premnad - 7 books and stories free download online pdf in Gujarati

પ્રેમનાદ - ૭

.... આગળ જોઈ ગયા કે અનેરી ગામ વાશિયો ને તેણી ને જીવતા શ્વાસે દફન કરનાર ઘોર રોંદ્ર રૂપ ધારી માણસ નું રહસ્ય કહે છે. તેમાં નૂર અનેરી અને ઝારા જે રીતે વિદ્યાનગર માં આવી ને થોડાક જ મહિના માં ત્યાંના મોટા રસ્તા ઓથી માંડી નાની ગલીઓ સુધી ના જાણકાર બની જાય છે. ભણવાનું પણ કુશળ ચાલતું હોય છે. તેમના નવા મિત્રો પણ બની જાઈ છે અને તેઓ સૌ મિત્રો નક્કી કરે છે કે રાત્રે કાઠિયાવાડી કિંગ માં જમવા જઈએ . જમ્યા બાદ તેઓ શાસ્ત્રી માં જાઈ છે અને ત્યાં ટ્રુથ એન્ડ ડેર રમતા હતા અને બોટલ નું મુખ આવ્યું હતું નૂર તરફ , જેમાં તેને અનેરી એ તેને રાત્રે છુપા રુદન પાછળ નું રહસ્ય પૂછવા માં આવ્યું . હવે આગળ....

.... શ્રાવણી હવા ઓનું વહેણ આજે થોડુંક ઝડપી હતું, સરસરતી હવા ઓ વચ્ચે રાત્રી ના અંધકાર એ સૂર્ય ના તેજ ને કેદ કર્યું હતું. શાસ્ત્રી મેદાન માં નીરવતા ને ભેદતો કેટલોક અવાજ એક બાજુ થી આવી રહ્યો હતો
' નૂર ચાલ જવાબ આપ નહીંતર ડેર લેવી પડશે.' અનેરી એ ઉત્સુકતા પૂર્વક કહ્યું.
આ સમય એ ઝારા મૌન હતી, રહસ્ય એ જાણતી હતી અને તે કારણોસર એને માથું ઉંચુ કરવું જરૂરી ના સમજ્યું અને તેને એમ લાગ્યુ કે અનેરી એ નૂર ની દુખતી નશ પકડી લીધી છે.
બધા ની આંખો નૂર ઉપર કેન્દ્રિત હતી.
પણ રાત્રી ના અંધકાર માં નૂર ની આંખો ને કોણ જાણે કે એને કેટલી રાત્રી, કેટલી રાહ , કેટલો પ્રેમ ,કેટલો દર્દ એની બે આ નાજુક આંખો ઉપર ઉચકી ને ફરી છે.
પણ આજે બધો ભાર હળવો થવાનો હોઈ તેમ લાગતું હતુ. આજે આ દબાયેલા રુદન સામે બળવો થવાનો હતો.
નૂર એટલા માં એની આંખો ને બંધ કરી દીધી અને એક હોઠ થી બીજા હોઠ ને જોર થી દબાવી દીધા. થોડીક ક્ષણો બાદ એણે હોઠ ખોલ્યા અને થોડુંક સહજ રુદન હાસ્ય કરતા બોલી ' એજ જે દરેક ની લાઈફ માં બનતું હોઈ .. એક અધૂરો પ્રેમ ..(થોડી ક્ષણ માટે તે મૌન થઈ જાય છે)
... કોઈ કારણ વગર કોઈ વ્યક્તિ અચાનક તમારા સાથે વાતચીત કરવાનું બંધ કરી દે , ના વોટ્સઅપ ના જવાબ આપે ના એસએમએસ ના જવાબ આપે અને કદાચ મેસેજ જોવે તો પણ સરખો જવાબ ના આપે , દરેક જગ્યા એ થી બ્લોક કરી દે ,અને ગમે તે રીતે તમારી જોડે વાત કરવાનું ટાળી દે... લાસ્ટ યર કૉલેજ નો છેલ્લો સમય હતો. ત્રણ વર્ષ થયા હતા અમારા રિલેશન ને. જયારે કોઈ વ્યક્તિ ને તમે તમારું બધું આપી દો અને ત્યારબાદ તમે એ વ્યક્તિ ને જ તમારું બધું માની બેસો છો ,અને એજ વ્યક્તિ આ રીતે અચાનક આવું વર્તન કરે તો કેવી હાલત થાય એવી મારી હાલત થઈ છે. એની જોડે વાત કરવા એના ઘર થી માંડી એના મિત્રો જોડે સંપર્ક કર્યો પણ તેનેજ વાત નહોતી કરવી (બનાવટી હાસ્ય મોઢા પર લાવે છે, પણ મો ની રેખા ઓ અલગ જ તરી આવતી હતી ).
કેટલીય રાતો એ સવાર ની રાહ જોઈ છે અને કેટલીય સવારે એ રાત ની રાહ જોઈ છે. કેટલાય પ્રયત્ન કર્યા પણ એનો મેસેજ ના આવ્યો, ના તો કોલ આવ્યો, પછી આંખો થી સતત વહેતી રહેતી અશ્રુધારા એ સમજાવ્યું કે જે પોતાનું હતું જ નઈ એ ક્યાં થી પાછું આવશે. થોડા સમય પછી એનો મેસેજ આવે છે પણ એમાં પણ એ બહાના બનાવી ને વાત કરતો હોઈ તેમ લાગતું હતું અને હા ,ના ,સારું આવા જવાબ આપે. દર ૨-૩ દિવસે એક મેસેજ આવે અને એ મેસેજ કરી ને સીધો ફોન સ્વિચ ઓફ કર દે. હું મોટા મોટા મેસેજ કરું પણ એનો જવાબ હા ના માજ આવતો અથવા કંઈ બહાનું બનાવી ને બાય કહી દે. આવા હાલતો વચ્ચે એકજ નિર્ણય લીધો કે એ મારા વગર ખુશ છે તો પછી શું કામ એને દુઃખી કરું, અને પ્રેમ ખાતીર મે વાત કરવાનું બંધ કર દીધું. પછી નાતો એનો મેસેજ આવ્યો નાતો મે એને મેસેજ કયો. આજે પણ એનો ખ્યાલ આવતા ની સાથે વિચારો નો વરસાદ મને ભીંજવી નાખે છે અને એના થી વધારે દુઃખ એ વાત નું હોય કે એની સાથે વિતાવેલ દરેક ઘડી દરેક પહેર એ સાંજ ની ચા થી માંડી ને મોડી રાત સુધી થતી વાતો એ સાથે જોયેલ મૂવી દરેક પળ હવે દિમાગ માં ઘર કરી ગઈ છે , અને એ દરેક પડ એ સમયે સૌથી સારી લાગતી હોય છે પણ જ્યારે એનો અંત ખરાબ હોઈ ને, તો એ પડ ને યાદ કરવી પણ ગમતી નથી અને એ દરેક વસ્તુ જોડે નફરત થઈ જાય છે જે પ્રેમ ની સાક્ષી બની હોઈ.હજારો સપના એની સાથે જોયેલા પણ એ સપના રૂપી મહેલ ને પેલા ના પથ્થર રૂપી વર્તન એ એને તોડી દિધો. પછી સમજાય કે પ્રેમ નામ ની વસ્તુ જે છે ને એ માત્ર ફિલ્મો મા જ સારા લાગતા હોય છે અને હાલ ના જમાના માં આ બધી મિથ્યા છે એવું મને લાગવા માંડ્યું છે. હવે આ દુનિયા પ્રેમ માટે સ્વાર્થી લાગવા માંડી છે,અને જ્યારે આવું ઘટિત થાય ને ત્યારે વ્યક્તિ ખુદ માં ખોવાઈ જાય,વધારે કોઈ જોડે શબ્દ વ્યવહાર ના કરે, હાસ્ય તો ભાગ્યેજ જોવા મળે અને એ પણ બનાવટી હોઈ. બધા જોડે આશા શૂન્યવત થઈ જાય,ના કોઈ જોડે વાત કરવી જરૂરી લાગતી નાતો કઈ નઈ બસ એક ગમો નો પહાડ જોડે લઈ ને ચાલ્યા કરવાનું અને બને એટલું ખુદ ને વ્યસ્ત રાખવાનું પણ બસ આ કમ્બખ્ત રાત જે યાદો ની સોગાત લઈ ને આવી જાઈ અને બસ એ યાદો ની શરાબ ને આંસુ સાથે પીતા રહેવાનું અને રાત્રી ના તારા જોયા કરવાનું. બસ આવું થયું છે મારી સાથે અને મને પથ્થર દિલ થવા પાછળ નું કારણ......
નૂર એ જવાબ તોહ આપી દિધો પણ જે ઉત્સુક્તા થી બધા એ તેને આ સવાલ પૂછ્યો હતો એ તો ઉત્સુકતા તો ક્યાંય વિલીન થઈ ગઈ.
જેમ ભારે થી અતિ ભારે વાવાઝોડા બાદ જેવી નીરવતા વાતાવરણ માં છવાઈ જાઈ તેજ રીતે નૂર ના જવાબ પછી શાસ્ત્રી મેદાન માં સંપૂર્ણ નીરવતા છવાઈ ગઈ.પવન થી ઉડતા સુકાયેલા પાંદડા ઓ વરસાદ પહેલા ના વાવાઝોડા નું આમંત્રણ લઈ ને આવ્યા હોય તેમ જણાતું હતું અને એટલા માં જ આવી ઘોર નીરવતા ને ભેદતો આકાશ માંથી મોટો વીજળી નો કડાકો થયો.
ગ્રુપ માં બેઠેલ દરેક જણ તો જાણે પલ ભર માટે અવાંક બની ગયા હોઈ તેમ લાગતું. જય થોડુંક વ્યાકુળતા અનુભવી રહ્યો હતો કારણ કે એક હાથ અનેરી એ પકડી લીધો હતો અને બીજો તનુ એ. પ્રિયા આ જોઈને હોઠ ખોલ્યા વગર હસી અને એ જોતાં જ જય એ બંને હાથ ખેંચી લીધા અને ખિસ્સા માં નાખી દીધા.
" ચાલો ચાલો ,,, બોવ જોર થી વાવાઝોડું અને વરસાદ આવવાનો છે એમ લાગે છે."ઝારા એ થોડાક ડરી ગયેલ અવાજ સાથે કહ્યું.
" હા ચાલો ચાલો યાર કાલે કૉલેજ માં મળીશું."ધવલ એ કહ્યું
અને બધા ઊભા થઈ ને બહાર ગેટ તરફ જવા લાગ્યા.
ગેટ તરફ જતા જતા અનેરી એ પસ્તાવાના ભાવ થી નૂર ને કહ્યું કે
" માફ કરજે નૂર મને ઝાંઝો ખ્યાલ ન હતો નહિતર ના પૂછત ,, સોરી .."
" અરે એમાં શું સોરી." એક નાનું હાસ્ય કરી નૂર એ વાત ટાળી દીધી. બધા એક બીજા ને બાય કહી ને છુટા પડે છે.
નૂર અનેરી અને ઝારા હોસ્ટેલ તરફ ભૂમિ, તનુ અને પ્રિયા તેમના પિજી તરફ અને જય ધવલ અને પંચાલ ( હિતેશ) તેમના રૂમ તરફ જવા લાગ્યા.
તેજ ગતિ થી વહેતા પવન ના કારણે ઉડતા પાંદડા ના અવાજ સાથે દુર દુર થી આવતો મંદ મંદ તે બધા નો અવાજ હવે ધીમે ધીમે આ શાસ્ત્રી મેદાન માં ક્યાંય વિલીન થઈ ગયો.
થોડીક ક્ષણો બાદ મુશળધાર વરસાદ વરસ્યો.
" અનેરી .. જલ્દી દરવાજો ખોલ ને મારે બાથરૂમ જવું છે..." ઝારા એ પગ ને આંટી મારી ને મોહ નો અલગ વ્યંગ કરી દરવાજો ખોલતી અનેરી ને કહ્યું.
દરવાજો ખોલ્યો નથી કે ઝારા દોડતી ને તરતજ અંદર બાથરૂમ તરફ જતી રહી.
નૂર અનેરી સામે જોઈ ને થોડીક હસી.
" આજે આમ મજા આવી ગઈ જમવામાં .. બાકી મસ્ત બનાવ્યું હતું.. " નૂર એ અનેરી ને કહ્યું.
" હા યાર સબ્જી પણ કેટલી મસ્ત હતી.." અનેરી એ કહ્યું.
" જે હોઈ એ પણ આપણે દર રવિવારે કાઠિયાવાડી કિંગ માં જમવા જઈશું " ઝારા એ બાથરૂમ ની બહાર નીકળતા ની સાથે થોડાક અકડ ભાવે કહ્યું
અને તેઓ ત્રણેવ આમ વાતો કરવા લાગ્યા ...
થોડીક ક્ષણો બાદ ....
"ચાલો તમે આરામ કરો હું નાહી ને આવું.. અને ઝારા સહેજ કોફી બનાવી દેને." નૂર એ કબાટ માંથી કપડાં નીકળતા કહ્યું.
( તેમની પાસે ઇલેક્ટ્રિક કીટલી હોઈ છે જેમાં તે કોઈપણ સમયે ચા કે કોફી બનાવતા , અને નૂર માટે ચા અને કોફી બંને સરખા પણ એના મૂડ ઉપર નિર્ભય કરે . જો એના મન માં શાન્ત નીરવતા હોઈ અને ખુદ જોડે વાતો કરવી હોઈ ત્યારે એ કોફી પસંદ કરતી, જો એ ખુશ હોઈ અંદર થી તોહ ઈલાયચી વાળી ચા અને નોર્મલ મૂડ હોઈ તો આદુવાળી ચા. પેલું કેવાય છે ને કે લાઈફ માં કંઇક સ્પેશીયલ હોઈ એમ નૂર માટે આ સ્પેશીયલ હતું.)
ઝારા અને અનેરી કપડા ચેન્જ કરી દે છે.
અને નૂર નાહવા જાઈ છે અને ઝારા કોફી બનાવે છે .
વરસાદ હજુ પણ અટકવાનું નું નામ નોહતો લેતો ..
નૂર નાહી ને આવે છે .ઝારા એ કોફી નો મગ નૂર ના ટેબલ પર મૂક્યો હતો.ઝારા અને અનેરી ઊંઘવા ની તૈયારી કરી રહ્યા હતા . નૂર રૂમ ની લાઈટો બંધ કરી ને કોફી મગ ઉઠાવી ને બારી તરફ જાય છે અને એના ડાબા હાથ ના ટેકે બારી એ ઊભી રહે છે અને જમણા હાથ માં કોફી મગ રાખે છે.એકદમ શાંત ભાવે નૂર બારી બહાર જોઈ રહી હતી. કોફી ના મગ માંથી નીકળતી વરાળ , કડકતી વીજળી ના પ્રકાશ માં ઝંખાતિ હતી.તેજ ગતિ થી વહેતા પવન પર સવાર વરસાદ ની બુંદો નૂર ના ચહેરા પર પડતી , તો કયારેક કોફી ના મગ માં.વરસાદ તો બહાર પડતો હતો પણ નૂર અંદર બેઠા બેઠા એના વિચારો ના વરસાદ માં ભીંજાતી હતી.આજે મન માં બાંધેલો વિચારો નુ બાંધ ટુટી ગયો જાણે મન હળવું થયું એમ લાગતું હતું.ઘણું અઘરું છે આવા વિચારો અને દુઃખ મન માં રાખી ને જીવન જીવવું.લોકો એમ સમજતા હોઈ છે કે જીવન જીવવા માટે આપ્યું છે એને જીવીએ પણ વાસ્તવિકતા કંઇક અલગ છે, કોઈ એ નથી કહેતું કે દરેક ખુશીયો ના પહાડ પછી ઊંડી ખીણ પણ આવે છે જેમાં એ દરેક પડો ની યાદો હોઈ છે અને આંખો એ બધું શોધ્યા કરતી હોઈ અને કોઈ ની જોડે ઘણો સમય વ્યતીત કર્યા પછી અલગ થવાનું આવે એ ઘણું અઘરું છે. ઘણા બધા કહે છે કે એ વ્યક્તિ દૂર નઈ જતી, એ દિલ માં હોઈ , હા માન્યું કે દિલ માં હોઈ પણ એના હોવાની અનુભૂતિ કઈક અલગ હોઈ. મોડી રાતે જયારે યાદો નું પુર આવે ત્યારે આંખો નો દરિયો છલકાય જાઈ અને ધીમે ધીમે એ ઊછળતું જોબન ક્યાંય બેય હોઠો વચ્ચે દબાઈ જાય. ખુદ માં ખોવાઈ જવાય અને દુનિયા થી અલગ થઈ જવાનો ભાસ થવા લાગે. બસ આવી હાલત થઈ જાય છે આ ઊંડી ખીણ માં પડ્યા પછી. પણ હા પ્રેમ જીવન માં હોવો જરૂરી છે, આપણ ને જીવન જીવતા શીખવે , આપણે શું છે એનું ભાન કરાવે છે , આપણું અસ્તિત્વ સમજાવે અને બીજા ની ખુશી માં ખુશ કેમ નું થવું એ શીખવે છે, અને
પ્રેમ તો ઉડતા પંખી નો છાયડો છે
પતાવાર વગર ની હોડી છે
વણજારાઓ નું ગામ છે... બસ મુંજવણ એક જ હોઈ છે .... એકલતા. નૂર ની આંખો જાણે દરિયા ના ભયંકર વાવાઝોડા વચ્ચે રહેલી એક સ્થિર હોડી માફક હતી.એટલાં માં એને ખ્યાલ આવે છે કે મગ માં કોફી પતી ગઈ છે. કોફી મગ બાજુ માં રાખી ને બંને હાથ એક બીજા પર રગડવા માંડે છે અને એક નાનું હાસ્ય કરી ને એ પડ ને માણે છે. ભીની માટી ની સુગંધ, એ વરસાદ ની બુંદો, એ સંતાકૂકડી રમતી વીજળી , એ ઠંડો ઠંડો પવન એના વિચારો ને શુન્યવત કરે છે અને જાણે વાવાઝોડું દરિયા માં સમાઈ ગયું હોઈ એમ અનુભવાય. નૂર એક ઊંડો શ્વાસ લે છે અને આંખો બંધ કરે છે અને ખુદ માં વિલીન થઈ જાય છે. અને થોડી વાર પછી એ તેના બેડ પર જાઈ ને સુઈ જાઈ છે......
રાત્રે પડેલા ધોધમાર વરસાદ ના લીધે આજે આ ત્રણેવ ની આંખો સહેજ મોડી ખુલી.થોડીક ક્ષણો બાદ તૈયાર થઈ ને બેગ લઈ ને સીધા પૂજા નાસ્તા હાઉસ વાળા ને ત્યાં જાઈ છે, થોડો જરમર વરસાદ હતો એટલે તેઓ અંદર બેસે છે.
" ઓઈ... ચૂચા... અહીંયા આવ..." અનેરી એ બૂમ મારતા કહ્યું
" હા દીદી શું લાવું? "
"પૌંઆ બટાટા, ચા અને સેન્ડવીચ " ઝારા એ એનો ઓર્ડર આપ્યો.
" મસ્ત ઈલાયચી નાખી ને ચા ...અને સેવ મમરા નું એક પેકેટ " નૂર એ કહ્યું.
અનેરી એના માટે પણ ચા સેવ મમરા અને પૌંઆ બટાટા મંગાવે છે.
" આજે કઈ વાત ઉપર ખુશ છું નૂર " ઝારા એ મલકાર કરતા કહ્યું.
( તે ખુશ છે એ ઈલાયચી વાળી ચા ના આધારે કહ્યું)
નૂર આજુ બાજુ જુવે છે અને એક નાની સ્માઈલ કરતા કહે છે " હા યાર ...ખુબજ મસ્ત વાતાવરણ છે.. કેવો ઝીણો ઝીણો વરસાદ વરસે છે, આ લીલા લીલા વૃક્ષો અને પોપટો નો કોલાહલ , રેડિયો મિર્ચી માં વાગતા મહોમ્મદ રફી ના ગીતો અને આ મસ્ત ચા ની સુગંધ.. એટલે આમ અંદર થી સારું લાગે છે આજે."
ચા નાસ્તો કર્યા પછી તેઓ ડિપાર્ટમેન્ટ માં જાઈ છે .આજે લેબ માં સંખ્યા ઓછી હતી એટલે લેબ માંથી વહેલા છૂટી જાય છે. શાસ્ત્રી મેદાન વરસાદ ને લીધે ભીનું હતું એટલે ત્યાં તો જવાય જ નઈ તેથી તેઓ નાસ્તો કરવા પૂજા નાસ્તા હાઉસ વાળા ને ત્યાં જાઈ છે.
"ચૂચા એક કામ કર.. ચાર ફ્રેન્કી પેક કર દે અને હા આઠ કેચઅપ મૂકજે."ઝારા એ કહ્યું
"રૂમ પર જાઈ ને કરશું શું?" અનેરી એ પૂછ્યું.
"એટલે તો આ પેક કરાવ્યા! શાસ્ત્રી માં આંટો મારતા જઈશું અને ખાતા જઈશું."ઝારા એ મોહ પર ખુશ ના ભાવે કહ્યું.
" વાહ ઝારા...મજા આવશે."નૂર એ ખુશ થતા કહ્યું.
તેઓ પાણી ના ખાબોચિયા માં જાણી જોઈ છબછબિયાં કરતા શાસ્ત્રી મેદાન તરફ જાઈ છે.

ચારેય તરફ લીલું લીલું ઘાસ ઊગી નીકળ્યું હતું આજુ બાજુ વૃક્ષો ઘટાદાર થઈ ગયા હતા અને એના ઉપર ઉડતા પક્ષી ઓ નો ટહુકાર મેદાન માં ગુંજતો હતો અને વરસાદી પાણી થી ભરાયેલા ખાબોચિયાં માં જોતા ખ્યાલ આવતો કે આજે ભૂરા સ્વચ્છ આકાશ માં સફેદ વાદળો ના ટોળા તેજ ગતિ થી ઉત્તર તરફ જતા હતા પણ દક્ષિણ બાજુ જોતા કાળા કાળા વાદળો વરસાદ લઈ ને આવતા દેખાતા હતા. વર્ષાઋતુ નો એક અર્થ જોઈએ તો એમ થાય કે જાણે પ્રકૃતિ ને પોતાના ખુદ ને શ્રૃંગાર કરવાનો સમયગાળો, જેમાં એ સોળે શણગાર સજીને બેઠી હોઈ એમ જણાતું.

"યાર ઈલાયચી વાળી ચા લાવો... કેટલો સુંદર નજારો છે અને કેટલો મસ્ત માહોલ છે." નૂર એ ચારેય તરફ જોતા ખુશ થઈ ને કહ્યું.
" હા ... યાર મસ્ત છે અને માટી ની સુગંધ પણ કેટલી મસ્ત આવે છે." અનેરી એ ઊંડો શ્વાસ લેતા કહ્યું.
" હા હા બધું મસ્ત જ છે પણ ચાલો ક્યાંક બેસી ને આ ગરમ ફ્રેન્કી ખાઈશું તોહ વધારે મજા આવશે." ઝારા એ ભૂખ ની ભાવના વ્યક્ત કરતા કહ્યું.
તેઓ ચાલતા ચાલતા શાસ્ત્રી ના સામે ખૂણા આગળ આવે છે જ્યાં ઝાડ નો ઓટલો થોડો સુકો હતો.પણ સહેજ પવન આવતા ઝાડ માં નીચે બેઠેલ બધા ભીંજાઈ જાઈ એટલી ઓસ પાંદડા ઓ ઉપર હતી.તે ત્રણેવ આવી ને ત્યાં બેસે છે અને ફ્રેન્કી કાઢી ને ઝારા , નૂર અને અનેરી ને આપી દે છે.ત્રણેવ મસ્ત વાતો કરતા કરતા ખાઈ છે.ધીમો ધીમો પવન વહી રહ્યો હતો. એક શાંતિ છવાયેલી હતી.પણ આ ત્રણેવ ની વાતો આ શાંતિ ને વિખંડીત કરતી હતી. સાધારણ અવર જવર માલૂમ પડતી હતી અને કેટલાક છોકરા ઓ ફૂટબોલ ની પ્રેક્ટીસ કરતા હતા .
....થોડી વાર નાસ્તો કર્યા પછી ત્યાં બેઠા તેઓ ગપ્પા મારતા હતા અને ભૂરું આકાશ હવે દક્ષિણ તરફ થી આવતા કાળા વાદળો ઓ થી ઘેરાય ગયું હતું અને એના આગમન નો સંકેત આપતી હવાઓ પુર ઝડપ થી વહેવા માંડી.
" ચાલો વરસાદ પાછો પડે એમ લાગે છે." અનેરી એ કહ્યું.
" હા યાર આકાશ ચઢી ને આવ્યું છે ક્યારે ગરજે ખબર નઈ" નૂર એ ઉપર આકાશ તરફ નજર કરતા કહ્યું.
" ચાલો રૂમ પર જઈ ને બેસીશું ." અનેરી એ કહ્યું.
" પણ આખો આંટો તો ફરી લઈ એ " ઝારા એ કહ્યું.
" ચાલ ને હવે નીકળી એ રૂમે પછી આંટો મારી લેજે." અનેરી એ કહ્યું.
" સારું ચાલો વચ્ચે થી પાર પડી એ વહેલા પેલે પાર પોહચી જઈશું." નૂર એ કહ્યું.
"સારું ચાલો હવે" અનેરી એ કહ્યું.
સાધારણ કરતા સહેજ લંબાઈ માં વધી ગયેલા લીલા લીલા ઘાસ માંથી તેઓ પાર પડ્યા અને હજુ અધવચ્ચે પણ નઈ આવ્યા હોઈ ને વરસાદ એ આગમન કરી દીધું.
" ઓ શીટ .. હવે શું કરીએ ? દોડી ને જતું રેહવું છે?" અનેરી કહ્યું.
" ના યાર ક્યાંક દોડતા દોડતા પડી ગયા તો વાટ લાગશે" ઝારા એ મેદાન ની ભીની માટી તરફ જોતા કહ્યું.
" ચાલો એક કામ કરીએ .. એમ પણ પલળ્યા છે તો પછી નાહી જ લઈ એ અને વરસાદ ની સિઝન માં નાહી એ નઈ તો કેવું ખરાબ લાગે ." નૂર એ કહ્યું.
" હા એવું કરીએ ..પેલા આ બેગ એક સાઈડ મૂકી દઈએ." ઝારા એ કહ્યું.
તેઓ એ ફૂટબોલ ના મેદાન ની ફેન્સિંગ આગળ બેગ મૂકી દીધાં( શાસ્ત્રી ના એક ખૂણા માં ફૂટબોલ નું અલગ થી મેદાન બનાવ્યું હતું જે 1/4 ભાગ માં વિસ્તરેલું હતું અને તેની ચો તરફ લોખંડ ના તાર ની ફેન્સિગ કરી હતી.)
કાળા કાળા વાદળો નીચે લીલા લીલા ઘાસ ઉપર ઓશ્માની વરસાદ વરસતો હતો. હવે વરસાદ ની ગતિ વધી રહી હતી અને ઝરમર થી મુશળધાર બનતા વાર ના લાગી. કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો વરસાદ માં નાહવાનો નો લાહવો લેતા હતા અને ફૂટબોલ ની રમત વરસાદ માં પણ હજી ચાલુજ હતી.
નૂર , અનેરી અને ઝારા ત્રણેવ વરસાદ ની બુંદો માં વિલીન થઈ ગયા હતાં( નાહવા માં ) . થોડીવાર માટે નૂર સહેજ દૂર જાઈ છે અને ઘાસ માં સુઈ જાઈ છે અને એક નજર આકાશ તરફ કરે છે. આકાશ માંથી આવતી બુંદો ના ઉદ્દગમ ને શોધતી આ આંખો શૂન્યતા માં ડૂબી જાય અને અનંત આકાશ માં ગુમ થઈ જવાય તેમ લાગતું પણ વરસાદ ની બુંદો આંખો માં પડતા તે ચેતના પાછી આવી જાઈ કે અનંત આકાશ માં મન રૂપી ઊડતી આ પતંગ ની દોર ને ધરતી એ લપેટેલા શરીર એ એ દોર ની ફીરકી પકડી છે. વરસાદ ની બુંદો નું ધરતી સાથે થતું મિલન નો અવાજ સાંભળી જાણે એમ લાગતું કે કુદરત ને પોતાના સ્વરો ની અલગ દુનિયા છે. ભીની માટી ની સુગંધ આ અનુભવ ને વધુ યાદગાર બનાવી રહી હતી જાણે એમ થતું કે બસ અહીંયા થી ઉઠવું નથી. કુદરત એ આપણ ને એટલી સુંદર ભેટો આપી છે કે આપણે વિચાર પણ ન કરી શકીએ પણ એ કુદરત ને ખોળે થી આવતી ભેટો ને લેવા માટે પોતે કુદરત માટે કુરબાન થવું પડે, જે હાલ ના સમય માં કોઈ નથી કરતું. વરસાદ ની ઋતુ માં રેઇનકોટ કે છત્રી આપી દે પણ કયારેક થોડા સમય માટે આ વરસાદ ને અનુભવો તો ખ્યાલ આવે ઋતુ ની અનુભૂતિ , શિયાળા માં થોડા સમય માટે સ્વેટર ના પહેરો અને ઠંડી હવા ને તમારી રુહ સુધી પોહચવા દો અને આ ગુલાબી ઠંડી નો અનુભવ કરો પણ લોકો એમ વિચારે કે જો આવું ના કરીએ તો બીમાર પડી જવાય પણ જે કુદરત ને નજીક થી જોવાની પલ માં ખુદ ની અનુભૂતિ થઈ જાય કે સાચું જીવન, ખુશી ની પડો અને કુદરત ની અમૂલ્ય ભેટ મળે એ કઈક અલગજ ભાસ હોઈ છે.હાલ ના વ્યસ્ત જિંદગી થી નીકળી ને જોઈ એ તો ખબર પડે કે કુદરત નો ખજાનો ખુલ્લો જ છે.એટલાં માંજ વિચારો નો વરસાદ બંધ થઈ ગયો કારણકે કોર્નર કિક મિસ થતાં ફૂટબોલ નૂર ની બાજુ માં આવી ને પડ્યો હતો અને જાણે કોઈક એને બૂમો મારતુ હોઈ તેમ લાગ્યું.
" હેય....... હેલ્લો..... બૉલ પાસ કરજો ને જરા.." ફેન્સિગ ની અંદર થી એક છોકરો નૂર ને બૂમો પડતો હતો.. પણ એ અવાજ વરસાદ ના અવાજ માં ઓછો સાંભળતો હતો.
નૂર બૉલ લે છે અને પેલા તરફ ફેકવાનો પ્રયત્ન કરે છે પણ ત્યાં સુધી પોચતો નથી તો એ બૉલ લઈ ને પેલા ના હાથ માં આપવા જાઈ છે .
નૂર ની આંખો માં વરસાદી પાણી ને લીધે ઝાંખું દેખાતું હતું.
.... આટલા વરસતા વરસાદ માં પણ નૂર નું સોંદર્ય જાણે સાફ આકાશ જેવું હતું , વરસાદ થી પલળેલી એની ઝુલ્ફો એ સુંદરતા માં ચાર ચાંદ લગાવતી હતી. બદન જાણે એમ લાગતું કે ગુલાબ ની પાંખડી પર રહેલી પાણી ની બુંદો હોઈ તેમ.બાંધણી ની પેટર્ન વાળી ગ્રે રંગ ની કુર્તી નીચે બ્લેક ફીટ જીન્સ નો પેટ પલળી ગયો હતો. કપડાં પલળ્યા હોવા છતાં પણ વધારે આકર્ષક લાગતા હતા..પાણી માં જેમ માછલી તરતી હોઈ તેમ તેની ચાલ હતી અને જોનાર ને તો એની અદા ઓ ના જામરસ માં ડુબાડી દેતી હોઈ તેમ લાગતું હતું અને એનું કોમળ શરીર, ઉછળતા અંગો ઉપંગો જવાની ની ચરમ સીમા વ્યકત કરી રહ્યા હતા અને એની શરીર શીતલતા જોઈ ને એક જ શબ્દ નીકળતો ... અદ્ભુત. ગમે તેટલી ધૂળ માં પણ ફૂલ ની પંખૂડી ઓ કોરી તેમ નૂર અને વરસાદ ની સામ્યતા થતી.
" લીજયે આપકા બૉલ..." ફેન્સિગ થી થોડે દૂર થી નૂર એ બૉલ ફેંકતા કહ્યું.
"ઑ..હ..જી.. શુક્રિયા .." પેલા એ બૉલ કેચ કરતા કહ્યું.
" ઈટસ,, ઓ કે...' નૂર પાછી વળી ને ઝારા તરફ જતા કહ્યું...
થોડીક પલ માટે નૂર એક દમ અવાક્ બની ગઈ .. જાણે હજારો અવાજ માંથી કઈક અલગ પડતો અવાજ કાને ટકરાયો અને અને જે અવાજ ને કાન નઈ પણ આંખો શોધતી એ અવાજ સંભળ્યો .એ તરત જ પાછી ફરી ને જોવે છે પણ તેને વરસાદ ના લીધે બધું ધૂંધળું દેખાતું હતું. એ ફટાફટ આંખો પર થી પાણી હટાવી ને પેલા ને જોવા નજર ફેલાવે છે ત્યાં સુધી તો એ એમના કેમ્પ તરફ જઈ રહ્યો હતો પણ એની ટી શર્ટ પર પાછળ નામ લખ્યું હતું.... આશુતોષ.. 37...
નૂર એને જોવાનો પ્રયત્ન કરે છે પણ દેખાતું નથી અને વરસાદ ના લીધે એનું મોહ સ્પસ્ત જોઈ ના શકી.પણ જાણે નૂર ના અંદર થી કઈક અલગ જ ભાવ પ્રગટ થતો હતો. ગઈ કાલે રાત્રે કાઠિયાવાડી કિંગ આગળ બનેલી નાની ઘટના પણ રહસ્યમયતા નો ભાસ થતો એવી અને એ અવાજ પાછો સાંભળવા મળ્યો જે અવાજ માં રૂહ સુધી પોચી જાઈ તેવો સ્વર, એના અવાજ નું કંપન હ્રદય ને ધ્રૂજવી દે તેવો અવાજ અને એ આંખો જે રહસ્મય થી ભરેલા દરિયા ની અનુભૂતિ કરાવતી હતી પણ આંખો તોહ જોઈ ના શકી વરસાદ ને લીધે અને એ અવાજ નૂર ના કાનો માં અનુનાદ કરી રહ્યો હતો અને નૂર જાણે એ રહસ્યમયી અવાજ અને આંખો ના દરિયા માં ડૂબી ગઈ હોઈ તેમ લાગતું , હજી પણ વરસાદ અટકતો નોહતો... ચારેય તરફ એક નીરવતા લાગતી હતી. પેલા છોકરા ની પાછળ થી દેખાતું આશુતોષ,,37. વરસાદ ને લીધે એ નામ ધૂંધળુ થતું જતું હતું અને ધીમે ધીમે એ નામ વરસાદ ની બુંદો માં ક્યાંય વિલીન થઈ ગયું.......
........... વધુ આગળ ના અંકે....

- જય ભોઈ ( આરઝુ )