Charly cheplin books and stories free download online pdf in Gujarati

ચાર્લી ચેપ્લિન

આજે આપણે વાત કરવા ની છે એક આવા વ્યક્તિત્વ વિશે એક એવી વ્યક્તિ વિશે જેણે દુનિયા ને પોતાની કલા થી હસાવી હસાવી ને હંફાવી નાખ્યા પણ કહેવાય ને કે દિવસ પાછળ રાત હોય દિવા પાછળ હંમેશા અંધારું જ હોય એમ આ વ્યક્તિ ની પણ અંગત જિંદગી વિશે આપણે જાણીયે તો એમ થાય કે ઓહો આટલુ બધું દુઃખ અને છતાંય આ માણસ ને જયારે યાદ કરવા માં આવે ત્યારે એને હાસ્ય સમ્રાટ ના નજરિયે થી જ યાદ કરવા માં આવે છે આજ જેની વાત કરવી છે એનું નામ છે ચાર્લી ચેપ્લિન.

આમ તો જયારે આપણે આ નામ યાદ કરીયે ત્યારે એક જોકર ટાઈપ નો વ્યક્તિ મંચ ઉપર બધા ને હસાવતો હોય એવુ જ આપણને યાદ આવે આપણી સ્મૃતિ આ નામ અને આ વ્યક્તિ પાછળ આટલી જ યાદો હોય પણ મેં જયારે આ પુસ્તક હાથ માં લીધું એટલે એમ હતું કે આમાં એની સફળતા ની વાર્તા હશે પણ જેમ જેમ આ વંચાતું ગયું તેમ તેમ એક નવું પોઝિટિવ વાતાવરણ અને આ વ્યક્તિ ને જોવા પાછળ નો નજરીયો બદલતું ગયું.

સામાન્ય રીતે આપણે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કલાકાર ને આપણે મંચ પર કે પછી અત્યાર ના સમય માં મૂવી માં જોયે ત્યારે એમ થાય કે વાહહ કેવી જિંદગી છે પરંતુ એક વાત સત્ય છે કે એ પડદા પર ની ઝીંદગી અને વાસ્તવિક જિંદગી માં ઘણું બધું અંતર હોય છે ઘણા કલાકારો દુનિયા ની દ્રષ્ટિ એ સફળ હોય પણ પોતાના અંગત જીવન માં સંપૂર્ણ પણે હતાશ થયેલા હોય છે તાજેતર નુ ઉદાહરણ છે સુશાંત સિંહ રાજપૂત નુ દુનિયા ની દ્રષ્ટિ એ સેલિબ્રિટી છે પણ એનું અંગત જીવન માં ઘણું બધું ખૂટતું હતું જેના લીધે એને આત્મહત્યા જેવું ગંભીર પગલું લીધું.

વાત કરીયે ચાર્લી ની તો એ એવુ વ્યક્તિત્વ હતું કે જેને દુનિયા ને હમેશા હસાવ્યા જ છે પણ એના અંગત જીવન ના પાસાઓ જોયે તો આપણને એમ વિચાર આવે કે માણસ આવી જિંદગી જીવી શકે ખરા?? આપણે જો કદાચ એની જગ્યા હોય તો કદાચ ના કરવાનું કરી લીધું હોય.. પણ એ આવા કષ્ટ વેઠી ને જ એ ઉંચાઈએ પહોંચ્યા કદાચ એટલે જ એને આવી સફળતા મળી હશે. કષ્ટ પણ કેવા કે જે ઉંમર માં એટલે કે 5-7 વર્ષ ની ઉંમર માં બાળક ને રમવા ની ઉંમર હોય એ ઉંમરે એને પિતા નુ મૃત્યુ થઇ જાય છે ( પાલક પિતા, ત્યાં બે ત્રણ લગ્ન ની પ્રથા સામાન્ય છે ), પછી તેની માતા જે પોતે પબ માં અને બાર માં સારી એવી ગાયક હોય છે એનો અવાજ જતો રહે છે એટલે હવે આવક નુ સાધન બંધ, જે તેના હકીકત ના પિતા હતા એ એમને સહાય આપવા નુ બંધ કરી દીધું છે, એની મા આવી બધી પરિસ્થિતિ થી પાગલ થઇ જાય છે એટલે એને ફરજીયાત એના હકીકત ના પિતા અને એના સાવકી માં સાથે રહેવા જવું પડે છે ત્યાં તેને બહુ હેરાન કરવા માં આવે છે એમની પાસે કપડાં ના પણ પૈસા નથી હોતા, ઘર નો સ્ટવ વહેંચી ને બ્રેડ લેવા જાવા જેવી સ્થિતિઓ પણ સર્જાય છે.તેણે અલગ અલગ જગ્યા એ સામાન્ય એવી નોકરીઓ પણ કરેલી જેમ કે કરિયાણા ની દુકાન માં, ડૉક્ટર ને ત્યાં, પુસ્તક ના પ્રકાશક ને ત્યાં આમ વિવિધ જગ્યા એ અલગ અલગ કઠણાઈ નો સામનો કરી અંતે તે શેરલોક હોમ્સ નાટક માં જોડાય છે અને દુનિયા ને હસાવવા ની કલા શીખી જાય છે.

આવી મુશ્કેલીઓ છતાં પણ એ વ્યક્તિ પોતાના માં રહેલી કલા ને પારખી અને યોગ્ય જગ્યા એ એનો ઉપીયોગ કર્યો અને આજ ઇતિહાસ માં એનું નામ અમર થઇ ગયું.

એનું માનવું હતું કે સફળતા માણસ ને પ્રિય બનાવે છે આમ જોવા જાયે તો જીવન નુ આ જ સત્ય છે આજે દિલ્હી માં નેશનલ સ્કૂલ ઓફ ડરામા (એન.એસ.ડી) માં અસંખ્ય લોકો એક્ટર બનવા ના સપને આવે છે પણ એમાં થી એક ટકા થી પણ ઓછા લોકો મૂવી માં ખ્યાતિ પામે છે અને આ એક ટકા લોકો ને જ આપણે મૂવી માં જોયે છીએ અને એને ઓળખીયે છે આપણે એવા લોકો ને નથી ઓળખતા કે જે ત્યાં થી નિષ્ફળ થઇ ને રાહ બદલાવી નાખ્યો હોય આજ ઉદાહરણ લયે પિયુષ મિશ્રા નુ એને પોતાના ની જિંદગી ના વિસ વર્ષ ત્યાં એન.એસ.ડી માં થિયેટર કર્યું એને એના જીવન ના સુડતાલીસ માં વર્ષે એની પહેલી મૂવી મળી હતી જે હતી ગુલાલ અને આજે એ મારાં જેવા અનેક નૌજવાન લોકો ના દિલ માં રાજ કરે છે. એ પિયુષ મિશ્રા વારંવાર કહે છે કે

"એક્ટર હો તો કામ જરૂર મિલેંગા,
લેકિન ક્યાં કામ મિલને તક એક્ટર રહ પાઓંગે ? "
હકીકત આ જ છે જીવન ની વ્યક્તિ સફળતા મેળવવા માટે સંઘર્ષ ઘણો કરે છે પણ મોટા ભાગ ના લોકો અંતિમ પડાવ જ પાર નથી કરી સકતા એના માટે ધીરજ જરૂરી છે કેમ કે જેમ પેલા કીધું એમ સફળતા જ માણસ ને પ્રિય બનાવે છે બાકી નિષ્ફળ લોકો ને અને રાહ બદલાવી નાખનાર ને તો કોઈ ઓળખતું પણ નથી.

~ભાવિન જસાણી

તા. ક. વ્યાકરણ પર બહુ ધ્યાન આપવું નહિ.