Be Viprit Baap books and stories free download online pdf in Gujarati

બે વિપરીત બાપ

અહીં હું જે બે વાત પ્રસ્તુત કરું છું એ મારી નજર સામે બની હતી. શબ્દોનો થોડો ઘણો મસાલો ઉમેરી તમને પીરસુ છું. સ્વાદ આવે તો જણાવજો...

ટ્રેનોથી ધસમસતું અમદાવાદનુ કાલુપુર રેલ્વે સ્ટેશન, લગભગ સાંજના ૬ વાગ્યાનો સમય, વાતાવરણમાં ધીમી ધારે મેઘરાજાનું વરસવું અને મારે બરાબર આવા જ વખતે ત્યાં મિત્રની રાહ જોવાની થઈ. અચાનક સીડી પરથી એક વૃદ્ધ દાદીમા પોતાના 'બીડી' જેવા પોલા પગે પ્લેટફોર્મ પર ઉતર્યા અને હળવે હળવે મારી પાસે આવ્યાં.

"દીકરા મારે મહિલા ડબ્બા સુધી જવું છે, મને મદદ કરીશ?" દાદીમાએ સાવ તીણા આવજે મને કહ્યું. મને પણ મોકો મળ્યો અને હું બે ક્ષણ માટે પણ ભલે એમની લાકડી બની ગયો. મંદ મંદ ગતિએ અમારો પ્રવાસ મહિલા ડબ્બા તરફ આગળ ધપ્યો. લગભગ છ કે સાત સેકન્ડમાં અમે એક ડગલું ભરતા ભરતા અડધો પંથ કાપ્યો.

સરકારે રાખેલી બેંચિસ પર એક યુગલ તેની લગભગ નવ વર્ષની કિશોરી સાથે ટ્રેનની રાહ જોતું હતું. એ બાળકીના હાથમાં 'દાદી-પૌત્રી' જોડે હોય એવી રમકડાંની ઢીંગલી હતી. ( ટૂંકમાં આં બાળકી પાસે જે રમકડું હતું એમાં દાદી અને પૌત્રી સાથે હતા.) આ ઢીંગલી અચાનક દાદીમાના નજરે ચડી અને જેમ વીજળીનો ચમકારો થાય એમ આંખ ચમકી. એ જ ક્ષણે દાદીમાની આંખોમાંથી વરસાદ માફક દડ દડ કરતા આંસુડા ટપકવા લાગ્યાં. આટલી ઉંમરમાં કોઈ મહિલા રડે તો ગમે તેવો પત્થર દિલ મર્દ પણ ઢીલો પડી જાય. એટલે મારા મનમાં પણ વિચારનું વમળ પેદા થયું કે આમ અચાનક દાદી કેમ રડી પડ્યા.

બાળકી પણ દાદીને જોઈ માના ખોળામાંથી દોટ મૂકી અમારી તરફ આવવા લાગી. બન્ને ભેટ્યા અને જે લાગણીસભર અશ્રુધારા વહી એની સામે ટ્રેનના પાવાનો અવાજ પણ ફિક્કો લાગતો હતો. " દાદી-દાદી મારા પપ્પાએ મને કીધું કે, તમે વિદેશમાં પ્રવાસ માટે ગયા છો તો હવે થોડા વર્ષો બાદ આવશો, એટલે હું રોજ સાંજે આ ઢીંગલીમાં તમને જોઈને સૂઇ જાવ છું." દીકરીએ એની કાલીઘેલી ભાષામાં કહ્યું.

"હાં બેટા મે ૬૦ વર્ષ સુધી તારા પપ્પાને નાનેથી મોટો કર્યો અને કાળજી કરી એના લીધે મને એવો રોગ થયો કે મારે વિદેશમાં દવા કરાવવા જવું પડ્યું, અને મારી સાથે ત્યાં ઘણા એવા મિત્રો છે કે જેના ઘરમાં તારા પપ્પા જેવા સારા માણસો છે. અમે બધાં જ ત્યાં વૃદ્ધાશ્રમ નામની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છીએ." દાદીએ દુઃખ ભર્યા આવજે ટોનમાં જવાબ આપ્યો.

આ ઘટના ત્યાં પ્લેટફોર્મ પરના તમામ લોકો જોઈ રહ્યા હતા, બધા એકદમ અવાચક બની ગયા. કદાચ એ બાળકી સમજી કે ના સમજી પણ લોકો સમુળતી ઘટના સમજી ગયા હતા. બાળકીના મમમી-પપ્પાનું મોઢું નીચે પડી ગયું અને ચોમેર તે શર્મસાર બની ગયા.

મને આ ઘટના જોઈને એક જ સવાલ પેદા થયો કે, યાર માત્ર નવ વર્ષની બાળકી જો નિર્જીવ ઢીંગલીમાં દાદીમાના પ્રેમને જીવંત રાખી શકતી હોય તો શું આપણે જીવતી જાગતી ૬૦ વર્ષની વ્યક્તિને પ્રેમ અને હૂંફ ના આપી શકીએ?????

રોજ માત-પિતા સાથે પીવો ચાય,
પછી વૃધ્ધાશ્રમને કહો બાય બાય.
જો તને ના સમજાય આટલુ સીધુ,
તો તારા જીવતર પર છે હાય હાય.

- અલ્પેશ કારેણા.

----------------------------

એવા બાપની વાત પતી ગઈ કે, જેને સગી જનેતાની પણ કદર નોહતી. હવે આ બાપ તો એક અદ્ભુત હસ્તી છે.

એક પુત્ર શહીદ અને બીજો પુત્ર આર્મીમા છે એવાં વિશાળ દિલ ધરાવતાં પિતા સાથે થયેલી રોમાંચક મુલાકાત તમારી સમક્ષ રજુ કરૂ છું.

"શહીદ દિન" નિમિતે સવારમાં એક કાર્યક્રમમા જવાનું થયુ. એ કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે તારીખ 2-11-2017નાં રોજ શહીદ થયેલ પ્રદીપસિંહનાં પિતા વ્રજકિશોર સિંહ હતાં. સંચાલન કરતા ભાઈ બોલ્યા કે, વ્રજકિશોર સિંહનો બીજો પુત્ર પણ આર્મીમા જ છે. આ વાત સાંભળતાની સાથે હુ એમનો ચાહક થઈ ગયો. એટલું પૂરતું નોહતું એમ બીજો અનુભવ થયો.

શ્રદ્ધાંજલિ આપવા સમયે બુટ કાઢતી વખતે મારુ ધ્યાન એનાં મોજા પર ગયુ. તો તેણે મોજાની બાજુના ભાગમાં તિરંગો લગાવેલો હતો. ત્યારબાદ વિધિવત કાર્યક્રમ પૂરો થયો. અંતે વ્રજકિશોર સિંહ સાથે થોડી હળવી વાતો કરવાનો સમય મળ્યો.

તેમનુ વ્યક્તિત્વ જોઈને ખ્યાલ તો આવી જ ગયો હતો કે શહીદ પાછળ એક પિતાનો પણ કેટલો ફાળો હોય.
તો મે પણ સહજ રીતે વ્રજકિશોર સર ને સવાલ કર્યો કે, બધાં લોકો તો કપડા ઉપર તિરંગો લગાવે છે. કોઈ ગાલ પર પણ લગાવે છે. પણ મે જોયું તમે તો કોઈના જુએ ત્યાં મોજામા તિરંગો લગાવેલો છે. એવું શા માટે ??

તેમનાં જવાબ પરથી મને ખરેખરી દેશભક્તિ સમજાણી,
જવાબ કાંઇક આવો હતો:- " બેટા, આજે આપણા સમાજમાં દેખાવ માટે બધી વસ્તુ થઈ રહી છે. તે પછી સેવા હોય, ધર્મ હોય કે દેશભક્તિ. પણ મારુ સ્પષ્ટપણે માનવું એવું છે કે, જેમ શેરડીનાં ફોતરા કરતા શેરડીનો રસ વધું મીઠો હોય તેવી રીતે બાહ્ય દેશભક્તિ કરતા આંતરિક ભક્તિ વધારે મધુર અને સાચી હોય છે. આ દેશની ધરતી પણ આવા જ બાળકોને પોતાની નજીક રાખે છે"

એમનો આ વિશ્લેષણ સહીત નો જવાબ સાંભળીને મારામાં દેશ ભક્તિ કેટલીક આવશે એતો મને નહીં ખબર, પણ હુ કોઈ સાચા દેશ ભક્ત ની પાસે ઉભો હોય એવી અનુભૂતિ થઈ. હવે મને મોજામાં કેમ તિરંગો રાખ્યો એ સમજાય ગયું હતું.

JAY HIND
JAY BHARAT

- અલપેશ કારેણા.