learn and learn books and stories free download online pdf in Gujarati

જાણકાર બનો

*લોકોને જાણકારી માટે*

*એક ભાઈ શ્રી આજે પ્રશ્ન પૂછેલો તેનો જવાબ બધા લોકો સુધી સચોટ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન*

*એક ક્યૂસેક પાણીએટલે કેટલું* *કૂવામાં એક ઈંચ પાણી મળે તો એનો અર્થ*

*ચારેબાજુ ભારે વરસાદ પડી રહ્યો છે એટલે અખબારોમાં સમાચાર આવશે કે ફલાણા ડેમના દરવાજા ખોલવા પડયા એમાંથી આટલા ક્યુસેક પાણી છોડાયું. ત્યારે વિચાર આવે કે પાણી જેવા પ્રવાહી માટે તો લિટરનું એકમ હોય છે. આ માપ ક્યુસેકમાં કેમ લખાય છે. નદીમાં વહેતા પાણીને લિટરમાં શી રીતે માપી શકાય? એટલે વહેતા પાણી માટે ક્યૂસેકનું એકમ વપરાય છે.*
*એક ક્યૂસેક એટલે એક સેકન્ડમાં એક ઘનફૂટ પાણી વહી જવું. એક ઘનફૂટ પાણી એટલે ૨૮.૩૨ લિટર થયું. જો નદીમાંથી એક ક્યૂસેક પાણી વહેતું હોય તો એક સેકન્ડમાં ૨૮.૩૨ લિટરના હિસાબે એક મિનિટમાં ૧૬૯૯.૨ લિટર પાણી વહેતું હોય અને એક કેલાકમાં ૧૦૧૯૫૨ લિટર પાણી વહી જતું હોય. જો સમાચાર આવે કે બંધમાંથી ૪૦૦ ક્યૂસેક પાણી છોડાયું તો એનો અર્થ હવે સમજી શકાશે કે દર કલાકે બંધમાંથી ૪,૦૭,૮૦,૮૦૦ લિટર પાણી છોડવામાં આવે. એ હિસાબે આખા દિવસનો અને ૨૪ કલાકનો હિસાબ કરીએ તો આંકડો ગણતાં ન ફાવે એટલો મોટો થઈ જાય. આટલો મોટો આંકડો લખતાં, બોલતાં અને સમજતાં ગરબડ ન થાય એટલા માટે ક્યૂસેકનું એકમ બનાવવામાં આવ્યું છે. પંચાયત કે મ્યુનિસિપાલિટીનુ પાણી ન આવતું હોય અને બોરવેલ કરાવીએ તો વાતો થાય છે કે ૭૦૦ ફૂટ ઊંડે સુધી ખોદ્યું તો બે ઈંચ પાણી મળ્યું. આ બે ઈંચ એટલે પાણીનો થર બે ઈંચનો છે. પરંતુ બોરવેલ કે કોઈપણ કૂવામાં પાણી સ્થિર ભરેલું હોતું નથી. એ ભૂગર્ભના પોલાણોમાં વહેતું પાણી હોય છે. જો કૂવામાં એક ઈંચ પાણી મળે તો એનો અર્થ એવો થાય કે તેમાં દર કલાકે ૬૦૦ લિટર પાણી વહેતું જાય છે.*
બીજી જાણકારી લઇએ.

સ્નેહનું સર્જન અને વેરનું વિસર્જન

પ્રેમ, પ્રસન્નતા અને પુણ્યનો ત્રિવેણી સંગમ થાય ત્યાં સ્નેહની સરવાણી અવિરત વહ્યા કરે. પ્રેમને ટકાવવા માટે ઉદારતા અને જતું કરવાની વૃત્તિ ને સદૈવ ધારણ કરવી પડે. સકારાત્મકતા અને સમાધાનની વૃત્તિ થી પ્રસન્નતાનો વાસ રહે છે. અર્પણ, તર્પણ અને સમર્પણની વૃત્તિથી સદાય પુણ્યનું પ્રાગટ્ય થાય છે.
ક્રોધ, ઈર્ષા, અદેખાઈ અને અસંતોષ થી વેરની લાગણી ઉદભવે છે. વીતેલું સુખ પણ કયારેક અધૂરપ નો એહસાસ કરાવે છે. બીજાના સુખને આપણા દુઃખનું કારણ આપણે જાતે બનાવી લેતા હોઈએ છીએ.
આવી નકારાત્મક લાગણીઓ વેર, બદલો લેવાની ભાવના તથા માનસિક તનાવ ને આમંત્રણ આપે છે.
હંમેશા સ્નેહ સફળતા અપાવવામાં મદદ કરે છે. જ્યારે વેર મનને કમજોર બનાવે છે. સ્નેહથી સંપ રહે છે, જ્યારે વેરથી આર્થિક, સામાજિક અને માનસિક નુકસાન પ્રાપ્ત થાય છે.
સ્નેહ, પ્રેમ અને લાગણીથી વિજય મળે છે, જ્યારે વેર, ક્રોધ અને ગુસ્સાથી સરવાળે તો પરાજય જ મળે છે.
યાદ રાખો, સ્નેહમાં સાંધો હોય છે , જ્યારે વેરમાં વાંધો હોય છે.
પરિવાર અને સમાજમાં દૂર સુધી અવલોકન કરો તો જણાશે કે સ્નેહથી ખુશી અને આનંદ નો માહોલ પ્રવર્તે છે, જ્યારે વેરથી કટુતા, નફરતનું વાતાવરણ પેદા થાય છે. સુખ, શાંતિ અને સમૃદ્ધિ જોજનો દૂર રહે છે.
સમયને સાચવતા શીખો, પરિવર્તન ને સ્વીકારતા શીખો અને સંજોગોને માન આપતા શીખો. આનાથી સ્નેહનું પ્રાગટ્ય આપોઆપ થશે. અને જો સ્નેહનું સર્જન થશે તો ક્રોધ, ગુસ્સો, નફરત અને વેર નું સર્જન થશે નહી. કદાચ થોડી માત્રામાં થાય તો તેનું શમન પણ જલ્દી થશે.
જીવન યાત્રામાં વેર ના વળામણાં કરો અને સ્નેહ નું સામૈયું કરો.
નકારાત્મક લાગણી ઉપર નિયંત્રણ રાખવાથી વાતાવરણ સરળ, સહજ અને નિર્મળ રહેશે.

આશિષ શાહ
Prism Knowledge Inc.
9825219458