Shraddha of memories books and stories free download online pdf in Gujarati

યાદોનુ શ્રાદ્ધ

“મેઘા, આજે સવારનો જાગ્યો ને ત્યારનો બસ ખૂબ જ હિચકી આવે છે, કોણ સવાર સવાર માં યાદ કરતું હશે? એક તો અહિયાં અમેરિકામાં શ્વાસ લેવાનો સમય નથી મળતો મને અને કોઈક મને યાદ કરે છે.” દેવાંગ જરાક પરેશાનીમાં હોય તેમ લાગે છે અને હિચકી નો કંટાળેલો તેની પત્ની મેઘા સાથે વાત કરે છે. મેઘાને એક તો કામ સવાર માં પતતું નથી અને જોબ પર જવાનો સમય થઈ રહ્યો છે એટલે ગુસ્સામાં દેવાંગ ને ખિજાઈ છે,”પ્લીઝ યાર દેવાંગ, સવાર સવાર માં છે ને આ હિચકી અને યાદ ને એવી સાવ ખોટી મગજની મેથી નો માર, એક તો અહિયાં કામ ના ઢગલા છે ને તારે મારી મદદ કરવાની જગ્યા એ, યાદોની શહનાઈ વગાડવી છે.” દેવાંગ કઈક બોલે એ પેલા મેઘા એ ફરી શરૂ કર્યું, “કોણ હોય યાદ કરવામાં તને, કયા તો તારા દેશ ના સ્ટુપિડ બધા સાવ ગંદા દેશી વિલેજર્સ અને કયા તો તારો પેલો આખું ગુજરાત સ્ટેટ કહી શકીએ આટલુ મોટું તારું ફેમિલી યાદ કરતું હશે, ગોડ આઈ એમ સીક એન્ડ ટાયર્ડ ઓફ ધિસ ફેમિલી બુલ્શિટ.”

“એ મેઘા, જો સાવ આમ ના બોલ હો. તને બધી હકીકત કહીને જ આપણે લગ્ન કર્યા છે અને એક સાવ નાની એવી હિચકી આવી ને મે કહ્યું કોઈક યાદ કરતું હશે, એમાં આટલી હાઇપર શું થાઈ છે?” દેવાંગે વળતો પ્રહાર કરવાની કોશિશ કરી. “હવે છે ને તારી યાદોની ફરિયાદો બંધ કર અને જા તૈયાર થા, ઓફિસ માટે તારે ને મારે બન્ને ને લેટ થાઈ છે.” મેઘા એ દેવાંગની યાદો ને પૂર્ણવિરામ આપ્યું.

દેવાંગને અમેરિકા આવે લગભગ 17 વર્ષ થઈ ચૂક્યા છે અને મૂળ ભારતીય પણ જન્મથી અમેરિકા માં રહેતી મેઘા સાથે લગ્ન ને 8 વર્ષ થયા છે. બન્નેનો સંસાર અમેરિકાની ભાગદોડ વાળી જીંદગીમાં એવો ગુંચવાયો છે કે બન્ને એક જ ઘર માં રહેતા હોવા છતાં અલગ અલગ લાગે છે. બન્નેને એકબીજાને યાદ કરવાનો સમય નથી મળતો પણ હા શું કરવાનું છે, શું લાવવાનું છે, કોનો વાંક છે, કોણ સોરી કહેશે એ બન્ને સમયે સમયે એકબીજાને ભૂલ્યા વગર યાદ કરાવતા રહે છે.

“યાર, જોન ધિસ હિક્ક અપ(હિચકી) ઇસ ડ્રાઇવિંગ મી નટ્સ.” દેવાંગ તેના આસિસ્ટન્ટ જોનને સવારની હિચકીથી પરેશાન ફરિયાદ કરે છે. “સર, સમવન મસ્ટ બી મિસિંગ યૂ.” જોન પણ હિચકી અને યાદોની ગાથા માં શબ્દ પુરાવે છે. દેવાંગને આજે ખાસ્સું કોઈ કામ નથી ફ્રાઇડે છે એટલે એ ઓલ્મોસ્ટ ફ્રી છે એટલે એ મોબાઈલ લઈ મેસેજીસ ચેક કરે છે, અને અચાનક સફાળો બેઠો થઈ ખુદના પર ગુસ્સો કરે છે અને મનમાં જ બોલે છે, “શું કઈ ટાઇપ નો હું માણસ થઈ ગયો છું, હર વર્ષે ગમે તેમ યાદ કરીને હું બા અને બાપુજીનું વિધિવત શ્રાદ્ધ કરતો અને આજે સવારથી એટલે જ મને હિચકી એ યાદ અપાવે છે કે, હું અભાગ્યો મારા બા બાપુજીને ભૂલી ગયો.”

દેવાંગ બધુ પડતું મૂકી ફટાફટ ઘરે જાય છે અને રસ્તામાં જ મેઘાને ફોન કરે છે કે, “તારાથી અવાઈ તો આવી જા, આપણાથી બહુ મોટી ભૂલ થઈ છે, આપણે આ વર્ષે બા બાપુજીનું શ્રાદ્ધ ભૂલી ગયા.” મેઘાને પણ સવારે જે યાદોની વાત પર દેવાંગને ખરી ખોટી સંભળાવી એ વાત પર દુખ લાગે છે, એ એના બોસ પાસે ઇમર્જન્સિ લીવ લઈને ફટાફટ ઘરે પહોંચે છે.

ઘરમાં આવતાજ દેવાંગ સૌપ્રથમ બા બાપુજીના ફોટાને નમન કરી રડતાં રડતાં માફી માંગે છે, “કયા શબ્દો માં બા બાપુજી તમારી માફી માંગુ, હું નાનો હતો ત્યારે બા તું મારી હર એક નાનામાં નાની જરૂરિયાર યાદ રાખતી અને એને પૂરી કરતી. બાપુજી તમે મને ક્યારેય કોઈ કામ માટે ના નથી પાડી હમેશાં મારી ઈચ્છાઓને ભૂલ્યા વગર પૂરી કરી છે, તમે તમારી અસ્થમાની દવા લેવાનું યાદ ના રાખતા પણ મને અમસ્તી જો ઉધરસ હોય તો પરાણે દવા યાદ કરીને પીવરાવતા. બા મને આજે પણ યાદ છે મારા હર એક જન્મદિવસમાં, તારા જન્મદિવસમાં અને બાપુજીના જન્મદિવસમાં તે મારુ ભાવતું જમવાનું બનાયું છે અને વર્ષનો આ એક દિવસ મારે તમને યાદ કરીને જમાડવાનું હોય એ પણ ભૂલી ગયો, શરમ આવે છે મને મારા આ અમેરિકી લાઇફસ્ટાઇલ પર. આ જીવને આજે મારા બા બાપુજીને ભુલાવી દીધા અને નકામી બધી જ વસ્તુઓને યાદ કરાવી દીધી.”

મેઘા બધી વાતો દૂર ઊભી ઊભી સાંભળે છે અને દેવાંગ પાસે જઈને સમજાવે છે, “ ડિયર, જે થયું એ, આવી ગયું ને તને યાદ અને આમ જો જરાક તને યાદ આવતાની સાથે જ તારી હિચકી પણ બંધ થઈ ગઈ, ચાલ હવે ફટાફટ ફ્રેશ થઈ જા અને હું બા બાપુજીને ભાવતી વાનગી બનાવું છું. આપણે વિધિવત પૂજા કરી હ્રદયથી માફી માંગી ને બા બાપુજીને યાદ કરશું અને શ્રાદ્ધ કરશું.

“યાદનું કઈક આવુજ છે, કયા સ્વરૂપે એ તમને બધુ યાદ કરાવી દે અને વાસી લાગતાં સંબધોને યાદ રૂપી પાણી છાંટી તરોતાજા કરી દે, જીવતા યાદ કરતાં રહો બાકી મર્યા પછી તો બધા બસ એક જ દિવસ યાદ કરશે, તમારા શ્રાદ્ધ પર.”