Love on the page of book - 2 books and stories free download online pdf in Gujarati

પ્યાર પુસ્તકનાં પાને - 2


કહાની અબ તક: પ્રજ્ઞેશ એની થનારી પત્નીના ઘરે છે. એની સાળી એને સવાલો કરતી હોય છે. ગામડું એને ગમે છે, કારણ કે ત્યાં શહેરની જેમ પ્રદૂષણ નહોતું, પણ તાજી હવાઓ હતી. એને યાદ આવે છે કે પહેલીવાર જ જોતાં જ એને તો પ્રાચી બહુ જ પસંદ આવી ગઈ હતી. રીમા એની સાળી શિક્ષક એવા પ્રજ્ઞેશ ને સવાલ કરે છે કે લગ્ન પહેલા કોઈ સાથે પ્યાર થયો હતો કે નહિ?! પ્રજ્ઞેશ એને જવાબ આપે છે કે એકવાર એક છોકરીને એને બુક વાંચવા આપી હતી તો પાછી લીધી ત્યારે એને ત્યાં આઈ લવ યુ લખેલું વાંચ્યું હતું!

"વાઉ! જીજુનું તો માર્કેટ હતું એમ જ ને!" રીમાએ કહ્યું.

"અરે એ તો મને કઈ ખબર જ ના પડી કે એણે એ મારી માટે લખ્યું હતું, છેક દસમા ધોરણમાં આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે એણે મને પ્રપોઝ કરેલો! બાકી હું તો ભણવામાં જ મસગુર રહેતો હતો! પણ ત્યારે બહુ જ દેર થઈ ગઈ હતી, એ તો એના ઘરે ચાલી ગઈ હતી, એ એના મામાના ઘરેથી ભણતી હતી!" પ્રજ્ઞેશ એ વાત જણાવી.

"ઓહ, એવું... સરસ! પણ હવે મારી બહેન સિવાય કોઈ ને પણ જોઈ પણ છે ને તો તમારી ખેર નથી!" રીમાએ ભારપૂર્વક કહ્યું.

"હા... હો!" પ્રજ્ઞેશ એ સહમતી દર્શાવી.

એટલામાં તો બાજુમાં જ રહેતી પ્રિયા પણ ત્યાં આવી ગઈ - "ઓહ જીજુ તમે પણ આવ્યા છો..." એ બોલી તો તો પ્રજ્ઞેશ એ એની સ્માઈલ આપી પર કરી લીધી! એટલામાં પ્રાચી પણ નાહીને બહાર આવી ગઈ હતી, હા એણે આ બધું જોઈ લીધું હતું! એના મનમાં વિચારોનો વમળ શુરૂ થઈ ગયો હતો.

🔵🔵🔵🔵🔵

"કેમ તમારી બેટરી ડાઉન છે!?!" સાવ સૂનમૂન અને ભાવશૂન્ય બેઠેલ પ્રજ્ઞેશ ને જોઇને એના સાળા વિવેકે કહ્યું.

"કઈ નહિ, બસ મૂડ ઓફ છે! મારો નહિ, તારી દીદી નો!" પ્રજ્ઞેશ એ કહ્યું.

"અરે ચાલો પણ એણે મનાવો તો ખરા!" રીમાએ સૂચન કર્યું.

"હા... એણે ખાધું નથી ને!" પ્રજ્ઞેશ બબડ્યો અને ઘર તરફ ચાલી ગયો.

"જમી લે ને તું ઓય પાગલ!" પ્રજ્ઞેશ એ કહ્યું.

"લવ જ જ્યારે તું પ્રિયાને કરું છું તો મેરેજ પણ એની સાથે જ કરજે ને!" સાવ ધીમે પણ ભારપૂર્વક પ્રાચી બોલી રહી હતી. બંને એ વિચારેલું કે બિલકુલ ફ્રેન્ડલી જ રહીશું તો તમે નહિ પણ તું જ કહેવું!

બહાર થી પ્રજ્ઞેશ ના સાસુ સસરા આવી ના જાય એની શરત માટે રીમાં ઊભી હતી! કેમ કે એ નહોતા ચાહતા કે વાત આગળ વધે અને મોટા સુધી પહોંચે! એ લોકો એ પહેલા જ વાત વાળી લેવા માંગતા હતા!

આવતા અંકે ફિનિશ..
____________________
એપિસોડ 3(અંતિમ ભાગ - કલાઈમેક્સ)માં જોશો: "અરે આ બુક... આ બુક તો એ જ છે ને જે મને એક પ્રાચી એ આપેલી અને કહેલું કે મને તારી પેલી બીજી બુક આપ... અરે પ્રાચી તું એ જ પ્રાચી છું!?!" બધું જ દુઃખ અને આંસુ ભૂલી જઈને પ્રજ્ઞેશ બોલી રહ્યો હતો!

"હા... મેં જ તો બચપણમાં તારી પાસે આ બુકના બદલામાં પેલી બુક માંગી હતી અને છેલ્લે આઈ લવ યુ લખ્યું હતું! હું તને બચપણથી બહુ જ ચાહું છું!" પ્રાચી એ કહ્યું તો પ્રજ્ઞેશ ની ખુશીનો તો કોઈ ઠેકાનો જ ના રહ્યો... એની બચપણ ની ફ્રેન્ડ સાથે જ એ આગળનું જીવન વિતાવવા નો હતો!

"તું ભણવામાં એટલો લાગેલો રહેતો કે મારો લવ તો તને દેખાયો જ નહિ ને!" પ્રાચી એ રીસાતા કહ્યું.