Friendship books and stories free download online pdf in Gujarati

મિત્રતા

કહેવાય છે કે આખા બ્રહ્માંડ માંથી એક "માં" શબ્દ કાઢી નાખો તો આખું બ્રહ્માંડ સાવ સૂનું લાગે પણ હું કહું છું કે ખાલી એક નાની જીંદગી માંથી "મિત્ર" શબ્દ કાઢી નાખો તો આ નાની અને મસ્ત જીંદગી પણ સાવ કડવી ઝેર લાગે.
જીંદગી માં બધા જ સબંધનું મહત્વ ઘણું બધું છે જેમ કેે
ભાઈ,બહેેેન,માતા,પિતા, પતિ પત્ની આ બધા સંબંધ જે આપણને જન્મતા વેંત જ મળી જાય છે.પણ મિત્રતા એક એવો સંબંધ છેે જેેેેે જન્મની સાથે તો નથી મળતો પણ જ્યારે પણ મળે છેે ત્યાં થી મૃત્યુ સુધી જરૂર ચાલે છે.
કોઈ એક મિત્ર જિંદગીમાં એવો મળી જાય જેવો કેજે તમારી સાથે હોય ત્યારે ભાઇ, બહેન,માતા, પિતા, વગેરે ના સબંધ તમારી સાથે હોય એવુંં લાગે તો પણ સમજી જવુંં કે આમાંં અવતારમાં આવ્યાા એ ધક્કો સફળ થયો કેમકે અખિલ બ્રહ્માંડના અધિપતિ શ્રીકૃષ્ણને પણ એક એવો મિત્ર્
હતો.જેેનું નામ સુદામાં હતુું.
જેની આગળ પાછળ 17 નોકર ચાકર 24 કલાક રહેતા હોય તેવા ભગવાન શ્રી કૃષ્ણ તેે એના મિત્ર સુદામા ના પગ ધોયા હતા.
કહેવાય છે કે મા ઉપર તો બધા કવિ લખે ને તો પણ કદાચ આ જગતમાં બધા જ કાગળ ભરાઈ જાય પણ મા વિશેે ખૂટે નહીં પણ હું કહું છું કેે જો એક મિત્ર્ર જિંદગીમાં આવી જાય ને તો ખાલી તેનું નામ લખવા તે જ જગતના તમામ કાગળ નો ભાર તે કાગળ ઉપર આવી જાય છે
કારણકે મિત્રતા નો બીજો અર્થ જવાબદારી કહું છું હું કેમકે માં બાપ ભાઈ બહેન એવાાા કેટલાય સંબંધની જવાબદારી હોય છે ખાલી આ મિત્ર શબ્દમાં જ
મિત્ર રાખો ને તો પાગલ જ રાખજો. અરે અરેે પાગલ મતલબ તમે સમજયા એવો નહીં પણ પાગલ એટલે એ તમારા માટે જ પાગલ હોય એવો . દુનિયા માટે નહીં કેમકે દુનિયા સાથ મૂકી દેશે પણ પાગલ મિત્ર તો સ્મશાન સુધી સાથે ચાલશે. પાગલ મિત્ર એટલે કહું છું કેમકે આજકાલ આ મગજ વાળા જ્યારેે સમસ્યા આવે ત્યારે તેે કામમાં હોય છે પણ મગજ વગરનો દોસ્ત સમસ્યામાં સાથ નહીં છોડે.
કદાચ જો પરમાત્માએ એવું કર્યું હોત ને કે આપણે આપણી જિંદગીના દિવસો બીજાનેે આપી શકાત તો તે પાગલ મિત્ર તે પણ કરે પણ બીજા કોઈ ના કરે.
દૃષ્ટિકોણ પાસો 1
રાત્રે મોડે સુધી જાગીને મોહન અને રામ વાંચતા હતા કારણ કે કાલે છેલ્લુંં પેપર હતું . સવારે શાળાએ પેપર દેવા એ મોજ મસ્તિથી નીકળ્યા.

શામ: અલ્યા તે કંઈ કાલે વાંચ્યું યાદ રહ્યું કે પછી સૂતો એમાં ભુલાઈ ગયું છે.
મોહન: હા હવે મને શું તારી જેમ સાવ પાગલ સમજીયો છે . તું એક પાગલ છો એ મને ખબર છે. સનો મનો આગળ જોઈ ને ચાલવા માંડ ને .
પછી બંને કાલે વાચેલું યાદ કરતાં કરતાં ચાલવા માંડીયા
ત્યાં એક કૂતરા નું ગાડી સાથે એક્સિડન્ટ થયું.તે કૂતરાં ના પગ ઉપર થી ગાડી ચલાવી ને ચલીય ગયો તે ગાડી વાળો.
આ દૃશ્ય રામ જોઈ ગયો.
રામ: ઓય જો પેલા બિચારા મુગા પ્રાણી કૂતરાં ને પગ માં વગીયું છે જો કદાચ મારી જશે એટલું બાથું વગિયું છે. આપને એની માટે કઈક કરવું જોઈ.કઈક તો કર મારી સામુ સુ જોવે છો.
મોહન: અરે શું રોતડા રોવે છે. કૂતરું જ છે ને ક્યારેક તો મરીજ જશે તો પછી આજે આમ મરે એમ તારું સુ જાય .
માય ગયું એ મુકને આપને પરીક્ષા આપવા જવાનો છે મોડું થશે ચાલ એનું જે થવા નું હશે એ થશે. એમ કહીને મોહન રામ ને લઈને ચાલવા મંડિયો.

બોધ- રામના મગજમાં વિચાર તો એક સારો હતો અને તેના મિત્ર મને તેને સાથ ના આપ્યો અને દયા ભાવના વાળો રામ કંઈ કરી શક્યો નહીં .આવા મિત્ર કરતા મિત્ર ના હોઈ સારું છે
દૃષ્ટિકોણ પાસો 2

રાજુ અને રમેશ બંને ખૂબ સારા મિત્રો હતા. એમાં રમેશ ભણવામાં થોડો નબળો હતો અને રાજુ સારો.પરીક્ષાની આગલી રાતે રમેશ ને રાજુ સમજાવે અને રમેશ ને કંઈક સમજાય કંઈક ના પણ સમજાય એમ તેમ કરીને છેલ્લું પેપર કાલે હતું એટલે બંને ખુશ હતા
સવારે રમેશ ના ઘર નીચે રાજુ આવીને બુમો નાખે "ઓ રમેશ ચાલ નીચે પરીક્ષાનું છેલ્લું પેપર છે આવ હવે"
રમેશ નીચે આવી ને ...
ચાલ ઉતાવળિયા હજુ સમય છે પરીક્ષાનો. શું બુમો નાખે છો
બન્ને ચાલતા ચાલતા શાળા નજીક પહોંચી ગયા ત્યાં રમેશ ને કંઈક અવાજ આવ્યો ચાલ રાજુ ત્યાં કંઈક થયું હશે
બંને અવાજ આવતો હતો ત્યાં પહોંચીને જોયું તો એક કૂતરો લોહીલુહાણ હતો રાજુ અને રમેશ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.
રમેશ: ચાલ ચાલ રાજ હવે પરીક્ષા શરૂ થવામાં થોડોક જ સમય રહ્યો છે આને તું મૂક ને.
રાજુ: ના રમેશ આ પરીક્ષા માં તો તું પાસ થઈ જઈશ પણ આ ઉપરવાળો આપણી પરીક્ષા લઈ રહ્યો હોય એવું લાગે છે. એટલે આ પરીક્ષા તો હવે દેવી જ છે ભલે પછી આ કાગળ ઉપર લખી ને પરીક્ષામાં પાસ ન થઈએ.
આજુબાજુ જોયું પણ કોઈ ન હતું સમય પણ ખૂબ ઓછો હતો. કંઈક મદદ મળે તો સારું એ વિચારતા હતા. એટલામાં ત્યાંથી એક વ્યક્તિ પસાર થયો
રમેશ: વડીલ એક ફોન કરવો છે તો મને તમારો ફોન આપશો? હમણાં પાંચ મિનિટમાં પાછો આપી દઉં.
રાજુ આવ મદદ મળી ગઈ ડોક્ટરને ફોન કરતો.
ટૂંક સમયમાં ડોક્ટર આવી ગયા અને એ મૂંગા જીવ નો જીવ બચી ગયો.

બોધ:- એક મિત્ર એવો પણ હોવો જોઈએ જે પોતે તો આ ભાવ સાગરમાંથી કરે અને તમને પણ તારે.



તમે મને તમારા મિત્ર સાથે મેળવો
હું તમને તમારું ભવિષ્ય કહીશ
- સ્વામી વિવેકાનંદ