premnad - 8 books and stories free download online pdf in Gujarati

પ્રેમનાદ - ૮

...અનેરી આખી ઘટના વિસ્તાર પુર્વક સીમ વાશિયો ને કહે છે.હજુ પણ બધા સીમ વસિયો મા તે રોંદ્ર રૂપધારી માણસ નો ખોફ ફેલાયેલો હતો, આગળ ના ભાગ માં જોયું કે નૂર અને તેના મિત્રો સૌ કોઈ એક બીજા સાથે બોવ સારી રીતે ગુલમીલી ગયા હતા, બધું સરળ રીતે ચાલતું હોય છે એટલા માં નૂર એક એવા માણસ સાથે ભેટો થયો કે જેના દરેક વર્તન માં એક નશો , એક રહસ્યમયતા અને એક છૂપાયેલા દર્દ ની અનુભૂતિ થતી હતી, જે રીતે કુદરત નો નિયમ છે ને કે જેને દર્દ હોઈ એ વ્યક્તિ બીજા નો દર્દ બોવ સરળ રીતે સમજી શકે, અને એ પણ વગર સંવાદે . નૂર જેની શોધ માં હતી તે તેની સામે પ્રતિત તો થયો પણ સમય ના ખૂબ ક્ષણીક પડ માટે અને તે ક્ષણિક પડ નૂર માટે વિચારો ના વરસાદ નું કારણ બની ગઈ હવે આગળ..

..ઘા નું દુઃખ થોડા સમય પૂરતું હોઈ છે, કારણ કે સમય નામ નું મલમ તેના પર લાગી જાય છે, તેજ રીતે આશુતોષ ના ક્ષણીક દર્શન નૂર ને વધુ ઉત્સુક બનાવી દીધી હતી , પણ કૉલેજ ની ઇન્ટરનલ એક્ઝામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માં એ કિસ્સો થોડો ધૂંધળો થઈ જાય છે ,પણ હા નૂર જ્યારે પણ શાસ્ત્રી મેદાન મા જતી ત્યારે તેની આંખો આશુતોષ ને શોધતી.
જે રીતે મનોવિજ્ઞાન કહે છે કે જ્યારે તમે બોવ દિલ થી અને નિસ્વાર્થભાવે કોઈ વસ્તુ ને ચાહો તો સમગ્ર સૃષ્ટી તેને તમને મેળવી આપે તેજ રીતે નૂર ની હવે બીજી વખત મુલાકાત થવાની હોઈ છે. પણ કંઈ રીતે કેમ ની એ બસ સમય જ જાણતો હોઈ છે.

ઇન્ટરનલ એક્ઝામ ના પત્યા પછી ના ૨ દિવસ બાદ...

આ વખતે ઇન્ટરનલ એક્ઝામ બોવ વહેલી લઈ લીધી હતી, પહેલા તો સપ્ટેમ્બર મહિના ના અંત માં પરિક્ષા આવતી પણ આ વખતે સપ્ટેમ્બર ની શરુઆત માં જ પરિક્ષા લઈ લીધી. પરિક્ષા નાં ૨ દિવસ બાદ નૂર અને તેણી નું આખું મિત્ર મંડળ શાસ્ત્રી માં બેઠું હતું. શાસ્ત્રી મેદાન અને ઢડતી સાંજ, આ બન્ને ના મિલન નું દ્રશ્ય ખૂબ જ આહલાદક દ્રશ્ય હોઈ છે. આકાશ માં સમી સાંજ નો ફેલાયેલો સિંદુર રંગ જાણે કે નવી પરિણીત કન્યા નું સૌભાગ્ય હોઈ તેમ લાગતું. જાણે કે આ સાંજ નદી માફક હોઈ અને લહેરો ની જેમ વહેતી હોઈ તેમ ભાસ થતું.જાણે કે એમ પ્રતીત થતું કે એ અણસાંભળેલી અને અણકહેલી વાતો કહેતી હોઈ. તેની ખામોશી એવી લાગતી હતી કે જાણે એ કોઈ સુહાની કહાની કહેતી હોઈ તેમ. હવા ઓ પણ જાણે સંઘ્યા ટાણે પોતાનુ સંગીત ગાતા હોઈ તેમ લાગતું. દરેક આશિકો માટે પિગડતી આ સાંજ જાણે કુદરત ની અપ્સરા હોઈ તેમ લાગતું હતું. માળા તરફ વળતા પક્ષી ઓનો કોલાહલ આ સાંજ ને બેકગ્રાઉન્ડ સંગીત પ્રદાન કરતો હોય એમ જણાતું. આવી મન મોહક સિંદુરમય રંગધારી સંઘ્યા ના સાક્ષી થવા ઘણા બધા લોકો શાસ્ત્રી મેદાન માં આવતા. ઘરડા લોકો , ચલાય નહિ તોપણ ચાલવા માટે આવતા, યુવા વર્ગ તેમની જાત જાત ની રમતો રમવા આવતા, તો કેટલાક નાના ટાબરિયા છૂટી સાંકળ રમવા આવતા, તો પછી કેટલાક ઈવનીંગ મેડિટેશન માટે મેદાન વચ્ચે ના ઘાસ માં આંખો બંધ કરી ને ધ્યાન માં બેઠા હોઈ ,તો કેટલાક પ્રેમ માં પાગલ કપલ મેદાન ની વચ્ચો વચ્ચ બેસી ને પોતાના સૂવર્ણ દિવસો માણતા હોઇ છે ( વચ્ચે એટલા માટે કે વધારે પ્રેમ ઉંભરી આવે તો કોઈ ને દુર થી દેખાય નઈ ).આવા માહોલ વચ્ચે નૂર અને તેણી નું આખું મિત્ર મંડળ શાસ્ત્રી મેદાન ના એક ખૂણા માં બેઠું હતું. તે બધા મોટે મોટે થી હસતા વાતો કરતા હતા.એક્ઝામ પછી ભેગા થાય એટલે વાતો નો કોઈ પાર જ ના રે. પરીક્ષા ના ક્લાસ માં પગ ના નીચે લખી ને લઇ ગયેલ લખાણ થી માંડી ને બાથરૂમ માં લખેલા MCQ ના જવાબ સુધી ની વાતો નીકળી જાઈ. નૂર , ઝારા અનેરી તે કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ માંથી , જય , ધવલ અને પંચાલ મેથેમેટિકસ ડીપાર્ટમેન્ટ માંથી અને ભૂમિ, તનુ અને પ્રિયા માઇક્રો બાયોલોજી ડીપાર્ટમેન્ટ માંથી હતા. વાતો વાતો મા એક મુદ્દા ઉભરી આવ્યો , ક્યાંક ફરવા જવાનો.

' આમય એક્ઝામ થી થાક્યા છે, થોડુક ચિલ કરવા ક્યાંક ફરવા જઈએ! " ઝારા એ કહ્યું.
ઝારા ની આ વાત દરેક ને ગમી અને સહમત પણ થયા કે ક્યાંક જઈએ.
' પણ જઈશું કયા? ' તનુ એ પૂછ્યું
' જો આજુ બાજુ ના વિસ્તાર ની વાત કરીએ તો મંદિરો સિવાય બીજું કંઈ નથી ' જય એ કહ્યું.
' તો આપણે એક કામ કરીએ એ ઘરે જતા પહેલા આપણે પાવાગઢ હિલ સ્ટેશન જાઈએ.' પંચાલ એ પોતાનુ મંતવ્ય કહ્યું.
' હા પાવાગઢ સરસ જગ્યા છે ' અનેરી બોલી.
એટલા માં પંચાલ એ ઉત્સુકતા બતાવતાં કહ્યું કે ' આપણે ત્યાં મંદિર જાઈએ ત્યારે જંગલ માંથી જે રસ્તો નીકળે છે એ રસ્તે જઈશું તો એડવેન્ચર જેવું થઇ જશે અને વહેલા વહેલા મંદિર ના દર્શન કરી આપણે ભદ્રકાલી મંદિર અને સ્યુસાઈડ પોઇન્ટ આગળ જઈશું.( પાવાગઢ પર્વત નો ઉપર નો જે બેઝ છે ત્યાં થી એટલે કે જ્યાંથી પગથિયાં શરૂ થાય એ વિસ્તાર થી પર્વત આગળ થી બે ભાગ માં વહેચાય એક મહાકાળી મંદિર તરફ અને બીજો ભદ્રકાલી મંદિર. ભદ્રકાલી નો રસ્તો સીધો જ હતો જયારે મહાકાળી મંદિર જવા ઘણા બધા પગથિયાં ચડવા પડે. ભદ્રકાલી મંદિર થી જોઈએ તો સામે પાવાગઢ પર્વત દેખાય અને આ બંને મંદિર વચ્ચે ખૂબ ઊંડી ખાઈ હતી. ) , વરસાદ ની સીઝન છે તો આપણ ને ઝરણાં પણ જોવા મળશે.'
' હા હા આ તો વધારે મજા આવશે ' ઝારા એ કહ્યું.
' તો બોલો બધા રેડી પાવાગઢ માટે?? ' પંચાલ એ બધા ની સંમતિ લેતા કહ્યું.
બધા આ બાબતે મંજૂર થઈ ગયા.
' પણ જવાનું ક્યારે છે?? ' નૂર એ પુછ્યું.
' જો આજે ૯ તારીખ થઇ છે , બને તો ૧૫ એ જાઈએ.' પંચાલ એ ગણતરી કરતા કહ્યું.
' ના ના ના મારે એક સેમીનાર છે એમાં જવાનું છે ' અનેરી એ એક શ્વાસે અને જરા મોટા અવાજે કહ્યું.
' અરે તારે શેનો સેમિનાર છે ? ' ઝારા એ મોહ બગડતા કહ્યું.
' સૂર્યગ્રહણ થવાનું છે ને તો એનો એક ઈન્ટ્રોડક્શન સેમિનાર થવાનો છે ફિઝિક્સ ડીપાર્ટમેન્ટ માં, તો ત્યાં જવાનું છે.' અનેરી એ કહ્યું.
' અબે તું ક્યારથી આ ફિઝિક્સ ભણવા લાગી? ' ઝારા એ હસતાં હસતા કહ્યું.
' સારું આપણે એક કામ કરીએ ૧૮ તારીખે રવિવાર છે ત્યારે જાઈએ.' પંચાલ એ કહ્યું.
' અન્નુ મેડમ ,૧૮ એ તો કોઈ સેમિનાર નથી ને?' ઝારા એ રમૂજ માં અનેરી ને કહ્યું.
' ના હો...' અનેરી એ હસતા હસતાં કહ્યું.
' તો બરાબર ગાઇસ , ઘરે એક વાર વાત કરી ને કહી દેજો કે પાવાગઢ જવાના છે.' પંચાલ એ કહ્યું.
..બસ આમ ને આમ અન્ય બાબતો ની ચર્ચા ચાલતી રહી.સાંજ ધીમે ધીમે રાત ની બાહો સમાઇ રહી હતી. શાસ્ત્રી મેદાન માં માણસો ની ચહલપહલ થોડી ઓછી દેખાતી હતી..
' એક કામ કરીએ !' ઝારા એ જરા મોટી આંખો અને મોઢા પર એક મોટી સ્માઈલ લાવી ને કહ્યું કે ' કાઠિયાવાડી કિંગ માં જમવા જઈએ??, આમ પણ રાત થવા જ આવી છે તો ચાલો ને જઈએ.'
કાઠિયાવાડી કિંગ નામ સાંભળતા નૂર ના મન સરોવર માં જાણે કોઈએ પથ્થર ફેક્યો હોઈ તેમ લાગ્યું. એકદમ જ તેને આશુતોષ ની યાદ આવી ગઈ. ત્યાં પહેલી વખત તેણી એ તેની ઝલક જોઈ હતી. શાયદ આ વખત પણ દેખવા મળી જાઈ, એ આશા એ તેણી એ ઝારા ની વાત માં સંમતિ દર્શાવી.
' સારું બધા કહેતા હોઈ તો આજે હોસ્ટેલ ના ડિનર નો આજ પૂરતો ત્યાગ કરીએ ' પંચાલ એ હસતા હસતાં કહ્યું.
' સારું ચાલો થોડી ઉતાવળ કરી એ નહિતર અમારી વોર્ડન અમારી ઉપર લાલ થશે.' ઝારા એ ઊભા થઈ ને પેન્ટ સાફ કરતા કહ્યું.
' હા ચાલો ભાઈઓ અને એમની બહેનો , આના પેટ ના ઉંદરડા ઓ ને તો શાંત કરીએ ' અનેરી એ લહેકા સાથે કહ્યું.
સાંજ ક્યારે રાત માં પીગળી ગઈ ખબર પણ ના પડી. થોડી વાર માં બધા કાઠિયાવાડી કિંગ પોહચી ગયા અને જમવાનો ઓર્ડર પણ આપી દીધો.
નૂર ની આંખો ખાવા તરફ કમ, આજુ બાજુ વધારે ફરતી હતી. ગઈ વખત ની જેમ આ વખત કદાચ આશુતોષ મળે તેવી નૂર ને આશા હતી. બધા જમી ને ઊભા પણ થઈ ગયા નૂર એ પણ જમી લીધું. પેટ તો ભરાઈ ગયું પણ દિલ ની ઉત્સુકતા ના ભરાઈ, આશુતોષ ન દેખાયો અને છેવટે નૂર અને બધા થોડી વાતચીત કર્યા પછી તેમના રૂમ તરફ ચાલ્યા ગયા.
આ ઉત્સુકતા, એ ન તો પ્રેમ ની હતી કે ન તો મિત્રતાની.બસ એક અલગ જ આકર્ષણ તેણી ને તેની તરફ ખેચી રહ્યું હતું. આમ નૂર જયારે પણ શાંતિ થી બેસે ત્યારે તેને આશુતોષ ની વાતો ઘેરી વળતી,ઘણા સવાલો ઉત્પન્ન થતાં બસ એક ઝંખના હતી કે આશુતોષ ને મળવું.આમ તો નૂર ઝારા સાથે બધી અંગત થી અંગત વાત તેને કહેતી પણ આ વખત આ કિસ્સો તેણે કોઈ ને કહયો નહિ. બસ આમ ને આમ દિવસો વીતતા રહ્યા.
........તારીખ ૧૫ સપ્ટેમ્બર ,સવાર ના ૯: ૩૦ .........
' તમારા માંથી કોઈ ને આવું છે , ખૂબ સરસ સેમિનાર છે.' અનેરી સેમિનાર માં જતા પહેલા એ નૂર અને ઝારા ને કહ્યું.
' ના ના બેન તું જ જા ' ઝારા એ કહ્યું.
' બાય ધ વે શેનો સેમિનાર છે અને કોણ આપવાનું છે? ' નૂર એ ઉત્સુકતા બતાવતાં કહ્યું.
' અરે તું જવાદે ને એને, એને મોડું થાય છે અને પાછું એને ફિઝિક્સ શીખવાનું છે નૂર ,જરા સમજ ' ઝારા એ કટાક્ષ માં કહ્યું.
' મારા ડ્રોવર માં પોસ્ટર છે જોઈ લેવા વિનંતી ' અનેરી એ ઝારા તરફ ગુસ્સે થી બંને હાથ જોર થી પછાડતા કહ્યું.
આ જોઈ ને નૂર એ ઝારા ને સમજાવતા કહ્યું કે ' શું તું પણ ઝારા, એ ગુસ્સે થઈ ને ગઈ '
' અરે હું તો મજાક કરતી હતી.' ઝારા એ હસતા હસતાં નૂર ને કહ્યું.
આમ તેમ આમ તેમ કરતા કરતા બપોર નાં ૨: ૩૦ વાગવા આવ્યા અને અનેરી હજુ પણ આવી ન હતી.બસ હજુ એની વાત જ ચાલતી હતી ને અનેરી એ દરવાજો ખોલ્યો.
' ઑહ આવો મોહતરમાં, ભર્યાવ્યા સેમિનાર?' ઝારા એ ટોણો મારતા કહ્યું.
' અરે તું આવી હોત ને તો તને ફિઝિક્સ સાથે પ્રેમ થઇ જાત ' અનેરી એ બુટ કાઢતાં કાઢતા કહ્યું.
' ઑહ એવું તો શું હતું વળી? ' નૂર એ પૂછતા કહ્યું.
' તું નઈ માને જે રીતે એ આશુતોષ એ ભણાવ્યું ને બાકી જબ્બરજસ્ત, હું તો કહું છું કે એના જેવા પ્રોફેસર હોવા જોઈએ ' અનેરી એ બેગ બાજુ માં મૂકતા કહ્યું.
આશુતોષ નામ સાંભળતા જ નૂર ના મોહ માંથી શબ્દો લપસી પડ્યા ' આશુતોષ???' કોણ?
' અરે ફિઝિક્સ ડીપાર્ટમેન્ટ નો એક સ્ટુડન્ટ છે , એનો તો આજે સેમિનાર હતો, તે પેલું પોસ્ટર નોહતું જોયું? ડ્રોવર માં તો મૂક્યું હતું.' અનેરી એ મો પર એક આછા હાસ્ય સાથે કહ્યું.
નૂર સાંભળતા ની સાથે એ બેડ માંથી કૂદકો મારી ને ઝડપ થી ડ્રોવર તરફ ગઈ.
' અરે નૂર શું કરે છે પડી જઈશ' ઝારા એ નૂર ના આ એકદમ આવેલ બદલાવ ને જોઈ ને કહ્યું.
નૂર ઉતાવળ મા ડ્રોવર ખોલી ને બધા કાગળો ને આમ તેમ કરી તે પોસ્ટર શોધવા લાગી.
' અરે આને શું થઈ ગયું એકદમ?' અનેરી એ ઝારા ને પૂછ્યું.
' પૈસા તો નોહતા મૂક્યા ને તે ' ઝારા મજાક માં બોલી.
કાગળો આમતેમ આમતેમ કરવા છતાં પણ નૂર ને પોસ્ટર ના મળ્યું .
' અરે અન્નુ, કયા છે પેલું પોસ્ટર?? ' અધીરા ભાવે નૂર એ અનેરી ને કાગળો હટાવતા કહ્યું.
' સેમિનાર પૂરો થઈ ગયો નૂર , હવે શું કામ છે એ પોસ્ટર નું?' અનેરી એ નૂર તરફ આવતા કહ્યું.
' તું મને જલ્દી શોધી આપ ને '
' હા હા બેન શોધી આપુ '
અનેરી થોડા કાગળો આમતેમ કર્યા , અને ડ્રોવર માં ના એક ચોપડા માં મુકેલ પોસ્ટર નીચે લપસી પડે છે.
' લે મડી ગયું ' અનેરી એ નૂર ને કહ્યું
નૂર તૈયારી માં એ પોસ્ટર ઉઠાવે છે અને મોટી મોટી આંખો થી તેને જોવે છે.
તેમાં લખ્યું હતું,,,
..........................................................................................
ANNULAR SOLAR ECLIPSE
(21st SEPTEMBER, 10:42AM )

Seminar on

" METHODOLOGY TO WITNESS SOLAR ECLIPSE "

Join Our Introductory session , Saturday 15 Sep With Mr Aashutosh Mahera ( Founder Of "AVAKASH ASTRONOMY CLUB " )

Let's know about the unique astronomical phenomenon of eclipse and truths and myths behind the solar eclipse...

Date: 15 September, Saturday
Time : 11 : 30 Am to 2:00 Pm
Place: Physics Department Auditorium

........................................................................................

આ રીત ની માહિતી લખેલ હતી અને આ શબ્દો ના પાછળ એક સરસ સૂર્યગ્રહણ નો ફોટો બેકગ્રાઉન્ડ માં હતો અને ખૂબ મસ્ત રીતે પોસ્ટર બનાવેલું હતું , જોનાર ને એક પળ માટે સેમીનાર ભરવા આકર્ષીત કરીલે તેવું.
' હવે શું વાંચે છે ?' અનેરી એ નૂર ની ધ્યાનમગ્ન અવસ્થા તોડતા કહ્યું.
' આ આશુતોષ કોણ છે ? એનો ફોટો એવું કઈ છે? ' નૂર ના અવાજ માં થોડીક ખચકાટ હતી .
' ફર્સ્ટ યર નો સ્ટુડન્ટ છે , ફિઝિક્સ ડીપાર્ટમેન્ટ માં અને ફિઝિક્સ ખૂબ જ મસ્ત રીતે ભણાવે છે જાણે કે એમાં મહાનતા હાસિલ કરી હોઈ એમ , હું તો કહું છું કે આવા પ્રોફેસર હોઈ તો આપણે ક્યાંય આગળ નીકળી જાત.' અનેરી એ આશુતોષ ની તારીફ કરતા કહ્યું
' અને સાંભળ , એનો ફોટો એવું કઈ છે તારી પાસે? ' નૂર એ પછી થી સવાલ કર્યો
' ના ત્યાં ફોટા પાડવાની મનાઈ હતી ' અનેરી એ કીધું
' સેમિનાર માં ફોટા પાડવાની મનાઈ?, ભલું આવું કોણ રાખે ?' ઝારા એ વચ્ચે ટાપસી પૂરતા કહ્યું.
' ખબર નઈ, પણ બાકી બોવજ મજા આવી ગઈ . ' અનેરી એ એક સ્માઈલ સાથે કીધું.
' એ કંઈ ત્યાં સ્ટેન્ડ અપ કોમેડી કરતો હતો? ' નૂર એ પૂછ્યું
' સ્ટેન્ડ અપ કોમેડી તો નહિ , પણ એક રીતે કહું તો એ બોવ ઓછું હાસ્તો પણ જે રીત ફિઝિક્સ ના કોન્સેપ્ટ સમજાવતો, સીધે સીધું દિમાગ માં ઉતરી જતું ' આં કહેતા કહેતા અનેરી ના ચહેરા પરથી સ્મિત ઓછું નોહતું થતું.
'અને હા ' વાત મા વધારો કરતા કહ્યું ' તેણે પોતાનું એક એસ્ટ્રોનોમી ક્લબ ખોલ્યું છે એમાં એ આકાશ દર્શન કરાવે છે અને તેનો પોતાનો એક ટેલિસ્કોપ પણ છે '
નૂર ને શક હતો કે આ પેલો આશુતોષ તો નોહતો ને જેને એ શોધતી હતી, અનેરી ની અમુક વાતો એ સીધી આશુતોષ તરફ ઈશારો કરતી હતી જેને નૂર શોધી રહી હતી.
નૂર ના મન માં જાણે એક અલગ માહોલ સર્જાયો હતો , તેના મન માં સવાલો થતાં કે કેમ મને એવું ભાસ થાય છે કે જાણે હું ખેંચાઈ રહી છું એના તરફ , કેમ ?? આ શું થાય છે નૂર તને? યાદ છે ને તારો ભૂતકાળ ? કેમ નૂર ? નૂર ના મન માં વિચારો નો તોફાન આવી ગયું હોઈ તેમ લાગતું.
' ઓ હેલ્લો, ક્યાં ખોવાઈ ગઈ? ' અનેરી એ નૂર નો હાથ હલાવતા કયું.
નૂર એક દમ આમ તેમ જોતા, અવચેતન અવસ્થા માંથી ચેતન અવસ્થા માં આવે છે.
' અરે કંઈ નઈ બસ એ તો આમજ ' નૂર એ વાત ટાળી દેતા કહ્યું.
' તબીયત તો ઠીક છે ને? અનેરી એ પૂછ્યું.
' અરે હા હા. બધું ઠીક જ છે, ચિંતા ના કર.' નૂર એક નાના હાસ્ય સાથે કહ્યું.
' ચાલો હવે ભૂખ લાગી છે , મેશ નું ખાવા ખતમ થાય એની પહેલા કંઇક ખાઈ લઈ એ, ચાલો હવે બેસી ના રહો,' ઝારા એ કહ્યું.
' હા ચાલો ચાલો ખાઈ લઈએ ' અનેરી એ કહ્યું.
ત્યાર બાદ તે ત્રણેવ મેશ તરફ જાય છે.
' અન્નુ આ આશુતોષ વિશે બીજું કઈ જાણે છે? ' નૂર એ ધીમા અવાજે અનેરી ને દાદર ઉતરતા કહ્યું.
' એટલે? ' અનેરી એ પૂછ્યું.
નૂર ને ભાસ થયો કે આ રીત નો સીધો સવાલ નોહતો પૂછવાનો હતો, તેને વાત નો તર્ક બદલતા કહ્યું કે ,
' એટલે કે એ જે આ એસ્ટ્રોનોમી નું કરે છે એમાં બીજું કઈ?'
' અચ્છા, વધારે તો ખ્યાલ નથી પણ હા, એ રાત્રે આકાશદર્શન નો પ્રોગ્રામ કરાવે છે.'
' આકાશ દર્શન?'
' હા આકાશદર્શન , એની પાસે એક પોતાનો ટેલિસ્કોપ છે અને એમાંથી એ ચાંદ ની ધરતી પર ના ખાડા ( ક્રેટ્રસ) , ગ્રહો, નક્ષત્રો બતાવે છે.' અનેરી એ કહ્યું
' અને આપણે જવું હોઈ તો? ' નૂર એ પૂછ્યું.
' કદાચ એ શનિવારે રાત્રે ૧૧ વાગે એનો આં પ્રોગ્રામ રાખતો હોય છે અને એણે પોતાની હોસ્ટેલ મા એક અલગ જ રૂમ રાખી છે અને બસ એ ત્યાંની બાલ્કની માંથી બધા ને અવકાશ નું જ્ઞાન આપે છે .' અનેરી એ કહ્યું.
' મારે પણ જવું છે મને ત્યાંનું એડ્રેસ એવું માહિતી કહેજે ને ' નૂર એ અનેરી ને કહ્યું.
' અરે તમારે આખા ગામ ની વાતો હોઈ છે , ઝડપ કરો ને થોડી.' ઝારા એ દાદર માંથી ઉપર જોતા કહ્યું.
' અરે હા બાબા હા , આવીએ જ છીએ ' અનેરી એ કહ્યું
' ચાલ ને હું કોઈ ને પૂછી ને તને પ્રોગ્રામ ની માહિતી આપુ ' અનેરી એ નૂર તરફ જોતા કહ્યું.
પછી બંને આમ ૨ -૨ પગથિયાં કુદતા કુદતા ઝડપથી નીચે ઉતરી ગયા , અને મેશ માં જાઈ છે.
હજુ નૂર ને ખબર નોહતી કે આ અનેરી જેની વાત કરે છે એ એજ આશુતોષ છે જેને તે શોધે છે કે પછી બીજો કોઈ આશુતોષ છે. ઘણું બધું નૂર ના મગજ માં ચાલતું હતું. પણ એક પણ સવાલ નો જવાબ તેની પાસે નોહતો.
રાત્રે જયારે એ ઊંઘવાની તૈયારી કરતા હતા ત્યારે અનેરી એ એકદમ નૂર ને કહ્યું, અરે નૂર તું પેલું પૂછતી હતી ને આકાશ દર્શન નું ,
' હા , શું ખબર પડી કઈ? ' નૂર એ ફોન માંથી ધ્યાન હટાવી અનેરી તરફ જોઈ ને પૂછ્યું.
' જો મારા દોસ્ત એ મને કીધું , કે અહીંયા મોટા બજાર થી થોડેક આગળ વ્હાઈટ હાઉસ હોસ્ટેલ છે ને , એ ત્યાં રહે છે, અને હા એ હોસ્ટેલ ની અંદર નઈ પણ હોસ્ટેલ ની ઉપર એક રૂમ છે ત્યાં રહે છે, અને એ રૂમ ની બાલ્કની થોડી મોટી છે અને ત્યાંથી સારું એવું આકાશદર્શન થાય અને એની પાછળ ની બારી એ થી આખું વિદ્યાનગર દેખાય. અને તારે જો જવું હોઈ તો હોસ્ટેલ પાછળ એક દાદર છે બસ ત્યાંથી સીધુ ઉપર તરફ જવાય અને ત્યાં કોઈ વોચમેન નઈ હોઈ એટલે કે પાછળ દાદર તરફ અને આ શનિવારે એ અવકાશ દર્શન નો પ્રોગ્રામ ગોઠવ્યો છે અને હા દાદર ના ચઢવી હોઈ તો ત્યાં લિફ્ટ પણ છે પણ તારે હોસ્ટેલ ની અંદર જવું પડશે.'અનેરી એ તેના દોસ્ત નો મેસેજ વાચતા વાચતા કહ્યું.
' અચ્છા આ શનિવારે છે.' નૂર એ અનેરી ને એમ લાગે ને કે વાત માં વધારે રસ નથી એ રીતે જવાબ આપતા કહ્યું. પણ સાચી વાસ્તવિકતા તો એ હતી દરેક એ દરેક શબ્દ જે અનેરી એ સંભડાવ્યો એ નૂર એ એના દિમાગ મા બેસાડી દીધો.
'સારું ચાલ ગૂડ નાઈટ ' કહી ને અનેરી એ હેડફોન કાન માં નાખી ને બેડ માં આડી પડી ગઈ.
ઝારા આજે વહેલી ઊંઘી ગઈ હતી.
' નૂર એ પણ ગુડ નાઈટ કહી ને લાઈટ બંધ કરી દીધી અને નાઈટ લેમ્પ ચાલુ કર્યો.તે પોતાના બેડ મા જઈ ને આડી પડે છે, મોં પંખા તરફ કરી ને , બંને હાથ માથા નીચે મૂકી, એક પગ ના ટેકે બીજો પગ મૂકી ( જે રીતે ખુરશી માં બેસીએ તે રીતે સૂતા સૂતા )સુવાનો પ્રયત્ન કરે છે. નાઇટ લેમ્પ ના લીધે રૂમ માં એક આછું અજવાળું હતું , બારી ની બહાર દુર ક્યાંક વરસાદ પડતો હોઈ તો ત્યાં ની વીજળી ઓ દેખાતી હતી. ધીરે ધીરે ખામોશી રૂમ માં વળગી ગઇ. આ શાંતિ વચ્ચે એક તુફાન ચાલતું હતું અને એ તુફાન માં સળગતા એક દિવા માફક નૂર ની આંખો એકીટશે સિલીંગ તરફ જોઈ રહી હતી. આ તુફાન બીજુ કંઈ નઈ પણ નૂર નું મન યુદ્ધ હતું.
નૂર ના મન માં ઘણા સવાલો હતા કે રાત્રે ૧૧ વાગે કેમ નું ત્યાં જવું? વોર્ડન ને શું કેવું? ઝારા અનેરી ને કહું કે નઈ? કેમ નું કરું?
ઘણું વિચાર્યા પછી નૂર એ જવાબ શોધી કાઢ્યો , તેણી એ નક્કી કર્યું કે હું અનેરી અને ઝારા ને કહીશ કે મારી સાથે આવે અને એ બહાને ત્યાં જવાનું પણ થઈ જાઈ અને વોર્ડન ને કહીશું કે એજ્યુકેશનલ પ્રોજેકટ પર કામ કરવાનું છે તો આ જગ્યા એ જવાનું છે અને ૧૨ વાગ્યે પાછા આવી જઈશું. આ રીતે વિચારો મા ને વિચારો મા નૂર ની આંખો કયારે ઢળી ગઈ એનો એને પણ ખ્યાલ ના રહ્યો.
..... તારીખ ૧૬/૯ , સવાર ના ૯ : ૪૫ ....
ત્રણેવ ને ડિપાર્ટમેન્ટ માં જનરલ સબમિટ કરવાની હોઈ છે તો આજે ડીપાર્ટમેન્ટ માં જવાનું હતું તો તે ચા નાસ્તો કરવા ચૂચા ને ત્યાં આવી ને બેઠા છે. થોડોક ઝરમર વરસાદ હતો, વાદળછાયા વાતારણ માં સૂર્ય અને વાદળ સવાર થી જ સંતાકુકડી રમતા હતા. રેડિયો માં ધીમા અવાજે મહોમ્મદ રફી નું જૂનું ગીત ચાલુ હતું...
यह चांद सो रोशन चहेरा, बालो का रंग सुनहरा ,
यह ज़ील सी नीली आंखे, कोई राज हैं इन में गहरा
तारीफ करूं क्या उसकी जिसने तुम्हे बनाया ,,,,,,,

ઝારા અને અનેરી નું ધ્યાન તેમના ફોન મા હતું, નૂર રેડિયો માં વાગતું ગીત સાંભળ્યા કરે અને આજુબાજુ બસ કારણ વગર જોયા કરે.
' હું શું કહું છું કે કાલે રાતે તમારા માંથી કોણ આવશે? આકાશ દર્શન માં? નૂર એ પરોઠું તોડતા કહ્યું.
' આકાશદર્શન ??' ઝારા એ પૂછ્યું
' હા કાલે રાતે ૧૧ વાગ્યે , અહીંયા વ્હાઈટ હાઉસ માં પ્રોગ્રામ છે'
' અચ્છા એટલે તું કાલે પૂછતી હતી ' અનેરી એ પૂછ્યું.
' બોલો આવશો તમે? નૂર એ પૂછ્યું
' હું તો આવીશ, અમાય મને હોસ્ટેલ ની બહાર નીકળવું જ હોઈ છે.' ઝારા એ કહ્યું
' હું પણ આવીસ પણ હા વોર્ડન જોડે તું વાત કરજે ' અનેરી એ કીધું.
' હા બધું હું સંભાળી લઈશ ' નૂર એ કહ્યું.
' પણ હા આપણે તો સવારે પાવાગઢ જવાનું છે ને? ' ઝારા એ પૂછ્યું
' હા તો આપણે કઈ આખી રાત આકાશદર્શન કરવાનું છે?, ૧૨ વાગ્યે તો પાછા જ આવાનું છે ને' નૂર એ કહ્યું.
આમ ને આમ વાતો કર્યા પછી તે ડીપાર્ટમેન્ટ માં જાઈ છે. બધું કામકાજ પતાવી ને તે રૂમ પર જતા રહે છે. સાધારણ દિવસ ની દિનચર્યા મુજબ દિવસ ખતમ કર્યો.
તારીખ ૧૭/૯..
આખો દિવસ આમ તેમ બજાર ફરવા માં કાઢી નાખ્યો અને આવતી કાલ ના એડવેન્ચર માટે નો જરૂરી સામાન ખરીદી લીધો અને સાંજે ખરીદી બાદ બધા એ શાસ્ત્રી માં વાતોચિતો કર્યા પછી બધા તેમની પોતપોતાની રૂમ એ જતા રહ્યા.
જ્યારે કોઈ પડ નો ઇન્તેઝાર કરતા હોઈ તો ,ન તો ખાવામાં મન લાગે ન તો કોઈ પણ જગ્યાએ બસ એક બેચેની રહે. નૂર બસ આ જ અનુભવ કરી રહી હતી. ન તો જમવાનું સરખું ખાધું , ન તો કોઈ વાતચીત માં ધ્યાન આપ્યું. વોર્ડન સાથે નૂર એ વાત કરી લીધી અને વોર્ડન એ ૧૨ વાગ્યા ની લિમિટ આપી છે. સમય ધીમે ધીમે વહી રહ્યો હતો, ઘડિયાળ માં કાંટો હવે ૯ :૩૦ એ આવી ને અટક્યો .
' તમે તૈયાર થઈ જાવ ' એમ કહી ને નૂર કપડાં બદલવા બાથરૂમ તરફ ગઈ.
ઝારા એ અનેરી ને કીધું 'અન્નુ ,ઉઠ ચાલ હવે જવું નથી? '
અનેરી પેટ નીચે તકિયું મૂકી ને ઉધી સૂતી હતી પણ આંખો ખુલી હતી.
' સોરી યાર તમે જતા આવો મારી તબીયત થોડીક ઠીક નથી ' અનેરી એ મોહ નીચું રાખી ને કહ્યું.
' અચ્છા અચ્છા તું સુઈ જા ' ઝારા એ અલ્મારી માંથી કપડાં કાઢતા કહ્યું.
થોડીવાર માં નૂર બાથરૂમ માંથી બહાર આવે છે.
અનેરી ને સૂતી જોઈ એને ઝારા ને કહ્યું કે ' અરે ૧૦ વાગ્યા હજુ પણ તે ઉઠાડી નથી આને? ' થોડું ચીડાતા કહ્યું.
' અરે પાગલ એને પીરીયડ પેઇન છે, નથી અવાય એમ ' ઝારા એ બાથરૂમ તરફ જતા કહ્યું.
' સારું વાંધો નઈ , તું જલ્દી કર આપણે નીકળીએ ' એના બેગ મા છત્રી અને અગત્ય માહિતી લખવા માટે ડાયરી મૂકી ને પાણી ની બોટલ ભરે છે.
ઘડીયાળ હવે ૧૦ : ૨૦ નો સમય બતાવતું હતું. ઝારા કપડાં બદલી ને આવી અને થોડીક જ ક્ષણો મા રેડી થઈ ગઈ. નૂર અનેરી ના બેડ પર જાઈ છે અને ધીમે થી કહે છે
' અમેય થોડીક જ વાર માં આવીએ છીએ ,જો વધારે પેટ મા દુખે તો ડ્રોવર માં ગોળી મુકેલી છે.
' હા તમે જતા આવો, જો કઈ ના મળે તો કોલ કર દેજે ' અનેરી એ કહ્યું.
નૂર એ' સારું અમેય જઈએ ' એમ કહી ને દરવાજા ખોલી ને રૂમ ની બહાર નીકળે છે.
ઝારા છેલ્લા ૧ કલાક થી કોલ પર વાત કરતી હતી, એના કોઈ દોસ્ત નો કંઇક પ્રોબ્લેમ થયો હતો એની ગર્લ ફ્રેન્ડ સાથે તો એ એને સમજાવતી હતી. વોર્ડન એ વોચમેન ને ઈશારો કરી ને આ બંને ને બહાર જવા દેવાનો સંકેત કર્યો.
વિદ્યાનગર ના રસ્તા ઓ ઉપર ૧૦ વાગ્યા પછી બોવ ચહલ પહલ ના હોઈ.ભાગ્યે કોઈ સાધન જતું હતું.નૂર એ ઘાટ્ટા લાલ રંગ ની ટી શર્ટ અને બ્લેક ફીટ જીન્સ પહેર્યું હતું.હાથ માં કાંડા ઘડિયાળ અને પગે બ્લેક સેન્ડલ, સિમ્પલ માથું ઓડેલું હતું.ઝારા એ પણ એક નોર્મલ બ્લ્યુ કુર્તો અને બ્લ્યુ લેંગીસ પેહરી હતી. રસ્તા માં તેમના ચાલવાના અવાજ સિવાય કઈ અવાજ આવતો નોહતો.ઝારા એ ફોન મૂકી દીધો હતો. થોડોક થોડોક પવન વહી રહ્યો હતો.એકાદ બે માણસ જતા દેખાય , અથવા તો શાસ્ત્રી માંથી નીકળેલા કપલ દેખાય.
ઝારા અને અનેરી નોર્મલ વાત કરતા કરતા મોટા બજાર સુધી પોહચ્યા.
એટલા માં ઝારા ના ફોન મા રીંગ વાગી ,એના પેલા દોસ્ત એ પાછો એને ફોન કર્યો હતો.
' બાપરે આનો પાછો કોલ આવ્યો, એક કામ કરજે તું તારું આકાશ દર્શન પતાવ હું આની જોડે વાત કરી લવ ,અને આમય મને આ ખગોળશાસ્ત્ર માં જરાય રસ નથી.' આ કહી ને ઝારા એ ફોન રિસિવ કર્યો.
' અરે , હું કેમ ની એકલી જાવ? સારું તારી ઈચ્છા ' નૂર થોડીક નારાજ થઈ ને મોહ નકાર માં ધુણવતા કહ્યું.
બસ વાત માને વાત મા તે વાઇટ હાઉસ હોસ્ટેલ પોહચે છે. મસ્ત રીતે હાર્ડ લેટર માં વાઇટ હાઉસ બોયસ હોસ્ટેલ લખ્યું હોઈ છે અને દરેક લેટર ની અંદર લેમ્પ મૂક્યો હોઈ છે એટલે વધારે દેખાવદાર લાગતું. તે હોસ્ટેલ ના ગેટ પાસે પોહચ્યાં, વોચમેન ની ખુરશી પર કોઈ બેઠેલું નોહતુ.નૂર એ આમ તેમ જોયું પણ કોઈ દેખાયું નઈ, ઝારા તેના ફોન મા વ્યસ્ત હતી. પછી જે રીતે અનેરી એ કહ્યું હતું એમ તે હોસ્ટેલ પાછળ ના દાદર શોધવા સહેજ પાછળ બાજુ જાઈ છે ત્યાં દુર એને એક દાદર દેખાય છે. એ વાસ્તિવક મા તો ઇમરજન્સી એક્ષિટ હતી જેના દરવાજા દરેક ફ્લોર માં હતા પણ બંધ રાખતા હતા, અને એ છેક ઉપર સુધી ખૂલતો એટલે જેની રૂમ ઉપર હતી એટલે કે આશુતોષ ની ફક્ત એજ એનો હાલ માં ઉપયોગ કરતો હતો. હા આસુતોષ એ એક્સ્ટ્રા પૈસા આપ્યા હતા આ રૂમ રાખવા માટે , અને ત્યાં કોઈ પણ પ્રકાર નું ડિસ્ટર્બ થતું નો હતું .
છત ઉપર થી કદાચ કઈક વાગવા નો અવાજ આવતો હતો, કદાચ એ રેડિયો હોઈ એમ લાગતું હતું. નૂર એ આ અવાજ જ્યાંથી આવતો હતો એ તરફ નજર કરી ને ઉપર જોયું પણ એને એમ લાગ્યું કે કદાચ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હશે. થોડો ઝરમર વરસાદ વરસી રહ્યો હતો.
નૂર દાદર તરફ જાઈ છે.
' શાયદ આજ દાદર ની અનેરી વાત કરતી હસે ' નૂર એ એકલા એકલા બબડતા કહ્યું.
નૂર એ ઝારા ને હાથ કરતા કહ્યું કે ચાલ મારી પાછળ આવ.
નૂર આમ તેમ હોસ્ટેલ નો પાછળ નો ભાગ દેખતા દેખતા દાદર તરફ જાઈ છે.જ્યાં દાદર હતી તેને આજુ બાજુ એક ઉંચી દિવાલ હતી પણ હા ત્યાં એક U આકાર નો લોખંડ નાનો શેડ પાડ્યો હતો દિવાલ માં, જયાંથી ફક્ત માણસ જ અંદર આઇ જાઈ શકે કોઈ વાહન કે મોટી વસ્તુ ના નીકળી શકે. એ સીધો મોટા બજાર નો પાછળ થી જે રસ્તો નીકળો ત્યાં ખૂલતો. એટલે કે કોઈ ને અંદર આવું જવું હોઈ તો આ નાનકડા રસ્તે થી સરળતા થી આવી શકે. ઝારા નૂર ની પાછળ પાછળ કોલ પર વાત કરતા આવતી હોઈ છે. દાદર સુધી આવવાનો રસ્તો માટી વાળો હતો અને એ વરસાદ ને લીધે થોડોક લપસી જવાઈ તેવો થઇ ગયો હતો ,તો એ વાત ને તકેદારી રાખતા નૂર એ ઝારા ને કહ્યું કે ' જાડું ધ્યાન થી આવજે , માટી ભીની છે.'
ઝારા નું સંપુર્ણ ધ્યાન કોલ માં હતું.
નૂર ઝડપ થી દાદર સુધી પોહચી ગઈ અને આજુ બાજુ નજર કરે છે.
દાદર ની બહાર ની દીવાલો વરસાદ ની સીઝન ને લીધે થોડી લીલી થઈ ગયેલી દેખાતી હતી. પણ અંદર થી ઠીક હતી અને રૂમ માં વપરાતા નાઈટ લેમ્પ ત્યાં લગાવ્યા હતા તો રાત્રે દાદર ચઢવા માં સરળતા રહેતી. નૂર ઝારા ના આવવાની રાહ જોતી હતી ,એટલા માં ઝારા માટી વાળા રસ્તા પર લપસી પડી, ફોન એક બાજુ પડી ગયો અને બીજી બાજુ એ પડી ગઈ.
' ઓ બાપરે, આવી હોસ્ટેલ હોતી હોઈ ? આવા રસ્તા કોણ રાખે '? ઝારા એ ઊભા થતાં કહ્યું.
' અરે મે તને કહ્યું હતું જોઈ ને આવ પણ તમે કોલ માં જ ધ્યાન આપો ' નૂર એ કહ્યું.
ઝારા એ ફોન ઉઠાવ્યો અને કપડાં સાફ કરવા લાગી.
નૂર આમતેમ જોતી હતી એટલા મા એની નજર દિવાલ પર લાગેલ એક નોટીસ પર જાઈ છે. એમાં ભૂરા રંગ ની માર્કર થી લખ્યું હતું કે દરેક ગ્રૂપ મેમ્બર ધ્યાન માં લે કે આવતી કાલ તારીખ ૧૭/૯ નો સેશન અને આવનારા આગળ ના ૨ સેશન કેન્સલ કરેલ છે અને એની લખાણ ની નીચે એક મોટી સહી કરી હતી સાયદ સહી માં આસુતોષ નામ જ લખ્યું હતું.નૂર એક દમ વિચાર મા ગરકાવ થઈ ગઈ પણ તેણી ને આ તક જતી નોતી કરવી, એણે ઝારા ના આવતા પહેલા એ નોટીસ દીવાલ પરથી ઉખાડી ને ફાડી નાખી અને તેના ટુકડા બેગ મા નાખી દીધા.
ઝારા કપડાં સાફ કરતી કરતી આવી અને કીધુ
' જવાદે ને યાર , પડી ગઈ '
' કીધું તું જોઈ ને આવ પણ તને તો મોટીવેશન જ આપવું હતું ને ' નૂર એ થોડું અકળાઈ ને કહ્યું.
' સારું સારું તું ઉપર જા હું અહીંયા દાદર માં વાત કરું છું ' ઝારા એ પાછો એના દોસ્ત ને કોલ કરતા કહ્યું.
' ના અહીંયા એકલા નથી બેસવું , નથી આપણી આ ગર્લ્સ હોસ્ટેલ , ચાલ ઉપર ત્યાં દાદર એ વાત કરજે ' નૂર એ કહ્યું.
ઝારા કઈ બોલી નહિ અને નૂર ની પાછળ પાછળ દાદર ચઢવા લાગી. ટોટલ ૩ ફ્લોર હતા અને છેક ઉપર આસુતોષ ની રૂમ. દાદર થોડા સાંકડા હતા અને એમાંય ઝારા ની કોલ પર ની બક બક.
નૂર ધીમે ધીમે દાદર ચડી રહી હતી પણ મન માં તો કઈક બીજું જ ચાલતું હતું કે પ્રોગ્રામ નથી છતાં પણ ઉપર કેમ જવ છું? જાઈ ને શું કહીશ? ઝારા ને કહું કે નઈ? ...
...જેમ જેમ ઉપર જતા હતા તેમ તેમ જે પેલા રેડિયા જેવું કઈક વાગતું હતું એનો અવાજ વધતો જતો હતો...
ધીમે ધીમે નૂર છેક ઉપર સુધી પોહચી ગઈ. નૂર તું જા હું અહીંયા વાત કરું છું. નૂર ને આમ તો અંદર થી ખુશી થઈ કે સારું છે એ અંદર નથી આવતી, પણ ડર પણ હતો કે જો આ પેલો આશુતોષ ના નીકળે જેને એ શોધતી હતી તો? આમ ને આમ વિચાર કરતા એને દાદર ના કેબિન બહાર પગ મૂક્યો.કેબિન ની આજુ બાજુ નાની દિવાલ હતી અને સામે એક અલગ રૂમ હતો અને રૂમ ની બાજુ માં થોડીક જગ્યા હતી. શાયદ એજ જગ્યા એથી આશુતોષ આકાશદર્શન કરાવતો હસે.
સામે ની તરફ એટલે કે દાદર વાળી રૂમ જ્યાં થી નૂર બહાર નીકળી એની સામે ના રૂમ તરફ નૂર જાઈ છે.બહાર કઈ હતું નઈ. નૂર દરવાજો ખખડાવે છે પણ કઈ અવાજ આવતો નોહતો . પણ હા પેલા રેડિયો માંથી વાગતું સંગીત નો અવાજ હવે પહેલા કરતા તીવ્ર થઈ ગયો હતો. નૂર બીજી વખત દરવાજો ખટખટાવે છે પણ કોઈ આવતું નથી પણ હા દરવાજો લોક નોહતો કર્યો , એ અંદર થી ખુલ્લો હતો.નૂર થોડું વિચાર વિમર્શ કરે છે પછી આખરે એણે વિચાર્યું કે હવે બવ રાહ નથી જોવી એમ વિચારી ને એ દરવાજો ખોલી ને અંદર જાઈ છે. રૂમ માં કોઈ હોતું નથી. બેજ રૂમ હતી ,એક મુખ્ય અને બાજુ માં એક નાની રૂમ હતી , કદાચ એ એ પર્સનલ કિચન હતું. આ બંને રૂમ વચ્ચે એક નાનું બાથરૂમ ટોયલેટ હતું.જે બહાર થી વાખેલુ હતું. મુખ્ય રૂમ માંથી એક દરવાજો બહાર તરફ જતો હતો, શાયદ એ પાછળ ની બાલ્કની હસે જ્યાંથી રેડિયો નો અવાજ આવતો હતો. એ દરવાજો બાલ્કની નો હતો. રૂમ માં એક સીંગલ બેડ હતો અને બે સ્ટડી ટેબલ હતા. એક ટેબલ ઉપર સ્કેચિંગ ની પેન્સિલો, ચારકોલ સ્ટિક, અલગ અલગ ટાઇપ ના કલર , એક ડિશ ની અંદર સહેજ ભીનો વોટર કલર હતો , જાણે કે ૧ દિવસ પહેલા કોઈ પેઇન્ટિંગ બનાવ્યું હોય એમ અને એક મોટી ડ્રોઈંગ શીટ હતી, જેમાં કઈ દોરેલું નોહતું. બીજા ટેબલ ઉપર એક રીતે જોઈ એ તો પુસ્તકો નો ઢગલો હતો. જેમાં ફેયનમેન લેક્ચર સિરીઝ, ડેવિડ જે ગ્રીફિટ ની ઈન્ટ્રોડકશન ટુ ઇલેક્ટ્રો ડાયનેમિક્સ, ક્લાસિકલ મેકેનિકસ બાય પુરાનિક એન્ડ ટકવલે, થીયરી ઓફ રિલેટિવિટી બાય આલ્બર્ટ આઈન્સ્ટાઈન , અને એવી ઘણી બધી રેફરન્સ બુક ટેબલ પર પડી હતી, એક કાગળ પણ હતું જેમાં અધૂરા લખેલા સમીકરણો હતા, અને તે કાગળ ઉપર પેલિકન M200 fs ફાઉન્ટન પેન હતી જેની કિંમત ભારત માં અધ્ધધ હતી. ટેબલ ને અડી ને જે દિવાલ હતી એની ઉપર રીચાર્ડ પી ફેયનમેન ( નોબેલ પારિતોષિક વિજેતા અમેરિકન ભૌતિક શાસ્ત્રી ) ની એક ફ્રેમ કરેલી તસવીર લગાવેલી હતી. રૂમ માં કપડાં આમ તેમ વિખેરાયેલા હતા, રૂમ એટલો સાફ નોહતો. ટેબલ ની સામે એક મોટી અલમારી હતી જેમાં અલગ અલગ બુક સેક્શન પડ્યા હતા. ફિઝિક્સ નો સેક્શન સૌથી મોટો હતો જેમાં અંદાજે ૫૦ એક જેટલી પુસ્તકો તો હસેજ, બીજા ફિલોસોફી , સાયકોલોજી , હ્યુમન બીહેવીયર , સ્પિરિચ્યુઆલિટી , ગુજરાતી નવલકથા ઓ અને ગુલશન નંદા ની નોવેલો , અને છેક નીચે એક સેક્શન હતો , ઓશો વર્લ્ડ કરી ને ટાઇટલ લખેલું હતું જેમાં ઓશો એ લખેલા ૩૦ -૪૦ જેટલા પુસ્તકો હતા. બેડ ની પથારી આમતેમ વિખેરાયેલી હતી, એમાં એનું ડેલ નું લેપટોપ પડ્યું હતું. બેડ ની બાજુ માં નીચે એક યામાહા નું ગિટાર અને તબલા પડ્યા હતા. નૂર આ બધું જોઈ ને એકદમ સ્તબધ થઈ ગઈ. રૂમ માં કોઈ હતું નઈ તો એ કિચન વાળી રૂમ માં જાઈ છે, કિચનમાં કોઈ હોતું નથી તેથી તે આમ તેમ જુવે છે, કિચનમાં એક નાનો સિલિન્ડર હતો, એક નાનું ફ્રિજ અને આમ તેમ પડેલ રસોઈ મસાલા . નૂર ની નજર એકદમ દીવાલો ઉપર પડે છે ,જ્યાં ને ત્યાં ફિઝિક્સ ના સમીકરણો લખેલા હતા , બાથરૂમ ના બારણે પણ સમીકરણ લખેલા હતા. નૂર નું દિમાગ જાણે બ્લોક થઈ ગયું હોઈ તેમ લાગતું હતું. નૂર ઘડીયાળ તરફ નજર કરે છે, રાત ના ૧૦: ૫૫ થઈ હોઈ છે. એટલા માં નૂર ની નજર ત્યાં બેડ નીચે પડેલી સ્કેચ બુક તરફ જાઈ છે. એ નીચે થી સ્કેચ્ બુક ઉઠાવે છે , સ્કેચ બુક ઉપર આશુ લખેલું હોઈ છે. નૂર સ્કેચ બુક ખોલી ને તેમાં દોરેલા દરેક સ્કેચ જોવે છે. નૂર એકદમ અવાંક થઈ જાઈ છે. દરેક સ્કેચ માં એક ઊંડો તર્ક લાગેલો હતો , જાણે કે દરેક સ્કેચ કંઇક કહેવા માગતા હોય. એ રીતે કે પોતાના ભાવ આ પેન્સિલ ના માધ્યમ થી પેપર પર ઉતર્યા હોઈ એમ જણાતું. એક એવા માણસ ની પ્રતીતિ થતી કે એ ડિપ્રેશન માંથી પસાર થતો હોઈ એમ, દુનિયા ની વાસ્તવિકતા થી ડરાયેલો જાણે કે એના જીવન માં ઘોર સન્નાટો છવાયેલો હોય એમ લાગતું. નૂર ને એક અલગ જ ભાસ થતો હતો, એક અલગ પ્રકાર ની લાગણી અનુભવાતી હોઈ તેમ પ્રતીત થતું હતું. નૂર ને હવે પુરે પૂરો વિશ્વાસ આવી ગયો કે આ આસુતોષ જ છે જેને એની દરેક રૂહ શોધતી હતી. નૂર હવે તેની ઉત્સુકતા રોકી શકતી નોહતી, તેણી એ પછી થી એક વાર ઘડીયાળ તરફ જોયું , રાત ના ૧૧: ૧૦ થઈ હતી. તે બાલ્કની ના દરવાજા તરફ ધીમે પગે જાઈ છે. જેમ જેમ એ દરવાજા તરફ જાઈ છે એમ એમ રેડિયો માં વાગતા ગીત નો આવાજ મોટો થતો હતો. રેડિયો માં જે ગીત વાગતું હતું એ લતા મંગેશકર એ ગાયેલું 'વોહ જો હસીના ' મૂવી નું ગીત....

लग जा गले कि फिर ये हस्सीं रात हो न हो
शायद फिर इस जनम में मुलाक़ात हो न हो
लग जा गले कि फिर ये हस्सीं रात हो न हो
शायद फिर इस जनम में मुलाक़ात हो न हो
लग जा गले

हमको मिली हैं आज, ये घड़ियाँ नसीब से
जी भर के देख लीजिये हमको क़रीब से
फिर आपके नसीब में ये बात हो न हो
शायद फिर इस जनम में मुलाक़ात हो न हो
लग जा गले

पास आइये कि हम नहीं आएंगे बार-बार
पास आइये कि हम नहीं आएंगे बार-बार
बाहें गले में डाल के हम रो लें ज़ार-ज़ार
आँखों से फिर ये प्यार कि बरसात हो न हो
शायद फिर इस जनम में मुलाक़ात हो न हो

लग जा गले कि फिर ये हस्सीं रात हो न हो
शायद फिर इस जनम में मुलाक़ात हो न हो
लग जा गले.........

જેમ જેમ નૂર બાલ્કની ના દરવાજા તરફ જતી તેમ અવાજ વધતો જતો હતો. નૂર દરવાજા આગળ આવી ગઈ , રેડિયો માં વાગતા ગીત સિવાય બીજો કોઈ અવાજ નોહતો આવતો પણ ધ્યાન થી સાંભળ્યું તો કદાચ વરસાદ પાડવાનો અવાજ સંભળાયો.
નૂર ની ધડકન હવે તેના કાન સુધી સંભળાતી હતી.નૂર એક અલગ અનુભૂતિ કરી રહી હતી . છેલ્લા કેટલાય સમય થી મન માં ચાલતા મન યુદ્ધ ના કુરુક્ષેત્ર માં આજે ઘોર સન્નાટો છવાયો હોઈ એમ લાગતું હતું . નૂર એ એનો હાથ દરવાજા ના હેંગર પર મૂક્યો , ધડકનો નો અવાજ હવે પહેલા કરતા વધી ગયો. એક અલગ બેચેની અનુભવાતી હોઈ એમ લાગતું હતું.નૂર એ પળભર માટે આંખ બંધ કરી
" ખટ...... " નૂર એ અડધો દરવાજો ખોલતા ક્ષણીક અવાજ આવ્યો પણ આ અવાજ વધારે ના સાંભળ્યો કારણ કે હવે રેડિયા નો અવાજ પહેલા કરતા વધારે હતો.
ગીત પહેલા કરતા મોટા અવાજે વાગી રહ્યું હતું , નૂર ને તે અનુભવાતું હતું . વરસાદ ની બુંદો પવન ના કારણે તેના ચહેરા પર સ્પર્શી રહી હતી. વરસાદ ના અવાજ પરથી પ્રતીતિ થતું હતું કે પવન સાથે વરસાદ ધોધમાર પડી રહ્યો હતો.નૂર ધીમે થી આંખો ખોલેં છે . તેની નજર ,બાજુ ની દીવાલ પર લટકતા રેડિયો પર ગઈ અને એક બાજુ માં જ્યાં વરસાદ નું પાણી ના આવે ત્યાં Celestron NexStar 6SE Computerized Telescope મૂક્યો હતો જેની કિંમત અઘ્ધઘ ૧,૫૦,૦૦૦ હતી. એકદમ નૂર ની નજર ખુરશી માં બેઠેલ આશુતોષ ઉપર જાઈ છે , અચાનક નૂર ના પગ પાછળ ખસી જાઈ છે પણ હાથ હજુ હેન્ગર ઉપર હતા, મુશળધાર વરસાદ માં આશુતોષ એક ખુરશી માં બાલ્કની ની દીવાલ પર પગ ટેકવી ને આકાશ તરફ માથું કરી ને બેઠો હતો.વરસાદ થી તેનું આખું શરીર પલડી ગયું હતું. નૂર જે તરફ ઊભી હતી તે બાજુ તેના માથા નો પાછળ નો ભાગ આવતો હતો. વ્હાઈટ શર્ટ જેની બાય કોહની સુધી વાળેલી હતી અને બ્લેક ફોર્મલ પેન્ટ પહેર્યું હતું , ઇનશર્ટ કાઢી નાખેલું હતું અને બધા કપડા વરસાદ માં સંપુર્ણ પલળી ગયા હતા.તેનો એક હાથ માથા ના ભીના વાળ માં હતો અને બીજા હતા માં એક કાચ નો ગ્લાસ હતો જેમાં જેક ડેનિયલ ની જેન્ટલમેન જેક એડિસન ની અમેરિકન વિસ્કી ભરેલી હતી . આશુતોષ ની બાજુ માં એક નાનું ટેબલ હતું એની ઉપર વીસ્કી ની બ્લેક બોટલ પડેલી હતી અને બીજા ૨ ગ્લાસ પહેલે થી વિસ્કી થી ભરેલા મૂક્યા હતા , જેમાં વરસાદ નું પાણી પડતું હતું. વરસાદ સાથે પવન પણ વધી રહ્યો હતો. બાલ્કની થી વિદ્યાનગર નો મોટાભાગ નો હિસ્સો દેખાતો હતો.દુર દુર સુધી દેખાતી વીજળી ઓ , ગાજવીજ વરસાદ ની અંદર આસુતોષ ની આ અવસ્થા જોઈ ને નૂર એકદમ આવાંક બની ગઈ. આટલા મૂશળધાર વરસાદ માં પણ આસુતોષ ની આંખ એક પણ પલકાર વગર એકીટસે વાદળો ઉપર જોઈ રહી હતી. નૂર ને જેનો ભાસ થતો હતો એ એની સામે વાસ્તવિકતા માં પ્રતીત થઈ રહ્યું હતું.આટલા વરસાદ માં એ એની એક અલગ દુનિયા માં ખોવાયેલો હતો. તેણે વિસ્કી નો બીજો ઘુંટ ભર્યો. થોડીક ક્ષણો માં રેડીયો માં વાગતું ગીત બદલાઈ છે.
" यह गीत " वोह जो हसीना थी " फिल्म से लिया गया है ,जिस में स्वर दिए है लता मंगेशकर , बोल है राजा मेंहदी अली खान जिस में संगीत दिया है मदन मोहन ने, श्रोता गण से अगले गीत की फरमाइश आई है वह है " हमारी अधूरी कहानी " फिल्म से टाइटल गीत " हमारी अधूरी कहानी " जिस में स्वर दिए हैं अर्जित सिंह ने , बोल हैं रश्मि सिंह और संगीत दिया है जीत गांगूली ने " રેડિયો માંથી રેડિયો એંકર નો અવાજ સાંભળ્યો . થોડીક જ ક્ષણો માં ગીત બદલાઈ છે ....

पास आये दूरियाँ फिर भी कम ना हुई
इक अधूरी सी हमारी कहानी रही
आसमां को ज़मीं ये ज़रूरी नहीं
जा मिले, जा मिले
इश्क़ सच्चा वही
जिसको मिलती नहीं
मंज़िलें, मंज़िलें
रंग थे, नूर था, जब करीब तू था
एक जन्नत सा था ये जहां
वक़्त की रेत पे, कुछ मेरे नाम सा
लिख के छोड़ गया तू कहाँ
हमारी अधूरी कहानी...
પહેલા કરતા હવે વરસાદ વધી ગયો હતો, પવન પણ જોર જોર થી ફૂંકાવા લાગ્યો હતો. આકાશ માં વીજળી નો પ્રકોપ વધી ગયો હતો, ચારેય તરફ વીજળી ને કડાકા ઓ થતાં હતા, છતાં પણ આસુતોષ ને તેના અસ્તિત્વ નું ભાન નોહતું, એ પોતાની એક અલગ દુનિયા માં વિલીન થઈ ગયો હતો અને વિસ્કી ના દરેક ઘુંટ સાથે એ એની દુનિયા માં ડૂબી રહ્યો હતો.
જીવન માં દરેક વ્યક્તિ આપણ ને કહેતા હોઈ છે કે વર્તમાન માં જીવો , વર્તમાન માં જીવો પણ જિંદગી ભૂતકાળ ને ભૂલવા નથી દેતી.શરીર ના ઘા સમય સાથે રુંજાય જાઈ પણ દિલ ના ઘા રૂંજાતા નથી એ સદાય ને માટે એવા ને એવા જ રહે છે. જ્યારે માણસ ને તેની વાસ્તવિકતા નું ભાન થાય છે ત્યારે એ ગમગીન થઈ જતો હોઈ છે, એની બેબસી એની મૌનતા માં વિલીન થઈ જાય છે.એક અલગ નફરત પેદા થઈ જાય છે અને એ નફરત બીજા જોડે નઈ પણ પોતાની ખુદ ની જોડે ની નફરત હોઈ છે . પોતાની શ્વાસો નો અવાજ શોર તરીકે લાગવા માંડે , એ શોર રોકવાથી પણ નથી રોકાતો ,થાકતો પણ નથી એક આંધી ની જેમ શ્વાસો નો આ શોર ચાલ્યા કરતો હોઈ છે.શરીર ઉપર થયેલા ઘા ના દર્દ નું પણ ભાન નથી રહેતું , પોતાના શરીર નો કશ પોતાની જ બાહો માં જ તોડી દેવાની ઈચ્છા થતી હોઈ છે.એ પડો માં શું કરવું શું ના કરવું એનું ભાન નથી હોતું.બસ એ પડ માં એ વિચારો થી બસ દુર ભાગવું હોઈ છે જેથી પોતાને ચેન મળે , આરામ મળે. એવું લાગતું હોઈ છે કે જાણે એ પોતાની હસરત ની દોરી ના ગુચવાડા માં ગુંચાઇ ગયો હોઈ.પોતાના અસ્તિવ પર શંકા ઓ થવા માંડે છે, પોતે કરેલા દરેક કર્મ ના કપડાં મેલા દેખવા માંડે છે,. ગમે તેટલી હવા ઓ એના ભરોસા ને કાપવા મથતી હોઈ છે પણ એ ખુદ થી બચી શકતો નથી હોતો , આસમાન ને તોડી જતો રહે , દુનિયા ની કોઈ પણ ખૂણો સુધી નાખે પણ એ પોતાને પોતાના થી છૂપાવી નથી શકતો.કોઈ પણ રસ્તો લે પણ એ લડાઈ તો ખુદ જોડે જ હોઈ અને આ લડ્યા પછી દુઃખ કે સુખ નો અનુભવ નો એ પોતેજ ભોગી હોઈ છે.પોતાના દુઃખો થી ઘવાયેલો એક થાકેલો વ્યક્તિ દેખાય છે અને પછી જિંદગી ની વાસ્તવિકતા પછી ની શુન્યવતા જાણી લે પછી એક શોધ શરૂ થઈ જાય છે, પોતાના અસ્તિત્વ ને પામવા ની , અને એ તૂટેલા દિલ થી એક ઝણકાર પેદા થાય છે અને એ માણસ ને બધા થી અલગ બનાવી દેતી હોય છે જેટલા પણ જબરજસ્ત આર્ટિસ્ટ, સંગીતકાર , શાયરો, ગીતકાર , લેખકો થાય છે તે બધાં આ ઝણકાર થી ખૂબ વાકેફ હોઈ છે, અને આ પરિસ્થિત માંથી નીકળેલા હોઈ છે. આશુતોષ ના કિસ્સા માં આજ સામ્યતા હતી.

આસુતોષ બહાર વરસાદ ના પાણી માં ભીંજાતો હતો અને અહીંયા નૂર તેના વિચારો ના વરસાદ માં ભીંજાતી હતી.
એટલા માં આશુતોષ હરકત કરે છે, તેનું મોં વાદળ તરફ જ સ્થિર રાખ્યું હતું પણ માથા માંથી હાથ કાઢી વિસ્કી ની બોટલ પાછળ થી એક માઉથ ઓર્ગન કાઢ્યું અને તેને તેની નજર સામે લાવે છે. નૂર તેને જોવાનો પ્રયત્ન કરે છે ત્યાં લખ્યું હતું 'Vault HA1100 Mouth Organ '
થોડીક જ વાર માં માઉથ ઓર્ગન નો પાછળ નો ભાગ જોવે છે અને ત્યાં આશુતોષ એનો અંગૂઠા ધીરે થી ફેરવે છે. નૂર થોડી આંખો દોડાવી ને જોવે છે તો ત્યાં કંઇક લખ્યું હોઈ છે ' from Heer '
ભર વરસાદ માં આશુતોષ ની આંખો માંથી નીકળતા આંસુ ને નૂર એ ઓળખી લીધા , અને એ આંસુ ની નીકળતી એ ધાર જોઈ ને નૂર ને પ્રતીત થઈ ગયું કે આ તૂટેલા દિલ માંથી નીકળેલું લોહી છે.
પાણી માં સળગતા ગિટાર માફક , એક વિશાળ ધસમસતું તુફાન આંખો માં લઇ ને આશુતોષ વિસ્કી ના જામ લઇ તેમાં ડૂબતો જતો અને માઉથ ઓર્ગન પર લખેલા શબ્દો ને જોયા કરતો . એક દુઃખ હોઈ છે જે માણસ માં સળગતું હોઈ છે એક આગ હોઈ છે એક જલન હોઈ છે, આવી જ એક આગ નૂર ના દિલ માં પણ હતી આવું એક તુફાન નૂર ની આંખો માં પણ હતું. એટલા માં પવન નું એક મોટું ઝોકું આવ્યું અને નૂર ના હાથ માંથી હેંગર છટકી ગયું અને પવન ના ઝોકા ને લીધે બારણું મોટા અવાજે દિવાલ સાથે અથડાયું . અથડતા ની સાથે આસુતોષ ભાન માં આવી ગયો અને એકાએક પાછળ નજર કરે છે . પાછળ ઉભેલી નૂર ને જોઈ ને એક દમ સ્તબ્ધ થઈ જાય છે. નૂર ની આંખો માં ધૂળ પડવાથી એ કંઈ જોઈ નોતી શકતી , એણે પોતાની આંખો સાફ કરતા આંખ ખોલી ને આસુતોષ તરફ જોયું અને પેલી બાજુ આશુતોષ એ આંખો પર નું પાણી હટાવતા નૂર તરફ જોયું. વાવાઝોડા સાથે ના ધોધમાર વરસાદ અને આકાશ માં થતી મોટી મોટી વિજળી ના કડાકા ના પ્રકાશ માં ,મધદરિયે મોટી લહેરો માં જુજતી એક નાનકડી હોડી માફક એ બંને ની આંખો માં ચાલતા દર્દ ના વિશાળકાયી તુફાન બંને એકબીજા ને સામ સામે ટકરાવા જાઈ રહ્યા હતા અને પછી......

વધુ આવતા અંકે....

લેખક : જય ભોઈ " આરઝુ "


Share

NEW REALESED