One and half café story - 6 books and stories free download online pdf in Gujarati

વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 6

વન એન્ડ હાફ કેફે સ્ટોરી
Anand
|6|

“ચાલ આર.જે. મારો જવાનો ટાઇમ થઇ ગયો. રેડીયોનુ ધ્યાન રાખજે એને તારી જરુર છે જાનેમન....” બસ પાસે પહોચતા જ મારાથી બોલાઇ ગયુ. કાર બસથી જેટલી નજીક આવતી જાય છે એમ મારા મનનો ભાર વધતો ગયો.

“આઇ ગેસ હજી થોડીવાર છે રાઇટ.... આને ચા નુ ઇન્જેકશન આપી દઇ....” મને માથા મા ધીમેક થી મારીને એ બોલી “તને ખરેખર એવુ નથી લાગતુ કે તારે ચા પીવાની જરુર છે. ડફોળ...”

“તને હજાર વાર કીધુ મારવાનુ રહેવા દે યાર...” કહીને મે એનો કાન ખેંચ્યો.

“છોડ મને...” બુમ પાડીને મારો હાથ છોડાવવા માટે ધક્કો માર્યો. “મારી પાસે એક ગીફ્ટ છે તારા માટે હવે નહી આપવુ જા....”

“છોડને યાર દુ:ખાય છે...” અમે ફરી પાછા મજાકમા વળગ્યા. “સાચે કઉ છુ યાર બઉ દુ:ખાય છે છોડને....”

રાહુલ્યો વચ્ચેના અરીસામા જોઇને હસતો રહ્યો.

“કેમ હવે ખબર પડી કોઇના ઘરમા જઇને જાપટ મારો છો ત્યારે સામેવાળાને કેવુ ફીલ થાય...” આંખો ખોલીને મે ધીમેકથી એને છોડી દીધી.

“હુ તારા માટે કાંઇ લાવી તી પણ તને મારી કાંઇ પડી જ નથી.” ચહેરો નીચે રાખીને એ રીસાઇ ગઇ. “હવે નહી આપવુ જા.”

“આવુ કરાય આવુ કરાય જો બીચાડી રીસાઇ ગઇ...રીસપેક્ટ વુમન યાર. “આપણી ભારતીય પરંપરા છે ને ઓલો કેટલામો નીયમ સાલો મનેય ભુલાઇ ગયો.”

“આગળ જોઇને ગાડી ચલાવ બઉ ખબર હો મને તારા નીયમની....” મે રાહુલ્યાને ટાપલી મારી “હાલી નીકડી વુમન વાડી....મેનની રીસપેક્ટ તો શીખી આવ....નો ખબર તો બેહી રે ને સારા....ડાયો કેમનો થાય રયો....”

રીયા સાચે રીસાયેલી છે કે મજાક કરે છે એ થોડીવાર તો હુ નક્કી જ ના કરી શક્યો. મને થયુ કાંઇ વધારે થઇ કે શું....બધુ બરોબર જ હતુ છેલ્લી મીનીટમા મે પાણી ફેરવી દીધુ.

“તારા જેવુ કોણ થાય હવે...” કહીને એને પર્સ ખોલ્યુ. અંદરથી કાંઇ શોધવા લાગી. પછી મારી સામે એક ગીફ્ટનુ બોક્સ લંબાવીને “મારા ચા લવર આશીક માટે....”

“ઉતાવળમા લાવ્યા. જે છે આજ છે મારા અને રાહુલ તરફથી....” મારા હાથમા બોક્સ મુકીને બોલી. એના ચહેરા પરનુ હાસ્ય અત્યારે મને સાવ અલગ જ તરી આવ્યુ.

આટલો સમય સાથે વીતાવ્યા પછી મને એટલી તો ખબર છે કે હુ એના હાવ-ભાવ ઓળખી લઉ. આવી પરીસ્થીતી ઘણી ઓછી જોવા મળી છે; પણ એ જ્યારે ખરેખર દુ:ખી હોય છે ત્યારે હસીને સંતાળવાની એની ટેવ છે.

જ્યારે મે ટીકીટ બુક કરાવી ત્યારે મને એજ વાતની બીક હતી એટલે હુ એ બેયને કહ્યા વગર જવા માંગતો હતો પણ એક ફોન એની સામે ભુલથી ઉપાડી લીધો એમા આ બધુ થયુ.

“અત્યારે જ ઓપન કર...” મારી સામુ એકધારી જોઇ રહી.

“બસનો નીકળી જશે રીયા.” મારાથી બોલાઇ ગયુ.

“ના મે કીધુ અત્યારે એટલે અત્યારે જ ખોલ નહીતર જવા નહી મળે.” એણે જીદ પકડી. “તને તારી ચા અને વડોદરાવાળીના સમ....અબ આયા ઉંટ પહાડ કે નીચે અબ કહા જાઓગે જનાબ...ચલ ઓપન કર ફટોફટ....”

“દાદાગીરી છે હો તમારા બેયની....” હુ મનમા બોલ્યો. “આવા ભાઇબંધ કરતા સાવ નો હોય તો સારુ...”

મે ફટોફટ ગીફ્ટ ઓપન કર્યુ. અંદરથી મસ્ત મજાનુ થરમોસ નીકળ્યુ. હુ જોઇને તરત રાજી થઇ ગયો.

“છે ને ક્યુટ તારા જેવુ...” રીયા બોલી.

“હા યાર બઉ મસ્ત છે રીયા...થેંક્સ આના માટે યાર....તે મારી ટ્રીપ યાદગાર બનાવી દીધી.” કહીને હુ એને ગળે મળ્યો. “રાહુલ્યા તને પણ થેંન્કસ યાર...આઇ હોપ કે બધા સાથે જઇએ તો મજા આવે....”

“પણ આ બધુ એટલુ અચાનક થયુ કે....” હુ આગળ ન બોલી શક્યો.

“કાંઇ બોલવાની જરુર નથી અમને બધી ખબર છે હે ને રાહુલ્યા....”

“યસ રીયા...” રાહુલ્યો અને રીયાની ભાઇબંધી પાક્કી થઇ ગઇ છે એ જાણીને મને થોડી શાંતી થઇ.

“ચલ આર.જે. બસ તમારા વગર નહી જીવી શકે. ચલ,ચલ હરી અપ મારી સામે શુ જોવે છે. ફોટો આપીશ તને જોયા રાખજે બીજુ કોઇ ન મળે ત્યાં સુધી.” રીયા એ કહ્યુ.

ગાડી સાઇડમા ઉભી રહી. હુ ઇન્કવાયરી વીન્ડો પર ટાઇમ અને બસ કનફર્મ કરવા માટે ગયો. ત્યાંથી ખબર પડી કે સામે વાળી જ બસ છે પણ કાંઇક રીપેરીંગના કારણે પંદર મીનીટ લેટ થશે.

મને સ્ટોરેજમા સામાન સીફ્ટ કરી લેવા માટે કહ્યુ. રીયા પણ બેગ ઉપાડવા જતી હતી. મે અને રાહુલ્યા એ એની પાસેથી સામાન લઇને સ્ટોરેજમા મુક્યો.

“આનંદ બકા તારી જરુર પડવાની એ વસ્તુ તારી પાસે જ રાખજે....નાનુ બેગ છેને તારી પાસે...” રાહુલ્યા એ પુછયુ.

“ઓલ ઓકે ડયુડ....થેંન્કસ યાર....” મારાથી બોલાઇ ગયુ.

કાર પાસે ઉભી રહીને રીયા અમને બેયને જોયા કરે છે.

વાદળની ચાદરમા સોનેરી તડકો ઘસઘસાટ સુઇ ગયો હોય એવુ લાગે છે. વનરાજી જોતા લાગે કે વરસાદ થવો જ જોઇએ અને થવાનો જ છે.

“આઇ ગેસ તારી પાસે દસ મીનીટ છે આર.જે....” મને અને રાહુલ્યાને ગાડી તરફ આવતા જોઇ રીયા બોલી. હુ સમજી ગયો કે એ શું કહેવા માંગે છે.

મે ફરતી બાજુ નજર કરી. ભરપુર વનરાજીથી ઘેરાયેલી આ જગ્યા ટેકરી જેવો વીસ્તાર લાગે છે. નજર કરુ તો એક રીતના જંગલમા હોય એવુ જ લાગ્યા કરે. ચારે તરફ હરીયાળી જ હરીયાળી છે. વરસાદના ઝાપટા પડતા રહે એટલે લાગે કે હમણા જ કોઇએ કલર પુર્યા હશે.

અમારી પાછળની તરફ પાણીનો શાંત ધોધ વહેતો હોય એવુ લાગે છે. હુ પાછળ ફર્યો ત્યાં મને નાનકડા ઝરણાં જેવુ લાગ્યુ. અને ઝરણાને કાંઠે જે એક ઝુંપડી જેવુ દેખાય છે. આજુબાજુ થોડા-ઘણા જાતે બનાવેલા ટેબલ રાખેલા હોય એવુ દેખાય છે.

એટલીવાર મા એક માણસ અંદરથી ચા લઇને આવ્યો. મારી પૂર્વધારણા સાચી પડી.

“રીયા આ જો તારા આર.જે. એ શોધી કાઢયુ.” ઝુંપડી બાજુ આંગળી લંબાવીને હુ દોડયો. “ચલ-ચલ ચા પીએ.”

હુ કારણ વગરનો એટલો હરખાતો હતો જાણે મને કોઇ સ્વર્ગ મળી ગયુ હોય. વધારાની દસ મીનીટ દસ વર્ષ મળી ગયા હોય એવી રીતે મારે વીતાવવી છે. છેલ્લી મીનીટ કે સેકન્ડે જ્યારે મને ચા મળે ને ત્યારે મારી જાતને હુ નસીબદાર સમજુ છુ.

વડોદરામા આટલા સમયથી રહેવા છતા અમારા ત્રણેય માટે આ જગ્યા સાવ નવી હતી. બસ ઉભી છે ત્યાં ઉંચાણ છે. ત્યાં મેઇન રસ્તાથી નદી સુધી જવા માટે નાનકડી કેડી જેવો રસ્તો છે. આગળ ચાલીને હુ નીચે તરફ ઉતર્યો. થોડા કાંકરા ગબ્ડયા એટલે મારો પગ સરક્યો. રાહુલ અને રીયા એ પાછળથી મારો ખભો પકડી રાખ્યો. નહીતર હુ સીધો નીચે જ લપસી જાત.

“સામે જોઇને ચાલતા નથી આવડતુ ને સાહેબ ને એકલા ટ્રીપ કરવી છે.” રીયા મારો હાથ છોડીને બોલી.

“નીચે ઉતરી જઇએ પછી ખીજાઇ લેજે ને.” હુ પાછળ ફરીને બોલ્યો.

નીચે ઉતરીને નદીની બાજુના ટેબલ પર મે બેગ રાખ્યુ.

ઉપરથી સામાન્ય એવી ઝુંપડી એ વાસ્તવમા નદીની ઉપર પાણી મા તરે છે. થોડીવાર તો મને વીશ્વાસ ન આવ્યો. મને થયુ બહાર જવાનો પ્લાન કેન્સલ કરી દઉ. શહેરની બહાર આવી કોઇ જગ્યા હોઇ શકે એ મે કલ્પના મા પણ નહોતુ. એ જગ્યા ખરેખર નદીની વચ્ચે તરે છે. બામ્બુના કેનવાસ પર તરતુ કેફે મારા સપનામા મે ક્યારેય નથી જોયુ.

કેડી પુરી થાય એટલે આગળ તરતો પુલ છે. પુલ પર થઇને વચ્ચે જવાય છે. અને આખી ઝુપડી પાણી મા હીલોળા લઇ રહી છે. આવી અઘોર વનરાજીમા આર્કીટેકચર નો આવો ચમત્કાર કોઇ કેમ કરી શકે. મને એ માણસને મળવાની ખરેખર ઇચ્છા થઇ આવી.

પુલ પરથી જુલતા અમે વચ્ચે પહોચ્યા.

“વાવ, યાર લવલી પ્લેસ....” કહીને રીયાએ ફોન મા નદીનો ફોટો પાડયો.

આખી જગ્યા સફેદ વાંસમાથી બનેલી છે. ઝરણાંનો ધીમો અવાજ અને પંખીઓનો કલરવ કાંઇક અલગ જ પ્રકારની ઉર્જા છે આ જગ્યાની. એક ટેબલ પર સામાન મુકીને અમે સેલ્ફી અને બઉ બધા ફોટા પાડયા.

ઝુંપડીની બહારની બાજુ એક સર્વીસ ટેબલ છે. વરસાદનો ટાઇમ છે એટલે અંધારુ થોડુ વધારે છે. અંદરની બાજુ પેટ્રોમેકસના દીવાના અજવાળે એક માણસ પાછળ ફરીને ઉભો છે એવુ દેખાયુ.

અમે રાહ જોતા ટેબલ પર બેઠા. મારાથી રહેવાયુ નહી એટલે મે બુમ પાડી. “ઓ કાકા ચા લાવો ને જલ્દી....બસ નીકળી જશે મારી....”

દરવાજા પાસેથી ગોલમટોળ દબાયેલા નાકવાળો માણસ લાંબી કાંઉબોયની ટોપી પહેરીને બહાર આવ્યો. બીચ પર પહેરવાનો શર્ટ અને ચડો પહેરેલો હાથમા એક ડીસમા કીટલી અને કપ લઇને અમારી તરફ ફર્યો. અમારી બાજુમા આવીને ઉભો રહ્યો ત્યારે દેખાયો કે નેપાળી જેવો લાગે છે.

ડીસ ટેબલ પર મુકીને ખીચામાંથી ચાવી કાઢીને બસ સામે ઇશારો કર્યો. “મે લે કે જાઉંગા તબ જાઓગે ના....”

અમે ત્રણેય એકબીજાની સામે જોતા રહ્યા. થોડીવાર અમે કાંઇ ન બોલ્યા એટલે એ મારી બાજુમા બેસી ગયો અને ચા ના કપ ભરીને બધાને આપ્યા.

“મુજે સબ પતા હે તુમ ક્યા સોચ રહે હો. યે નેપાલી ડ્રાઇવર હે યા ચાય વાલા....” કહીને એ હસવા લાગ્યો.

“મતલબ યે કીટલી આપકી હે યા બસ....” મારાથી બોલાઇ ગયુ. “યે સબ આપને કેસે બનાયા....મુજે કુછ સમજ મે નહી આયા....”

“આપ યહાં રહેતે હો....” રીયા બોલી.

“અભી સમજાતા હુ રુકો....સભી યહી પુછતે હે મુજે.....” કહીને એ હસ્યો અને અમને બધાને ચા પીવા માટે કહ્યુ. “આઇ એમ આર્કીટેક્ટ બાય પ્રોફેસન....”

રીયા અને રાહુલ મારી સામે જોઇને હસી પડયા.

“ઓફીસ બનાકે દુસરો કે ઘર બનાને મે ક્યા મઝા હે....ઇસી લીયે નેપાલ છોડ કે આ ગયા...ઘુમતા રહેતા પુરે વર્લ્ડ મે....દો તીન મહીને મે ઘર બદલતા હુ....” કહીને મારી સામે જોયુ. “ચાય ખતમ કરો અભી તો લંબા જાના હે...”

ચા પતાવીને અમે ઉપર આવ્યા. રીયા અને રાહુલ માનવા તૈયાર નહોતા કે કોઇ આર્કીટેકટ ચા ની લારી ચલાવે. ઉપર સુધી બેય હસતા રહ્યા. હુ થરમોસનુ ઢાંકણુ બંધ કરતો સાથે ચાલ્યો.

“આર.જે. તારી હાફ કેફે સ્ટોરી પુરી કરીને જ આવજે....” કહીને રીયા મને ગળે મળી. રાહુલ્યો પણ સાથે જોડાયો.

અમે ઉભા હતા ત્યાં બસનુ હોર્ન વાગ્યુ અને ગોળમટોળ નેપાળી બહાર લંબાઇને બધાને બોલાવી રહ્યો હતો.

જતા પહેલા ફરી વાર હુ રીયાને ગળે મળ્યો. આ સેકન્ડે મને ખરેખર રોકાઇ જવાનુ મન થઇ ગયુ. રીયાની આંખમા મે પહેલી વાર આંસુ જોયા. થોડી સેકન્ડ સુધી ત્રણેય એકબીજાની સામે જોઇ રહ્યા.

“જાને સેન્ટીમાસ્ટર.....હેરાન કરે છે ખોટે ખોટો.....હવે તો નેપાળી ભાઇબંધ ય મળી ગયો....” બોલીને રીયાએ મને ધક્કો માર્યો. “આવજે.....જલ્દી.....”

હુ બસ મા આવ્યો. દરવાજા પાસે ઉભો રહી રીયા અને રાહુલને આવજો કહેતા જોતો રહ્યો.

“સુપરમેન જલ્દી પાછો આવજે....અને પહોંચીને ફોન કરજે....” છેલ્લે મને આટલુ સંભળાયુ.

ક્રમશ: