Sambandhona Vamad - 5 books and stories free download online pdf in Gujarati

સંબંધોના વમળ - 5

ગતાંકમાં આપણે જોયું કે...... રૂપાલી કોલેજથી ઘરે જતી વખતે વિકીને ફોન કરે છે પણ એની સાથે વાત થતી નથી. માટે એ ઘરે જવા ઑટો તરફ જઈ રહી હોય છે ત્યાં જ દિવ્યેશ સામેથી આવીને ગાડી સ્ટોપ કરે છે.
**************

દિવ્યેશને જોઈને હું અચરજ પામી ગઈ અને અનિમેષ નયનોથી એને જોઈ રહી.

"અરે ક્યાં ખોવાઈ ગઈ ? શું વિચારે છે ?" દિવ્યેશ કારમાંથી નીચે ઉતરીને મારા ખભે હાથ રાખીને બોલ્યો એટલે મારુ ધ્યાનભંગ થયું એ હસતાં ચહેરે મારી સામે જોઈ રહયો હતો.
"હા પણ તું અચાનક અહીં ?" મેં આશ્ચર્ય સાથે એને પૂછ્યું.

"તારી ફ્રેંડ રીંકી નો મોબાઈલ નંબર છે મારી પાસે મારે તારી સાથે વાત કરવી હતી પણ તું સરખો જવાબ જ નથી આપતી માટે મેં એને ફોન કરેલો અને એણે જણાવ્યું કે હમણાં જ અહીં આવી જા એ તને અહીં જ મળી જશે." માટે હું જરાય રાહ જોયા વગર આવી ગયો." અને હસતા ચહેરે મારી સામે જોઈ રહયો.

"હવે શું અર્થ એનો હવે તો........." ત્યાં જ એક ગાડીનો પાછળથી હોર્ન સંભળાય છે.

"અરે!! ગાડીમાં બેસ પછી બધી વાત કરીએ." એમ કહીને એણે મારો હાથ હાથ પકડીને કારમાં બેસવા કહે છે.

હું ગુસ્સા અને અણગમા સાથે એને હડસેલો મારીને આગળ ચાલીને સાઈડમાં ઉભી થઇ ગઈ.

એણે ગાડીને સાઈડમાં પાર્ક કરીને મારી પાસે આવીને "આટલી નારાજ ન થઈશ. ચાલ આપણે જૂની જગ્યાએ જ્યાં આપણે બધા મિત્રો સાથે મળીને જતા ત્યાં.

"કેમ?? શા માટે??? મેં તો તને મારા દિલની વાત જણાવી હતી ને પણ તું ત્યારે બહુ બીઝી હતો અને તેં એના માટે કંઈ વિચાર્યું નહોતું. તો હવે શા માટે તું......" હું ગુસ્સા સાથે બોલી.

"પેહલાં તું મારી સાથે ગાડીમાં બેસ પછી આપણે વાત કરીએ." એમ કહેતા એ ગાડીમાં બેઠો એટલે હું ગુસ્સે થઈને ઉતરેલા મોઢે ગાડીમાં બેસી.

"જ્યારે આપણે બધા મિત્રો લોન્ગ ડ્રાઇવ પર ગયા ત્યારે રીંકીએ મને તારા મનની વાત જણાવી હતી અને કહ્યું હતું કે તું ઘણા સમયથી કંઈ નહોતી કહી શકતી માટે એણે કેહવું પડ્યું એને એની વાત સાંભળીને તે શરમાઈને આંખો નીચી કરી લીધી હતી. ત્યારે હું કંઈ સમજી ન શક્યો અને તારી મારા પ્રત્યેની લાગણીઓને પણ ન સમજી શક્યો. અને મેં એ વાતને હસવામાં કાઢેલી નાંખેલી પછી તો મને જોબની સારી ઓફર મળતા હું બહાર ચાલ્યો ગયો અને હમણાં તો મારી બેનનું સગપણ હતું માટે આવ્યો અને તને પણ મળવું હતું." એમ કહેતા એ મારી સામે જોઈ રહ્યો.

"હવે તો મારી લાઈફમાં ........" અને આગળ હું કંઈ કહું ત્યાં જ મારા ફોનની રિંગ વાગી મેં જોયું તો વિકીનો ફોન હતો. "મારે હમણાં જ મળવું છે જલદી આવ. હું રાહ જોઇશ." એમ કહીને એણે ફોન કટ કરી દીધો.

મારે તો એને મળવું જ હતું માટે જરાય રાહ જોયા વગર મેં દિવ્યેશને કહ્યું "ગાડી રોક મારે કામ છે માટે જવું પડશે..."

"કેમ ? ક્યાં જવાનું છે??? હું ઘરે મુકવા આવું ?" એમ કહીને દિવ્યેશ મારી સામે જુવે છે.

મેં ગુસ્સે થઈને "મેં કહ્યું ને તને કે મને કામ છે. ગાડી સ્ટોપ કર!"

એણે ગાડી સ્ટોપ કરી એટલે એટલે હું ગાડીમાંથી ઉતરીને "બાય! હું પછી તને કોલ કરું છું." આટલું કહીને હું રાહ જોયા વગર ઓટો પકડીને નીકળી ગઈ.

મનમાં અનેક પ્રશ્નો હતાં. મારે વિકીને ઘણું કહેવાનું હતું અને ઘણું પૂછવાનું પણ હતું અને સાથે જ મને એના પર ખૂબ ગુસ્સો પણ આવતો હતો.

"મેડમ! મેડમ! આપનું સ્થળ આવી ગયું." ઓટો ડ્રાઇવર બોલ્યો ને હું મારા બધા વિચારોમાંથી બહાર આવી. મેં એને ઓટોનું બિલ ચૂકવ્યું અને જ્યાં કાયમ હું અને વિકી બેસતાં એ તરફ ઝડપથી ચાલવા માંડી. હવે એ જગ્યા થોડી જ દૂર હતી. મારી નજર વિકી પર પડી એ મારી પસંદ કરેલી પીળા રંગની ટીશર્ટ પહેરીને આવ્યો હતો. અને દરિયાના તરંગોને નિહાળતો બેઠો હતો. આ જોઈને મને આશ્ચર્ય થયું કે આ તો કાયમ મને રાહ જોવડાવતો. આજે આને શું થયું?? તો મારા પેહલાં પહોંચી ગયો હતો.

એની પાસે જઈને કંઈપણ બોલ્યાં વગર હું બાજુમાં બેસી ગઈ અને એની સામે જોઈ રહી. એને જોઈને જ મારો બધો ગુસ્સો અને નારાજગી મીણની જેમ પીગળી ગયા. એ તો પાણીની લેહરોને જોતાં ઊંડા વિચારોમાં ખોવાયેલો હતો. મેં એનો હાથ પકડ્યો. એણે મારી સામે જોયું અમે બંને એકબીજાને જોઈ રહ્યાં.

એના ચહેરા પર કોઈ અજાણી ચિંતાના વાદળો ઘેરાયેલા હું સ્પષ્ટ જોઈ શકતી હતી.

"શું થયું છે? તું કેમ ઉદાસ છે? તું મારી સાથે બે દિવસથી સરખી વાત કેમ નથી કરતો??" આ પ્રશ્નો સિવાય પણ મારે એને ઘણા પ્રશ્ન પૂછવા હતા.

" કંઈ નથી થયુ તું જણાવ શું થયું પછી? એ દિવસે તને....... એટલું સાંભળીને હું જાણી ગઈ કે એ શું પૂછી રહ્યો છે.

"હજી કાંઈ થયું નથી એ આવ્યા અને વાત - ચિત થઈ છે. મેં ઘરમાં આપણાં વિશે કાંઈ કહ્યું નથી હું એમને કાંઈ ન કહી શકી અને એક તો તું સરખી વાત કયાં કરે છે? તો મને કાંઈ સમજાય. ચાલ મારી સાથે આપણે ઘરે જઈને વાત કરીએ એમ પણ તું આવવાનો જ હતો ને મળવા...! મેં પ્રેમભરી નજરથી એની સામે જોયું. મને હતું એ ઘણો ખુશ થઈ જશે અને મમ્મી-પપ્પાને મળવા આવશે જ.

"જો મેં તને એ જ કેહવા બોલાવી છે કે લગ્નની વાત હું હમણાં નહીં કરી શકું. તારે રાહ જોવી પડશે." એકદમ સરળતાથી એ કંઇપણ ખચકાટ વગર બોલી ગયો. જાણે એમ કરવું મારા માટે આસાન હોય. હું સ્તબ્ધ બનીને એને જોઈ રહી.

એના ફોનમાં આવેલાં મેસેજનો રીપ્લાય કરતા એણે પૂછ્યું "શું વિચારી રહી છે? કંઈ તો બોલ."

"હવે મને ખુબ ગુસ્સો આવે છે છે તારા પર તેં કહ્યું હતું ને કે વાત કરજે તું પછી હું મળવા આવીશ તો હમણાં કેમ ના પાડે છે ? શું થયું છે તને ? તું કેમ બદલાઈ ગયો છે?? શું છે એનું કારણ મને જણાવ." મને હતું હમણાં એ મને પ્રેમથી ગળે લાગી જાશે અને કેહશે કે હું મજાક કરું છું.

"હા ! કહ્યું હતું પણ હવે........" આગળ કાંઈ બોલે એ પેહલાં જ એના ફોનમાં મેસેજ છે એટલે એ રીપ્લાય કરવામાં લાગી જાય છે.

"જો હું ઘરમાં વાત કરવાની જ છું અને પછી તારે મળવા આવવું પડશે. મેં મારા જીવનસાથી તરીકે તને જ જોયો છે કોઈ અન્યને હું ન સ્વીકારી શકું." આ સાથે મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું એના ગળે લાગી ગઈ પણ આજે એ અળગો જ રહ્યો. હું વિસ્મય પામી ગઈ કે આ કેમ આવું વર્તન કરી રહ્યો છે.

"મેં કહ્યું ને રાહ જો એમ..... પછી કરીશું કાંઈ." કહીને એણે મને ધીરેથી એની પાસેથી દૂર કરી.

હું આ સાંભળીને ભાંગી પડી અને જાણે મારું સર્વસ્વ ગુમાવી રહી હોવ એમ મને લાગી રહ્યું હતું. હું મારા આંસુઓને વહેતા ન રોકી શકી.

ત્યાં જ એના ફોનની રિંગ વાગી "હા !! હમણાં આવું છું હું." આટલું બોલીને એણે ફોન કટ કરી દીધો. "ચાલ!! હું તને ઘર સુધી મુકવા આવું છું. મારે કામ છે." કહીને એ ઊભો થઈ ગયો અને મારી સામે હાથ લાંબો કર્યો.

એના હાથનો સહારો લેવો મને આજે ન ગમ્યું. હું ઊભી થઈને ગુસ્સામાં " હું તને મળવા આવી છું મારે ઘણી વાત કરવી હતી પણ તને ફક્ત તારી જ પડી છે અને આ ફોનની .... " એમ કેહતા મેં ગુસ્સામાં એના હાથમાંથી ફોન લઈ લીધો. આગળ ચાલવા માંડી.

આગળની સ્ટોરી આવતા ભાગમાં.

આપના પ્રતિભાવ અવશ્ય આપજો.🙏