Strategist books and stories free download online pdf in Gujarati

રણનીતિજ્ઞ

કયા મૃગસ્યા ને ત્યા મોકલવામાં આવેં તેને તો રાજનીતિ નો ર પણ નથી આવડતો. આં અવાજ મહારાજા મુક્તેશ્વરસેન નો હતૉ જે તેમના વૃદ્ધ મંત્રીશ્રી શાક્ય ને કહેતા હતાં. મુક્તેશ્વરસેન મુદ્રા સમ્રાજ્યા ના નવા મહારાજા હતાં. હજુ થોડા સમય પેહલા જ જુના મહારાજા અને તેમના પિતા મહારાજા હરિશ્વરસેન નું અવસાન થયું હતું. મુદ્રા સામ્રાજ્ય આજુબાજુ ના કેટલાય રાજ્યો ઉપર શાસન કરતુ હતું. પણ મહારાજા હરિશ્વરસેન ના અવસાન બાદ કેટલાય રાજ્યો ના અવાજ હવે વિદ્રોહ થયાં હતાં. અને મંત્રીશ્રી શાક્ય ના પથારીવસ થતા જ વિદ્રોહ હવે ષડયંત્ર રચવા લાગ્યા હતાં. હાલ ના નવા મહારાજા હિંમતી તો હતાં પણ તેઓ દુરદેશી ન હતાં. વૃદ્ધ શાક્ય મંત્રીશ્રી ના પૂર્વજો વર્ષો થી મુદ્રા સામ્રાજ્ય ના સેવક રહ્યા હતાં. પણ તેઓ એ પોતાનો વંશવરસાનો નિયમ તોડ્યો હતૉ. તેઓ આજીવન અવિવાહિત રહ્યા હતાં. તેઓ ભૂતપૂર્વ મહારાજા અને તેમના પિતા એટલે કે મુક્તેશ્વરસેન ના દાદા ના ખુબ નજીક ના વ્યક્તિ હતાં. હાલ મુદ્રા સામ્રાજ્ય માં અનિયત્રીતા હતી. મુદ્રા સામ્રાજ્ય ના સામંત રાજાઓના વિદ્રોહ અને આજુબાજુ સમ્રાજ્યો ના રાજાઓના ષડયંત્ર મુદ્રા સામ્રાજ્ય જે અત્યાર સુધી વિસ્તરતું હતું તે સામ્રાજ્ય ક્યાંક પડી તો નહિ ભાંગે ને. તેનો આધાર હવે નવા મંત્રી કોણ બનશે તેના પર હતૉ મુદ્રા સામ્રાજ્ય ના મંત્રી ઓને દ્રાદશ મંત્રી પણ કહેવામાં આવતા. તેમનું સ્થાન તો મુદ્રા સામ્રાજ્ય ના રાજાઓ કરતા પણ વિશેસ ગણાતું. આખા ભારત વર્ષ મા આં દ્રદાશ મંત્રીઓના પરિવાર નું એક આગવું સ્થાન હતું કેટલાય સમ્રાજ્યોના તેમને પ્રલોભાન પણ તેમને આવ્યા હતાં તેમના સામ્રાજ્ય ના મંત્રી પદ માટે પણ આં દ્રાદસ મંત્રી ઓનો પરિવાર હંમેશા મુદ્રા સામ્રાજ્ય ને વફાદાર રહ્યો હતૉ. જયારે દ્રાદાસ મંત્રી નો પ્રશ્ન ઉદભવ્યો ત્યારે તેમનો મત પૂછવામાં આવ્યો તો શાક્ય મંત્રી એ મુક્તેશ્વરસેન ના નાના ભાઈ મૃગસ્યા ને નવા દ્રાદશ મંત્રી નું પદ આપવાની વાત કરી આથી સૌ આશ્ચર્ય માં મુકાઈ ગયા મૃગસ્યા એક રાજકુમાર હતા અને વળી હાલ તેઓ હજુ અઢારમા વર્ષ માં પ્રવેશ પામ્યા હતાં. આં ઉપરાંત સામ્રાજ્ય મા તેમની છાપ એક સીધા સાદા અને વૈરાગી રાજકુમાર જેવી હતી જે દ્રાદશ મંત્રી જેવા પદ માટે બિલકુલ અયોગ્ય હતી. રાજ્ય બહારની તમામ નિર્યણ દ્રાદશ મંત્રી નો રહેતો તથા બીજા સમ્રાજ્યો પ્રશ્નો પણ તેમને ઉકેલ વાના હતાં જયારે રાજકુમાર મૃગસ્યા તો રાજ્ય ના કોઈપણ ઉત્સવ માં નતા દેખાતા વળી તેઓ કોઈ દિવસ રાજકાહી માં માથું નતા મારતા. તેઓ હંમેશા રાજસી પોશાક ની જગ્યા એ સાદા વસ્ત્રો માં નજર આવતા. તેમનો મોટા ભાગનો સમય હંમેશા પ્રયટન માંજ જતો. આં વાત ચાલતી હતી. ત્યાંજ એક સંદેશ વાહક નો પ્રવેસ થાય છે. મહારાજ એક દુઃખદ સમાચાર હે.? હાલો મારાં વાચક મિત્રો આં મારી પેહલી ધારાવહીક છે માટે કોઈ લખવામાં અથવા વાર્તા ના કથાનાક માં કોઈ ભૂલ હોય તો માફ કરવા વિનંતી આં ઉપરાંત જો કોઈને આં ધારાવહીક માં રસ અથવા કોઈ ફીડબેક આપવો હોયતો તેને વેલકમ. કારણકે આં ધારાવહીક નો કન્ટેન્ટ ક્લીઅર નથી માટે જો કોઈને આમાં જોડવું હોય તો હું દિલ થી તેનો આભારી અને ઋણી રહીશ . અથવા જે કોઈ પેહલા થી આં ક્ષેત્રમાં કામ કરતા લોકો ને કોઈ ફીડબેક અથવા સજેશન આપવા વિનંતી. કેટલાય સમયથી મનમાં એવું હતું કે કંઈક લખવું છે પણ સુ લખુ એ clear નાતુ મનમાં તો કેટલીય સ્ટોરી ઉદભવે છે પણ તેને વાર્તા અથવા નોવેલ માં કેવી રીતે રજુ કરવી તે clear નથી.