hoshiyar harsh karshe gunana pardafash - 4 books and stories free download online pdf in Gujarati

હોશિયાર હાર્શ કરશે ગુનાના પર્દાફાશ - 4


કહાની - ટ્રેઇલર: એક હોશિયાર ડિટેક્ટિવ હાર્શ નિરાલી નો એક કેસ સોલ્વ કરવાની મથામણમાં છે! પણ શ્રેયા હાર્શ થી આકર્ષાઈ ગઈ છે! એ એને ડેટ પર લઈ જવા કહે છે તો નિરાલી એના થી નારાજ થાય છે. તો એને હાર્શ સમજાવે છે કે પોતે એને ડેટ માટે નહિ કહ્યું એમ! આખી લાઈફ જે સિરિયસ જ રહેતો એ આજે નર્વસ થઈ રહ્યો હતો! આ કેસ એના માટે અલગ સાબિત થવાનો હતો, એની ખુદ એને પણ જાણ નહોતી! પણ આગળ ઘણી બધી વાતો જાણવા મળે એવી હતી!

હાર્શે તુરંત જ એની સામે શકાભરી નજરથી જોયું તો એ સમજી ગયો કે એણે એની ઉપર શક છે! નીચે પડી ગયેલો દંડો એણે ઉઠાવ્યો અને હાર્શ ઉપર પ્રહાર કરી દિધો! પણ વચ્ચે જ એણે એક મુલાયમ હાથે રોકી લીધો! એ હાથ નિરાલીનો હતો! પણ નિરાલીએ ગુંડા આગળ વધારે ના ટકી શકી! ગુંડાએ જોરથી દંડો ગુમાવ્યો તો નિરાલી થોડી દૂર જઈ પટકાઈ! આ જોઈને હાર્શનો ગુસ્સો વધ્યો, એણે એક મુક્કો એ ગુંડાને મોં પર માર્યો તો એ ત્યાં જ ઠેર થઈ ગયો!

થોડી વાર પછી ત્યાં લોકલ પોલીસ આવી ગઈ... બંને ગુંડાઓને લઇ જવામાં આવ્યા.

ખૂબ જ ટોર્ચર કર્યા પછી પણ બંને માંથી કોઈ પણ કોઈનું નામ લેવા તૈયાર નહોતા!

પોલીસને શ્રેયાનું નામ લેવાનું કહેતા હાર્શને નિરાલીએ જ રોકી લીધો, ગમે તે નિરાલી એની સચ્ચાઈ નહોતી છોડવા માંગતી!

🔵🔵🔵🔵🔵

"મારી બહેન જ મારી તો દુશ્મન છે!" હાર્શની બાહોમાં નિરાલીનો ચહેરો હતો અને તે રડતા રડતા બોલી રહી હતી!

બંને થોડી વાર માટે રિલેક્સ થવા આ કેફેમાં આવ્યા હતા.

અચાનક જ શ્રેયા જેવી કોઈ છોકરી હાર્શને કેફેમાં દાખલ થતી જોવા મળે છે. એણે તુરંત જ કોલર ચઢાવી દીધા અને હેર સ્ટાઈલ બદલી નાખી, ચશ્મા કાઢીને એણે મોં ઉપર રૂમાલ બાંધી દીધો... નિરાલીને એણે જવાનો ઈશારો કરી દીધો તો એ પે કરીને ચાલી ગઈ. શ્રેયાએ એણે જોઈ પણ આમ પણ એ એકબીજાને કઈ પૂછતા જ ક્યાં હતા?!

"હેલો સ્વીટ હાર્ટ!" ગુંડાની અદામાં એ બાજુના ટેબલની છોકરીને બોલ્યો તો એ છોકરી એણે "શટ આપ!" કહીને ચાલી ગઈ.

રૂમાલ પહેરેલ હાર્શના જ ટેબલ પાસે જઈને શ્રેયા બેસી ગઈ. એ કોઈનો ઇન્તજાર કરી રહી હતી.

થોડી વાર પછી ત્યાં એક હેન્ડસમ છોકરો આવ્યો. એ શ્રેયાની બાજુમાં જઈને બેસી ગયો.

"હીરો લાવી?!" છોકરાએ હળવેકથી પૂછ્યું.

"હા... પૈસા લાવ્યો?!" શ્રેયાએ જવાબ આપી સામે પૂછ્યું.

"હું આપું પૈસા?!" હાર્શે એના ફેસ ઉપરથી રૂમાલ હટાવતા કહ્યું તો હીરો લઇને એ કઈ પણ વિચાર્યા વિના ભાગી. પણ બહાર નીકળે ત્યાં જ એણે નિરાલીએ રોકી લીધી!

🔵🔵🔵🔵🔵

"હા... મેં જ આ બધું પ્લાનિંગ કરી હતી! હું જ છું એ માસ્ટર માઈન્ડ!" શ્રેયા 'ઓઝા નિવાસ'માં ચિલ્લાઈ રહી હતી. એની સામે મિસ્ટર ઍન્ડ મિસેસ ઓઝા, હાર્શ ખુદ, પોલીસ, નિરાલી અને પેલો છોકરો પણ હતો.

"મારા પપ્પા સાથે મિસેસ ઓઝાનો નાજાયસ સંબંધ હતો, એ મારી અડધી મા હતી! એની પ્રોપર્ટી ઉપર મારો હક હોય જ ને! એટલે જ તો એ મને પણ આટલો પ્યાર કરતી હતી, પણ જ્યારે મને ખબર પડી ને કે નાની એ હીરો બનાવ્યો છે તો હું લાલચમાં આવી ગઈ હતી!" શ્રેયાએ કબૂલ્યું.

"શું કમી રહી ગઈ હતી, અમારા પ્યારમાં!" મિસેસ ઓઝાના આંખોમાં આંસુ હતા.

"શેમ ઓન યુ!" નિરાલી માંડ બોલી શકી.

"હર્ષ, આઈ લવ યુ!" શ્રેયા બોલી.

"બટ, આઈ જસ્ટ હેટ યુ!" હાર્શે ગુસ્સામાં કહ્યું.

"આઈ લવ નિરાલી... નીરુ, આઈ લવ યુ!" હાર્શે નિરાલીને કહી જ દીધું.

"તને કોને કહ્યું કે હું તને લવ કરું છું એમ?!" નિરાલીએ સુર બદલ્યો.

"તારી આ આંખોએ... જે રીતે તું મને જોવું છું! જાણે કે ક્યારેય ખોવા જ ના માંગતી હોય!" હાર્શે સ્પષ્ટતા કરી.

"ઓહ... હાવ સ્વીટ!" નિરાલી ખુશ થઈ ગઈ કે હર્ષ પ્યારની વાતોમાં પણ એક્સપર્ટ હતો!

(સમાપ્ત)