Jindgi ni aanti ghunti - 1 books and stories free download online pdf in Gujarati

જિંદગી ની આંટી ઘૂંટી ભાગ-૧

જિંદગીની આંટીઘૂંટી ભાગ-૧
મહેશભાઈ આજે 60 વર્ષની ઉંમરે તેમના આલિશાન બંગલા ના ,બગીચા ના બહાર હિંચકે બેઠા બેઠા આકાશમાં મીટ માંડી છે ,એક સમયના ઉદ્યોગપતિ અને આજે પણ તેનાથી વધુ પૈસાની રેલમછેલ એમના ઘરમાં છે. પણ પરિવાર !!બસ એટલે જ આકાશ સામુ જોઇ ઈશ્વરને કંઈક કહી રહ્યા હોય તેમ કે હે પ્રભુ કેવી આ જિંદગીની આંટીઘૂટી છે, જે ચક્ર વ્યુહ માંમાણસ ફસાતો જાય છે, અને તેને કદાચ કોઈ રસ્તો મળતો જ નથી, હવે શું કરવું છે, આવી જિંદગીને જેની ગૂંચો ઉકલે છે પાછી વીંટળાય છે પાછી ઉકલે છે, શું દરેકની જિંદગી આવી આંટીઘૂંટીઓ થી ભરેલી હશે, કે મારા એકલાની જ છે, મારા શ્વાસ ખૂટી જશે અને ઈચ્છાઓ બાકી રહી જશે, કે પછી !!નાના હજુ મારે બાકીનું જીવન એવું જીવવું છે કે રડતા લોકો ને હસાવીને, એવું કામ કરીશ કે વર્ષો સુધી લોકો મને યાદ કરે હે પ્રભુ એવી શક્તિ આપજે કે હું સારું કાર્ય કરી શકું અને પાછા આકાશ મીટ મંડાઇ છે એટલામાં તો ચાર પાંચ કોલેજ સ્ટુડન્ટ જેવા લાગતા છોકરાઓ તેમને ઘેરી વળ્યા ,તેઓ મહેશ ભાઇ ના જ બાજુમાં તેમનો બીજો બંગલો હતો તેમાં પેઇન ગેસ્ટ તરીકે રહેતા,અને તે રહેવા આવ્યા પછી, દરરોજ મહેશભાઈના બગીચામાં બેસવા આવે છે, અને અવનવી વાતો કરે છે ,આજે તો કહે છે કે દાદાજી દાદાજી તમે કહેતા હતા, ને તમે અમને તમારી જીવન ની કહાની કહેશો,તમે તમારા જીવનમાં કરેલું સંઘર્ષ ,તકલીફો અને તમારા પરિવારનો સાથ, અને આજે જેતમારી એકલતા છે તે.. આટલું સાંભળતા મહેશભાઈ આંખમાં પાણી ભરાઈ આવ્યા મૌન નુંઆકાશ પણ કેવું બહેકાવેછે ,આંખમાંથી યાદો રૂપી વર્ષા છલકાવે છે.. આંખો લૂછતાં બોલ્યા સારું ચાલો તમને આજે હું મારી કહાની કહીશ બધા ખુરશીઓ લઇને મહેશ ભાઇ નીસામે ગોઠવાઇ જાય છે, અને મહેશભાઈ તેમની કહાની શરૂ કરે છે, જ્યારે મારો જન્મ એક નાનકડા ગામમાં થયો ,અમેઅમારા ઘરમાં અમે પાંચ ભાઈ બહેન હતા ત્રણ ભાઈઓ ગણેશ હું અને રમેશ અને બે બહેનો હતી સીતા અને ગીતા અનેઅમારા ઘરને ગરીબ ખોરડુંકહી શકાય, ખાવાનું શોધોત્યાંતો હાડલી ઓ કુસ્તી કરે. એવી પરિસ્થિતિ માંડ માંડ બે ટંકના રોટલા નીકળેએમાં ઝાઝા ભાઇ બેન પણ મારા બાપુજી કહેતા કે કુદરતી આટલા જીવો ઘરમાં આપ્યા છે તો તેમને જીવાડશે ને અને મારી બા તો પ્રેમ ની પુતળી એ પણ બાપુ ની સાથે મજુરી કરે અને અમારા ગામના નગર શેઠ ને ત્યાં સાજે કામ પણ કરી આવે અને એના બદલામાં થોડુંક ખાવાનુંઅમારી માટે લેતી આવે, અમારી પાસે એક જ ખેતરતેમાં તો કેટલું પાકે કે અમારાં લોકો નું ભરણપોષણ થાય એટલે બા બાપુ લોકોની મજૂરીકામ જાય અને બાપુજી ને જે પૈસા મળી તેનાથી અમારા પેટ ભરાય, પણ વર્ષો તો વિતતા ગયા સમય નું તો કામ જ સરતા રહેવાનું છે, હું પાચેક વરસ નો હતો અને એ વર્ષે દુકાળ પડ્યો, અને દુકાળનું વર્ષ તો બહુ જ ભારે પડ્યું , અમારા ગામમા તો મજૂરી ક્યાં થી મળે અનેબીજે ગામ પણ ક્યાંથી મજૂરી મળે લોકો ગામ છોડી બીજે ગામ ત્રીજે ગામ મજૂરી શોધવા જવા માંડ્યા,લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા ભરેલા અનાજ પણ ખૂટવા માડ્યા ,એ વર્ષ તો ભારે મારામારી વારું રહ્યું, એકાદ વર્ષ તો જેમતેમ કરીને કાઢ્યું પણ પછી કુદરતની મહેર થઇ, અને વરસાદ પડ્યો, પણ જે દુકાળ વખતે વ્યાજે પૈસા લીધા હતા તેની ચૂકવણી કરવી ને, અમે ખાવા વાળા ચારઅને એમ પાંચમી બેન તો હજુ નાની તેને અમારી સાચવવાની, અમને પણ એટલી ખબર જ ના પડે પણ મોટાભાઇ તેને વધુ સાચવે, અને મા બાપુ મજૂરી એ કોઈનું કામ કરવા જાય અને તેના બદલામાં કંઈ ખાવાનું મળી જાય , હવે ઘરની એવી પરિસ્થિતિ સર્જાઈ કે મારા મોટા ભાઈને મજુરી કામે વળવું પડ્યું, મારા ભાઈ થોડું કમાતા થયા તેમની ભણવાની ઉંમર અને રમવાની ઉંમર બંને બાળ મજૂરી કરવામાં વીતી ગઈ, પણ કરે છું જ્યાં બાર સાધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતી હોય ત્યાં કરવું શું મને અને રમેશ નિશાળે બેસાડ્યા મારું મગજ તો ભણવામાં તેજ એટલેહું તો નિશાળ માં પહેલો નંબર લાવવા લાગ્યો પણ રમેશને ભણવું ગમે નહીં તેથી તે સામેથી જ કહે બાપુ મારે ભણવું નથી,, તમારે સાથે મજૂરી કરવી છે, બાપુ તો ઘરની પરિસ્થિતિ જોઈને ના ન જ પાડી નેરમેશ ભાઇ પણ સાત ભણી મજૂરી કામમાં જોતરાઈ ગયા, અને મારે તો ભણવું જ હતું મારું નાનપણથી જોયેલું સ્વપ્ન પૂરું કરવું હતું, અમારા ગામમાં નગરશેઠ વાલાકાકા તેમને જોઈને મને એવું થાય કે કેટલો રૂપિયો છે, એમની પાસે એટલો રૂપિયો આપણી પાસે હોવો જોઈએ, અને એ જમાનામાં એમની પાસેથી ફિયાટ ગાડી આખા ગામમાં કોઈની જોડે સાયકલ કે રેડિયો જોવા ન મળે ત્યારે એમની પાસે બ્લેક એન્ડ વાઈટ ટીવી પણ એટલે તેમને સાહ્યબી જોઈને મનમાં ગાંઠ વાળેલી કે એક દિવસ હું પણએટલાં રૂપિયા કમાઈશ અને એમના થીએ વટ માં ફરીશ પણ એના માટે અઢળક મહેનત કરવી પડશે, મહેનત વગર તો ક્યાં સફળતા મળે છે,અને એજ સપના જોતા હું મેટ્રિક પાસ થયો અનેએમાં પણ પ્રથમ નંબરે પણ આ તો ગામડુ એટલે ભણવા પહેલા સગાઈ કે લગ્ન ને મહત્વ આપ્યું મારા મોટાભાઈ ની સગાઈ ની વાત આવી અને સાથે મારી પણ મારે તો આગળ શહેરમાં જઈને ભણવું હતું ,મારે લગ્ન નહોતા કરવા, મેં બાપુજી ને કહ્યું કે ગણેશ અને રમેશભાઈ ના લગ્ન કરાવી દો મારે તો ભણવું છે, પણ બાપુ એકના બે ન થયા મારા સાટા માંમારી સાથે સીતા ની સગાઈ કરવાની હતી તેથી તેઓ તેમની વાતમાં મક્કમ રહ્યા અને હું પણ મારી વાતને મક્કમ રહયો.....

(હવે આગળ ના ભાગ માં જોઇશું કે શું મોહન ભાઇ લગ્ન કરી લે છે કે પછી....)