Mohan thi mahatma books and stories free download online pdf in Gujarati

મોહન થી મહાત્મા

મોહન થી મહાત્મા સુધી..ગાંધી - ૧૫૦
પ્રિય પરિવારજનો,
" મારું જીવન એ જ મારો સંદેશ છે."
મોહનદાસ કરમચંદ ગાંધી......
He picked up pinch of salt and broke the British Rule.... સત્ય, અહિંસા, દયા, પ્રેમ અને કરુણા નો સંદેશ ફેલાવનાર વિશ્વ વિભૂતિને તેમના ૧૫૦મી જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન.
મિત્રો, મહાત્મા ગાંધીજી વિશે વાત કરવી છે. મહાત્મા ગાંધીજી ના જીવનને જોવા, જાણવા, વાંચવા અને વિચારવાની જરૂર છે. મહાત્મા ગાંધીજી એટલે મહાન ભારત દેશના રાષ્ટ્રપિતા, આઝાદીના પ્રણેતા અને વિશ્વમાં શાંતિ અને અહિંસા નો સંદેશ ફેલાવનાર વિશ્વ વંદનીય મહાપુરુષ. વિશ્વની ૭ અબજની વસ્તી નો અને છેલ્લી સદી નો લોકજાગૃતિ નો પ્રહરી લોકનાયક એટલે મહાત્મા ગાંધીજી.
મહાત્મા ગાંધીજીના અગિયાર વ્રત જોઈએ.......
(૧) અહિંસા (૨) સત્ય (૩) અસ્તેય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ (૬) શ્રમ (૭) આસ્વાદ
(૮) અભય (૯) સર્વ ધર્મ સમભાવ (૧૦) સ્વદેશી (૧૧) અસ્પૃશ્યતા નિવારણ.
મિત્રો, ગાંધીજી પોતાના જીવનમાં નિયમ પાલન મા કઠોર હશે, પરંતુ બિલકુલ જડતા રાખતા નહી. તેમના વિચારો પરિવર્તનશીલ અને ક્રાંતિકારી પણ કહી શકાય. તેઓ માસ ભક્ષણને યોગ્ય માનતા ન હતા તેમ છતાં સરહદના ગાંધી એવા ખાન અબ્દુલ ગફારખાન આશ્રમમાં આવતા ત્યારે તેમનો ખોરાક માસ જ હોવાથી તેમને માટે તેની વ્યવસ્થા કરતા હતા. અને ચરખા માટે એમને જાહેર કર્યું હતું કે હું જે ચરખાની વાત કરું છું, તેનાથી વધુ સારો ચરખો બીજા કોઈ સંશોધન કરશે અને વધુ લોકોને રોજગારી મળશે તો આપણે ચોક્કસ તેને અપનાવીશું. કુદરતી સંસાધનો મા તેમની રુચિ હતી.
આજના ગાંધી ૧૫૦ના સોનેરી અવસરે આપણે કદાચ ગાંધીજી તો ના બની શકીએ પરંતુ તેમના ચશ્મા બનવાનો પ્રયત્ન કરીએ જેથી તેમની દૃષ્ટિ આપણને સમજાય. તેમની લાકડી બનવાનો પ્રયત્ન કરીએ કે જેથી આધાર બનતા શીખી શકીએ અને ચંપલ બનવાનો પ્રયત્ન કરીએ કે જેથી ગતી કરવાનું શીખી શકીએ.
મિત્રો, આપણું સદભાગ્ય છે કે ગાંધીજી એ ગુજરાતમાં જન્મ લીધો અને મહાન ભારત દેશ તથા સમગ્ર વિશ્વ ને દોરવણી આપી, વિશ્વ શાંતિ અને અહિંસા માટે સક્ષમ નેતૃત્વ પૂરું પાડ્યું, માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી .
આજની વિકટ પરિસ્થિતિમાં મહાત્મા ગાંધીજીને અને તેમની વિચારધારાને યાદ કરીએ, જીવંત રાખીએ, ગેરમાન્યતા ને ફગાવી દઈએ. ગાંધીજી આપણા પોતીકા હોવાનું ગૌરવ મહેસૂસ કરીયે.

મહાત્મા ગાંધીજીને પ્રણામ...

યૌવન ટકતું નથી અને ઘડપણ અટકતું નથી.

જીવનયાત્રા એટલે ' મા ' ને ખોળેથી 'પ્રભુ' ને ખોળે' સુધીની અદભૂત, અલૌકિક અને અમૂલ્ય યાત્રા. જીવન એટલે પ્રભુની અણમોલ બક્ષિસ. શૈશવ, યૌવન અને વાર્દ્યક્ય માં વહેંચાયેલી જીવન યાત્રા. ઉપરોક્ત ત્રણેય તબક્કા પોતાની રીતે મહત્વના છે, આનંદમય અને પ્રગતિકારક છે. શૈશવમાં ઝડપી વિકાસ, ઓછી જવાબદારી અને વધુ આનંદ છે. યૌવન, શક્તિ અને ઊર્જાનો સ્ત્રોત છે. તેથી તેમાં સાહસથી સંપત્તિનું સર્જન થાય છે, અને વિશેષ આનંદ ની સુખાનુભૂતી થાય છે. જ્યારે સોહામણું ઘડપણ ગળપણ સમાન છે. ખટમીઠાં સ્મરણો સાથે અનુભવો ના સમૃદ્ધ ખજાનાની અવસ્થા છે.
ફકત શક્તિની ક્ષીણતા, અશકિત ની વેદના અને કયારેક એકલતાની પીડા થી ઓછપ અનુભવાય છે.
આ સ્થિતિને દુર કરવી અત્યંત આવશ્યક છે.
જીવન યાત્રામાં સદાય વસંત રાખવા શારીરિક અને માનસિક ફિટનેસ એ પહેલું પગથિયું છે. મનુષ્યની કર્મેન્દ્રિયો છેક સુધી કાર્યરત રહે તેવી ક્ષમતા પ્રભુએ આપી છે, પરંતુ આપણે જાણે - અજાણે તે ક્ષમતા ગુમાવી દીધી છે. અનુશાસન, નિયમિતતા અને આયોજન પ્રત્યે દુર્લક્ષ સેવ્યું છે.
માણસ સદાકાળ યુવાન જ હોય છે, કારણકે ઘડપણ એટલે યુવાની વત્તા અનુભવનો સરવાળો. ઉંમર વધે, શારીરિક અવસ્થામાં ફેર પડે પણ મન તો એ જ છે અને કાયમ એ જ રહેવાનું છે. માટે મન મજબૂત અને મક્કમ મનોબળ વાળું રાખવાની જવાબદારી આપણી છે. વડીલને બદલે વહાલ વૃદ્ધ બનીએ.
જીવનયાત્રા ને આનંદમય બનાવવાનું પંચામૃત.......
(૧) વર્તમાનમાં જ રહો. ભૂતકાળ ને વળગી રહો નહીં અને તેને નિરર્થક વાગોળ્યા કરો નહીં.
(૨) બીજાને મહત્વ આપો. જે બીજાને આપે છે, તે જ પામે છે.
નિસ્વાર્થ ભાવે પર - સેવા કરીને આનંદ મેળવો.
(૩) શાંત રહો. સહજ, સરળ અને નિર્મળ રહેવાથી મન શાંત રહે છે. મન ની શાંતિ અને સંતોષથી જીવનનો આનંદ બેવડાઈ જાય છે .
(૪) પકડી ને બેસી રહો નહી. જતું કરવાનું કે છોડવાનું આવે તો ઉદારતા રાખશો. દુનિયામાં કોઈ અમર પટ્ટો લખાવીને આવ્યું નથી.
" નમે તે સૌને ગમે". આક્રમકતા ઓછી કરો. અનુકુલન અને સમાધાન વૃત્તિ ખુશી આપશે.
(૫) સ્વ ને ઓળખો. સ્વ ને ઓળખવું એટલે ભીતરમાં પડેલા ગુણો જેવાકે સ્થિરતા, વિશાળતા, સમજ, સમતા, ક્ષમતા, પ્રેમ, લાગણી અને વાત્સલ્ય ને જાગૃત કરવા પડશે, જેવું એનું પ્રાગટ્ય થશે તેવું આનંદમય વાતાવરણ આપોઆપ આવશે.
મિત્રો, આ પંચામૃત નું પાલન કરશો તો ચોક્કસ સુખમય જીવન યાત્રા ની અનુભૂતિ થશે, તેમજ સદાકાળ યુવાન રહેશો.
અર્થસભર, ભાવસભર, અને પ્રભુ કૃપા સભર સૌની જીવનયાત્રા રહે તેવી અંતરની શુભેચ્છા.
Ashish Shah
Prism Knowledge Inc.
9825219458