Sweet and sour travel to India books and stories free download online pdf in Gujarati

ભારત યાત્રાની ખાટીમીઠી

ભારત યાત્રાની ખાટીમીઠી

માતૃભારતીના વાચકોને અનુભવ લખ્યા વગર રહી શકતી નથી. જન્મે ભારતિય કર્મે અમેરિકાવસી. ભારતના પ્રેમમાં રજ માત્ર કમી આવી નથી.

દર વર્ષે જવાનું નસિબ પ્રાપ્ત થયું છે. આ વખતે અઢી વર્ષ પછી ગઈ. કારણ જગ જાહેર છે.

રસ્તા વચ્ચે જુવાનિયા સવારના પહોરમાં સ્કૂટર પર બેસી ચાર મિત્રો સાથે વાતો કરે. આ દૃશ્ય જોઈને મારા પગ જમીન સાથે જડાઈ ગયા. પચીસથી ત્રીસ વર્ષની ઉંમર હશે !

શું કહેશો ?

મનથી પૈસાપાત્ર ગણાતો વર્ગ (બે નંબરના હોય તો નવાઈ નહી) ત્રણ કૂતરા લઈ સવારના પહોરમાં ટહેલવા નિકળ્યા. ફુટપાથ ઉપર ત્રણેને એક કતારમાં 'પુપ' કરાવી. ઉપાડશે કોણ એનો _ _ !  કહ્યા વગર ન અર્હી શકી "આવું તમારા દિવાનખાનામાં કરાવો ને " !

રેલગાડીની મુસાફરી ખૂબ રસપ્રદ રહી. એક જુવાન ત્રીસથી પાંત્રીસનો જણાયો, હાથમાં પુસ્તકોનો કુતુબ મિનાર લઈ વેચતો હતો. તેનું મુખ પણ દેખાતું ન હતું . જરુર ન હતી છતાં પણ એક પુસ્તક ખરીદ્યું. તમે હી માનો, આજુબાજુવાળા બીજા ચાર જણાએ પુસ્તક લીધા. વાત કરવાનો મોકો સાંપડ્યો, 'એક પુસ્તક પર કેટલાઅ મળે'?

'પચાસ રુપિયા.' જાણી આનંદ થયો.

ભરુચથી સિંગ વેચવાવાળો મળ્યો. સિંગ લીધી. છૂટા ન હતા. મને કહે 'દસ રુપિયા ઓછા છે ચાલશે.'

એની દિલદારી જોઈ કહ્યું,' ભાઈ તારી કમાણીમાં ખોટ આવે એ ન ચાલે. તું છૂટા રહેવા દે'. સામાન્ય માનવીના ઉદાર દિલનું દર્શન કરી રહી.

મંદીર પાસે મંજીરા વેચવાવાળો હતો. સો રુપિયાને બે, બસો રુપિયાના પાંચ. એક ધનિક દેખાતા મહિલા બોલ્યા, સો રુપિયામાં છ આપ.

મારા કાને કહ્યું ન માન્યું, મંજીરાવાળો કયો મહેલ બનાવવાનો છે. અરે પાંચ રુપિયા વધારે કમાશે તો દીકરા માટે ચોકલેટ કે કેળા ઘરે લઈ જશે.

કોઈકે સાચું કહ્યું છે, કોઈ પણ વિષય પર લખવું હોય તો રસ્તે જતા કાન સરવા રાખો, આંખો ખુલ્લી રાખો. વિષય શોધવા જવું નહી પડે. બધું આજુબાજુ જણાય છે.

*****************