spandan - 3 books and stories free download online pdf in Gujarati

સ્પંદન - પ્રેમનો ધબકાર (ભાગ 3)

0સ્પંદન-૩
SATURDAY
EVENING
SPANDAN HOSPITAL...
શનિવારે સાંજે રજત જયારે હોસ્પિટલ પહોચ્યો ત્યારે પેલો દરવાજો બંધ હતો. થોડું ટેન્શન થઇ ગયું કેમ દરવાજો બંધ છે. હજુ તો ૬ જ વાગ્યા છે.. નહીં આવી હોય..? વહેલી જતી રહી હશે..? બીમાર હશે? ઉપર OT માં હશે? એ ઉપર પણ જઈ આવ્યો, પણ આજે કોઈ SURGERY જ નહોતી.
હવે શું કરવું..? કોને પૂછવું? એ ગડમથલમાં જ એ બેઠો તો.. ત્યાં જ જીગરભાઈ આવ્યા- “કેમ છો રજત..? મજામાં..? કેમ ચુપચાપ બેઠો છે..?”
રજત- “બસ કંઈ કામ નથી... તો શું કરું એ વિચારું છું?”
જીગરભાઈ- “હા એવું જ છે. એક પેશન્ટ છે સર્જરીનું, જડબાનું ફ્રેકચર છે.. મલ્ટીપલ ટ્રોમા છે.. અને પગની સર્જરી થઇ ગઈ છે ને હવે જડબાનું ઓપરેશન કરવાનું છે પણ ડોક્ટર નથી.”
રજત- “કેમ શું થયું? પેલા કોઈ લેડી ડોક્ટર હતાંને... ક્યાં ગયા.” રજત માંડ માંડ પોતાની આતુરતા છુપાવી શક્યો..
જીગરભાઈ- “ખબર નહીં શુક્રવાર એક દિવસની રજા લઈને ગયા છે એવું મેનેજર કહેતા તા.. પણ આજેય નથી આવ્યા.. કાલે તો રવિવાર છે.. બિચારા પેશન્ટનો સોમવારે જ મેળ પડશે..”
એ રાત્રે નાઈટ ડ્યુટીમાં રજત ઊંઘી જ ના શક્યો.. એ સ્ટાફરૂમમાંથી બહાર આવીને આંટા મારવા લાગ્યો.. હજુ આવતા શનિવાર સુધી રાહ જોવી પડશે.. એ વિચાર એને બહુ હેરાન કરતો તો..
એ નીચે ગયો.. રિસેપ્શન કાઉન્ટર પર એક છોકરો હતો. ઊંઘી રહ્યો હતો... રજતે એને ઉઠાડ્યો જા ભાઈ સ્ટાફરૂમમાં જઈને સુઈ જા, હું બેસું છું. મને આમ પણ ઊંઘ નથી આવતી.. પેલો છોકરો સુવા જતો રહ્યો.. રજતે ખુરશી પર બેસીને ટેબલ પર પગ લંબાવ્યા.. ખુરશી પેલા દરવાજાની સામે રાખી હતી એને સામે દેખાયું... DR. Pinky…
દાંતના ડોક્ટરને મળવાનો સમય સવારે - 9 થી 1
સાંજે -5 થી 8
દરવાજા પરનું સ્ટીકર.. એ વાંચીને એના ઉદાસ ચેહરા પર એક સુંદર મુસ્કાન આવી ગઈ. એને મજ્જા આવી ગઈ. ચાલો નામ તો ખબર પડ્યું... “PINKY… PINKY… PIKNKYYYY….” –મનમાં જ બે-ત્રણ વાર બોલી ગયો...
“આ વખતે તને મળ્યા વગર તો પાછુ કોલેજ નહિ જ જવાય પીન્કી... પંદર દિવસથી.. તું ને તારી એ આંખો.. કજરારે દો નૈન.... મને હેરાન કરો છો..” –રજત દરવાજા તરફ જોઈને એકલો એકલો જ વાત કરવા લાગ્યો. “પણ કઈ રીતે રજત.. કાલે તો રવિવાર છે. એ નહિ આવે. ક્યાં મળીશ તું એને....?” રજતનું મન સવાલ કરવા લાગ્યું...
દિલની વાતનો, દિમાગે એક ચોંકાવનારો જવાબ આપ્યો.. એને ફોન કર... એની ઘરે જા...
દિલ- “નંબર ક્યાં..? સરનામું ક્યાં..?”
દિમાગ- “બસ નીકળી ગઈ આશિકી... નંબર ને સરનામું પણ નહિ શોધી શકે...”
દિલ- “ક્યાં શોધું? કેવી રીતે શોધું..?કોને પુછુ..?
દિમાગ- “વિચારવા દે.. જીગરભાઈને પુછવા દે.. પણ શું કહું.. શા માટે નંબર જોઈએ છે.. એડ્રેસ તો એમને પણ ક્યાંથી ખબર હોય..?”
થોડીવાર વિચાર્યા પછી એને યાદ આવ્યું કે ટેબલના ડ્રોઅરમાં એક ડાયરી હોય છે, જેમાં હોસ્પીટલના બધા કામના નંબર હોય છે. કદાચ બધા ડોકટરના મોબાઈલ નંબર પણ હોય... રજત એ ડાયરી શોધવા લાગ્યો.. ઘણી મેહનત પછી ડાયરી મળી..
એ જલ્દી જલદી પેજ ફેરવવા લાગ્યો. નંબર શોધવા માટે... ત્યાં એક પેશન્ટ આવ્યું.. ના આ તો બીજું કોઈ હતું. કોઈ દર્દીના સગા હતા.. INDOOR PATIENT ના RELATIVE દર્દીની ચડાવેલી બોટલ પૂરી થઇ ગઈ છે એવું કહેવા આવ્યા’તા.. રજત ઉઠીને ગયો.. કામ પતાવી ફરી પાછો આવી કાઉન્ટરપર ગોઠવાઈ ગયો.. PINKY ને શોધવા... એને બીજા બધા ડોક્ટરોના નંબર તો લખેલા દેખાયા.. પણ DR. PINKY ક્યાંય ના દેખાયું.. એને ગુસ્સામાં ડાયરી ફેંકી.. ડાયરી ટેબલ પરથી અથડાઈને નીચે પડી ને એમાંથી અમુક કાર્ડ્સ અને કાગળ નીચે પડ્યા... એમાંથી એક કાગળ રજતના પગ પાસે પડ્યો...
થોડીવાર રજત આંખો બંધ કરી બેસી રહ્યો.. થોડો સ્વસ્થ થયો.. ગુસ્સો ઓછો થયો એટલે નીચે પડેલા કાર્ડ્સ અને કાગળ લઈને સરખા મુકવા લાગ્યો... પગ પાસે પડેલું કાગળ ઉઠાવ્યું તો... એને જોઇને ખુશીથી નાચવા લાગ્યો.. હ્મ્મ... એને ડો.પીન્કીનો નંબર ને સરનામું લખેલો કાગળ મળી ગયો.. રજતે એકવાર ફોન હાથમાં પણ લીધો નંબર ડાયલ કરવા પણ ઘડિયાળમાં જોયુ તો હજી સવારના પાંચ વાગ્યા’તા.. એટલે મૂકી દીધો. અત્યારમાં ફોન ના કરાય.. પછી કરીશ....
જાણે કોઈ છુપો ખજાનો મળ્યો હોય એવી ખુશી રજતને આજે થતી’તી... એના ચહેરા પરથી એ મસ્ત મજાની મુસ્કુરાહટ જતી જ નહોતી..
8.00 AM
હવે રજતની ધીરજ ખૂટી... “8.00 વાગી ગયા ચાલો હવે કરીએ.. ફોન. ફોન કરીને શું કહીશું..? કોણ બોલું છું? કેમ ફોન કર્યો પૂછશે તો શું કહીશ..?”
બહુ વિચાર્યા વગર આખરે એણે નંબર ડાયલ કરી જ દીધો.. રીંગ ગઈ... વાગે છે.. હજુ વાગે છે.. કોઈ ઉપાડતું જ નથી.. રીંગ પૂરી થઇ ગઈ કોઈ એ ફોન ઉપાડ્યો નહિ...
થોડીવારમાં રજતે ફરી ફોન કર્યો... ફરી ઘણી બધી રીંગ વાગી પણ આ વખત પણ... એ જ તો સંભળાયો.. –“જે વ્યક્તિને તમે ફોન કરો છો એ આ સમયે તમારો ફોન લઇ શકતા નથી...”
રજતને સમજાયું નહિ કે હવે શું કરવું... એની ડ્યુટીનો ટાઇમ પૂરો થઇ ગયો તો, એટલે ઘર તરફ જવા નીકળ્યો.. રસ્તામાં એ વિચારતો તો કે –“એના ઘરે જઈ આવું.. જાવ તો ખરા.. પણ ત્યાં જઈને શું કહીશ.? કેમ આવ્યો છે.. એમ પૂછશે તો..? હજી તો એ બંનેની સરખી ઓળખાણ પણ નથી થઇ. એને મારું નામ ખબર હશે..? મને ઓળખશે..?”
કેટલા બધાં પ્રશ્નો... પણ કોઈ જ જવાબ નહિ.. દિમાગનું કહેવું છે કે ના જવાય. દિલ કે છે કે આવતા શનિવાર સુધી કેમ રે’વાય.. અવિરત ચાલતા વિચારોની વચ્ચે જ યંત્રવત માણસની જેમ રજતે બ્રશ કર્યું. નાહ્યો ને નાસ્તો કરવા બેઠો... નાસ્તો કરતા કરતા વિચાર કર્યો કે જવું છે.. જે થશે એ જોયું જશે.. પડશે એવા દેવાશે.. નાસ્તો કરીને એણે ફરીથી રૂમમાં જઈને મિરર સામે ઉભા રહીને જોયું.. WHITE T-SHIRT & BLUE JEANS માં રજત સોહામણો લાગી રહ્યો’તો. એકસરખો બાંધો, સપ્રમાણ ઉંચાઈ ને વજન.. ચેહરા પર મુસ્કાન સાથે એ સુંદર લાગી રહ્યો’તો. એને T-SHIRT નો કોલર સરખો કર્યો.. વાળ ઓળ્યાને પછી BIKE લઈને નીકળી ગયો. મમ્મીને કહેતો ગયો કે બપોરે આવીશ...
એડ્રેસ તો દિમાગમાં છાપી ગયું તું... શોધતા બહુ વારના લાગી.. ઘર મળી ગયું. મોટું ફળિયું હતું.. નાનકડો બગીચો હતો. એક હીંચકો હતો ઝૂલવા માટે.. ઘરના દરવાજાની બાજુમાં તુલસી ક્યારો હતો... રજતે દરવાજો ખોલ્યો.. તેનું ધ્યાન તુલસી તરફ ગયું.. એ અનાયાસે જ બોલ્યો- “હે તુલસી માં.. મારી લાજ આજ તમારા હાથમાં છે.. મદદ કરજો..”
ઘરના મેઇન ગેટ પાસે જઈને ડોરબેલ વગાડી.. થોડીવારમાં અંદરથી અવાજ આવ્યો.. “એ ઉભા રો.. આવું છું.” કોઇ દરવાજે આવે એટલે શું વાત કરવી.. એ રજત મનમાં ગોઠવી લીધું હતું.. એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો.. દરવાજો ખુલતાની સાથે રજત બોલ્યો-“આંટી નમસ્તે, હું રજત છું.. સ્પંદન હોસ્પિટલથી આવ્યો છું. મેડમનું કામ છે.. મળશે..? ઘરે છે..?”
“હા, હા...કેમ નહિ.. બેસને બેટા.. હમણાં બોલાવું”-પેલી સ્ત્રીએ પ્રેમપૂર્વક જવાબ આપ્યો.
રજતને લાગ્યું કે કદાચ આ પીન્કીના મમ્મી હશે.. એ બેને -પીન્કીના મમ્મી એ પીન્કીના નામની બે-ત્રણ બુમ પડી. સીડી પાસે જઈને બોલાવતા’તા.. એટલે કદાચ ઉપર હશે એવું લાગ્યુ..
“પીન્કી બેટા નીચે આવજે તો.. કોઈ તને મળવા આવ્યું છે..”
“હા, મોમ.. આવું છું.. વેઇટ અ મિનીટ..”- ઉપરથી અવાજ આવ્યો.. જવાબ મળી ગયો, એટલે પીન્કીના મમ્મી રસોડામાં જતા રહ્યા.. રજત ડ્રોઈંગરૂમના સોફા પર બેસીને સામેની સાઈડ જે સીડી હતી ત્યાં વારે ઘડીએ જોતો હતો.. એના દિલના ધબકારા વધો રહ્યા હતા.. “હમણાં આવશે. મને જોઇને શું કહેશે..?” આમ કહીએ તો રજતની અંદરથી ફાટી રહી’તી.. પણ બહારથી એ શાંત રહેવાનો પ્રય્તન કરી રહ્યો’તો..
સીડી પરથી કોઈના આવવાનો અણસાર આવ્યો.. ઓવરસાઈઝડ WHITE T-SHIRT AND BLUE SHORTS માં પીન્કીને જોઇને રજતનું દિલ એક ધબકાર ચુકી ગયું એવું લાગ્યું.. રજત એને ઉપર સીડીથી ઉતરતા.. ઉપરથી નીચે સુધી જોઈ રહ્યો..
“HI HANDSOME… શું વાત છે.. અહિયાં મારા ઘરે.. કંઈ કામ હતું..?”
“ACTUALLY તમે કાલે આવ્યા નહોતો... તમે શુક્રવારની રજા લીધી’તી પણ.. શનિવારે પણ તમે..” રજતને શબ્દો ગોઠવવા પડ્યા’તા.. શું બોલવું એ એને ખબર નહોતી પડતી.. એક તો દિલ અને દિમાગ બંને અલગ દિશામાં કામ કરતા’તા.. દિમાગને કેવું છે કે રજત કેમ સાવ બાઘાની જેવું REACT કરે છે. કંઈક વાત તો કર... અને દિલ- દિલ તો ક્યારનું ક્યાંક ખોવાઈ ગયું હતું... એના પાતળા સોટી જેવા પગમાં.. ઓવરસાઈઝડ ટીશર્ટના નેકમાંથી દેખાતી ડોક ને એના હાડકામાં NECKLACE BONE માં.. પાતળી ચેઈનમાં લટકતા HEART SHAPE ના PENDANTમાં...
ઘૂંટણ સુધીના બ્લુ રંગના શોર્ટ્સમાંથી દેખાતા એના પગ સુરેખને પાતળા હતા.. નખમાં બ્લુ રંગની નેઈલ પોલીશ કરેલી હતી.. T-SHIRT લખેલા FOREVER OR NEVER
FOREVER
OR
NEVER
પર એની નજર અટકી ગઈ.. સાલ્લુ આપણું નામ કયાં લીસ્ટમાં હશે.. FOREVERમાં કે NEVERમાં...
દિમાગ- “રજતીયા બસ કર હવે પેલી જોવે છે...”
“પેલી હિટલરે તમને મોકલ્યા છે? એ આવી છે? યાર.. એ બહુ ઇરીટેટીંગ છે.. એક દિવસની રજા વધારે થઇ ગઈ.. તો આવું કરવાનું..??”
અરે ના.. એવું નથી.. એ તો હોસ્પિટલમાં એક ટ્રોમા પેશન્ટ આવ્યું છે. એને નીચેના જડબામાં ફ્રેકચર છે.. મેં સવારે ફોન કર્યો’તો પણ તમે રીસીવના કર્યો... આ બાજુથી નીકળ્યો’તો તો થયું કે તમને INFORM કરતો જાવ..
“હા, હમણાં જ વાત થઇ મારી જીગરભાઈ સાથે... સાંજે એનું ઓપરેશન રાખ્યું છે.. ANYWAYS THANKS FOR YOUR CONCERN.. Mr…? અરે હું તો તમારું નામ જ પૂછતા ભૂલી ગઈ.. અરે હા.. યાદ આવ્યું. RAJAT…. બરાબર ને રજત.. જીગરભાઈ એ મને કહ્યું’તુ હમણાં ફોન પર.. કે આજે એ ફ્રી નથી એટલે OT માં ASSIST કરવા રજત આવશે...”
વાહ રજતનું દિલ તો ગાર્ડન ગાર્ડન થઇ ગયું.. અત્યારે જો જીગર સામે હોત તો રજત એને કિસ કરી લેત.. આજે તો જીગર એને બહુ વ્હાલો લાગ્યો...
થોડીવારમાં પીન્કીના મમ્મી ચા ને પાણી લઇને આવ્યા... ક્યારેય ચા ના પિતા રજતે આજે ચા ને મન ભરીને માણી... અલબત, ચા પીતા પીતા એ થોડી થોડી વારે ચોરી છુપીથી પીન્કી સામે જોઈ લેતો હતો...
ચા પીધા પછી રજતે વિદાય લીધી.. બહાર નીકળીને તો રજતને નાચવાનું મન થતું હતું...
आज मैं ऊपर, आसमाँ नीचे
आज मैं आगे, ज़माना है पीछे
Tell meओ ख़ुदा
अब मैं क्या करूँ
चह्लूँ सीधा कि उल्टा चलूँ
आज मैं ऊपर, आसमाँ नीचे ...

ગીત ગાતા ગાતા રજત એની મસ્તીમાં બાઈક ચલાવતો’તો.. “ઘરે જઈને જમીને જલ્દીથી હોસ્પિટલ જતો રહું..” એમ વિચારીને બાઈકની સ્પીડ વધારી...