See you again - Chapter-12 books and stories free download online pdf in Gujarati

ફરી મળીશુ - પ્રકરણ-12

· શ્યામની રાધિકા સાથે પ્રથમ મુલાકાત

એક છોકરી હાઇટ સાડા પાંચ ફુટ અને એકદમ સફેદ, લાંબાંવાળ પ્રદર્શનકરવાનુ હોય એમ ખુલ્લા રાખિને આવેલી.બ્લુ કુર્તી અને બ્લેક જીન્સ, ગળામાં સ્કાફ નાખીને એના પ્રશ્ન પુ્છવાનો સમય આવતા પોતાના એકદમ શાંત મધુર સ્વરથી પ્રશ્ન પુછે છે, બધામાં ઘોંઘાટમાં તેનો ઝીણો અવાજ સંભળાતો નથી.

શ્યામ હાથ ઉચો કરીને કહે છે, એવરી બડી સાઈલેન્ટ પ્લિઝ. બધા જ એકદમ ચુપ થઈ ગયા.

એક સુંદર ઢીંગલી જ જોઇલો એવી એકદમ વિનમ્ર સ્વભાવની છોકરી કહે છે સર મારુ નામ રાધિકા છે. સર અમે એક ઓફિસમાં જોબ કરીએ છીએ. ત્યા અમારી પાસે વધુ પડતુ કામ કરાવી લેવામાં આવે છે પણ સંતોષકારક સેલેરી નથી મળતી.

શ્યામ કહે છે, રાધિકા કર્મ આપણા હાથમાં પણ ફળ ઉપર વાળાના હાથમાં છે. તુ પાંચ હજાર પગારમાં સાત હજારનુ કામ કરે છે તો, બે હજાર ક્યારેક ને ક્યારેક તો તને વ્યાજ સહિત કુદરત આપે છે. આપણુ કર્મ મહાન હોવુ જોઇએ.

રાધિકા કન્ફ્યુઝડ હતી છતા બીજો સવાલ કરે છે, બટ સર એ ફળ ક્યારે મળશે? બધા હસવા લાગ્યા.

શ્યામ હસતા હસતા જ કહે છે, તારા લગ્ન થઈ ગયા ?

રાધિકા મોં હલાવીને જ ના કહે છે.

નહિ ને તો હજી ઘણા પરિણામો બાકી છે. રાધિકાએ બે હજારના બદલે તને કોઇ સારુ પાત્ર મળે તો તારે કોઇ ફિકર જ ન રહે એવુ પણ બની શકે.

બધા ખુબ જ મોજ મસ્તી કરીને કાર્યક્રમ પુરો થયો. રાતનો એક વાગી ગયો હતો.

શ્યામ ઘરે પહોચ્યો. શ્યામ પાસે ડોર લોકની એક ચાવી હતી જ એટલે દરવાજો ખોલ્યો અને પોતાના બેડરૂમ તરફ જતો હતો અને જોયુ કે પપ્પા એકલા હજી ટેરેસમાં હિંચકા પર બેઠા હતા.

શ્યામ પપ્પા પાસે જઈને કહે છે, પપ્પા હજુ તમે કેમ જાગો છો? સુઇ જાઓ.

પપ્પા કહે છે, બેસ અહિ, શ્યામ પપ્પાની બાજુમાં બેસી જાય છે.

પપ્પા વાત શરુ કરે છે, બેટા મારે કેટલા દિવસથી તને પુછવુ છે, પણ હુ પુછી નથી શક્તો.

શુ પુછવુ છે પપ્પા? પુછો ને તમે શુ કામ ન પુછી શકો? તમારો મારી પર સંપુર્ણ અધિકાર છે. મારી ક્યાક ભુલ હોય તો પપ્પા તમે આજ પણ મને લાફો મારી શકો છો. જે અધિકાર હુ નાનો હતો ત્યારે હતો એ જ અધિકાર આ જ પણ છે, શ્યામ કહે છે.

પપ્પા કહેવા લાગ્યા, અરે બેટા આજ સુધી મને નથી લાગતુ તે કઈ પણ ભુલ કરી હોય પણ અમને એમ થાય કે અમે તને પુછીને હેરાન શુ કામ કરીએ? તુ તો મારો ડાહ્યો દિકરો છે. એમ કહિને પપ્પાએ માથામાં હાથ ફેરવ્યો.

શ્યામ કહે પણ પપ્પા તમે જે પુછવાના હોવ એ બિન્દાસ્ત કહિ દો.

પપ્પા મુળ વાત પર આવ્યા, અમે જ્યારે તારી સગાઇની વાત કરીએ એટલે તુ કેમ ચિંતામાં પડી જાય છે? તને કોઇ છોકરી પસંદ છે કે, તુ એમ જ ના કહે છે. એ મારે જાણવુ છે.જો બેટા જે હોય એ સાચુ કે, હુ તને બધી સ્વતંત્રતા આપુ છુ. મને તારી ઉપર વિશ્વાસ છે.મામા જે છોકરી વિશે કહે એને આજ અમે જોઇ આવ્યા. અમને બધાને પસંદ છે. એ છોકરી મને એવુ લાગે છે કે તારા માટે એ બેસ્ટ છે.તારી અને એની સારી જોડી થાય એમ છે. પપ્પા ચોખવટથી વાત કરે છે.

શ્યામ સ્વસ્થ થઈને પપ્પાને કહે છે, પપ્પા હુ તમને સોળ તારીખે બધી જ વાત કરીશ. અત્યારે તો મને પણ નથી ખબર કે આ વિષય મને ક્યા લઇ જશે? હા મામા જે વાત કરતા હતા. તે વિષય પર આગળ વાત ચલાવો પણ મારો અંતિમ નિર્ણય તમને પંદર દિવસ પછી જ મળશે. આ પહેલા તમે આગળ નહિ વધી શકો.

પપ્પા કહે વાંધો નહિ તુ જેમ કઈશ એમ જ થશે. અમે તને નહિ પુછીએ. તને એવુ લાગતુ હોય કે હજુ બે વર્ષ આ વિષય પર વાત નથી કરવી તો, પણ હુ અટકી જઈશ પણ તારી મમ્મીને ઉતાવળ વધુ છે.

શ્યામ હસતા હસતા કહે છે, પપ્પા એ તો દરેક મમ્મીને પોતાન દિકરાની વહુને જોવાના કોડ હોય છે, જે પુરા થવા જરુરી છે.

પપ્પા કહે છે, બેટા અમે સ્વપ્નમાં પણ ન્હોતુ ધાર્યુ એવા સ્વપ્ન તે પુરા કર્યા. અમે તારી લાગણીને સમજીએ છીએ.

બન્ને ધંધા વિશે ચર્ચા કરે છે, સામાન્ય વાતો કરતા હતા.

પપ્પા ચા પીવી છે? તો બનાવુ, શ્મામ પુછે છે

હા બેટા તુ પીવરાવ તો પીવી જ હોય ને, પપ્પા કહે છે.

શ્યામ અને એના પપ્પા વચ્ચે ગજબ ટ્યુનિંગ હતુ. ભલે એના પપ્પા અભણ હતા ગામડામાં રહેતા હતા. છતા પણ શ્યામ તેના બિઝનસની બધી વાત પપ્પા સાથે શેર કરતો હતો. જે વાત સમજ ન પડે એ વિગતવાર સમજાવે તો ઘણીવાર સામાજીક વાતો કે ગમ્મત કરતા કરતા રાતના બે ત્રણ વાગી જાય. ત્યારે વચ્ચે વચ્ચે શ્યામ ચા બનાવે અને બન્ને સાથે ચાની ચુસ્કી પણ લે.

આજે પણ ચાલી ચુસ્કી લઇને છુટા પડ્યા

શ્યામ પોતાના રૂમમાં સુવા જાય છે. ફરીવાર એ જ વિચાર એને ઘેરી વળે છે કે મીરાએ કેમ આવુ કહ્યુ હશે કે સોળ તારીખ સુધી રાહ જુઓ. રાત્રે લગભગ બે વાગ્યા હશે. થોડી વાર એમ થયુ કે કોલ કરૂ અત્યારે. પછી એમ થયુ કે સુઇ ગઈ હશે. તો પણ બે ત્રણ બ્લેન્ક ટેક્સ મેસેજ છોડ્યા

સામેથી જ કોલ આવ્યો.

કેમ હજી ઉંઘ નથી મારા પરફેક્ટ ને? મીરા કહે છે

મીરાનુ આ વાક્ય શ્યામને ગમતુ પણ આજે આ વાક્ય શ્યામને મુંજવતુ હતુ.

શ્યામ કહે છે, તે ઉંઘ જ ઉડાડી દિધી. તે આટલા દિવસ જે માંગ્યા એની કરતા મારો જીવ માંગ્યો હોત તો પણ આપી દેત.

પાગલ છે તુ શ્યામ? શુ બકવાસ કરે છે?

તો શુ કરૂ મીરા ?

જો શ્યામ પંદર દિવસનુ કોઇ મહત્વ નથી. મારો જવાબ જે પણ હોય તુ મારો જ છો અને મારો જ રહિશ.

તુ આમ જ મને કન્ફયુઝ કરતી રહેજે. પપ્પા એક છોકરી પસંદ કરી છે, બધાને ઘરમાં ગમે છે મને જોવા કહે છે.

તે શુ કહ્યુ?

તે પંદર તારીખ આપી અને મે સોળ તારીખ અને હમણા જોવી હોઇ તો જોઇ લઈશ એમ કહ્યુ

સરસ, જોઇ તો લે જે કેવી છે એ તો ખબર પડે.

શુ કેવી છે ? તુ મીરા મને કન્ફયુઝ્ડ કરે છે. મીરા હુ તારા વગર નહિ જ રહી શકુ, મીરા તારા વગરની એક પલની મે ક્યારેય કલ્પના સુધ્ધા નથી કરી. મને તારાથી અલગ નથી થવુ મીરા

શુ શ્યામ નાના છોકરા જેવુ કરે છે? એવુ કઈ જ નથી મે પપ્પાને વાત કરી છે. પપ્પા વિચારીને કહેશે.

એટલે પપ્પા ના કહે તો નહિ કરવાનુ એમ ને.

ના શ્યામ એવુ કઈ જ નથી એમને પુછવુ પડે જ ને? તુ પોઝીટીવ વિચાર શ્યામ ચાલ સુઇજા ગુડનાઇટ.

ગુડ નાઇટ કહિને ફોન મુકિ દે છે.

બે દિવસમાં તો અહિ મામાએ કોલાહલ મચાવી દિધો હતો. પછી શ્યામ માટે છોકરી શ્યામના પરિવારના બધા જ જોઇ આવે છે. પછી સામે પક્ષેથી કહેવામાં આવે છે કે, અમારે તમારા ઘર જોવા આવવુ છે અને છોકરો પણ અમે ઘરે જ જોઇ લઇશુ.

એક દિવસ મહેમાનને આવવા માટે કહેવા આવ્યુ.

મહેમાનને છોકરોને ઘર જોવાની ઉતાવળ એટલી હતી કે સમય કરતા પહેલા પહોચી ગયા હતા.

શ્યામને મામાએ ફોન કર્યો.

શ્યામે કહ્યુ મામા નિકળી ગયો છુ પણ ટ્રાફિકમાં અટવાયો છુ.

શ્યામ તો એકદમ સિમ્પલ કપડામાં સફેદ શર્ટ અને ગ્રે પેન્ટ. શ્યામનુ શરીર પહેલા કરતા કસાયેલુ થઇ ગયુ હતુ.એકદમ હિરો જ લાગતો હતો. શ્યામ આવીને બધાને મળે છે અને એક સોફા ઉપર પોતે બેસે છે. બધી જ વાતચીત થાય છે. છોકરીના ઘરનાને ધ્યાનમાં આવી ગયુ હોય, એમ ત્યા બેઠા બેઠા જ લાગતુ હતુ. છોકરા છોકરી એકબીજાને જોવાના બાકિ છે. શ્યામ આમ તો પહેલી જ વાર આવી રીતે છોકરી સાથે વાતચીત કરવાનો હતો. એક રૂમમાં બન્ને સામસામે ચેર મુકિ. છોકરી ત્યા બેસાડિ અને શ્યામને પણ ત્યા બોલાવવામાં આવ્યો. શ્યામ આવ્યો એટલે છોકરી પણ ઉભી થઈ ગઈ. શ્યામ ચેર પર બેસતા પહેલા જ પ્લીસ બેસો તમે.

શ્યામ ચેર પર બેસતાની સાથે જ સામે જોવે છે અને કહે છે અરે તુ રાધિકા?

હા હુ જ તે દિવસ તમને જોવા જ આવેલી કાર્ડમાં તમારુ નામ હતુ એટલે. સામેથી જવાબ આવ્યો.

ઓહ મને એમ હતુ કે સંજોગ પણ આ તો ક્રિએટીવ છે.

થોડા સવાલ શ્યામ પુછે છે અને રાધિકાને પુછે છે કે તમારે કઈ પુછવુ છે?

રાધિકા કહે છે, ના કઈ જ નથી પુછવુ બધુ જ ખબર છે.

શ્યામ બહાર નિકળી જાય છે અને રાધિકા પણ બહાર આવી જાય છે. ત્યા તો બહાર બધુ રંધાય જતા જતા રહિ ગયુ હોય છે.

મામાએ સગાઇની તારીખને બધુ નક્કિ કર્યુ હોય છે, ત્યા શ્યામના પપ્પા કહે છે કે શ્યામને પુછી તો લઈએ.

શ્યામ આવે છે એટલે મામા બધાની વચ્ચે જ પુછે છે કે કેમ લાગ્યુ બેટા?

શ્યામને અત્યારે મામા પર ગુસ્સો આવતો હતો. એમ થતું હતું કે મામા મારી સોપારી લઈને આવ્યા લાગે છે.

હવે જો અત્યારે હા કહે તો પણ ચિંતા અને ના કહે તો પણ ચિંતા

એટલે વિચારીને બોલ્યો,હુ વિચારી ને કઇશ.

ચા, નાસ્તા બધુ કરાવીને મહેમાન વિદાય લે છે, મામા પણ એ લોકોને નીચે સુધી મુકવા જાય છે. શ્યામ અને શ્યામના મમ્મી પપ્પા બેઠા હોય છે.

શ્યામ પપ્પા સામે કઈ પણ બોલે એ પેલા જ પપ્પા કહે છે, તુ ચિંતા ન કર હુ તને નહિ પુછુ. મે એ લોકોને કહિ દિધુ છે કે અમે બીજી છોકરીઓ પણ જોઇ છે એટલે તમારે થોડી રાહ જોવી જ પડશે અને એ લોકો પણ સહમત છે.

શ્યામ કહે પપ્પા થેન્ક્સ

પપ્પા શ્યામના ખભા પર પોતાનો હાથ રાખે છે અને કહે છે, અમે તારી લાગણી સમજીએ છીએ.

હવે પ્રતિક્ષાનો અંત આવતો હતો. સૌથી કપરા દિવસો વર્ષોથી પણ લાંબા વીત્યા પણ આખરે પંદર દિવસ કપાઇ ગયા.

સવારમાંથી જ આજ શ્યામ મનમાં ને મનમાં ખુશ હતો. તૈયાર થઈ થ્રી પિસ શુટ પહેરી ઓફિસ જવા નીકળ્યો.

મીરા અને તેના મમ્મી પપ્પા શ્યામના ઘરે એક સોફા પર બેઠા હતા, સામે શ્યામ અને શ્યામના મમ્મી પપ્પા બેઠા હતા.

મીરાના પપ્પા કહેતા હતા કે તમારે એક દિકરો અને અમારે એક દિકરી છે. આપણે એક જ પ્રસંગ છે જે ખુબ ધામધુમથી કરવાનો છે. અચાનક જ આ વિચારોના વમળમાંથી પોતાના મનને ઠપકો આપે છે કે વધુ પડતી અપેક્ષાઓ અને ધારણાઓ ન રખાય વધુ દુઃખી થવુ પડે.માત્ર શ્યામના વિચારો તેના માનસ પર છવાઇ રહ્યા હતા.

થોડી વાર વિચાર આવે કે આટલો સમય કેમ માંગ્યો હશે? કઈ કારણ તો નહિ હોય ને. ખરેખર મીરાએ આવો તો મને ક્યારેય નહિ તડપાવ્યો હોય.

મીરાનો મેસેજ આવ્યો, ડુમસ બીચ પાસે ૮ વાગે આવી જાજે.

શ્યામ રિપ્લે આપે છે ઓકે થેન્ક્સ.

આખો દિવસ ઓફિસમાં કામ અને ટેન્સનમાં પસાર થતો જાય છે.

અચાનક જ વીર રિશેપ્શન પરથી એમ કહેતો હતો કે, બોસ છે કે નહિ અંદર?

રાજ્યના સૌથી એકટીવ યુવાન શુ કરે છે? એમ બુમો પાડતો પાડતો શ્યામની ચેમ્બરમાં આવી જાય છે.

શ્યામ પણ વીરને જોઇને ઉભો થઈને ભેટી પડે છે. આમ પણ આ માનસિક પરિસ્થિતિ પર જો કોઇ રાહત હોઇ તો એ વીર છે. એની સિવાય શ્યામ કોઇને પણ કઇ વાત શેર કરતો જ ન હતો. હવે તો વીર ઘણો જ દુર દુબઈની ઇન્ટર નેશ્નલ કંપનીમાં સારી પોસ્ટ પર નોકરી કરતો હોય છે. ૭૦-૮૦ લાખનુ વાર્ષિક પેકેજ હોય છે. અલગ અલગ દેશમાં ફરતો તેની કંપનીની સાઇટ ચાલતી હોય ત્યા વિઝીટ કરતો.

શ્યામને આ પરિસ્થિતિમાં ખુબ સારુ લાગ્યુ હતુ શ્યામ ખબર અંતર પુછ્તા બોલ્યો, અરે વાહ સર પ્રાઇઝ આપી. ક્યારે આવ્યો સુરત?

વીર ઘડીયાળમાં જોઇને કહે છે, બસ સવારમાં પાંચ વાગે ફ્લાઇટમાંથી ઉતર્યો.

શ્યામ વીરની સામે જોઇને કહે છે, તુ તો બદલતો જ જાય છે કોલેજ માં મોટા મોટા લેહકામાં વાત કરતો અને અત્યારે તો હેન્ડસમ થઈ ગયો છે.

બન્ને મિત્રો વારંવાર ફોનમાં વાતચીત કરતા જ હોય છે પણ રૂબરૂ તો ક્યારેક ક્યારેક જ મળવાનુ થતુ હતું.

વીરને શ્યામ પણ બધી વાતચીત કરે છે કે, આજે જ જવાનુ છે. એ મને ફાઈનલ જવાબ આપવાની છે.

વીર શ્યામને આશ્વાસન આપતા કહે છે કે તેના ઘરેથી પરમીશન લેવા માટે સમય માંગ્યો હશે. હમણા તેના પપ્પા પણ ટુર પર હશે એટલે એના આવવાની રાહ જોતી હશે. તુ ખોટુ ટેન્શન ન લે.

તમારુ કેટલે પહોચ્યુ ભાઇ એ તો ક્યો? શ્યામ કહે છે.

વીર અહિ બધુ બિન્દાસ્ત શેર કરતો એટલે ચોખ્ખા જ શબ્દોમાં કહે છે,હા ભાઇ હમણા જ દુબઈ મળી હતી હજી બીજી વાર મળી ત્યારે એઝ અ ફ્રેન્ડ મળી હતી. હવે તો બહુ જ ક્લોઝ છે. આપણે તેને મળીશુ. એ અત્યારે અહિ જ છે.

શ્યામ કહે, સરસ શુ વાત છે? એટલે જ તમારું આગમન થયું હશે નહિ? અમને મુલાકાત કરાવજો એટલે ઓળખે.

વીર કહે તુ એની સામે ઉભો રહિ જા તો, પણ એ ઓળખી જાય એટલી તમારી બન્નેની વાતો અમે કરીએ છીએ. એ પણ એવુ કહેતી હતી કે મારે એ લવ બર્ડસને મળવુ જ છે.

ઘણી બધી વાતો કરી વીર અને શ્યામે વાતમાં ને વાતમાં સાંજના પાંચ વાગી ગયા.

વીર કહે, હવે તુ જા અને હુ પણ મારા ઘરે જાઉ. તારી લાઈફના બેસ્ટ ડિસિઝન લેવા માટે તને બેસ્ટ ઓફ લક.

વીર શ્યામને ભેટે છે અને બન્ને અલગ પડે છે.

શ્યામ પણ ઓફિસથી ડુમસ જવા નીકળે છે. શ્યામની ઓફિસથી ડુમસ પંદર કિલોમીટર જેવુ થતુ હશે પણ ટ્રાફિકના કારણે વહેલા નિકળી ગયો. સીટિલાઈટ અને યુનિવર્સિટીના સોફ્ટ રોડ પર ૧૦૦ - ૧૨૦ પર ગાડીનો સ્પીડ કાંટો પહોચી ગયો હતો. એનાથી પણ ઉપર શ્યામનો વિચારોનો કાંટો હતો કે શુ થશે? હા કે ના.

પોતે ક્યારેય પણ નહિ વિચારેલુ કે આ સંજોગો પણ આવશે. અત્યાર સુધી તો એમ જ હતુ કે મીરાના મનમાં કોઇ દિવસ મારી સિવાય બીજો વિચાર ન આવે પણ હવે શ્યામના વિશ્વાસની ખરેખરી કસોટી થવાની છે.