The Bloody Corona 2020 - 5 books and stories free download online pdf in Gujarati

લોહિયાળ કોરોના- 2020 એક રહસ્યકથા - 5

લોહીયાળ કોરોના 2020 ભાગ 5





આગળ નીં કથા...

અગાઉના પ્રકરણ સહિત......




પણ ત્યાં વીજય હાજર હોવાથી વીજય અને ગુંડાઓ વચ્ચે ખૂબ જ લડાઈ થાય છે અને એ તમામ ગુંડાઓ ને ઢોરમાર મારી ને ડો.મેહરા પાસે પાછા મોકલે છે.
શ્રેયા વિજયને ખુબજ વિનંતિ કરે છે અને એને છોડી દેવા માટે માંગણી કરે છે ત્યાંરે વીજય પોતાની સંપૂર્ણ કહાની શ્રેયા ને કહે છે ત્યારે શ્રેયા ને પણ પોતાનાં પિતા ના કર્મો પર પસ્તાવો થાય છે અને એ વિજય ની મદદ કરવા માટે તૈયારી બતાવે છે.

વીજય ડો.મેહરા ને કોલ કરી ને કહે છે કે એણે શ્રેયા ને છોડી મુકી છે એટલે એ ત્યાં આવીને શ્રેયા ને લઈ જાય...

ડો.મેહરા આવે છે ત્યાં પણ શ્રેયા ને ત્યાં ન જોતા એ ફરી વિજય ને કોલ કરે છે.
વિજય પોતાની લેબોરેટરી માંથી નીચે આવે છે અને ડૉ.મેહરા અને વિજય વચ્ચે ફાઇટ થાય છે.

આ ફાઇટ માં વીજય ખૂબ જ ગંભીર રીતે જખમી થાય છે બેભાન થઈ જાય છે અને ડૉ.મેહરા એને મરેલો સમજી ને ભાગી જાય છે...
થોડી વાર પછી વીજય ને હોંશ આવે છે અને એ પોતાની કાર ચાલુ કરે છે પણ લોકડાઉન ના કારણે ઘણા દિવસો થી કાર ચાલુ થઇ નહોતી એટલે એ જામ થઇ ગયેલી હોય છે.

એ બીજી કાર લઇ ને ડો.મેહરા નો પીછો કરે છે અને એને પકડીને લેબોરેટરીમાં લઈ આવે છે અને એને ખુરશી સાથે બાંધી દે છે.
સામે કેમરો ગોઠવી ને ચાલુ કરે છે અને કોરોનાયુક્ત લોહી નું ઈન્જેકશન ભરી ને ડો.મેહરા ને જગાડે છે અને કહે છે કે એમાં બંદજ જ ગુના કબુલ કરે.

વિજય ડો.મેહરા ની કંપની માં કોલ કરે છે અને ડો.મેહરા ની વાત કમ્પની ના ખાસ ટ્રસ્ટી સાથે કરાવી ને એ પેનડ્રાઈવ કે જેમાં કોરોના ની દવા ના બધા જ ડેટા પડ્યા હોય એને વિજય ની લેબોરેટરી માં લાવવા કહે છે.

પેનડ્રાઈવ આવી ગયા બાદ વીજય ઇન્જેક્શન ડો.મેહરા ના હાથ પાસે લઈ જાય છે અને ડરાવી ને એના ગુનાઓ કબુલ કરાવતો એક વિડીયો બનાવે છે.

આ દરમિયાન અચાનક જ ડો.મેહરા વિજય ને જોરદાર પાટુ મારે છે અને વિજય પડી જાય છે અને માથા ઓર ઇજા થવા થી બેભાન થઈ જાય છે.

ડો.મેહરા પોતાને ખુરશી માંથી છોડાવી ને કાર લઇ ને ભાગી જાય છે.

થોડી વાર બાદ વિજય ને હોશ આવે અને વિજય જુવે છે કે ડો.મહર ભાગી ગયા છે ત્યારે તે વીડિયો કેમરા અને પેન ડ્રાઈવ ને કબાટ માં.મૂકી ને તેને ડો.મેહરા ને પકડવા જવાનું વિચારે છે.
એ શ્રેયા એ બીજા રુમ માંથી બહાર કાઢે છે અને એને કાર માં બેસાડી ને કાર ચાલુ કરે છે પણ પેટ્રોલ ના હોવાનાં લીધે કાર ચાલું થતી નથી.

વિજય જુવે છે કે એના હોસ્પિટલ ની સામે ના રસ્તા માં એક રીક્ષા પડેલી છે...
વિજય બેભાન થયેલી શ્રેયા ને ખભે નાખી ને રિક્ષાવાળા પાસે જાય છે અને કહે છે કે એને સેન્ટ્રલ હોસ્પિટલમાં લઇ જાય... પણ રિક્ષા વાળો ના પાડે છે એટલે વિજય એને એક કોરો ચેક આપી ને રીક્ષા ની ચાવી લઈ લે છે અને એમાં શ્રેયા ને બેસાડી ને ડો.મેહરા નો પીછો કરે છે.

થોડા અંતરે વિજય ડો.મેહરા ની કાર ની સાથે થઈ જાય છે અને એ એની કાર ને રસ્તા ની સાઈડ માં દબાવી ને રોકવાનો પ્રયત્ન કરે છે પણ ડો.મેહરા ની કાર ની સ્પીડ ખૂબ જ હોવાથી એમનો અકસ્માત થાઈ છે અને ડૉ.મેહરા ઘટનાસ્થળે જ મૃત્યું પામે છે.અને વિજય ગંભીર હાલતમાં ઘવાઈ ને પડી જાય છે અને એના ખિસ્સા માં રહેલું ઇન્જેક્શન બહાર નીકળી ને એની બાજુ માં પડી જાય છે.

ત્યાર બાદ ત્યાં પોલીસ આવે છે અને બેભાન હાલત માં વિજય હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને એ મરણપથારીએ પડ્યો હોય ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારી એમની પૂછપરછ કરવા આવે છે....
અને વિજય પોતાની બધી જ વાત અધિકારીઓ ને કરે છે અને કહે છે કે એમના લેબોરેટરી ના કબાટ માં એ પેન ડ્રાઈવ અને એક કેમેરો છે જેમાં ડો.મેહરા પોતે દરેક ગુના કબુલ કરે છે એ વિડીઓ અને કોરોના ની દવા ના બધા ડેટા પડ્યા છે....
આટલુ કહી ને વિજય ઊચ્ચ અધિકારીઓ ને હાથ જોડી ને વિનંતી કરે છૅ કે એ ડેટા ની મદદ થી કોરોના ની દવા બનાવે અને એનો યોગ્ય ઉપયોગ કરે...
અને અંતે વિજય દુનિયા છોડી ને ચાલ્યો જાય છે અને કોરોના ના હજારો દર્દીઓને એક નવી જીંદગી આપે છે.


-કૌશલ એન જાદવ
રાજકોટ
99094 70483
kaushalnjadav@gmail.com


ફરી મળીશું ......નવી કથા નવા કોન્સેપ્ટ સાથે....
નવા વિચાર સાથે....
જલ્દી મળીશું.....


કૌશલ એન જાદવ
રાજકોટ
99094 70483
kaushalnjadav@gmail.com