Ek Anokhi Musafari - 4 books and stories free download online pdf in Gujarati

એક અનોખી મુસાફરી - 4

આવતી કાલની સવાર થઇ છે અને બધા ગઈકાલની રાતથી જાગી રહ્યા છે. રોહનના કાકા બધા માટે ચા નાસ્તાની સગવડ કરેં છે અને બધા ચા નાસ્તો કરીને અંતિમ સંસ્કારની ક્રિયા  માટેની આગળની ક્રિયાવિધિ શરૂ કરેં છે અને આ જોઈને રોહનની આંખમાંથી આંસુ વહ્યા કરેં છે. રોહનના જીવનમાં આ બીજું સૌથી મોટું દુઃખ હતું કેમ કે પહેલા તો તેણે તેના પિતાને ગાડીના અકસ્માત માં ખોઈ દીધા હતા. અને આજે તેની માતાને ખોઈ બેઠો છે જે દુ:ખ તેને જીવનભર રહેવાનું છે. ત્યાં બધા લોકો શબનો અગ્નિસંસ્કારની ક્રિયા વિધિ કરવા માટે સ્મશાન લઇ જાય છે. કલાક જેવો સમયગાળામાં અગ્નિસંસ્કારની ક્રિયાવિધિ કરીને બધા ઘરે પાછા ફરે છે અને હાથ પગ મોટું થઇને એક જગ્યાએ બેસે છે ત્યાં રોહનના કાકાને વિચાર આવે છે કે રોહન એ એકલો ઘરમાં રહીને શું કરશે? એના કાકા રોહનને  તેમની પાસે બોલાવે છે.

કાકા:- "બેટા અહિયાં બેસ એક  વાત કરવી છે."

રોહન:- "હા, બોલો કાકા"

કાકા :- "જો હવે તું એકલો છે એવું મનમાં ના રાખતો અમે છીએ હજી હવેથી તારે અમારી સાથે રહેવાનું છે જેથી તને એકલું ના લાગે તારા કાકી તેના કામથી આ સ્ટેટથી બહાર ગયા હતા તો                હવે એ આવે એટલે હું તેને કહી દઈશ."

રોહન:- "સારું પણ હું થોડી બહુ સમય તમારી સાથે રહી શકું. તમારે પણ પરિવાર છે. હું કોઈક નોકરી કરતા કરતા કમાઈને ભણી લઈશ. તમે મારી ચિંતા ના કરશો."

કાકા:- " ના તારી કામ કરવાની ઉમર નથી. હજી ભણવાનું બાકી છે ને તારે કામ કરવુ છે તારે અમારી જોડે જ રેહવાનું છે. મૂંઝાયા વગર હા"

રોહન :- "સારું કઈ વાંધો નઈ."

કાકા :- "કાલે તારા કામની બધી જ વસ્તુઓ લઈને મારા ઘરે આવતો રહેજે. એક એક્સ્ટ્રા બેડરૂમ તારા માટે અરેન્જ કરી નાખીશું."

બે અઢી કલાક જેવો સમય નીકળી ગયો છે. બધા એકબીજાને નમન કરીને પોતપોતાના ઘરે જાય છે. રોહનને એક બાજુ તેના બારમા ધોરણની એક્ઝામની ચિંતા છે જે બહુ હેરાન કરી રહી છે અને એક બાજુ આ મહાદુ:ખ  રોહન હાથ પગ મોઢું ધોઈને તેની બુક્સ ,કપડાં, બેગ અને તેની કામની વસ્તુઓ પેક કરવા લાગે છે. "રોહન, એક કામ કરજે શ્રુતિ હજી નાની છે. તું તેના બેડરૂમમાં રહેજે તેના માટે હું એક નાનો બેડરૂમ અરેંજ કરી દઈશ એમ પણ તેના માટે એ બેડરૂમ ખૂબ મોટો છે." રોહન બધી પૅકિંગબેગ લઈને તેના કાકા ની ગાડી મુકવા જાય છે. હવે ઘરમાં ખાલી વાસણો,બેડ અને ઘણી બધી વસ્તુઓ છે. જે તેને કામમાં નથી આવાની આવી વસ્તુ જ ઘરમાં રહી છે. રોહન ઘર છોડતા પહેલા ઘરને એક લાગણીની નજરથી જોઈ રહ્યો છે અને ઉદાસી મુડ સાથે રોહન ઘરની બહાર જાય છે અને તાળું મારીને ગાડીમાં બેસી જાય છે અને તેના કાકા અને રોહન બંને ઘરે જવા નીકળે ત્યારે તેના કાકા ઉપર રોહના કાકીનો ફોન આવે છે કે "હું આવતી કાલે સવારે આવી જઈશ અને રોહનને એકલો ના મુકતા તેની તમારી સાથે રાખજો આટલું કહીને ફોન મૂકી દે છે. રોહન આખી રાત સૂતો નહોતો તેથી તેને ગાડીમાં જ નીંદર આવી ગઈ. "ચાલ રોહન ઘર આવી ગયું ઉઠ અને અંદર રૂમમાં જઈને સુઈ જા."તેના કાકા ઉઠાડતા રોહનને કહે છે. રોહન તેનો બધો સામાન લઈને ઘર માં જાય છે. અંદર જઈને તેનો સામાન રૂમમાં ગોઠવવા લાગે છે. ત્યાં તેના એક બૅગમાંથી તેના મમ્મી પપ્પાનો ફોટો નીકળે છે જે તો એક હળવી સ્માઇલ સાથે તેના પાકીટમાં મૂકી દે છે અને ફ્રેશ થઈને સૂઈ જાય છે.

ક્રમશઃ