું અર્પીતા માટે અસંભવ હતું.

સંકર તેની ગર્લફ્રેન્ડ સાથે કૉલેજ જતો ને તેની પાછળ રોજ અર્પીતા જતી. સંકર ને ખબર હતી અર્પીતા મને બહુ પ્રેમ કરે છે ને રોજ મારી પાછળ ચાલે છે. પણ તેને સાચો પ્રેમ દેખાતો ન હતો. સંકર જઈ રહ્યો હતો ત્યારે તેનું ખિસ્સા માંથી વોલેટ પડી ગયું પાછળ આવી રહેલી અર્પીતાએ તે વોલેટ સંકર ને આપવા સંકર ને ઉભા રહેવાનું કહ્યું. સંકર અર્પીતા ને જોઈ ગુસ્સે થયો. અર્પીતા રડવા લાગી પછી વોલેટ આપી નીકળી ગઈ. સંકર ને થોડો તો અફસોસ થયો પણ તેની ગર્લફ્રેન્ડ ખોટું ન લાગે એટલે તે અર્પીતા સોરી પણ કહી ન શક્યો.

હવે રોજ અર્પીતા સંકર ની પાછળ પાછળ જતી. સંકર ની સાથે તેની ગર્લફ્રેન્ડ હોય તે બંને વાતો કરતા કૉલેજ જતા તો અર્પીતા એકલી તેની પાછળ ચાલતી. એક દિવસ કૉલેજ જઈ રહ્યા હતા ત્યારે સંકર ને એક ટ્રક ચાલક તેને ટક્કર મારી જતો રહે છે. સંકર ને ખુબ વાગી ગયું હોય છે તે લોહી લુહાણ થયેલો જોઈ તેની ગર્લફ્રેન્ડ ત્યાં થી ભાગી જાય છે ને પાછળ થી આવેલી અર્પીતા તેને હોસ્પિટલમાં દાખલ કરે છે. સંકર ના ચહેરા પર ખૂબ વાગવાથી તેનો સહેરો થોડો કદરૂપો થઈ જાય છે. અર્પીતા હૉસ્પિટલમાં સંકર નો સાથ છોડતી નથી. સંકર ને બધી ખબર પડે છે તે અર્પીતા ને પાસે બોલાવી ગળે લગાડી સોરી કહે છે. અર્પીતા તેને આઇ. લવ. યુ કહે છે. ત્યારે ભાન થયેલ સંકર ને અર્પીતા ના પ્રેમ ની કદર થાય છે ને તે પણ અર્પીતા ને આઇ. લવ. યુ કહે છે. 

જીત ગજ્જર