Love on the page of book - 3 books and stories free download online pdf in Gujarati

પ્યાર પુસ્તકનાં પાને - 3 - (અંતિમ ભાગ - કલાઈમેક્સ)


કહાની અબ તક: પ્રાચી અને પ્રજ્ઞેશ લગ્ન કરવાના છે. પણ પ્રાચી પ્રજ્ઞેશ થી નારાજ થાય છે. પાસે જ રહેતી પ્રિયા ને પ્રજ્ઞેશ સ્માઈલ આપે છે અને એટલે જ પ્રાચીને થોડું દુઃખ થાય છે. પ્રજ્ઞેશ એને સમજાવે છે. એને ગામડું વધારે ગમે છે, એના શહેર ની જેમ એને અહીં ભીડ નહિ પણ તાજી હવા મળે છે! જો પ્રજ્ઞેશ ને ખુદ પ્રિયા જ ગમતી હોય તો એ એની સાથે જ લગ્ન કરી શકે છે, એવું પ્રાચી એને કહે છે.

કહાની અબ તક: "અરે બાપા... એ તો હું... સાળી તરીકે જ મેં એને સ્માઈલ કરી હતી! હા, ખબર છે કે તારી સાથે વાત પૂછાય એ પહેલાં મારી વાત એની સાથે પૂછાવવાની હતી! પણ તારા પપ્પા ને લાગ્યું કે છોકરો તો મારી છોકરી માટે યોગ્ય છે! મારી જાન તો તું જ છું ને!" પ્રજ્ઞેશ એ અટકતા અને ધીમેથી કહ્યું.

"હા... હું જાણું છું ને! પણ હું તને કોઈ ની પણ સાથે નથી જોઈ શકતી! આઈ લવ યુ સો મચ!" પ્રાચી એ પ્રજ્ઞેશ ને વધારે ને વધારે ભીંસતા કહ્યું.

"અરે આ બુક... આ બુક તો એ જ છે ને જે મને એક પ્રાચી એ આપેલી અને કહેલું કે મને તારી પેલી બીજી બુક આપ... અરે પ્રાચી તું એ જ પ્રાચી છું!?!" બધું જ દુઃખ અને આંસુ ભૂલી જઈને પ્રજ્ઞેશ બોલી રહ્યો હતો!

"હા... મેં જ તો બચપણમાં તારી પાસે આ બુકના બદલામાં પેલી બુક માંગી હતી અને છેલ્લે આઈ લવ યુ લખ્યું હતું! હું તને બચપણથી બહુ જ ચાહું છું!" પ્રાચી એ કહ્યું તો પ્રજ્ઞેશ ની ખુશીનો તો કોઈ ઠેકાનો જ ના રહ્યો... એની બચપણ ની ફ્રેન્ડ સાથે જ એ આગળનું જીવન વિતાવવા નો હતો!

"તું ભણવામાં એટલો લાગેલો રહેતો કે મારો લવ તો તને દેખાયો જ નહિ ને!" પ્રાચી એ રીસાતા કહ્યું.

"અરે એવું બિલકુલ નહોતું... હું પણ તને બહુ જ લવ કરતો હતો! બસ કહેવાની હિંમત જ નહોતી ચાલતી!" પ્રજ્ઞેશ એ કહ્યું.

"ધોરણ સાત પછી તો હું મામાના ઘરેથી પપ્પાના ઘરે એટલે કે અહીં આવી ગઈ... જોકે હું મારી બહેનપણીઓ દ્વારા તારી ઉપર બહુ જ જાસૂસી કરતી હતી!" પ્રાચી એ કબૂલ્યું.

"ઓહ... એવું... મને તો હમણાં જ ખબર પડી એ આ અરેંજ મેરેજ નહિ, પણ લવ મેરેજ છે એમ!" પ્રજ્ઞેશ એ કહ્યું.

"હા... મેં જ ડેડ સાથે વાત ચલાવી કે આપના ફેમિલી ફ્રેન્ડ નો છોકરો પ્રજ્ઞેશ હાલ માં તો ટીચર બની ગયો છે તો એમને પછી આ વાત આગળ ચલાવી..." પ્રાચી એ કહ્યું તો એની વાતથી ખુશ થઈ પ્રજ્ઞેશ એ પ્રાચીને એક હળવી કિસ એના ગાલે કરી લીધી.

"વાઉ... હું બહુ જ ખુશ છું... એ લોકો બહુ જ નસીબ વાલા હોય છે, જેમને એમનો બચપણ નો પ્યાર મળે છે અને એની સાથે જ મેરેજ પણ થાય છે!" પ્રજ્ઞેશ એ કહ્યું.

"હા... જેને હું બચપણથી ચાહું છું.. અને તું બીજી કોઈને સ્માઈલ આપે તો મારું દિલ તો દુભાય જ ને!" પ્રાચી એ દિલની ભડાસ ઠાલવી.

"હા... બાબા, હા... હવેથી કોઈ ની પણ પાસે નહિ જાઉં! હું એવું કઈ જ નહિ કરું, જેનાથી તને દુઃખ થાય!" પ્રજ્ઞેશ એ કહ્યું તો બંને બહુ જ ખુશ થઈ ગયા.

"અરે પણ હું તારી સાથે કોઈ જબરદસ્તી નથી કરી રહી, તને પ્રિયા વધારે ગમતી હોય તો તું એની સાથે લગ્ન કરી શકું છું! કરું હું વાત ડેડ સાથે?!" પ્રાચી એ રડતી આંખે અને ભારોભાર કટાક્ષ કરતા કહ્યું હતું.

"સોરી, હજી એને તો ખબર પણ નહીં કે એની સાથે મારી વાત પૂછાવવાની હતી!" પ્રજ્ઞેશ એ પાસે જઈને એણે ખુદ પર ઢાળી દેતા કહેલું.

"જો આખીય લાઇફમાં મેં લવ બસ તને જ કર્યો છે!" પ્રજ્ઞેશ એ કહ્યું.

(સમાપ્ત)