Daughter's right books and stories free download online pdf in Gujarati

દીકરીનો હક

" સંસાર રૂડો સર્જાય છે દિકરી થકી,
દુનિયા રૂડી દેખાય છે દિકરી થકી,
કરમાવા દેશો ના કુદરતની કળીને,
માનવબાગ મહેકાય છે દિકરી થકી. "
મિત્રો આ એ ધરતી છે કે જ્યાં એ દિકરીએ બાપની આબરૂ જાળવવા દુશ્મનનો દાટવાળી નાખ્યો હતો. યાદ કરો એ સૌરાષ્ટ્રના લાખાવાળાની દિકરી હીરાબાઈને !! યાદ કરો એ દિકરી તેજમહલ ઠાકોરને કે જેણે શત્રુઓના ધાડાઓની સામે એકલી ઝઝુમિને પોતાના રડતાં દાદાને બચાવ્યાં હતા.
આજે પરિસ્થિતી ખૂબ વિપરિત થઈ ગઈ છે. આજે દિવસેને દિવસે દિકરીને ઉણપ વર્તાવા લાગી છે, એટલું જ નહીં, પરંતુ આજે ઘણા કુટુંબમાં દિકરિઓને જન્મ પહેલા જ માના ઉદરના જ મારી નાખવામાં આવે છે, અરે !!
ધિક્કાર છે એ નિસ્કુળ માં-બાપને! હું ધિક્કાર આપું છું, ગઝલના આ મુક્તક વડે,

" શું કહું ? આજે સાચુ હવે મને સમજાય છે,
આંતર - દહાડે એકાદ જાનકીનો જીવ લેવાય છે,
અરે ! શું કરિયું છે પાપ એ દિકરીએ જગતમાં ?
એ નરાધર્મોની દુષ્ટ નજરુ એ તરફ મંડાય છે."

મિત્રો, બધાને બહેન જોઈએ છે બધાને માં જોઈએ છે બધાને પત્ની જોઈએ છે તો શા માટે એક દીકરી નથી જોતી ? છે આ પ્રશ્નનો જવાબ કોઈ પાસે...
દિકરી એ તુલસીનો કયારો છે. વિચાર કરો લેરામાત્ર કે જો રાજા દશરથને એક દિકરી હોય તો રામને વનવાસ ન મળ્યો હોય અને રાવણને એક દિકરી હોય તો સીતામાતાનુ હરણ ના થ્યું હોય. રામાયણનુ ચિત્ર કંઈક જુદું જ હોય. મિત્રો ગાયની સેવા કરવાનુ જેટલું પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય દિકરીને રાજી રાખવામાં મળે છે. મિત્રો, આ વિષયમા એક બાપના અંતનાર્દ ચોક્ક્સ હું યાદ કરું છું.

" દિકરી તારું પાનેતર ખરિદિને આવ્યો છું,
સ્વ્પ્નાને હું પાલવામા બાંધીને આવ્યો છું,
પારકા તારો સ્વર્ગ બને એ આશિષ લાવ્યો છું,
વિધાતાએ જે લખ્યું તે સરનામું શોધી આવયો છું,
લૂછી નાખ આંસુ દિકરી !! ખુશીનો અવસર હું લાવ્યો છું."

આ એજ દિકરી છે જે તમારી સામે લાચાર ઉભી છે : ને આદ્રભરિ દ્રષ્ટિથી તમારી સામે લઇ આવી છે, ને કહેનારા પ્રબુધ્ધ નાગરિકોને પુછે કોઈ ઉપાય છે આ વાતનો તમે બધી જ દવાઓ બનાવી એટલા આગળ પહોચ્યા કે જે ધારો, તે કરી શકો. હું આજે તમને એટલું જ કહું છું એક ફુલ્શી કોમળ બહેન , દીકરીને કેમ કિલકિલાટ કરતી જોય શકાય ને કેમ તેમને વિશ્વાસ રૂપી પાંખથી ગગનમાં વિહાર કરાવી શકાય.
આજે રસ્તા પાર કોઈ દીકરીને છેડખાની થતી હોય એ રેપ લોકો કશુ પણ નથી બોલતા સુ તમારી માતા કે પત્ની જોડે થાય તો પણ તમે કશું પણ ના કરો ને...!! યાદ રાખજો તમે કે તમને જન્મ આપનાર માતા એ પણ કોઇની ત્યા દીકરી જ હતા તમારી પત્ની જે સાસરે આવી છે પણ દીકરી જ હતી...
જો રામ રાજ્યની કલ્પના કરતા હોયને તો એ સિતા વગર નકામી છે , અને જો તમે એક શ્રેષ્ઠ સમાજની કલ્પ્ના કરતાં હોયને તો એ એક દિકરી વગર નકામી છે.
દિકરી શું છે તે પુછો દિકરીને સાસરે વળાવતા બાપને કે જેમનું પથ્થર જેવું હૃદય દિકરી માટે મીણની જેમ પીગળી જાય છે.
દિકરો તો માંદા બાપને પુછશે કે કેમ છે અને જયારે દિકરી પુછશે કંઈ ખાધું ? સાહેબ આ છે દિકરી અને દિકરા વચ્ચેનો ભેદ.
ચાલો આજે આ ભેદ ભુલીયે અને દિકરા દિકરીને સમાન બનાવીને અત્યાર સુધી લાગેલી કાળી દિલને દૂર કરીને અને શ્રેષ્ઠત્વ તરફ પ્રયાણ કરીએ અને દિકરીના હાલરડાંમા થોડું ફેરવીને ગાઇએ.
" દિકરી મારી લાડકવાયી
દેવની દીધેલ છે.
વાયરાઓ જરા ધીરેવાજો
એ નિદમા પોઢેલ છે. "
તમારી અમૂલ્ય પ્રતિભાવ આપતા ભૂલતા નહીં...

IG -@Rutu.S._Diary_310