Raaj-Megha ane Arya-Riddhi books and stories free download online pdf in Gujarati

રાજ-મેઘા અને આર્ય-રિધ્ધી

આ ભાગ માં એક માઇક્રોફિક્શન અને એક વાર્તા ના પ્રસંગ નો સમાવેશ કર્યો છે.
મેઘા અને રાજ
રાજ અને મેઘા બગીચામાં બેઠા હતા. રાજ ચૂપચાપ હતો એટલે મેઘાએ બોલવું પડ્યું, આમ કરવાનું કારણ શું?

રાજ શાંતિથી બોલ્યો, દરેક વ્યક્તિને પોતાનું સંતાન વહાલું હોય છે, તેનાથી વધારે પોતાનો પરિવાર વહાલો હોય છે. પરિવારથી વધારે પોતાના માતાપિતા અને તેનાથી વધુ પોતાની માતૃભૂમિ વહાલી હોય છે.પોતાની માતૃભૂમિની રક્ષા માટે દરેક વ્યક્તિ પોતાની જાન આપી શકે છે અને કોઈની પણ જાન લઈ શકે છે. ચાહે એ મિત્ર હોય શત્રુ હોય કે પછી પરિવાર પણ કેમ ના હોય.

દેશ નો દુશ્મન એ દેશ દરેકના નાગરિકનો દુશ્મન છે. એટલે મારા ભાઈ એ જે કર્યું તે યોગ્ય છે. આગળ મેઘાએ કહ્યું પણ કાયદાને હાથમાં લેવો યોગ્ય નથી. રાજે આગળ કહ્યું ઇન્ડિયન ફિલ્મમાં કહેલું છે દેશદ્રોહીને મારવાનો અધિકારી માતૃભૂમિના દરેક દીકરાને છે. મેઘા રાજ ની વાત સમજી ગઈ. રાજના ખભા પર માથું મૂકીને બેસી રહી. તેને બધા સવાલનો જવાબ મળી ગયો.
આર્ય અને રિધ્ધી
એ બંને દરિયાકિનારે બેઠા હતા. તેણી એ તેના હાથમાં હાથ મૂકીને પૂછ્યું, તું મને આટલો પ્રેમ કેમ કરે છે? પહેલાં તેની આંખોમાં જોયું અને એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તારાથી જ શાશ્વત અસ્તિત્વ શક્ય છે. આ આર્યવર્તનું અસ્તિત્વ મારા થકી છે. પણ મારા અસ્તિત્વનું કારણ તું છે. મારા પ્રત્યેક શ્વાસ પર તારું નામ છે. સૃષ્ટિનું સંતુલન જાળવવાનું માત્ર એક બહાનું છે. આ જીવન તારા માટે જીવવાનું.

વાત સાંભળી લીધા પછી તે ફરી બોલી, હું જાણું છું પણ આટલો પ્રેમ શા માટે? તે ફરી બોલ્યો, રિધ્ધી થકી આર્યવર્ધનનું અસ્તિત્વ છે અને આર્યવર્ધન થકી આર્યવર્તનું અસ્તિત્વ છે. આ વર્તમાન છે અને ભવિષ્ય આર્યરિધ્ધી થકી હશે.
તેણી એ પોતાના પેટ પર હાથ મુક્યો અને બોલી, “ આર્યરિધ્ધી જ શા માટે ? આર્ય પણ હોય શકે ને. ” આ સાંભળી આર્ય ઉભો થઇ દરિયામાં થોડે દૂર સુધી ગયો અને પાછો ફર્યો. તેની પાછળ આથમેલો સૂર્ય તેને એક નવું જ રૂપ આપતો હતો. તે હાથ ફેલાવી ને બોલ્યો,
છું આર્યવર્ધન હું
છું યોદ્ધા હું,
અવતાર વિષ્ણુઅંશનો હું
સપ્તજન્મ નો છઠ્ઠો જન્મ હું,
નથી કદી હાર થઈ મારી
હંમેશાં જીત થઈ મારી,
હારવું અશક્ય છે,
જીત આદત છે
દરેક યુદ્ધ માં હોય એક શ્રેષ્ઠતમ જીત
દરેક યુદ્ધ માં મારી હશે શ્રેષ્ઠતમ જીત,
ન કદી હાર્યો છું ન કદી હારીશ
હંમેશાં જીતતો રહીશ.
રાજા હતો આર્યવર્ત નો
છું સમ્રાટ ભારતનો
બનીશ મહારાજા ભારતવર્ષનો
કારણ છું હું આર્યવર્ધન.
આ સાંભળીને તે ઉભી થઇ દોડી ને આર્ય ને ગળે વળગી પડી. થોડી પછી આર્ય થી અલગ થઇ આર્યની આંખોમાં જોઈને તે બોલી,
હતી સામાન્ય સ્ત્રી હું
હતી દીકરી કોઈની હું
અપાવ્યું ગૌરવ તે મને, બની શ્રી હું
ઓળખાવી મને તે, બની આર્યા હું
કરાવ્યો મને પરિચય ખુદનો, બની આર્યશ્રી હું,
અપાવી સાચી ઓળખ તે, બની રુદ્રપ્રિયા હું.
નથી બીજા કોઈની હું
હક કર તું મારા પર.
હંમેશા છું અને રહીશ તારી હું
આર્યવર્ધન છે તું પ્રેમ મારો
રિધ્ધી છું પ્રેમિકા હું .
આટલું બોલીને રિધ્ધી ચૂપ થઈ ગઈ. હવે ન કોઈ ને કઈ કહેવું હતું કે ન કોઈ ની પાસે શબ્દો હતા. હતું તો ફકત એક અણધાર્યું મૌન. જે બંને ને એકબીજા ની નજીક લાવતું હતું. આંખો ના ઈશારા , શ્વાસ ની ઝડપ, અધરો ની આતુરતા પૂર્ણ કરવા બંને એ પોતાના અધરોને એકબીજા ના અધરો પર મૂકી દીધા.