Shwet Ashwet - 17 books and stories free download online pdf in Gujarati

શ્વેત, અશ્વેત - ૧૭

‘હવે તો શ્રુતિને પણ લાગે છે કે પોરબંદરના બંગલે ભૂત છે. શું છે એ ઘરમાં આવું? મને તો કઈક સમજાતું નથી. અને તમે છો કે ઠુસ્યા જ કરો છો!’

‘અરે! જમતા વખતે ભૂતોની વાતો?’

‘તમારું તો ખબર નહીં, પણ મારે ડરવું જોઈએ. આવી જશે તમારી માંનું ભૂત આ થાળી ખાવા. ઓળકારતો ખાશેજ! હું નથી ડરતી, તમે શેના ડરો છો.’

‘ક્યારેક તો મને થાય છે કે કાશ તારી મમ્મી જીવતી હોત -’

‘મારી મમ્મી તમારા માથે પડી રહેતી હતી, રસોડાના દરવાજે પાણી માંગવા આવતી હતી, મીઠું ઓછું છે એવું કહેવા તમારી મમ્મીને ફોન કરતી હતી? ના. લગ્નને ચાર મહિનામાં તો ગુજરી ગઈ બિચારી.’

‘હા, હા. બહુ બિચારા! કંજૂસ, એક નંબરના કંજૂસ હતા. લગ્નમાં પંડિત જોડે સીધુંનો ભાવ ઓછો કરાવતી હતી. દાળ ખાતા તો ઝાડા થઈ ગયા હતા.’

‘ટોપિક ના બદલો.’

‘તો બીજું શું કરું? પેલો બાજુમાં બેસેલો ભાઈ વેઈટર પર નહીં આપણી વાતો પર ધ્યાન દે’તો હતો. થોડુંક ધીમે બોલી શક્તિ હતી તું.’

‘આ તમારી માં. એમની વાત આવેને તો ધીમેથી વાત થતીજ નથી.’

‘એમને મૂક બાજુમાં. શ્રુતિ શું કહેતી હતી?’

‘ઘરના મેઇન લાઇન પર નંબર ડાયલ કર્યા વગર ફોન ઉપાડે તો ક્રોસ કનેક્શન થાય છે. આવી તો કેટલીયે વાતો નથી સાંભળી આપણે? બધ્ધીજ વાર, ભૂત છે, ઝરૂખા ખૂલી જાય છે, કે દરવાજા આગળ કોઈ ઊભું હોય તેમ લાગે છે.’

‘આ પાછું નવું આવ્યું નઈ?’

‘એ બધુ જવાદો. તમે પેલા ડોન વિષે કશું વિચાર્યુ?’

‘ના. કઇ સુજતું જ નથી.’

‘મે વિચાર્યું છે. શ્રુતિ ત્યાં એકલી નથી. તેની સાથે ત્રણ છોકરીઓ છે. કોઈ એક મરી જાય તો તેનું શબ પાછું યુ. એસ ટ્રાન્સપોર્ટ કરવું પડે. ત્યાંના રસિડેન્ટસ છે. આપણે એવું કહી દઈએ કે તે મરી ગઈ.’

‘એ લોકો ડોન છે. ઋશીયા ફૈબા નથી. ઘરમાં કોઈ મારી ગયું છે, ખબર પણ નહીં પડે?’

‘આપણે ઘર બાળી મૂકીશું. કહીશું ત્યાં કોઈ મરી ગયું છે.’

‘એવા તો કેટલાય ઘર બાળી નાખતા હશે એ લોકો. એ બધા જતાં રહ્યા તો ઔર જલ્દી માંગી શકશે.’

‘ત્યાં પોલીસ આવે તો?’

‘મતલબ?’

‘ત્યાં રેડ પાડીએ. બધી છોકરિયો ડ્રગ્સ ટ્રેડ કરે છે. એવું કહી દઇશું. કેસ તો લાંબો ચાલશે. હોય શકે એ ડરી જાય?’

‘શું?! આપણી દીકરીઓ આપણાં કારણે જેલમાં જાય?’

‘હવે ખબર પડીને. તમારી માંની વાત આવે ત્યારે મને કેવું થાય છે.’

‘હે ભગવાન! આવું જતાવા કોણ એ બિચારી છોકરિયોને જેલમાં નખાવતું હશે!’

‘મુકોને. કઈક તો વિચારો.’

'પણ શું વિચારું? કઇજ ખબર નથી પળતી.'

'મને પણ નથી પળતી.'

બાજુમાં બેસેલો પેલો ભાઈ તેનું બિલ ચૂકવી રેસ્ટરોન્ટના કાચના દરવાજાથી બહાર જાઈ છે. તેજ ટેબલ પરથી સફેદ વાઇનની બદબૂ આજુ - બાજુ બધે ફેલાય છે. થોડેક અજ દૂર ઊભો એક કાળો, પાતળો અને લાંબો વેઇટર તે ટેબલ આગળ આવે છે. તેના મનમાં વિચારો ચાલી રહ્યા હોય છે. વિકૃત વિચારો. તેનું ધ્યાન કોઈની પર નથી, પણ તેના કાન સર્વે ફરે છે. થોડીક જ દૂર ઊભો મેનેજર ફોન પર તેની દીકરી સાથે તમિલમાં વાત કરી રહ્યો હોય છે. વેઇટરની નજર તેની પર પળે છે. આજે રાજા માંગુ? તે વિચારે છે. મેનેજર આજ સારા મૂડમાં હતો. બિલકુલ, આજે જલ્દી ઘરે જવાશે. તેટલું વિચારતા બાજુના ટેબલ પર બેસેલા પેલા બે વૃધ્ધ ગુજરાતીઓ માંથી એકની વાત તેના કાન પર પળે છે.

‘હા. એક આઇડીયા છે.’

ભાગ ૧ - સમાપ્ત્