The cult of love ... Love on Call - 3 (Final part - Climax) books and stories free download online pdf in Gujarati

પ્રેમનાં પંથી... લવ ઓન કોલ - 3 (અંતિમ ભાગ - કલાઈમેકસ)


કહાની અબ તક: સાવિત્રી સુજીતની ભાભીની બહેન છે. બંને ઘણા સારા મિત્રો પણ છે. બંને એકમેકને નિયમિત કોલ કરે છે. એક વાર ભુલથી સાવિત્રી થી બોલાય જાય છે કે પોતે કોલ કરવા માટે એ ઉનાળાના આવા આકરા તાપને પણ સહન કરે છે કેમ કે ધાબે જ એણે એકાંત મળી રહે છે! સુજીત તુરંત જ કોલ કટ કરી દે છે. ત્રણ દિવસ પછી જ્યારે બંને ફરી કોલ કરે છે તો સાવિત્રી રડે છે. સુજીત સમજી જાય છે અને એણે કહે છે કે કારણ કઈક બીજું છે. સાવિત્રી એણે કહે છે કે ત્રણ દિવસ અને ચૌદ કલાક પછી એણે આજે એણે કોલ કર્યો છે! સાવિત્રી એણે કહી જ દે છે જ્યાં સુધી એ સુજીત નો અવાજ નહિ સાંભળતી એણે ખાવાનું નહિ ભાવતું! સુજીત પણ હિમ્મત કરીને એણે પોતાની દિલની વાત કહી જ દે છે. બંને એકમેકને પ્યાર માટે પ્રપોઝ કઈ છે. સુજીત પણ એણે કહી જ દે છે કે પોતે પણ તો બાઈકને તાપમાં પાર્ક કરીને વાત કરે છે! રોજની જેમ જ્યારે સાવિત્રી તાપ સહન કરીને પણ કોઈ સાથે વાત કરે છે એમ જાણે છે તો એ વ્યક્તિએ કોલ હિસ્ટરી ચેક કરી કે કોણ છે જેની માટે સાવિત્રી તાપ સહન કરે છે! પણ એ વ્યક્તિ કોણ હતું જેને ખુદ સુજીત પણ ઓળખે છે! સાવિત્રી કહે છે કે પોતે એનામાં તો આવું કહેવાની ક્યારેય હિમ્મત થાય જ નહિ પણ કોઈ એક વ્યક્તિ ને એણે હિમ્મત આપી હતી! વધુ એ જણાવે છે કે ખુદ સુજીત પણ એ વ્યક્તિને જાણે છે તો સુજીત ના તો હોશ જ ઉડી જાય છે.

"એ વ્યક્તિએ બીજું કોઈ નહિ, પણ તારી ભાભી અને મારી બહેન ખુદ છે!" સાવિત્રીએ કહ્યું તો સુજીત ને એક ઝાટકો લાગ્યો!

"એટલે, હું તાપમાં વાત કરવા જતી તો એણે છૂપાઈને ધ્યાન રાખ્યું અને જેવી હું બીજા કામમાં વ્યસ્ત થઈ એણે મારા ફોનમાં જોઈ લીધેલું કે હું કલાક ઉપરથી તારી સાથે વાત કરતી હતી!" સાવિત્રી એ ઉમેર્યું.

"ઓહો હો! બાપ રે બાપ! પછી શું થયું?!" સુજીતે પૂછ્યું.

"કઈ નહિ. બસ જેવી એ મને મળી, મને પૂછવા લાગી કે તું સુજીતને પ્યાર કરવા લાગી છે કે શું?! તો મેં પણ કહી દીધું કે હું તો એણે પ્યાર કરું જ છું પણ હજી ખબર નહિ કે એ પણ મને લવ કરે છે કે નહિ! તો એણે જ મને આ પ્લાન આપ્યો!" સાવિત્રીએ કહ્યું.

"અરે વાહ!" સુજીત ખુશ થઈ ગયો.

"અરે, એણે તો મને એમ પણ કહ્યું છે કે જો એ પણ તને લવ કરતો હોય તો બંનેના લગ્ન કરાવવામાં એ જ હેલ્પ કરશે!" સાવિત્રીએ કહ્યું તો એનાં ચહેરા પર એક સ્માઈલ હતી.

"હા... ભાભી એ એટલે જ લેવા માટે કાલે મને જ બોલાવ્યો છે! યાર, મને તો બહુ જ ડર લાગે છે!" સુજીતે કહ્યું.

"અરે યાર, એમાં ડરવાનું કઈ જ નહિ. બસ મને ખુશ થતાં જો, મારી માટે પણ તું તાપ ખાય છે, મારી ખુશી માટે જ આટલો ટાઈમ તું મારાથી દૂર રહ્યો! અને મને કહ્યું પણ નહિ!" સાવિત્રી બોલી.

"કહું નહિ... જતાવું નહિ એનો મતલબ એવો થોડી કે હું તને પ્યાર નહિ કરતો!" સુજીતે કહ્યું.

"શું કહ્યું ફરી બોલ તો?! છેલ્લે બોલ્યો એ!" સાવિત્રીએ કહ્યું.

"આઈ લવ યુ, સાવિત્રી! આઈ લવ યુ!" સુજીતે કહી જ દીધું.

"આઈ લવ યુ ટુ, સુજીત!" સાવિત્રી બોલી.

(સમાપ્ત)