Bhanjini liliwadi chhata verani books and stories free download online pdf in Gujarati

ભાણજીની લીલીવાડી છતાં વેરાની

ભાણજીની લીલીવાડી છતાં વેરાની
અરે ભાણજી , અરે ભાભી , શું ઘણા વખતે ? શું આ બાજુ ? બોલ બોલ શું ચાલે છે ? સારું , સારું એ બહાને તું મળી તો ગયો ! છોકરાઓ બધા મજામાં છે ને ? અચ્છા શું કરે છે છોકરાઓ ? હવે તો તારા છોકરાઓ મને લાગે છે કે પરણી ગયા હશે , નહીં કે ?! મારા ખ્યાલથી તારે લગ-ભગ , અંદાજે , જો હું ભૂલતો ન હોવ તો , 4 છોકરા અને 2 છોકરી હતી બરોબરને ? ભાણજી ના મિત્રએ ભાણજીને ઘણાં ટાઇમે જોતાં ભોળાભાવે ઘણા બધા પ્રશ્નોનો મારો ચલાવ્યો !
ભાણજી : હવે ગાંડિયા ! ડોબા ! તારી જગ્યાએ જો બીજો કોઈ હોતને તો ? તો ચોખું કહી દેત તું મારી અંગત જિંદગીની રહેવાદે મારો ભાઈ ! તું તારું સંભાળ મારો ભાઈ , પરંતુ તું તો મારો લંગોટિયો મિત્ર છે ને એટલે તારી સાથે તો હું આજે દિલ ખોલીને વાત કરીશ , તને બધુજ સાચે-સાચું કહીશ , મારી પૂરે-પૂરી હૈયાવરાળ તારી પાસે ઠાલવીશ મારા દોસ્ત ! ભગવાનનો પાળ કે તું મને આજે મળી ગયો !
ભાણજીનો મિત્ર : હા , હા ચોક્કસ , ચોક્કસ ભાણજી બોલ , બોલ બોલ તારા હાલ-હવાલ જલ્દી બતાવ !
ભાણજી : મારો એક દીકરો અમને મૂકીને – ગાડી , બંગલા તથા ખુરશીને વાજતે-ગાજતે પરણી ગયો ! બીજો દીકરો ફંટરિયો નિકળો એટલે કે આખો દિવસ જુગાર ! અમને મૂકીને જુગારને પરણી ગયો ! મારો ત્રીજો અમને મૂકીને છોકરીઓને પરણી ગયો !
ભાણજી નો મિત્ર : શુ વાત કરશ ભાણજી ? છોકરો હોય તો છોકરી ને જ પરણે ને ?!
ભાણજી : એલા... ગાંડિયા ! ડોબા ! બહેરો છો ? હું શુ વાત કરું છું તું સાંભળતો નથી ? હું એમ કહું છું મારો ત્રીજો છોકરીઓને પરણી ગયો છોકરી ને નહીં એટલેકે મારો કહેવાનો મતલબ છે આ ત્રીજો આખો દિવસ છોકરીઓની પાછળ જ આટા-ફેરા કર્યે રાખતો ! ન જાણે કેટ-કેટલી છોકરીઓની પાછળ ફર્યો હશે ? એટલેકે મારો ત્રીજો અમને મૂકીને છોકરીઓને પરણી ગયો તું સમજ્યો મારી વાત ?
ભાણજી નો મિત્ર : હા , હા સમજી ગયો , સમજી ગયો ! ત્રીજો છોકરીઓને પરણી ગયો ! અચ્છા , ચોથો ?
ચોથો શુ કરે છે ?
ભાણજી : મારો ચોથો દીકરો જયુ અમને મૂકીને છોકરા જોડે પરણી ગયો !
ભાણજી નો મિત્ર : એટલે ?!
ભાણજી : એટલેકે મારા ચોથાએ છોકરો થઈને છોકરાની સાથે જ લગ્ન કર્યા !
ભાણજી નો મિત્ર : ઓહો હો ઓહો ! તો વાત એમ છે ? શુ જમાનો આવ્યો છે ?!
ભાણજી : હાશ તો વળી !
ભાણજી નો મિત્ર : અચ્છા ભાણજી તારી બંને દીકરીઓ ? બંને દીકરીઓ શુ કરે છે ?
ભાણજી : મારી એક દીકરી પણ પેલા ચોથા ની જેમજ બીજાની દીકરી જોડે અમોને મૂકીને , ભાગીને જતી રહી ! બીજાની દીકરી જોડે પરણી ગઈ !
ભાણજી નો મિત્ર : ઓહો હો ઓહો ! તો વાત એમ છે ?!
ભાણજી : હાશ તો વળી ! અને સાંભળ મારી બીજી દીકરી એટલેકે 6ઠા નંબરની અમોને મૂકીને સાજ-શણગાર, મેકઅપ , લાલી-લિપષ્ટીક , મોજે-મોજ , પાર્ટી કલ્ચર (પેજ-3) વગેરે , વગેરે , વગેરે – આ બધા ને પરણી ગઈ !
ભાણજી નો મિત્ર : શું યુગ આવ્યો છે ?!
ભાણજી : હાશ તો વળી !
ભાણજી નો મિત્ર : અચ્છા તો તું અને મારા ભાભી બંને શું કરો છો ?
ભાણજી : અમે બંને વૃદ્ધાશ્રમ ને પરણી ગયા ! લીલીવાડી હતી , કેવા-કેવા સ્વપ્ના જોયા હતા , બધુ ચોપટ થઇ ગયું ! આ બધી રામાયણ હું ક્વોલિટી ની બદલે કોન્ટીટી ની પાછળ ગાંડો થયો તેનું આ પરિણામ છે !
ભાણજી નો મિત્ર : કોન્ટીટી ની પાછળ ? તું શું કહે છે મને કઈ સમજાતું નથી જરા ફોડ પાડ !
ભાણજી : હા, હા બિલકુલ કોન્ટીટી ! આ 6 છોકરાની જગ્યાએ 1 અથવા 2 છોકરાથી જ સંતોષ માન્યો હોત ને તો મારા આવા દિવસો ન આવત ! પેલા ચીનવાળાએ કેવી પ્રગતિ કરી છે , એક છોકરી કે પછી એક છોકરો જ બસ ! આનાથી શું થાય કે તમે પર્સનલી એક ઉપર સારી રીતે ધ્યાન આપી શકો તેમજ તેને જોઈતો ખુબજ પ્રેમ આપી શકો ! આથી શું થાય કે – છોકરાઓને જે જોઈતું હોય જે ખૂટતું હોય તે મળી રહે અધુરામાં સરકાર તરફથી પણ બધી જ ફેસેલિટિશ મળી રહે એટલે છોકરા-છોકરી મોટા થઈને એક્સપર્ટ એટલેકે ક્વોલિટીવાળા થાય (પેલા મહાભારતના પાંડવોની જેમ !) ,કોન્ટીટીવાળા ઉઠીયાણ નહીં !(પેલા મહાભારતના કૌરવો ની જેમ !) આ થિયરી થી (આપણાં જ શાસ્ત્રો ની ) આ ચાઈનાવાળા લોકો કામ કરે છે ! હવે આ 6-6 છોકરા મારે શું કામના ?! આ ઉમરે અમારા બંનેએ વૃદ્ધાશ્રમમાં જવું પડે 6-6 છોકરાઓ હોવા છતાં !
ભાણજી નો મિત્ર : હાશ તો વળી ! આ ચીનની જેમ ભારતે પણ આ જ થિઅરીથી અત્યારથી જ વિચારવું પડશે , નહિ તો આપણી પછીની પેઢી કોઈ દિવસ આપણને માફ નહીં કરે , લખી લે ભાણજી !
ભાણજી : હાશ તો વળી ! ..... એલા ગાંડિયા ! ડોબા ! મે તો લખી જ લીધું છે ! પણ હવે શું થાય ?! સાવ સાચો છે મારો વાહલો તથા વાંઢો મિત્ર ! સાવ સાચો છે તું !
ભાણજી નો મિત્ર ; હાશ તો વળી ! ભાણજી મને ખરેખર ખુબજ દૂ;ખ થયું આ બધુ સાંભળીને , ચલ ભાણજી આવજે , આવજો ભાભી ક્યારેક-ક્યારેક મન મુંજાય તો મારી પાસે બેધડક બંને આવતા રહેજો હું તમને કોઈ દિવસ નિરાશ નહીં કરું આ ભાણજી ના મિત્રનું ભાણજી ને 17 ગજનું પ્રોમિશ છે !
ભાણજી આંખ માં બોર-બોર જેવડા આંસુડાં સાથે : મને મારા વાંઢા તથા વાહલા મિત્ર ઉપર પૂરેપુરો ભરોશો છે હું અને તારી ભાભી મનને મોકળું કરવા જરૂરથી આવતા રહેશુ , ચલ આવજે ત્યારે !
ભાણજી નો મિત્ર : હા , હા જરૂર ભાણજી જરૂર , તમે બંને પણ આવતા રહેજો. ....આંખમાં આંસુ સાથે ધ્રુસકે-ધ્રુસકે રડતા-રડતા ભાણજી ના મિત્રએ ભાણજી તથા તેની પત્ની સુમોહીની ની વિદાય લીધી તેમજ ભાણજી દંપતિએ ડુસકા ભરતા-ભરતા વૃદ્ધાશ્રમ ની વાટ પકડી !!!
( આ લઘુ વાર્તા કાલ્પનિક છે તથા તેના પાત્રો પણ કાલ્પનિક છે. )
લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક.)
સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)