Chakravyuh - The dark side of crime (Part-2) in Gujarati Detective stories by Kalpesh Prajapati KP books and stories PDF | ચક્રવ્યૂહ - The dark side of crime (Part-2)

ચક્રવ્યૂહ - The dark side of crime (Part-2)


ચક્રવ્યૂહ - The dark side of crime (Part-2)

દવે અને શંભુ રૂમની તલાશી લઈ રહ્યાં હોય છે, દવે બિલોરી કાચ લઇ બોડી પર બારીકાઈથી નિરીક્ષણ કરે છે અચાનક તેમની નજર એક જગ્યા પર આવીને અટકે છે, તેમને લાશની હથેળીમાંથી એક વાળ નો ટુકડો મળે છે જે પ્લાસ્ટિકની બેગમાં મૂકે છે. એટલામાં ફોરેન્સિક ટીમ આવી જાય છે.
" આવો મિસ્ટર વિધાન કેમ છો?" ફોરેન્સિક એક્સપર્ટ એવા તેમનાં ખાસ મિત્ર વિધાનને આવતાં જોઈ દવેએ પૂછ્યું.
" બસ મજામાં દવે, અને તમે કેમ છો?" વિધાને દવેને જવાબ આપતાં કહ્યું.
" બસ મજામાં, તમારા લગતું કામ હતું એટલે તમને બોલાવ્યા." દવેએ વિધાનને કહ્યું અને પછી રૂમ ની તલાશી લેવા માટે જણાવે છે. દવે ની વાત સાંભળી વિધાન દરેક વસ્તુ પરથી ફિંગરપ્રિન્ટ લે છે. ત્યારબાદ તેઓ તેમનાં કેમેરામાં રૂમના ફોટા પાડે છે પછી વિધાન લાશના અલગ અલગ એંગલથી ફોટા પાડે છે. પછી રૂમની બરાબર તલાશી લે છે વિધાનને એક ટેબલ ના ખૂણા પર શર્ટ નો ભરાઈને ફાટી ગયેલો ટુકડો મળે છે જે તેઓ તેમની બેગ માં મુકે છે. દવે કામિની નો ફોન લઈ તેની બેગમાં મુકે છે.
" કોઈ સાઈકો જ હોવો જોઈએ જેણે આ નુ મર્ડર કર્યું છે." વિધાને બોડી તરફ નજર કરતાં દવે ને કહ્યું.
" મને પણ એવું જ લાગે છે." વિધાન ની વાત સાથે સહમત થતાં દવે બોલ્યો. રૂમની બરાબર તલાશી લઈ વિધાન લાશને પોસ્ટમોર્ટમ કરવાં માટે ફોરેન્સિક લેબ માં મોકલે છે, ત્યારબાદ દવે રૂમ ને કોર્ડન કરી દે છે પછી નીચે કામિની નાં માતા-પિતા પાસે પૂછપરછ કરવાં માટે જાય છે.
" તમને કોઈ તકલીફ ના હોય તો હું આપને સવાલ કરવાં માગું છું?" નીચે જઈ કામિનીના માતા-પિતા પાસે જતાં દવેએ પૂછ્યું. દવે ની વાત સાંભળી વિપુલભાઈ એ હકારમાં માથું હલાવ્યું, સહમતી મળતાં જ દવે એ તેમને સવાલ કર્યો.
" શું આપની દીકરીની કોઈની સાથે દુશ્મની કે કોઈની સાથે ઝઘડો થયો હોય એવું? "
" ના સાહેબ મારી દીકરી તો એકદમ સીધી હતી, તેને ઝઘડો કરવો ગમતો જ નહોતો, ઝઘડાનો તો પ્રશ્ન જ નથી." વિપુલભાઈ એ દવેને જવાબ આપતાં કહ્યું તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા.
" કદાચ તમારો ઝગડો કોઈનાં જોડે થયો હોય અને એની દુશ્મની કોઈએ તમારી દીકરી પર નીકાળી હોય એવું બને? તમને કોઈના પર શક ખરો? " દવે એ વિપુલભાઈ તરફ જોતા કહ્યું.
" ના સાહેબ અમારો ક્યારેય કોઈની સાથે ઝઘડો થયો નથી અને કોઈનાં પર શક પણ નથી. પણ કોણ હતો એ નરાધમ જેણે મારી દીકરી ને મારી નાંખી, મારે એને પૂછવું છે કેમ મારી દીકરી એનું શું બગાડયું હતું?" વિપુલભાઈ એ દવેને જવાબ આપતાં કહ્યું અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યાં દવેને વધુ પૂછપરછ કરવી યોગ્ય ન લાગતાં ત્યાંથી નીકળે છે.
" શંભુ તું એક કામ કર કામિનીના મોબાઇલની કોલ ડિટેલ્સ કઢાવ અને તેના કોલેજના મિત્રોને મળી અને તપાસ કર કે એના કોણ-કોણ મિત્રો છે? અને કોઈની જોડે તેની દુશ્મની? તેનો સ્વભાવ કેવો હતો? ક્યારેય કોઈની સાથે કોઈ બાબતે ઝઘડો થયો છે?" ગાડીમાં બેસી પોલીસ ચોકી તરફ જતા દવેએ શંભુને આદેશ આપ્યો. શંભુ દવે ને પોલીસ સ્ટેશન મૂકી કામિની નાં મોબાઇલની કોલ ડિટેઇલ કઢાવવા માટે જાય છે. દવે ને કંટાળો આવતો હોવાથી ચા વાળા ને ફોન કરી ચા મંગાવી ને ચા પીતા પીતા ઘટનાસ્થળેથી પાડેલા ફોટાઓ ચેક કરે છે.
*************
" આપણા રસ્તાનો કાંટો દૂર થઈ ગયો." હોટલનાં કમરામાં બેઠેલ એક 40 વર્ષનો પુરુષ બાજુમાં બેસેલી 33 વર્ષની સુંદર સ્ત્રીને કહી રહ્યો હોય છે.
" તને શું લાગે છે આપણે બચી જઈશું? હરિ જો કોઈને આની ગંધ પણ આવી તો આપણી આટલા વર્ષોની મહેનત પર પાણી ફરી વળશે." તે સ્ત્રીએ તેનાથી દુર હટતાં કહ્યું.
" અરે મારી જાન! કંઈ જ નહીં થાય આમાં કોઈને ગંધ પણ નહીં આવે એવું કાર્ય કર્યું છે મેં." ફરી તે વ્યક્તિએ તેની નજીક જઈ પોતાનાં હાથ વળે તેને પોતાની તરફ ખેંચી બાહોમાં ભીંસતા કહ્યું.
" મેં તને પહેલાં જ એ છોકરી થી દૂર રહેવા જણાવ્યું હતું, તને ચેતવ્યો હતો કે તું તેનાથી દૂર રહે છે, પણ ના કોણ માને મારુ." તે સ્ત્રીએ ગુસ્સે થતાં કહ્યું.
*************
દવે ફોટા જોવામાં વ્યસ્ત હોય છે એટલામાં શંભુ ત્યાં આવે છે અને તે પણ દવે પાસે આવીને બેસી ફોટા જોવા લાગે છે.
" શું લાગે છે સર તમને?" શંભુ એ ફોટા જોતાં જોતાં દવેને પૂછ્યું.
" શંભુ મને લાગે છે કે હત્યારાએ સુરાગ નાં છોડવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે, જો અહીંયા રૂમના ફોટાં બધું જ અસ્તવ્યસ્ત પડ્યું છે, તેણે ઘટનાસ્થળે મર્ડર વેપન પણ નથી છોડ્યું." દવેએ શંભુને ફોટા બતાવતાં કહ્યું. " આ ઉપરાંત એણે કામિનીના ફોન સાથે પણ કંઇક છેડછાડ કરી છે સબુત મિટાવવા." કામિની નો ફોન શંભુને બતાવતાં દવેએ કહ્યું.
" સર તમે પાકુ કઈ રીતે કહી શકો કે ખૂનીએ કામિની નાં ફોન માં છેડછાડ કરી છે?" દવે ની વાત સાંભળી શંભુ એ દવે ને પૂછ્યું.
" શંભુ જ્યારે કામિનીને ફોન લઈ ફોન ચાલુ કર્યો તો ફોનનું લોક નહોતું." દવે બોલ્યાં.
" તો સર એમાં શું ઘણા તો એમનાં ફોનમાં લોક નથી રાખતાં. હું પણ નથી રાખતો એનો મતલબ એમ થોડી હોય કે કોઈએ ફોનમાં છેડછાડ કરી છે?" દવે ની વાત સાંભળી શંભુ બોલ્યો.
" વાત એમ નથી શંભુ મેં જ્યારે કામિનીના ફાધર સાથે તપાસ કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે કામિની નો ફોન હંમેશા તે લોક રાખતી હતી તેનો પાસવર્ડ કોઈને પણ ખબર નહોતો." દવે એ શંભુને તેનો કહેવાનો ભાવાર્થ સમજાવતાં કહ્યું.
" તો વાત એમ છે!" દવે ની વાત સમજતાં શંભુ બોલ્યો.
" હું એ જ વિચારું છું કે કોણે કામિનીના ફોન સાથે છેડછાડ કરી છે, કામિનીના ફોનનો પાસવર્ડ તો કોઈની પાસે હતો નહીં તો કોણે આ ફોન નુ લોક ખોલી અંદર થી બધાં જ ડેટા ડિલેટ કરી નાંખ્યા." દવે એ શંભુ ને કહ્યું. "કોઈ તો હતું જેના પુરાવા આ ફોન માં હતા અને એ પુરાવા માટેજ તેનુ મર્ડર થયુ લાગે છે." દવે એ તેનો તર્ક રજૂ કરતાં કહ્યું.
" શંભુ તું એક કામ કર કાલે સવારે ફોરેન્સિક લેબમાં જઈ ફોન પરની ફિંગર પ્રિન્ટ ની તપાસ કરાવ હું કોલેજ જઈ કામિનીના મિત્રો સાથે વાત કરીશ." દવે એ પોતાનો વિચાર બદલતાં શંભુ ને કહ્યું પછી બંને ઘરે જવા માટે નીકળે છે.
To be continued.........

મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો
Mo:-7405647805
આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.

Rate & Review

Naresh Bhai

Naresh Bhai 7 months ago

Vrushti Butani

Vrushti Butani 7 months ago

Asha Dave

Asha Dave 12 months ago

Dharmesh

Dharmesh 12 months ago

Chaudhary alpesh Amarabhai