Prem ni khusboo books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની ખુશ્બૂ

સવાર થયું ને યાદ આવી તેની કાજલ. કાજલ જે કોલેજ માં સાથે મિત્ર બની અને આજે મિલન ની ગર્લફ્રેન્ડ બની ગઈ છે 

તરત હાથમાં ફોન લઈ કર્યો .
હાય કાજલ....

આંખોની કાજલ બનીને આવી તું,

દિલ ની ધડકન બનીને આવી તું,

જિંદગીના સપના દેખાડ્યા તે મને,

દરેક પળની અહેસાસમાં સમાઈ છે તું,

દિલના અરમાન ને સમજાવી તે,

કેટલી છે મનની ખુશી કે આ દિલના દિલદાર બનીને આવી તું.

સવાર સવારમાં આટલો રોમન્ટિક કેમ દેખાય છે. મિલન.
બસ જો તારી યાદ આવી ગઈ ...
બોલ આજે ક્યાં મળીશું આપણે...?
તું રોજ તો મને મળે છે તો તારું મં નથી ભરાતું.

શું કહું તેના વિશે ડીયર..

તારા આવવાથી જીવન કેટલું બદલાઈ ગયું ,
અત્યાર સુધી હું એકલો હતો હવે,
તું જીવનના હર એક પળમાં તું આવી છે,
આંખના આંસુ લુચ્યા તે દિલમાં પ્રેમના દીપ પ્રગટાવ્યા તે,
કેટલી સુંદર લાગે છે જીવનની સફર જયારે આ જીવનમાં તું .

બસ બસ મિલન તારી શાયરી સાંભળતો રહીશ તો મોડું થઈ જશે ને મમ્મી મારા પર ગુસ્સે થશે.

એટલું તો કહેતી જા ક્યારે મળીશું

જ્યાં આપણે રોજ મળીયે છીએ ત્યાં..

સારું હું બાઈક લઈને ત્યાં તારી રાહ જોવ છું.

ફટાફટ મિલન ત્યાર થયો ને પહોશી ગયો તે સ્થળે જે જગ્યાએ બંને મળતા તા. ત્યાં બાઇક પર બેસીને કાજલ ની રાહ જોઈ રહ્યો.

સામેથી વાઇટ સ્કૂટી અને તેના પર સવાર હતી તેની કાજલ. રેડ ડ્રેસ અને વાઇટ દુપટ્ટો પહેર્યો હતો જાણે કે કોઈ પરી આવી રહી હોય તેવું લાગી રહ્યું હતું . કાજલ પાસે આવીને સ્કૂટી ઊભી રાખી પણ મિલન તેને જોઈ રહ્યો હતો .

હાઈ મિલન....

સપના તો હોય છે આંખોમાં પણ તું તો દિલમાં વસી ગઈ,
શ્વાસ તો લઉં છું હું પણ તું મારી જીંદગી બની ગઈ.
મળવા તમને દિલ કેટલું અધીરું હતું જાણે વસંત વગર ફૂલ ખીલી ગયા.

કાજલ આ સભળીને મિલન ને ગળે વળગી ગઈ. મિલન તું આવી રીતે રોજ મને પ્રેમ કરીશ ને તારા વગર હું નહિ જીવી શકું.

અરે ગાંડી હું તારા માટે તો જીવી રહ્યો છું.
તું મારી છે અને મારી રહીશ.
પણ મિલન મને મારા ભાઈ ની ચિંતા થાય છે તેને આપણી જાણ થઈ જાશે તો...?

તું ચિંતા ન કર હું છું ને..હું બધું મેનેજ કરી લઈશ.

એક શાયરી સાંભળ...

આ જનમની બાજી હું જીતી જઈશ,
તારી એક અદા પર હું વારી ગયો છું,
સાચા દિલથી પ્રેમની બાજી હું જીતી જઈશ,
પ્રીતમાં આખી જીંદગી તારી સાથે જ વીતાવીશ.

બુલેટ પર થી પસાર થઈ રહેલી કાજલ નો ભાઈ વીર બંને ને જોઈ જાય છે. બંને પાસે આવી ને મિલન સાથે ઝગડો કરે છે ને ધમકી આપે છે જો બીજી વાર મારી બહેન ને મળવાની કોશિશ કરી છે તો હું મારી ઓકાત પર આવી જઈશ કહી કાજલ નો હાથ પકડી બુલેટ પર બેસાડી ને લઇ ગયો.

કોલેજ માં કાજલ ની સાથે સાથે તેનો ભાઈ વીર હતો. મિલન માટે કાજલ પાસે જવું યોગ્ય ન હતું એક ચૂપી રીતે કાજલ ને ઈશારો કર્યો રાત્રે મને કોલ કરજે.

મિલન રાતના બાર થાય પણ કાજલ નો ફોન આવ્યો નહિ તે ચિંતા કરવા લાગ્યો તેને ઊંઘ પણ આવતી ન હતી તે ચિંતામાં હતો કે વીરે તેને કઈ કર્યું તો નહિ હોય ને ત્યાં ફોને ની રીંગ વાગી.

હાય કાજલ 
તું ઠીક તો છે ને વીરે તને કઈ કર્યું તો નથી ને મને બહુ ચિંતા થઈ રહી હતી.

મિલન હું ઠીક છું. મારો ફોન વીર ભાઈ પાસે હતો અત્યારે તે નીંદર માં હતો એટલે હું લઈ આવી. બો તું કેમ છે..?

બસ તને યાદ કરું છું ને મળવાનું બહુ મન થયું છે મને.

મઝાક માં કાજલે કહ્યું આવી જા અહી.
ત્યાં તો ફોને મૂકીને બાઇક સ્ટાર્ટ કરી અને કાજલ ની ઘરે પહોંચી ગયો.

પાછળ થી ચઢીને ખીડકી પાસે થી અવાજ કર્યો કાજલ ઓ કાજલ

કાજલ ખીડકી સામે જોઈ હોશ ઉડી ગયા મિલન તું અહી આટલી રાત્રે. વેઇટ હું ખોલું છું.

અંદર આવતા મિલન કાજલ ને ગળે વળગી ગયો.
આઈ લવ યુ કાજલ
આઈ લવ યુ ટુ મિલન.
કાજલ તરી યાદ બહુ આવતી તી તો નહિ રહેવાયું એટલે અહીં આવી ગયો.

મને ગમ્યું તું આવ્યો પણ ભાઈ જોઈ જશે તો.
તું કાજલ ચિંતા ન કર જોઈ લઈશું તું મારી પાસે બેસ હું એક શાયરી સંભળાવું..

દિલમાં તારા પ્રેમના ધબકારા ગયા છે,
આંખોની ચમકમાં તારા હર્દયના ઈશારા બની ગયા છે,
તારી સાથે એક થઈ આશાના પગથીયા ચઢી ગયો હું,
રાતે બેસી તારી સાથે જિંદગીના દુખ ભુલાઈ જાય છે,
તે મારો હાથ જયારે તારા હાથમાં લીધો 
ત્યારે તારા પ્રેમના ફૂલ મારા જીવનમાં ખીલી ગયા.

વાહ વાહ શાયર ...તું ક્યાંથી લાવે છે આટલી સારી સાયરી ઓ.

તારા પ્રેમમાં પડ્યો પછી ખબર નથી પડતી કે આટલી બધી શાયરી મારા દિલ માંથી ક્યાંથી આવે છે પણ તારી યાદ આવે એટલે શાયરી યાદ આવી જાય છે ..

સારું સારું હજુ એક સંભળાવી દે ને પછી તું અહી થી જ નહિ તો ભાઈ જાગી જશે.

ઓકે તો સાંભળ...

તરી ઝુલ્ફોમાં હું ખોવાઈ ગયો,
આ હસતો ચહેરાના ગુલામ બની ગયો,
તારા પ્રેમની ચાહતમાં બધા સપના જાગી ગયા ,
તારા સાથે જીવન માણવા આ મનના તાર છેડાઈ ગયા ,

બસ મિલન તું જા પ્લીઝ....
હું રહ્યો મિલન એટલે મારું મિલન એમ તો પૂરું ન થાય. બસ એક આલિંગન આપી દે એટલે હું જાવ છું.

મિલન કાજલ ને ગળે વળગી એક કિસ કરી નીકળી ગયો પણ કાજલ મિલન ની યાદ માં આખી રાત જાગી.

બીજે દિવસે કોલેજમાં ભાઈ કાજલ ને સાથે જવું પડ્યું. મિલન કાજલ ને કોલેજ માં જોઈ રહ્યો પણ ભાઈ સાથે હતો એટલે મળી ન શક્યો બસ તેને ચૂપી રીતે નિહાળી રહ્યો. તે રાત્રે કાજલ ના ફોને ની રાહ જોઈ પણ તેનો કોલ આવ્યો નહિ ને તે સૂઈ ગયો. સવારે કોલેજ માં ફરી કાજલ ની રાહ જોઈ રહ્યો હતો. ત્યાં કાજલ તો આવી પણ ભાઈ સાથે હતો ફરી નિરાશ થયો. કાજલ ને મળવા બેચેન બની રહ્યો હતો પણ તેને મોકો મળતો ન હતો .

મનમાં નક્કી કર્યું જે થવું હોય તે થાય હું આજે કૉલેજ છુંટે એટલે તેને મળવું જ છે.
મિલન કોલેજ બહાર કાજલ ની રાહ જોઈ રહ્યો. ત્યાં કાજલ અને તેનો ભાઈ આવ્યો.
કાજલ ને સાદ કરી ઊભી રાખી. તે સામે નહિ આવી પણ તેનો ભાઈ વીર આવ્યો .

બોલ....મિલન કાજલ તને નહિ મળે અને મળવાની કોશિશ કરીશ નહિ તો હું તને ખબર છે ને શું કરી શકું છું.

પ્લીઝ વીર મને કાજલ ને મળવા દે અમે બંને એક બીજાને પ્રેમ કરીએ છીએ. તેના વગર હું નહિ જીવી શકું.

બકાવસ બંધ કર ને અહી થી દુર જ નહિ તો હવે તું મર ખાઇસ.

હું કાજલ ને મળ્યા વગર નહી જાવ....

કાજલ ઓ કાજલ મારી આ શાયરી નો જવાબ આપી દે ....

તું જ મને કહી દે ને...
કે તને હું પ્રેમ કરું છું,
પગ લથડે છે મારા..
તારા પ્રેમનાં નશા માં...
તું જ મને કહી દે ને...
કે તને હું પ્રેમ કરું છું,
આ લોકો જેની બીકે તું મુંજાય છે ને...
એને ક્યાં ફરક પડે છે કે હું રહું કે નહીં....
તું જ મને કહી દે ને...
કે તને હું પ્રેમ કરું છું,
આ લાગણીઓ નાં બગીચાને સાવ વેરાન ન થવા દઇશ...
શું ખબર એમાં પછી હું ફરું કે નહીં....
તું જ મને કહી દે ને...
કે તને હું પ્રેમ કરું છું
કદાચ હાલતો થઈ જાવ હું પછી નકકી નહીં.. ...
કે હવે હું પાછો વળુ કે નહીં...
તું જ મને કહી દે ને...
કે તને હું પ્રેમ કરું છું,

કાજલ સાંભળીને મિલન ને ગળે વળગી ગઈ. વીર થોડી વાર તો જોઈ રહ્યો પછી બંને છુટા પાડી ને મિલન ને ખૂબ મારે છે.
સામે ઊભેલી કાજલ કઈ કરી સકતી નથી ને બસ જોયા કરે છે ને રડ્યા કરી ને ભાઈ ને આજીજી કરે છે ...ભાઈ મિલન ને છોડી દો....હું તેને પ્રેમ કરું છું તે મારા માટે બધું કરી શકે છે તમે તેને સમજો .... પ્લીઝ ભાઈ.....

ભાઈ કોઈનું સાંભળતો નથી ને મિલન ને ખૂબ મારે છે મિલન લોહીુહાણ થઈ જાય છે. તેના મિત્રો તેને હોસ્પટલમાં દાખલ કરી દે છે.

ઘરે જઈ કાજલ ખૂબ જ રડે છે પણ તેનું કોઈ સાંભળતું નથી તે બહાર જવાની કોશિશ કરે છે પણ તેને વીર રોકે છે ને તેને રૂમમાં બધ કરી દે છે. કાજલ મિલન ની યાદ માં આખી રાત જાગે છે ને તેના વિચાર કરે છે અને ચિંતા પણ આજે તેના મુખે પણ શાયરી બોલાય જાય છે.

ફૂલોની ફોરમ જેવો અહેસાસ બનીને
આવો છો તમે પણ,
ક્ષણવારમાં આવીને ઉડી જાવ છો તમે,
જાણો છો કે એકલતાથી ગભરાઈ જાઉ
છુ,
છતા એકલા છોડીને કેમ જાવ છો તમે.

યાદ માં ને યાદ માં આશું વહેતા રહ્યા ને મિલન ની યાદ આખી રાત કરતી રહી .
પાસે પડેલી બુક માં મિલન ની યાદ માં શાયરી લખાય એટલે તેમાં ટીક કરી લેતી.
 
આકાશમાં પ્રેમના પંખી ઉડતા દેખાય છે ,
તારા સાથે સમય વિતાવતા સ્વર્ગના દ્વાર દેખાય છે ,
અદભૂત પ્રેમ મળ્યો તારો એટલે હવે 
સમજાય છે,
કે તારા વગર પ્રેમની છબી ઝાંખી દેખાય છે.

મોડી રાત્રે ઉંઘ આવી પણ ત્યાં તો ભાઈ તેને જગાડવા આવ્યો ઉઠ જલ્દી કોલેજ જવાનું છે. પણ કાજલ ના પડે છે.
ભાઈ તેને ફોર્ચ કરે છે એટલે ઊઠીને ત્યાર થઈ જાય છે પણ આંખમાં આશું અને રાતના ઊંઘ આવી ન હતી એટલે ઊંઘ પણ દેખાઈ રહી હતી.

ભાઈ સાથે કૉલેજ જતી વખતે મિલન ને યાદ કરી એક શાયરી બનાવી લેતી.

દિલના માણીગર છો તમે,
સપનોના સૌદાગર છો તમે,
તમે મારી જીંદગી ને તમે મારો સંસાર,
બસ એજ ભગવાનને પ્રાથર્ના છે કે ,
જયારે મળે મનુષ્ય જીવન બસ આપનોજ મળે સંગાથ.

વીર તેનો હાથ પકડી કોલેજ તરફ જઈ રહ્યો હતો. ત્યાં થી એક ટ્રક પસાર થાય છે ટ્રક માં લોખંડનો સ્ક્રેપ ભર્યો હતો . તે ટ્રક આગળ તો નીકળી ગયો પણ તેમાંથી એક લોખંડનો ટુકડો ઉડીને કાજલ ની બંને આંખ માં વાગી જાય છે. કાજલ તો આંખ માંથી લોહી વહેવા લાગે છે. વીર ટ્રક પાછળ દોડ્યો પણ તે ઊભો ન રહ્યો .તે કાજલ પાસે આવી ને આંખ પર પોતાનો રૂમમાં બાંધી ને હોસ્પિટલમાં લઈ જાય છે.

હોસ્પિટલમાં તેની તાત્કાલીક સારવાર શરૂ કરે છે. ડોકટર કાજલ ની આંખ ના રિપોર્ટ કરે છે ને ખબર પડે છે કે તે હવે કયરેય નહિ જોઈ શકે. વીર ને ખબર પડતાં તે શું કરવું ખબર પડતી નથી ને એક ખૂણા માં જોઈ રડવા લાગે છે. ત્યાં ડોક્ટર તેની પાસે આવે છે.  કોમલ હવે જોઈ નહિ શકે પણ જો કોઈ તાત્કાલિક આંખ આપે તો તે જોઈ સકે છે. પણ અત્યારે વીર આંખ ક્યાંથી લઇ આવે. ત્યાં તેણે ખબર પડે છે શરીર ના દાન ની હોસ્પિટલ છે ત્યાં તપાસ કરી જોવો.

વીર તરત તે હોસ્પિટલમાં જાય છે. તે સમયે મિલન ને ખબર પડે છે કે કાજલને આંખમાં વાગી ગયું છે તે તે તરત તે હોસ્પિટલમાં જાય છે . ડોકટર ને મળે છે ડોક્ટર તેને કહે છે કોઈ આંખ આપે તો તે જોઈ શકશે નહિ તો નહિ. તરત મિલન કહે છે મારી આંખ ચાલશે. તો ડોક્ટર હા પાડી એટલે મિલન એક આંખ આપવા ત્યાર થઈ ગયો તે જ સમયે તેનું ઓપરેશન શરૂ થાય છે.

ઓપરેશન શરૂ હતું તે સમયે વીર ખાલી હાથે આવે છે. ત્યાં તેને સમચાર મળે છે કે કોઈ કાજલ ને આંખ આપવા ત્યાર થયું છે ને તેનું ઓપરેશન શરૂ છે. વીર ને ખુશી થઇ પણ વિચારવા લાગ્યો મારી સિવાય તો કોઈ નથી તેનું તો કોણે તેને આંખો આપવા ત્યાર થયું હસે.

ત્યાં ઓપરેશન માંથી કાજલ અને મિલન બહાર બીજા વોર્ડ તરફ જાય છે તેની પાછળ વીર જાય છે.  એક રૂમમાં તેને નર્સે મૂકીને ને જતી રહી . વીર જેવી નજર કરે છે કાજલ ની બાજુમાં કોણ છે જોવે છે તો મિલન હતો. તેની આંખ માંથી આશું આવી ગયા તે બહાર જઈ રડવા લાગ્યો. જે ને હું નફરત કરી રહ્યો હતો તે આજ મારો મદદગાર છે.

ત્યાં રૂમમાંથી અવાજ આવ્યો વીર ભાઈ ઓ વીર ભાઈ રહી આવો.
વીર કાજલ પાસે ગયો ને વીરે કાજલ ન માથા પર હાથ મૂક્યો.

જોયું ભાઈ આપણું કોણ છે તે ખબર પડી ...પેલા મને લાગ્યું તમે મને એક આંખ આપી છે પણ પછી ખબર પડી કે આખ તો મિલને આપી છે. મિલન મને બંને આંખો આપવા ત્યાર થયો તો પણ ડોક્ટર સાહેબ ના પાડી એટલે તેને એક આપી.

ત્યાં બાજુમાંથી અવાજ આવ્યો વીર ભાઈ ...
હું કોજલ ને પ્રેમ કરું છું તેના માટે કઈ પણ કરી શકું છું.

વીર તેની પાસે જઈ શાબાશી આપી તું જ મારો સાચો બનેવી અને કાજલ નો પ્રેમ છે .
ચાલ એક મસ્ત શાયરી સંભળાવ મને.

પ્રેમ મળ્યો તારો મારી જિંદગીની દૌલત મળી ગઈ ,
સાથ મળશે તારો તે મારી ચાહત બની ગઈ, 
જ્યાં સુધી મારી નજર પહોચે તારી છબી બની ગઈ ,
સપનાની ચાદરમાં મેઘધનુષના રંગો ની ભાત પડી ગઈ ,

ત્યાં કાજલ બોલી...

તું મળી કેટલો સરળ લાગ્યો રસ્તો,
જન્મો જનમ માંગું તારો સંગાથ,
તારો પ્રેમ મળ્યો એટલો કે જીવન બદલાઈ ગયું ,
હર પળ માંગું તરો સાથ .

વીર કાજલ નો હાથ મિલન ના હાથ માં મૂકીને કહે છે ખુશ રહ્યો......

જીત ગજ્જર