Anonymous warrior of the Mahabharata books and stories free download online pdf in Gujarati

મહાભારત નો ગુમનામ યોદ્ધો



સવ્યસાચી અર્જુન દ્વારા સિંધુરાજ જયદ્રથ નો વધ થયેલો જોઈને અંગરાજ કર્ણે એના પર આક્રમણ કરી નાંખ્યું. અંગરાજ કર્ણ ને અર્જુન તરફ આવતો જોઈને પાંચાલ રાજકુમારો(યુધામન્યુ અને ઉતમૌજા) તથા સાત્યકિ કર્ણ તરફ આગળ વધ્યા. અંગરાજ કર્ણ ને પોતાની નજીક આવતો જોઈને મહારથી અર્જુને ભગવાન શ્રી કૃષ્ણ ને કહ્યું કે " આ સુતપુત્ર કર્ણ વીર સાત્યકિ તરફ આગળ વધે છે અવશ્ય આજે રણભૂમિમાં ભૂરિશ્રવા નો વધ એના માટે અસહનીય થઈ ગયો છે."
"હે જનાર્દન, તમે પણ રથ ને ત્યાં લઈ જાવ જ્યાં કર્ણ જાય છે ક્યાંક એવું ન બને કે કર્ણ સાત્યકિ ને પણ ભૂરિશ્રવા ના માર્ગે મોકલી દે"

મહારથી અર્જુન ના આવું કહેવા પર સમયને પારખી ને કેશવે કહ્યું કે
"હે પાર્થ, તે મહાબાહુ સાત્વત શિરોમણી સાત્યકિ એકલો જ કર્ણ માટે પર્યાપ્ત છે અને આ સમયે તો મહારાજ દ્રુપદ ના બે પુત્રો એની સાથે છે તો પછી કહેવુ જ શું ?"
"હે અર્જુન, આ સમયે કર્ણ સામે તારું યુદ્ધ કરવું ઉચિત નથી કેમકે એની પાસે ભારી ઉલ્કા સમાન પ્રજ્વલિત થવા વાળી દેવરાજ ઈન્દ્ર ની આપેલી અમોઘ શક્તિ છે. હે શત્રુ સંહારક અર્જુન , તારા માટે કર્ણ એ શક્તિ ની દરરોજ પૂજા કરે છે અને તારા માટે જ એ શક્તિ સુરક્ષિત રાખી છે. અત: કર્ણ સાત્યકિ સાથે યુદ્ધ કરે એ જ ઉચિત છે."
"હે ધનંજય, હું તે દુષ્ટ નો અંતકાળ જાણુ છું જ્યારે તુ સ્વંય તારા તીખા બાણો થી એને યમલોક મોકલવાનો છો."

ધૃતરાષ્ટ્ર - હે સંજય, ભૂરિશ્રવા તથા સિંધુરાજ ના વધ પછી અંગરાજ કર્ણ અને સાત્યકિ વચ્ચે નું યુદ્ધ કેવું હતું ? સંજય, સાત્યકિ પણ રથહીન થયેલો તે ક્યાં રથ પર સવાર થયો તથા પાંચાલ વીર યુધામન્યુ અને ઉતમૌજા એ કોની સાથે યુદ્ધ કર્યું ? એ મને જણાવ.

સંજય- રાજન્, હું અત્યંત ખેદ સાથે એ મહાસમર માં ઘટિત ઘટનાઓ નું આપની સમક્ષ વર્ણન કરું છું. આપ ધ્યાન થી સાંભળજો.
રાજન, શ્રીકૃષ્ણ ના મન માં પહેલા જ એ વાત આવી ગયેલી કે આજે વીર સાત્યકિ ને ભૂરિશ્રવા પરાસ્ત કરશે. શ્રીકૃષ્ણ તો ભૂતકાળ તથા ભવિષ્યકાળ બંને જાણે છે એટલે એમણે પોતાના સારથિ દારુક ને બોલાવી ને પહેલે થી જ રથ જોડી રાખવાની આજ્ઞા આપેલી.
મહારાજ, શ્રીકૃષ્ણ મહાન છે. શ્રીકૃષ્ણ અને અર્જુન ને દેવતા, ગાંધર્વ,યક્ષ,નાગ, રાક્ષસ અને મનુષ્ય માંથી કોઈ પરાજિત ન કરી શકે. તે બંને ના પ્રભાવ ની કોઈ સરખામણી નથી. અત: હવે યુદ્ધ નો વૃતાંત સાંભળો,
સાત્યકિ ને રથહીન તથા અંગરાજ કર્ણ ને યુદ્ધ ઉતાવળો જોઈને શ્રીકૃષ્ણે પ્રચંડ ધ્વનિ ઉત્પન કરનાર પોતાનો શંખ વગાડ્યો‌. દારુક એ શંખનાદ સાંભળી, ભગવાન નો સંદેશ સ્મરણ કરી તત્કાળ રથ લઈને ઉપસ્થિત થયો જે રથ પર ગરુડ ચિહ્ન યુક્ત ઉંચી ઘજા લહેરાતી હતી. શ્રીકૃષ્ણ ની અનુમતિ પ્રાપ્ત કરીને વીર સાત્યકિ દારુક દ્રારા જોડેલ રથ પર સવાર થયા. છચ્છાનુસાર ચાલનાર તથા સુવર્ણ અલંકારો થી સજાવેલ એ રથ માં શેવ્ય, સુગ્રીવ,મેઘપુષ્પ, બલાહક, નામ વાળા શ્રેષ્ઠ અશ્વો જોડેલા હતા. એ રથ વિમાન સમાન જણાતો હતો.
એ રથ પર સવાર થઈ ને બાણવર્ષા કરતા સાત્યકિ એ અંગરાજ કર્ણ પર આક્રમણ કર્યું. અત્યંત ક્રોધિત થયેલા કર્ણે પણ બાણવર્ષા ના પ્રત્યુતર માં સાત્યકિ પર આક્રમણ કરી નાખ્યું.
રાજન્ , એ બંને ના મહાયુદ્ધે દરેક ના મન મોહી લીધા. દરેક યોદ્ધા દર્શક સમાન તે બંને નરશ્રેષ્ઠ નું યુદ્ધ તથા દારુક નું સારથિ કર્મ જોવા લાગ્યા.
રથ માં બેસેલ કશ્યપગોત્રીય સારથિ દારુક ની રથસંચાલન ની પદ્ધતિ થી આકાશ માં ઉભેલ દેવતા, ગંધર્વ અને દાનવ પણ ચકિત થઈ ગયા તથા કર્ણ અને સાત્યકિ નું યુદ્ધ જોવા માટે સાવધાન થઈ ગયા. તે બંને યુદ્ધભૂમિમાં એકબીજા ની સ્પર્ધા કરતા કરતા પોતપોતાના મિત્રો માટે પરાક્રમ બતાવતા હતા.
મહારાજ, દેવતા સમાન તેજસ્વી કર્ણ તથા સાત્યકિ બંને એકબીજા પર બાણો નો વરસાદ કરવા લાગ્યા. કર્ણ થી ભૂરિશ્રવા, જલસંઘ અને સિંધુરાજ નો વધ અસહનીય થવા ને કારણે એણે સાત્યકિ પર બાણ નો મારો ચલાવ્યો. કર્ણ એ ત્રણે ની મૃત્યુ થી શોકમગ્ન થઈ ને ફુંફાડા મારતા નાગ ની જેમ લાંબા લાંબા શ્વાસ લઈ રહ્યો હતો. એ યુદ્ધ માં ક્રોધિત થઈ ને સાત્યકિ તરફ એવી રીતે જોતો હતો કે જાણે તે સાત્યકિ ને બાળી ને ભસ્મ કરી નાખશે‌.
એણે વારંવાર વેગપૂર્વક સાત્યકિ પર આક્રમણ કર્યું. કર્ણ ને ક્રોધિત જોઈને સાત્યકિ એ પણ બાણવર્ષા કરતા કર્ણ નો સામનો કર્યો‌. જાણે એક સિંહ બીજા સિંહ સાથે લડે છે એવું દ્રશ્ય સર્જાયું. વેગશાળી વાઘ સમાન પરસ્પર ભિડેલા બંને વીરો રણભૂમિમાં અદભુત પરાક્રમ બતાવી રહ્યા હતા. ત્યારબાદ સાત્યકિ એ સંપૂર્ણ લોહમય બાણો દ્રારા કર્ણ ને વારંવાર પીડા પહોંચાડી તથા એક બાણ દ્વારા કર્ણ ના સારથિ ને રથ પર થી નીચે પાડી દીધો. ત્યારબાદ સાત્યકિ એ પોતાના બાણો થી કર્ણ ના રથનો ધ્વજ કાપી અને એ રથ ના અનેક ટુકડા કરી નાખ્યાં. જોતજોતામાં જ સાત્યકિ એ દુર્યોધન ના દેખતા જ કર્ણ ને રથહીન કરી નાખ્યો.
આથી ક્રોધિત થઈ ને કર્ણપુત્ર વૃષસેન, મદ્રરાજ શલ્ય અને દ્રોણકુમાર અશ્વત્થામા એ સાત્યકિ ને ચારે બાજુ થી ઘેરી લીધો. સાત્યકિ દ્વારા વીર કર્ણ ને રથહીન કરતા કૌરવ સેના વ્યાકુળ થઈ ગઈ.
કોઈ ને કાંઈ સમજ નહોતી પડતી. એ સમયે કૌરવ સેના માં હાહાકાર મચી ગયો. સાત્યકિ ના બાણો થી રથહીન થયેલ કર્ણ દુર્યોધન ના રથ પર બેઠો. કર્ણે દુર્યોધન ને રાજ્ય અપાવવા ની પ્રતિજ્ઞા લીધી હતી તેનું પાલન કરવા તત્પર હતો.
રાજન્, સાત્યકિ એ રથહીન થયેલ કર્ણ તથા દુઃશાસન નો વધ એટલા માટે ન કર્યો કારણ કે તે ભીમસેને દુઃશાસન વધની તથા અર્જુને કર્ણવધની લીધેલ પ્રતિજ્ઞા નુ રક્ષણ કરતા હતા. સાત્યકિ એ તે વિરો ને રથહીન તથા વ્યાકુળ તો કરી નાખ્યાં પણ તેમના પ્રાણ ન લીધા.
કર્ણ વગેરે અનેક મહારથીઓ એ સાત્યકિ વધ નો પૂરો પ્રયત્ન કર્યો પણ એ વધ ન કરી શક્યા.
કર્ણ, અશ્વત્થામા, દુઃશાસન, કૃતવર્મા( શ્રીકૃષ્ણ ની નારાયણી સેના ના કમાન્ડર) તથા અનેક મહાવીરો એકમાત્ર સાત્યકિ દ્વારા પરાજિત થયા.
મહારાજ, સાત્યકિ શ્રીકૃષ્ણ અને અર્જુન સમાન પરાક્રમી હતા. એમણે કૌરવ સેના ને હસતા હસતા જીતી લીધી.
સંસાર માં શ્રીકૃષ્ણ, અર્જુન અને સાત્યકિ આ ત્રણ જ વાસ્તવ માં ધનુર્ધર છે એમના જેવું ચોથું કોઈ નથી."