Biography of Jadavji books and stories free download online pdf in Gujarati

જાદવજીની જીવનગાથા

            અમારા પૂર્વજો અમારા બારોટના કહેવા મુજબ રાજસ્થાનથી આવેલા છે અને બધે ફરતા ફરતા તા. હળવ, રાયસંગપુર ગામે આવેલા છે થી નવાઅમરાપર ( બોરડી ) ગામ તા. હળવદ જી.મોરબી આવીને વસ્યા હતા, તેઓ ખૂબજ મહેનતુ અને હિંમતવાળા હતા અને અમારા કુળદેવી આદ્યશક્તિમાં છે.

           મારા પિતાશ્રી હરજીભાઇ આંબાભાઇ ચૌહાણના લગ્ન તા.હળવદ જી.મોરબીના ચરાડવા નિવાસી સાકુબેન ગોવિંદભાઇ વાલજીભાઇ સોનગરાના દિકરી નામે ધોળીબેન સાથે થયા હતા. મારા પિતાશ્રી હરજીભાઇ આંબાભાઇ ચૌહાણના અમે કુલ – ૫ સંતાનમાં ૪ ભાઇ ૧ બેન (૧) અરજણભાઇ હરજીભાઇ ચૌહાણ (૨) પ્રેમજીભાઇ હરજીભાઇ ચૌહાણ (૩) શંકરભાઇ હરજીભાઇ ચૌહાણ (૪) જાદવજીભાઇ હરજીભાઇ ચૌહાણ અને એક બેન (૫) ગૌરીબેન હરજીભાઇ ચૌહાણ હતા. અમે 5 ભાઈ બેનમાં હું જ બધાથી નાનો છુ.

પિતા

          અમારા પિતાશ્રી હરજીભાઇનું નાની ઉંમરમાં અવસાન થયુ હતુ. મારા પિતાશ્રીનું અવસાન થયુ ત્યારે હું એટલે કે જાદવજીભાઇ મારા માતુશ્રી ધોળીબેનના પેટમાં હતો અને મારા પિતાશ્રીનું અવસાન થયા બાદ ૩ મહીને મારો જન્મ થયો હતો મતલબ કે મેં મારા પિતાશ્રીનું મોઢુ પણ જોયુ નથી કે મારા પિતાશ્રી કેવા હતા આજે પણ જયારે પિતાશ્રી શબ્દ કોઇ બોલે છે ત્યારે મારી આંખમા આસું આવી જાય છે કે હું કેટલો કમનસીબ કહેવાય કે મારો જન્મ થયા પહેલા મારા પિતાશ્રી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા મારા પિતાશ્રીનો મને ભાવ-પ્રેમ બીલકુલ નથી મળ્યો એનો આજે પણ ખૂબજ વસવસો થાય છે અને ખૂબજ દુ:ખ થાય છે અને મારા પિતાશ્રીની આજે પણ ખૂબજ યાદ આવે છે જયારે જયારે મારા પિતાશ્રીની યાદ આવે છે ત્યારે ખૂબજ રડવુ આવી જાય છે અને મનમા થયા કરે છે કે આજે મારા પિતાશ્રી હાજર હોતતો મને કેટલો આનંદ થાત. હું સાવ નાનો હતો ત્યારે મારા માતુશ્રી ધોળીબેનને ઘણી વખત પૂછતો કે બધાને પિતાજી છે તો મારે કેમ નથી ત્યારે મારા માતુશ્રી કહેતા કે તારા પિતાશ્રી બહાર ગામ ગયા છે હું પૂછતો મારા પિતાશ્રી બહાર ગામથી કયારે આવશે તો મારા માતુશ્રી કહેતા કે કામ પતી જાય એટલે આવી જશે. હું  જયારે જયારે મારા પિતાજી વિષે પૂછતો ત્યારે મારા માતુશ્રીની આંખમાં આસુ આવી જતા અને રડતા હતા ત્યારે હું મારા માતુશ્રીને પૂછતો કે તમે રડો છો કેમ ? ત્યારે મારા માતુશ્રી કહેતા તારા પિતાજી હજી ન આવ્યા તેથી ચિંતા થાય છે તેથી રડવુ આવી જાય છે. પછી મને બીજી વાતો કરીને બહાર રમવા મોકલી આપતા હતા. ખરેખર પિતાજી શું છે તેની મને આજે કિંમત સમજાય છે જયારે કોઇ નાના બાળકને તેના પિતાજી પોતની આંગળી પકડીને  બગીચામાં ફરવા કે બહાર રમવા લઇ જતા હોય છે ત્યારે આ દ્રશ્ય જોવું છુ ત્યારે મને ખૂબજ યાદ આવી જાય છે અને મને સતતને સતત થયા કરે છે કે મને પણ મારા પિતાજીનો આવો પ્રેમ મળ્યો હોત તો મને કેટલો આનંદ થાત હું કેટલો ભાગ્યશાળી હોત પણ એ મારા નશીબમાં નહોતું એનું આજે પણ ખૂબજ દુ:ખ થાય છે આજે હું આ દુનિયામાં છુ તે મારા પિતાશ્રીને લીધે છું મારા પિતા આજે હયાત હોતતો એમને કેટલો આનંદ થાત કે મારો દિકરો સરકારી નોકરી કરે છે અને સારા હોદ્દા પર છે. અને ચારેય દિકરા ખૂબજ સુખી છે એમને કેટલો આત્મસંતોષ થાત તેથી મારા પિતાશ્રીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. તેથી મારા પિતાશ્રી જ્યાં હોય ત્યાં એમને આનંદ થતો હશે. એમ હું માનુ છું અને બીજુ હું તો એમ હું માનુ છું કે મારા  પિતાજી મારી સાથે જ છે કારણ કે મારું અત્યાર સુધીમા જે જે કામ ધાર્યા હતા તે બધાજ કામ મારા થયા છે. અને હંમેશા મારા પિતાશ્રી બે ડગલા આગળ જ હોય છે તેવો મને ૧૦૦ % વિશ્વાસ છે આજે પણ અમારી વાડીએ અમારા પિતાજી બેઠા છે તે બધાના ધાર્યા કામ કરે છે. અમારા પિતાશ્રી લીલી વાડી મુકીને ગયા છે પિતાજી સુર્ય સમાન છે કારણ કે સુર્ય ડુબી જાય છે ત્યારે દુનિયામાં અંધારુ થઇ જાય છે તેવીજ રીતે પિતાજી આ દુનિયામાંથી ચાલ્યા જાય છે ત્યારે એના કુટુંબમાં અંધારુ છવાઇ જાય છે. આજે સમાજમાં એક બાપ ૫ દિકરાને ઉછેરીને મોટા કરી સંભાળી શકે છે પણ ૫ દિકરા એક માં- બાપને સાચવી શકતા નથી કે ભેગા રાખી શકતા નથી આ દ્રશ્ય જોવું છુ ત્યારે ખૂબજ દુ:ખ થાય છે કે આ દિકરા છે કે દિપડા એ જ નથી સમજાતું.

માતા

            હવે મારા માતુશ્રી વિષે લખવાનું મન થાય છે ત્યારે મારી પેન પણ ધ્રુજવા લાગે છે કે મારે ક્યાથી શરુઆત કરવી એજ નથી સમજાતું છતા સાહસ કરુ છું કહેવત છે ને કે “ માં તે માં બીજા બધા વનવગડાના વા “ મારા પિતાશ્રીનું અવસાન થયુ ત્યાર બાદ અમે નોધારા બની ગયા હતા પણ અમારા માતુશ્રીએ ખેતીનું કામ સંભાળી લીધુ અમને પાંચેય ભાઇ બેનને અમારા માતુશ્રીએ અમને મોટા કર્યા અને અમને પાંચેય ભાઇ બેનને પરણાવ્યા અને અમારા માતુશ્રી અભણ હતા પણ એમનામાં કોઠાસુઝ એટલી બધી હતી કે આજના ડબલ ગ્રેજ્યુએટમાં પણ ન હોય કારણ કે તેઓ ખેતી સભાળતા ગયા અને ખેતી કરતા ગયા અને સાથે સાથે  ખેતીની નવી જમીન ખરીદતા ગયા અને વ્યવહારીક બધા કામ કાઢતા ગયા અમે ચારેય ભાઇઓને ૩૫ , ૩૫ વીઘા જમીન વારસામા આપી છે જે અમારા માતુશ્રીના આશીર્વાદને લીધે જ છે આજે પણ અમે ચારેય ભાઇઓ ખૂબ જ સુખી છીએ તેથી અમારા માતુશ્રીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે અમે અમારા માતુશ્રીને અમારા ચામડાના ચંપલ બનાવીને પહેરાવીએ તો પણ એમનુ ઋણ આ જન્મમાં ચૂકવી શકીએ તેમ નથી હું તો ભગવાનને એક જ પ્રાર્થના કરુ છુ કે જન્મોજન્મ મને આ જ માતા-પિતાના ઘરે જન્મ મળે. જેથી મારા જીવનને ધન્ય સમજુ. હું નાનો હતો ત્યારે ખૂબજ તોફાની હતો તેથી મારા બા મને ખૂબજ મારતા હતા.પણ મને અસર થતી નહોતી.

 

             હું જયારે સમજણો થયો ત્યારે  મને  પ્રાથમિક શાળા નવાઅમરાપર( બોરડી ) માં ૧૯૭૨ માં મને ધોરણ :- ૧ માં ભણવા માટે બેસાડવામાં આવ્યો  હતો.હું બાળપણથી વધારે તોફાની હતો. શાળામાં અને ગામમાં મારી ઉંમરના બધા છોકરાઓ મારાથી ખૂબ જ બીતા હતા કારણ કે જે મારા સામે બોલતો તે મારા હાથનો માર ખાતો હતો તેથી બધા મારાથી બીતા હતા અને હું જે કહુ તેમ બધા છોકરાઓ કરતા હતા ગામમાં રમતા હોય અને પાણીની તરસ લાગે તો જેને કહું તે તરતજ પાણી ભરી આવતા હતા અને ગામડામાં પહેલા સંડાસ નહોતા તેથી મારે સંડાસ જવા માટે ગામની બહાર જવું પડતુ હતું તેથી જે છોકરાને કહું તે ડબલુ ભરી આવતા અને તે ડબલુ તે છોકરાએજ ઉપાડીને મારી સાથે આવવુ પડતુ હતુ એટલી મારી ધાક હતી, બીક હતી ગામમાં મારી ઉંમરના લગભગ છોકરાઓએ મારા હાથનો માર ખાધો હશે. તેથી મારાથી બધા બીતા હતા. મારા ગામના લંગોટીયા ગોઠયા નાગર, ચંદુ, ધનજી, ભલજી, જીવણ, કરમશી, કરશન, સામજી, કરશન માલા, પોલજી મેરુ, કાનજી દેવા ,મગન રામજી વગેરે હતા.

           હું નાનો હતો ત્યારે રામજી મંદીરમાં ભજન – કીર્તન ગાવા જતો હતો અને અમે ગામમાં કબ્બડી, લંગડી, હાંડો, નારગોલ, ઓરકામડુ, ઘમ્મદડી, તીરકામઠુ, ક્રીકેટ, ગેડીદડૉ વગેરે રમતો રમતા હતા અને તેની ખૂબ મજા આવતી હતી.

          હું નાનો હતો ત્યારે ગામડામાં બાઇક કે ફોરવ્હીલના વાહન ન હતા ત્યારે અમે હળવદ ૭ કી.મી. ચાલીને વસ્તુ લેવા જતા હતા અને પીક્ચર જોવા જતા હતા .મે પહેલુ પીક્ચર “પોગા પંડીત “  શક્તિ ટોકીઝ હળવદ જોયુ હતુ.

              પ્રાથમિક શાળા નવાઅમરાપર ( બોરડી ) માં સૌ પ્રથમ મને ભણવા બેસાડ્યો હતો અને ત્યાર બાદ બાલકૃષ્ણ વૈષ્ણવ સાહેબ પાસે હું ધોરણ ૧ થી ૪ ભણ્યો હતો. હું ૪ ધોરણ ભણ્યો મારે આખા વર્ષમાં ૧ પેન્સીલ અને ચેકરબરથી ચલાવી લેવું પડતું અને દફતરમા તો એક કાપડની થેલી આપતા હતા એમા બધુજ મુકવાનું હતું કારણ કે એ વખતે આટલો સુધરેલો જમાનો નહોતો એ વખતે હું ખૂબજ તોફાની હોવાથી મને ધોરણ :- ૪ માં નાપાસ કરવામાં આવ્યો હતો .મને એક પ્રસંગ યાદ આવે છે અમારા ગામમાં સસ્તા અનાજની દુકાન નહોતી તેથી  અમારા સાહેબ બાલકૃષ્ણ વૈષ્ણવ અમને ખાંડ લેવા સસ્તા અનાજની દુકાને ઇંગોરાળા  લેવા મોકલ્યા અને ખાંડ લઇને પાછા આવતા હતા ત્યારે અમને ખાંડ ખાવાનું મન થયુ તેથી લગભગ ૨૦૦ ગ્રામ જેટલી ખાંડ અમે ૨ વિદ્યાર્થીઓ ખાઇ ગયા પછી ખાંડ સાહેબને આપી તો એમને વજન કર્યો તો ઓછી થઇ પછી અમને કહે છોકરાઓ ખાંડ કેમ ઓછી થઇ અમે કહ્યુ આટલી જ આપી છે પછી અમને કોઇ દિવસ ખાંડ લેવા નહોતા મોકલ્યા કારણકે સાહેબને ખબર પડી ગઇ કે આ છોકરાઓ ખાંડ ખાઇ જાય છે પછી બીજા વિદ્યાર્થીઓને ખાંડ લેવા મોકલે મેં ધો.૪ પાસ કર્યા પછી મારે આગળ ભણવું નહોતુ તેથી હું રખડવા ભાગી જતો હતો તેથી મારા મોટાભાઇ શંકરભાઇ કહે તારે  આગળ ભણવું ન હોયતો ચાલ ખેતી કરવા .મે કહ્યુ ચાલો પછી મને બીજા જ દિવસે અમારા ઉગમરી નામના ખેતરે લઇ ગયા અને મને કોદારી આપીને કહે આ શેઢે જેટલો ડાભડો છે તે બધો ખોદી નાખ મે કહ્યુ કાંઇ વાંધો નહીં. તમે જે કામ  કહેશો તે હું કરી નાખીશ પછી તો બરબરમાં ડાભડો  ખોદવા લાગ્યો કારણકે મારે ભણવા બાજુના આવેલ ગામ ઇંગોરાળા જવું પડે તેમ હતું કામ કરવા લાગ્યો પણ સવારથી બપોર સુધી ૪ કલાક જેટલુ કામ કર્યુ ત્યાતો મારા હાથમા ફોડલા ઉપડી ગયા અને હાથમાં ખૂબજ બરવા લાગ્યુ, દુ:ખવા લાગ્યુ પછીતો મે કોદારીનો ઘા કર્યો અને કહ્યુ મારે ભણવા જાવું છે તો મારા મોટાભાઇ શંકરભાઇ કહે તારે  આગળ ભણવું હોયતો જા ચોપડા ગોતીને ભણવા માંડ .મારા ગામમા એ વખતે ફક્ત ધોરણ ૧ થી ૪ ની શાળા જ  હતી તેથી ઇંગોરાળા ગામમાં ધોરણ- ૫ ના જુના ચોપડા અળધી કિંમતે લઇને વર્ષ :‌- ૧૯૭૭  માં મે એડમીશન લીધુ અને ભણવા લાગ્યો પછી મે કદી ભણવુ નથી એમ નથી કીધુ મારા ગામથી ઇંગોરાળા ૩ કીલોમીટર થાય શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાનો બળબળતો તડકો હોય કે પછી ચોમાસાનો વરસાદ ચાલુ હોય તો પણ કાદવ કીચડ ખુંદીને ચાલીને ભણવા જતા હતા અને મારો ક્લાસમાં ત્રીજો નંબર આવતો હતો ત્યા હું ધોરણ ૫ અને ૬ ભણ્યો અને ધો. ૫માં પહેલો કંપાસ લીધો હતો આ ઇંગોરાળા ગામ દરબારનું હતું તેથી દરબારના છોકરા બીજાને હેરાન કરતા હતા પણ મારા મગજની બધાને ખબર પડી ગઇ હતી તેથી મારું નામ નહોતા લેતા અને મને હેરાન નહોતા કરતા. ઇંગોરાળા પ્રાથમિક શાળામાં નાગરભાઇ રવજીભાઇ દલવાડી , ગુણવંતદસિંહ ,ભીખુભા ઝાલા, મફતસિંહ, હોશીયારસિંહ, ભરત શાહ વગેરે સાથે ભણતા. હું ભણતો હતો એ વખતે “ સુલેખન “ એટલે કે સારા અક્ષર લખવાની સ્પર્ધા હતી એ વખતે મારો ૭ ગામની શાળામાં ( પે સેંટર )પ્રથમ નંબર આવ્યો હતો ત્યારે આ ત્રણેય સાહેબ (૧) મુગટસાહેબ (૨) પ્રહલાદસાહેબ ગુર્જર (૩) ધીરુસાહેબે મને ખૂબ શુભેચ્છા આપી હતી અને મારા અક્ષરના ખૂબજ વખાણ કર્યા હતા એ પ્રમાણપત્ર આજે પણ મારી પાસે હયાત છે. એ ત્રણેય સાહેબ અમને ખૂબજ ખંતથી ભણાવતા હતા અમારી શાળાનો સમય ૧૧ થી ૫  નો હતો તેથી બપોરનું ટીફીન લઇ જાવું પડતું હતુ ટીફીનમાં અમને એ વખતે એક દુધીયામાં રોટલી , શાક અને ગોળ  ભરી દેતા હતા અને છાસ અમને પ્રહલાદ સાહેબના ઘરેથી આપતા હતા આ ત્રણેય સાહેબનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ઇંગોરાળા પ્રાથમિક શાળામાં તે વખતે ૧ થી ૬ ધોરણ હતા તેથી ૬ ધોરણ પાસ થયા બાદ અમારા ક્લાસના વિદ્યાર્થીઓનો ફોટો  હળવદ પડાવા ગયા હતા જેની યાદગાર માટે ફોટો આજે પણ મારી પાસે છે .

                                                                                                                   ફોટો મૂકવો

      ૭ મુ ધોરણ ભણવા માટે અમે અમારા ગામથી ૪ કીલોમીટર નવા ઘનશ્યામગઢ થાય ત્યા ભણવા માટે મે વર્ષ :‌- ૧૯૭૯ માં એડમીશન લીધુ અને ધોરણ - ૭ મુ મારા ગામથી નવાઘનશ્યામગઢ શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાનો બળબળતો તડકો હોય કે પછી ચોમાસાનો વરસાદ ચાલુ હોય તો પણ કાદવ કીચડ ખુદીને ચાલીને ભણવા જતા હતા અને મારો ક્લાસમાં ત્રીજો નંબર આવતો હતો ત્યાના પ્રાથમિક શાળાના સાહેબ (૧) મહેશસાહેબ (૨) ગીરીશસાહેબ (૩) ઝાલાસાહેબ (૪) હેમંતસાહેબ અમને ભાણાવતા હતા અમારી સાથે ત્યાં નાગરભાઇ રવજીભાઇ દલવાડી , અંબારામભાઇ જાદવજીભાઇ કવાડીયા, અમૃતભાઇ સંઘાણી , જયંતિભાઇ પટેલ, ભીમાંભાઇ કુંભાર વગેરે સાથે ભણતા હતા પણ ખુબજ મજા આવતી હતી અને ટીફીનમાં અમને એ વખતે એક દુધીયામાં રોટલી અને શાક અને ગોળ ભરી દેતા હતા ત્યા અમે મુકુંદભાઇ લુહારના ઘરે બપોરે રીશેષમાં જમતા હતા .

         હું  ગામના કુવા પાસે અવાળો  સવાર સાંજ મશીન ચાલુ કરીને પશુ પક્ષીઓ માટે ભરતો હતો અને અમારી પાધરમાં આવેલ વાડીમાં નાકા વાળવા જતો હતો તેમજ મશીન બંધ ન થઇ જાય તે માટે                                  કુવા પાસે બેસીને ધ્યાન રાખતો હતો

       નવાઘનશ્યામગઢ પ્રાથમિક શાળામાં તે વખતે ૧ થી ૭ ધોરણ હતા તેથી ૭ ધોરણ પાસ થયા બાદ મેં રાજોધરજી હાઇસ્કૂલ ,હળવદ વર્ષ :‌- ૧૯૮૦ માં ત્યા ભણવા માટે મે એડમીશન લીધુ અને ધોરણ - ૮ મુ મારા ગામથી હળવદ ૭ કીલોમીટર થાય ત્યા હું સાયકલ લઇ ભણવા જતો હતો ટીફીનમાં અમને એ વખતે એક દુધીયામાં રોટલી ,શાક અને ગોળ ભરી દેતા હતા અને એ વખતે પણ દફતરમા તો એક કાપડની થેલી આપતા હતા એમા બધુજ મુકવાનું હતું. ત્યાં અમને (૧) જાનીસાહેબ (૨) મહેશસાહેબ (૩) ધીરુસાહેબ (૪) રંજનબેન (૫) સી.એલ. દવે અમને ભણાવતા હતા .અમારી સાથે ત્યાં અંબારામભાઇ જાદવજીભાઇ કવાડીયા, કાળુભાઇ છગનભાઇ રાઠોડ, યોગેશભાઇ જયંતીભાઇ સોની, વિજયભાઇ જાની, રમેશભાઇ કોળી, વગેરે સાથે ભણતા પણ ખુબજ મજા આવી.    

        નવા અમરાપરથી હળવદ ૭ કી.મી. કાયમ દૂર પડતુ હોવાથી હું ડી. એન. ટી. હાઇસ્કૂલ જોરાવરનગર  જિ. સુરેંદ્રનગર વર્ષ :‌- ૧૯૮૧ માં ભણવા ગયો હતો ધોરણ - ૯ મુ ભણવા માટે મે એડમીશન લીધુ ત્યાના

(૧) વી.પી. ઠક્કરસાહેબ પ્રિન્સીપાલ (૨) એ.એ.જાનીસાહેબ (૩) રાણાસાહેબ (૪) કુમુદબેન (૫)બી.ડી. પંડ્યાસાહેબ (૬) ખીચડીયા સાહેબ (૭) સી.ડી. પટેલસાહેબ અમને ભાણાવતા હતા અમારી સાથે ત્યાં ધનજીભાઇ ચાવડા , કાંતિભાઇ પનારા , નરશીભાઇ પનારા, જગદીશભાઇ પરમાર , પરસોત્તમભાઇ કુકડીયા , ભરતભાઇ વાઘેલા, વગેરે સાથે ભણતા પણ ખુબજ મજા આવી. ધોરણ - ૯ અને ૧૦ આજ  હાઇસ્કૂલમાં હું ભણ્યો ધોરણ - ૧૦ માં મારો ડ્રોઇંગમાં પહેલો નંબર આવ્યો હતો અને ક્લાસમાં મારો ભણવામાં બીજો નંબર આવ્યો હતો તેથી મને ડ્રોઇંગ ટીચર શ્રી રાણાસાહેબે મને સ્ટીલના કપ ભેટમાં આપ્યા હતા. હું સમસ્ત સતવારા બોર્ડીંગ જોરાવરનગરમાં રહેતો હતો  ત્યાં અમને રહેવાની અને જમવાની ખૂબજ મજા આવી હતી. બોર્ડીંગમાં અમને સવારે ૧૦ વાગ્યે રોટલી ,શાક , દાળ-ભાત જમવામાં આપતા હતા અને સાંજે ભાખરી ,ખીચડી- કઢી જમવામાં આપતા હતા અને દર મહીને ફીસ્ટ આપવામા આવતી હતી. તુવેરદાળ અને રાજસ્થાની કઢી ખાવાની ખૂબજ મજા આવતી હતી તે હજુ મને બરાબર યાદ છે. બોર્ડીંગમાં મારા રૂમ પાર્ટનરમાં જાદવજી ડાભી ,બેચર જાદવ, હરજીવન સોનગરા ,ગોવિંદ સોનગરા, કરશન મકવાણા , કરશન રંગાડીયા , અમૃત પરમાર સાથે રહેતા હતા. આમાં બેચર જાદવ અને ગોવિંદ સોનગરા, બહું તોફાન કરતા હતા તે વાંચે નહી અને વાંચવા ન દે ત્યારે મેં એમને ખૂબજ મારેલા હતા .હું બોર્ડીંગમાં વર્ષ :‌- ૧૯૮૧-૮૨ માં રહેતો હતો.સાચા પ્રતાપ બોર્ડીંગના મંત્રી રામજીભાઇ મકવાણા , ઠાકરશીભાઇ ચૌહાણ , જેસીંગભાઇ ચૌહાણ , પ્રભુદાસ કણઝરીયા ગૃહપતિના આ બધાએ અમને ભણવા માટે ખૂબજ ઉત્સાહી કર્યા હતા અને જીવનમાં કેમ આગળ વધી શકાય તે માટે ખૂબજ સારુ અને સચોટ માર્ગદર્શન આપ્યુ હતું અને અમારી ખૂબજ સાર સંભાળ રાખી હતી તેથી આ બધા મહાનુભાવોનો આભાર માનીએ એટલો ઓછો છે બોર્ડીંગમાં અમને કરિયાણું અને શાકભાજી ખરીદવાનો ,રોટલી વણવાનો અને શાક સમારવાનો ,સુવિચાર વાંચવાનો અને પેપરના તાજા સમાચાર વાંચવાનો વારો આવતો હતો અને અમે ચૈત્રી પુનમે એટલે કે હનુમાન જંયતિએ રાત્રે સુરેંદ્રનગરમા મેળો ભરાય છે ત્યા મેળો કરવા જતા હતા. આ મેળામાં એકવાર અમે ૧૦ વિદ્યાર્થીઓ ફરવા ગયા હતા તે વખતે બધાને રસગોલા ખાવાની ઇચ્છા થઇ તેથી બધાનો રસગોલા ડીસનો ઓર્ડર આપ્યો અને પછી મે કીધુ તમે બધા જતા રહો હું પૈસા આપી દઉ છુ. તેથી બધા જતા રહ્યા પછી મે મારા ડીસના પૈસા આપ્યા તો રસગોલાવાળો કહે ૧૦ ડીસ થઇ મે કહ્યુ હું તો એકલોજ છુ તો રસગોલા વાળો કહે બીજા ૯ ક્યાં મેં કહ્યુ ઇ મારા ભેગા નથી આમ અમે ગમત કરતા અને મોજ મસ્તી કરતા અને જલસા કરતા હતા અમે રજાના દિવસે પીક્ચર જોવા જતા હતા. હું ન્યુ SSC માં હતો એ વખતે મેં આખા વર્ષમાં એકેય પીક્ચર જોયુ નથી પણ જેવી રીક્ષા પુરી થઇ કે બીજા દિવસે મે એક્ધારા ૩ પીક્ચર બપોરે ૧૨ થી ૩ , ૩ થી ૬ અને ૬ થી ૯ આમ પીક્ચર જોયા હતા એ હજી મને બરાબર યાદ છે. મારે ન્યુ SSC માં ૬૫% આવ્યા હતા કારણ કે અમે રાત્રે ૧૨ વાગ્યા સુધી વાંચતા અને સવારે વહેલા ૪ વાગ્યે વાંચવા ઉઠી જતા હતા બપોરે ફકત ૧ ક્લાક સુવાનું હતું  ત્યારે અમે ખૂબજ મહેનત કરી હતી તેથી એ વખતે ૬૦% ઉપર હોય તે હોશીયાર વિધાર્થી કહેવાતા હતા કારણ કે એ વખતે વધુ ટકા આપતા જ નહોતા પછી મે આગળ અભ્યાસ માટે તે વખતે બધાની સલાહ લીધી તો કોઇ કહે P T C  કરાય, કોઇ કહે એગ્રીક્લચર ડીપ્લો કરાય, કોઇ કહે I T I કરાય કોઇ કહે ધો. ૧૧, ૧૨ કરીને કોલેજ કરાય પછી મને એગ્રીક્લચર ડીપ્લો કરવાનું મન થયુ પરંતુ એગ્રીક્લચર ડીપ્લો કોલેજ સુરેંદ્રનગર, જામનગર, અને કચ્છ આ ૩ જિલ્લા વચ્ચે એકજ કોલેજ હળવદ ખાતે હતી એમાય ૩૦ વિદ્યાર્થીઓની જ શીટ હતી છતા મે ફોર્મ ભર્યુ અને P T C  મા ફોર્મ ભર્યુ આ બન્નેમાંથી ઓર્ડર આવ્યા હતા પણ મે એગ્રીક્લચર ડીપ્લો પસંદ કર્યુ કારણકે હું એક ખેડુત પુત્ર છુ તેથી મે એગ્રીક્લચર ડીપ્લો હળવદમાં એડમીશન લીધુ અને ત્યા હોસ્ટેલમાં રહેવાનું હતુ. જમવા માટે રસાવાળુ શાક અને ભાત બનાવી દેતા હતા પણ રોટલી હાથે વણીને શેકવાની પણ હાથેજ એ પણ મોટા તવામાં અમે જયારે છુટીએ ત્યારે આ તવામાં રોટલી શેકવા જગ્યા રાખવા માટે પડાપડી થતી હતી તેથી અમે અમારુ ગૃપ બનાવીને જગ્યા વહેલા રાખી લેતા હતા અને એ વખતે અમારે ખેતી કરવાનું પ્રેકટીકલ કામ કરવાનું આવતુ હોવાથી ૧૦ થી ૧૫ રોટલી ખાઇ જતા હતા ત્યા જેવી જમીન તેવી ખેતી માટે દવા બિયારણ ખાતરને લગતુ જ્ઞાન ભણાવવામાં આવતુ હતું. અને મને બહુ સારું જાણવા મળ્યુ હતુ અમને બીજા જિલ્લામાં આવેલી કૃષિયુનિવર્શીટીમાં જાણવા માટે લઇ જતા હતા. હું એગ્રીક્લચર ડીપ્લોના બીજા વર્ષમાં કચ્છમાં કલાર્કની ભરતીની જાહેરાત પડી હતી તેથી મે ફોર્મ ભર્યુ હતુ અને મારે  કલેકટર કચેરી ભુજ કચ્છમાં કલાર્કની ભરતીનું ઇન્ટરવ્યુ આવ્યુ તેથી હું ઇન્ટરવ્યુ આપવા માટે ૧૯૮૪ માં ભુજ- કચ્છ એકલો જ ગયો હતો કઇ દિશામાં કયા અને કઇ બાજુ ભુજ-કચ્છ આવ્યુ તે પણ મને ખબર નહોતી છતા હું ઇન્ટરવ્યુ આપવા ગયો અને ઇન્ટરવ્યુમાં કલેકટરશ્રી , જિલ્લા વિકાસ અધિકારીશ્રી , કાર્યપાલક ઇજનેરશ્રી અને ડી.એસ.પી. સાહેબોએ મારુ ઇન્ટરવ્યુ  લીધુ હતુ તેમાં પ્રશ્નો જેવા કે (૧) ગાંધીજીનો જન્મ કયાં થયો હતો ? (૨) સરદાર વલ્લભભાઇનો જન્મ કયાં થયો હતો ? (૩) સુરેંદ્રનગર નામ શેના ઉપરથી પડયુ હતુ ? (૪) વઢવાણ નામ શેના ઉપરથી પડયુ હતુ ? (૫) જોરાવરનગર નામ શેના ઉપરથી પડયુ હતુ ? વગેરે પ્રશ્નો પૂછ્યા હતા. મારુ જુનીયર કલાર્કનું ઇન્ટરવ્યુ ઘણુ જ સારું ગયું હતું અને મને વિશ્વાસ અને આત્મ વિશ્વાસ હતો કે હું  100% પાસ થઈ જઈશ અને આ અનુમાન મારુ સાચું પડ્યું .એમાં હું પાસ થઇ ગયો અને જાન્યુઆરી 1985 માં નોકરી માટે જુનીયર કલાર્કનો ઓર્ડર આવ્યો અને મારી ખુશીનો પાર ન રહ્યો. અમારા ઘરના બધાજ સભ્યો પણ આનંદમાં આવી ગયો.તેથી મે બધાની સલાહ લીધી કે નોકરીમાં જવાય કે કેમ ? તો કોઇ કહે જવાય કોઇ કહે ન જવાય .હજી આગળ ભણ પણ મે મુગટ સાહેબની સલાહ લીધી તો એમણે કહ્યુ જો ” લક્ષ્મી ચાંદલો કરવા આવેતો મોઢુ ધોવા ન જવાય “ આ શબ્દો સાંભળ્યા...પછી હું તા.૧૧/૦૧/૧૯૮૫ ના રોજ કલેકટર કચેરી ભુજ કચ્છમાં જુનીયર કલાર્ક તરીકે હાજર થઇ ગયો. મને સૌ પ્રથમ ચુંટણી શાખામાં મુક્યો હતો ત્યાર બાદ મને રેકર્ડ શાખામાં મુક્યો હતો અમારા જન સંપર્ક અધિકારી (P R O) કલેકટર કચેરી ભુજ-કચ્છ એ કહ્યુ હતુ કે તારે વતનમાં બદલી કરાવવી હોયતો સમાજ કલ્યાણ ખાતું માંગી લે તો તારી બદલી ઝડપથી થઇ જશે તેથી મે સમાજ કલ્યાણ ખાતું માંગી લીધુ હું ભુજથી બાજુમા માધાપર ગામમા ભાડાના મકાનમાં રહેતો હતો અમે ૩ મિત્રો રતીલાલ ડાભી તથા ભીખાભાઇ કણઝરીયા સાથે રહેતા હતા અને જાતે રસોઇ બનાવતા હતા મને સ્વાધ્યાયના વિચારો માધાપર ગામમાથી મળ્યા હતા .એમા બન્યુ એવુ કે એકવાર જમનભાઇ પરમાર અમારા સતવારા સમાજના હતા તે મને મળવા આવ્યા હતા અને કહે કાલે સ્વાધ્યાયમા આવજો મે કહ્યુ સ્વાધ્યાય એટલે શું તો કહે એમા ભજન ગાવાના હોય અને શ્લોક ગાવાના હોય અને સારી સારી ધાર્મીક વાતો સાંભળવાની હોય ખાલી અઠવાડીયે એક કલાક જ હોય. મે કહ્યુ હુ આવીશ કારણ કે મને આમેય બાળપણથી ભજન ગાવાનો શોખ હતો તેથી હુ માધાપર ગામમા જુના વાસમાં રામજી મંદિરે સ્વાધ્યાય કેંદ્ર ચાલતુ હતુ ત્યા ગયો અને પહેલુ ભાવગીત મે “ દેવોના દેશમાંથી દાદા પધાર્યા “ સાંભળ્યુ હતુ અને શ્રાધ્ધ ભાગ – ૧ મા “ માતૃદેવો ભવ: ” રાજા કલેકટરની વાર્તા જે છે તે સાંભળી તેથી મને ખૂબજ મજા આવી હતી અને મે ત્યારથી સ્વાધ્યાયમાં જવાની શુભ શરૂઆત કરી તેથી મને સ્વાધ્યાયમા લઇ જનાર જમનભાઇ પરમાર હતા એમનો આભાર માનુ એટલો ઓછો છે કરણ કે એમના દ્વારા મને સ્વાધ્યાયના વિચારો મળ્યા હતા ટુકમાં મને સ્વાધ્યાયમા  લાવવામાં નિમિત જમનભાઇ પરમાર બન્યા હતા પછીતો અમે એક અઠવાડીયામાં ૪ થી ૫ વાર પધર , કુકમાં ભુજોડી ,મિરઝાપુર ભુજ તાલુકાના ગામડામાં ભાવફેરી, ભક્તિફેરીમાં જતા હતા તથા વીડીયો કેંદ્ર , સ્વાધ્યાય કેંદ્ર, ડી.બી.ટી. મા અને વૃક્ષમંદીરમાં પુજારીમાં જતા હતા (૧) જમનભાઇ પરમાર (૨) પુનમભાઇ પટેલ (૩) હું જાદવજીભાઇ ચૌહાણ આમ અમારી ત્રિપુટીની જોડી હતી એ વખતે હું ભાવગીત બહું ગાતો હતો ત્યાર બાદ નલીયા તાલુકાના મથલ ગામમાં વૃક્ષ મંદિરનો પ્રયોગ નક્કી થયો એમા પણ શ્રમભક્તિમાં જતા હતા કચ્છ ભુજના પરિવારના મોટાભાઇ શ્રી વિરેંદ્રભાઇ વોરા. અને વિનોદભાઇ, મોહનભાઇ ખાવડા ,છગનભાઇ ખાવડા , અમરભાઇ પંડયા ,અતુલભાઇ વ્યાસ ,ચોથાણીભાઇ ,જયસુખભાઇ નારીયાભાઇ, ઉપાધ્યાયભાઇ , ડો. કીરણબેન ,નુતનબેન આ બધા પરિવારને મળીને ખૂબજ આનંદ થતો હતો અને એમાં અનેરો આનંદ આવતો હતો ત્યાર પછી ૧૯૮૬માં તિર્થરાજ મિલનનો કાર્યક્રમ આવ્યો .એમા મારે જવુ જ હતુ પણ અમારા અધિકારી ડી.આર. શુકલસાહેબ હતા તે રજા નહોતા આપતા તેથી મે કહ્યુ સાહેબ મારે આ કાર્યક્રમમાં જવુ જ છે છતા પણ સાહેબે ના પાડી તેથી મે કીધુ મારે કોઇ પણ સંજોગોમાં જવુ જ છે છતા પણ સાહેબે ના પાડી તો હું રજાનો રીપોર્ટ મુકીને નીક્ળી ગયો તો મારી રજા મંજુર ના કરી પણ મારી કપાત પગારી રજા કરી મારો ૧૮ દિવસનો પગાર કાપી લીધો અને મારા  C R ખરાબ લખ્યા તેથી મારે પ્રમોશન મોડુ આવ્યુ હતું. એ વખતે હું ૨૨ વર્ષનો યુવાન હતો અને લગ્ન થયા નહોતા તેથી કોઇ જાતની ચિંતા નહોતી અને હિંમત પણ એટલી હતી તેથી ૧૯૮૬માં તા.૨૧/ ૦૩/૧૯૮૬  થી તા.૨૩/૦૩/૧૯૮૬ માં તિર્થરાજ મિલનના કાર્યક્રમમાં ગયો હતો. અમે બસમાં ભુજથી ૧૮ દિવસ ગયા હતા તેમા અંબાજી , બહુચરાજી કેશરીયાજી, શામળાજી, જયપુર, ઉદેપુર, જોધપુર, પુષ્કર, દિલ્હી, હરિદ્વાર , ગોકુળ, વૃન્દાવન , મથુરા , કાશી  અયોધ્યા, ચિત્રકુટ, ઇંદોર, ઉજૈન અલ્હાબાદ ગયા હતા અને ધાર્મિક સ્થોળોનો દર્શનનો લાભ સારો મળ્યો હતો  અલ્હાબાદમાં અમે તા.૨૧/ ૦૩/૧૯૮૬  થી તા.૨૩/૦૩/૧૯૮૬ ત્રણ દિવસ રોકાયા હતા .સવાર સાંજ દરરોજ દાદાજીનું પ્રવચન સાંભવળવાની ખૂબજ મજા આવી હતી અને ગંગા, યમુના, સરસ્વતી આ ત્રણેય નદીઓ જયા મળે છે તેને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે ત્યાં અમને ૩ દિવસ સ્નાન કરવાની ખૂબજ મજા આવી હતી ત્યાથી પરત આવ્યા બાદ અને હું આ ખાતામાં તા.૧૮/૦૪/૧૯૮૫ માં હાજર થયો .મે ભુજ કચ્છના તાલુકા જેવા કે  ભુજ, એંજાર, રાપર, નલીયા અબડાસા, લખપત દયાપર, મુંદ્રા, માંડવી, ભચાઉ, ગાંધીધામ, આ બધાજ તાલુકામાં ઓફીસની કામગીરી માટે ગયેલો છુ અને ત્યાર બાદ મે ત્યાથી બદલી કરાવી જિ પ.વ.ક.અ. ભૂજ-કચ્છમા તા.૨૮/૧૦/૧૯૮૬ સુધી નોકરી કરી ત્યા અમારા અધિકારી ડી.આર. શુકલસાહેબ હતા .અમારા સ્ટાફમાં ડી. એસ. પટેલ વાઘેલાભાઇ, બારોટભાઇ, મુછડીયાભાઇ, મહેશ્વરીભાઇ, દવેભાઇ, જાનીભાઇ, વગેરે હતા સીધોજ જિ પ.વ.ક.અ. સુરેંદ્રનગર તા.૨૯/૧૦/૧૯૮૬ ના રોજ (હળવદ) હાજર થયો અને  એ વખતે અમારે તાલુકા પંચાયતમાં બેસવુ પડતુ હતુ ત્યારે અમારા ગામમાં સ્વાધ્યાય કેંદ્ર નહોતુ ચાલતુ તેથી હું હળવદના પરિવારને મળ્યો અને કહ્યુ મારા ગામમાં સ્વાધ્યાય કેંદ્ર ચાલુ કરવું છે તો હું સ્વાધ્યાય T D O સાહેબ હળવદ હતા તેને મળ્યો તો કહે હું તમારા ગામમાં આવીશ અને અમે અમારા ગામમાં ૧૯૮૭ માં સ્વાધ્યાય કેંદ્ર રામજી મંદિરે ચાલુ કર્યુ હતુ ત્યાર બાદ અમે અમારા ગામ નવા અમરાપરથી હળવદ સાયકલ લઇ વીડીયો કેંદ્રમાં જતા હતા અને આજુ બાજુના ગામ જુના અમરાપર, ઇંગોરાળા, કીડી સાયકલ લઇને જતા હતા .હળવદમાં પરિવારમાં સુરેશભાઇ દવે , જયેશભાઇ દવે રાજુભાઇ રાઠોડ, પ્રણવભાઇ, જોષીમહારાજ, સુરેશભાઇ, જયેંદ્રભાઇ, હરપાલસિંહ , ચંન્દુભાઇ,  દશરથભાઇ, સવજીભાઇ, મનહરભાઇ, વગેરે હતા એ વખતનો આનંદ જ જુદો હતો ત્યાર બાદ હું અને મારા મધર સાથે હળવદના માધાપરા વિસ્તારમાં રણછોડભાઇ અમરશીભાઇ સોનગરાનું મકાન મેડી ઉપર એક રુમના રુ.૭૫/- મા ભાડે રાખી એક વર્ષ રહ્યા હતા .તા.૨૯/૧૦/૧૯૮૬ થી તા.૫/૧૨/૧૯૮૮ સુધી મે હળવદ નોકરી કરી હતી.

         મારી નોકરી દરમ્યાન લગભગ મે એક ડઝન છોકરી જોઈ હતી પણ કયાય અનુકૂળ આવતું નહોતું બધા સગા વહાલા કહે એટલે છોકરી જોવા જવું પડતું હતું પરંતુ કયાંક છોકરી જાડી કે પાતળી , કોઈ જગ્યાએ કાળી કે પીગરી અને કયાંક ઊચી કે નીચી જોવામાં આવતી હતી .પરતું છેલ્લે મારા માતુશ્રી કહે ધ્રાંગધ્રા આપણાં ગામના કાનજીભાઇ ચાવડા રહે છે. તેના સમાચાર આવ્યા છે કે એમેને ઊર્મીલા નામની છોકરી છે ત્યાં તું જોઈ આવ તેથી હું જોવા ગયો. ત્યાં પણ ઊર્મીલા નામની છોકરી પાતળી જ હતી હું જોવા ગયો ત્યારે ઊર્મીલા 12 માં ધોરણમાં ભણતી હોવાથી હાઇસ્કૂલમાં હતી તેથી તેને બોલાવવા ગયા અને ઊર્મીલા આવી  ત્યારે ફકત જોવા મળી હતી.અમને વાતચીત પણ કરવા દીધી નહોતી પરતું હું  છોકરી જોઈ જોઈને થાકી ગયો હોવાથી અને સગામાં સગું હોવાથી મે હા પાડી દીધી અને અમારી સગાઈ નક્કી થઈ ગઈ.મારા ચાંદલા તા.15/01/1987 ના રોજ નક્કી થયા.ત્યારે મારા ચાંદલામાં હું પોતે જઈ શક્યો નહોતો કારણકે તે સમયે મર્યાદા બહુ હતી .મારા ચાંદલામાં પ્રેમજીભાઇ ,શંકરભાઈ અને નારાયણભજી ગયા હતા.

        મારા ચાંદલા પછી ફક્ત સાતમ આઠમના તહેવાર ઉપર જ મારા સસરાના ઘરે જવા મળતું હતું. તે પણ મેળામાં જવા માટે મારે આગળ પહેલા જવાનું અને પછી મારા વાઈફ પાછળથી આવતા હતા અને કયાંય સાથે બેસવા જવાનું નહી .આટલી બધી મર્યાદા અને બીક લાગતી હતી અને ત્યારે મોબાઈલનો જન્મ પણ થયો નહોતો તેથી અમે વાતચીત પણ કરી શકતા નહોતા .ફક્ત પ્રેમપત્રથી સંદેશા વ્યવહાર કરી શકતા હતા અને પત્ર પણ બાજુમાં રહેતા નીતીનભાઈ ચૌહાણના ઘરના સરનામે મોકલવો પડતો  હતો .મારો પત્ર મારી ઓફીસના સરનામે તાલુકા પંચાયત હળવદના  સરનામે મોકલવામાં આવતો હતો .

        ૧૯૮૭ માં હીરક મહોત્સવ નિમિતે વાઘરી સંચલન (દૈવીપુજક)નું મિલન અમદાવાદના ગુજરાત સ્ટેડીયમમાં રાખવામાં આવેલ હતુ તે વખતે અમે હળવદથી ૪ યુવાન અને ધ્રાંગધ્રાથી ૬૭ યુવાનો સાયકલ રેલીમાં ગયા હતા અને સાથે એક લારીવાળુ ટ્રેકટર રાખવામાં આવ્યુ હતુ જેથી કરી સાયકલમાં કોઇને પંક્ચર પડી જાય તો કોઇ હેરાન ન થાય તે માટે ચાલુ ટ્રેકટરમાંજ તેનુ પંક્ચર થઇ જાય અને બીજુ બધાનુ જમવા માટેનું કાચુ સીધુ રાખવામાં આવ્યુ હતુ જેથી સમયસર બધા યુવાનને જમવાનું મળી જાય. ધ્રાંગધ્રાથી અમદાવાદ હાઇવે ઉપર આજુ બાજુ નજીકના ગામ આવે ત્યા ગામમાં સાયકલ રેલી કાઢતા અને સ્વાધ્યાયના નારા લગાવતા જતા હતા અને બધાને મળતા જતા હતા એની મજા ઓર હતી  .

        ૧૯૮૭ માં સુરેંદ્રનગર જિલ્લામાંથી ૫૨ ભાઇઓની એક બસ માવજીભાઇ કાવર જિલ્લાના મોટા ભાઇની સાથે વિમલ જ્યોતીમાં પૂજનિય દાદાજી સાથે એક મીટીંગ રાખી હતી તેમાં સાથે પૂજનિય તાઇબા, પૂજનિય દીદીજી હતા ત્યાર બાદ તત્વજ્ઞાનપીઠ થાણ્રે જોવા ગયા હતા.બીજા દિવસે માધવબાગ પાઠશાળામાં પૂજનિય દાદાજીનું પ્રત્યક્ષ કેંદ્ર એટર્ન કર્યુ  હતું.

         હળવદથી અમે મુંબઇ શિવાજી સ્ટેડીયમમાં મનુષ્ય ગૌરવ દિનના કાર્યક્રમમાં ગયા હતા એની મજા ઓર હતી .     

            મારા લગ્ન તા.૦૮/૦૨/૧૯૮૮ માં થયા હતા.મારા લગ્ન થયા ત્યાંરે મારા ગામમા પહેલા વહેલા ઘોડામાં મારો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.આ પહેલા અમારા ગામમાં કોઈએ ઘોડામાં વરઘોડો કાઢવામાં આવ્યો નહતો તેથી બધાને નવાઈ લાગતી હતી.મારા લગ્નમાં મે પહેલા વહેલા લગ્નનું આલબમ બનાવ્યું હતું .એ વખતે મારા લગ્ન ઘુમટો એટલે કે લાજ કાઢીને થયા હતા કારણ કે ચાંદલા વખતે મર્યાદા ઘણી રાખવી પડતી હતી.અમે પતિ પત્નિ મળવા માટે  સાતમ આઠમના મેળા વખતે જ મળી  શકતા. એમા પાછા ઘરેથી એક સાથે નહીં જવાનું .મારે પહેલા આગળ જતુ રહેવાનું પછી મારા વાઇફ પાછળથી આવતા અને પછી સાથે જતા.  

        અમારા જમાનામાં પત્ની સાથે કોઇની હાજરીમાં બોલવાનું પણ નહીં આટલી મર્યાદા રાખવી પડતી હતી મારા લગ્ન ફક્ત રૂ.૨૦.૦૦૦/- મા જ થઇ ગયા હતા એ વખતે આખા ગામમાં પહેલી વાર મારી જાન એમ્બેસેન્ડર કારમાં ફોરવીલમાં અને પ્રાઇવેટ લક્ઝરી બસમાં નવા અમરાપરથી જાન ધ્રાંગધ્રા ગઇ હતી એ વખતે એમ્બેસેન્ડર ફોરવીલનું ભાડુ રૂ.૫૦૧/- અને પ્રાઇવેટ લક્ઝરી બસનું ભાડ રૂ.૧૧૦૦/- હતુ એ વખતે ૧૯૮૬, ૧૯૮૭ ,૧૯૮૮ આ ત્રણ વર્ષ દુષ્કાળ પડયો હતો તેથી સરકાર એવો નિયમ લાવ્યા કે લગ્નમાં ૧૦૦ માણસથી વધારે જમણવાર કરવો નહીં પણ ગામડામાં ચાલતુ હતું .એ વખતે  મારા લગ્નમા અને જાનમાં લગભગ ૩૦ મિત્રો સાથે કુલ ૧૦૦ માણસ આવ્યા હતા.

        મારા લગ્ન થયા બાદ તા.11/03/1989 ના રોજ  મારા ઘરે પ્રથમ લક્ષ્મીજી એટલે કે અસ્મિતા નામની દીકરીનો જન્મ થયો હતો ત્યારે મારી નોકરી ધ્રાંગધ્રા હતી અને અમે સોની તલાવડીમાં કસ્તુરભાઈ રાઠોડના ઘરે રૂ.75/- ના ભાડેથી 2 રૂમમાં રહેતા હતા.

 

અસ્મિતાબેન ફોટો

 

 

        મારા લગ્ન પછી હળવદ સુરેશભાઇ દવેના ઘરે રૂ.૧૦૦/- માં ભાડે રહેવા ગયા ત્યા લગભગ ૯ મહીના ભાડે રહ્યા હતા ત્યા વીડીયો કેંદ્રમાં અને D.B.T. માં નિયમીત જતા હતા અને ભાવ ફેરીમાં અમે જુના અમરાપર, ઇંગોરાળા, કીડી ,રાણક્પુર, માનસર ,કડીયાણા, ઇશ્વરનગર, સુસવાવ સાયકલ લઇને જતા હતા  હળવદથી મારી બદલી ધ્રાંગધ્રા થઇ હતી તેથી તા.૬/૧૨/૧૯૮૮ થી તા.૨૩/૫/૧૯૯૦ સુધી મે નોકરી કરી હતી અને ત્યા પણ અમે સોની તલાવડી ધ્રાંગધ્રા કસ્તુરભાઇ રાઠોડના ઘરે રૂ.૧૫૦/- માં ભાડે રહેતા હતા ત્યા અંદાજે  ૨ વર્ષ રહ્યા હતા .ધ્રાંગધ્રા પણ અમે નિયમિત સ્વાધ્યાય કેંદ્રમાં, વીડીયો કેંદ્રમાં ફુલેસ્વર મંદિરે જતા હતા જતા હતા અને ભાવફેરી ભક્તિફેરીમાં ચુલી, ગાજણવાવ, સીતાપુર, મેથાણ, બાવળી, વાવડી, અંકેવાળીયા, માનપુર, થળા ભરાડા વગેરે ગામમા જતા હતા અને જન્માષ્ટમી ઉપર ધ્રાંગધ્રા  તથા ગામડામાં સ્ટ્રીટ પ્લે ( શેરી નાટક ) કરતા હતા અને “ Y DAY  ‘ (૨૬ મી જાન્યુઆરી ) એ સાંસ્કૃતિક કાર્યક્રમ એક પાત્ર અભીનય, વક્તવ્ય, કવ્વાલી, ભાવગીત ઉપર એકશનસોંગ કરતા હતા તથા ગીતા જયંતિ ઉપર ગીતાના વિષય વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતા હતા. અમે ધ્રાંગધ્રાથી દુધઇ તા. મુળી ભક્તિફેરીમાં ગયા હતા સાથે ઇશ્વરભાઇ, દિનેશભાઇ, હર્ષદભાઇ ૬ દિવસ માટે ગયા હતા તથા  મહારાષ્ટ્રમાં જલગાંવ જિલ્લામાં ભુસાવળ તાલુકાના હાતનૂર અને ટહાકલી ગામમાં ભક્તિફેરીમાં ગયા હતા અમને ગ્રામપંચાયતમાં ઉતારો આવ્યો હતો રાત્રે ખૂબજ વરસાદ આવ્યો હતો તેથી ર રૂમમાં એક ફુટ પાણી ભરાઇ  ગયુ હતુ .બધાએ ભેગા થઇને માંડ કાઢ્યુ હતુ. ધ્રાંગધ્રા પરિવારમાં હર્ષદ અમરશીભાઇ, પ્રવીણ, કણસાગરાભાઇ , વિષ્ણુભાઇ,કેતનભાઇ, નેરેનભાઇ, મહીપતભાઇ ,મેહુલભાઇ ,પ્રહલાદભાઇ, દિનેશભાઇ, મુળજીભાઇ, મનસુખભાઇ ,કુવરજીભાઇ, યશવંતભાઇ જોષી વગેરે સાથે કામ કર્યું હતુ.

          ધ્રાંગધ્રાથી મારી પ્રમોશનથી બદલી નાયબ નિયામક કચેરી બહુમાળી ભવન રાજકોટ થઇ હતી ત્યાં સ્ટાફમાં કે.આઇ.પરમારસાહેબ ,નટુકાકા,ગોહીલભાઇ, કોટકભાઇ, ભાલારાભાઇ, વ્યાસભાઇ, વાઘેલાભાઇ અને ત્યા હું  તા.૨૪/૫/૧૯૯૦ ના રોજ હાજર થયો  હતો. અમે  રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં આહીરનું એક રૂમ રૂ.૨૦૦/- માં ભાડે રાખ્યો હતો પણ ત્યા ગમે એવુ ના હતું.

        બાદ તા.06/08/1991 ના રોજ મારા ઘરે બીજી લક્ષ્મીજી એટલે કે વંદના  નામની દીકરીનો જન્મ થયો હતો ત્યારે મારી નોકરી રાજકોટ હતી અને અમે પ્રભાતભાઈ ડાગરના ઘરે રૂ.300/- ના ભાડેથી 12x15 ના એક રૂમમાં રહેતા હતા. અને આ રૂમમાં અમે 3 વર્ષ રહ્યા હતા.

               ધ્રાંગધ્રા પણ અમે નિયમિત સ્વાધ્યાય કેંદ્રમાં અને રાષ્ટ્રીય શાળા તથા રણછોડનગરમા વીડીયો કેંદ્રમાં જતા હતા અને ભાવફેરી ,ભક્તિફેરીમાં અમે યાજ્ઞવલ્ક્ય વૃક્ષમંદિર મેટોડા કાલાવાડ રોડ રાજકોટમાં પુજારીમા દંપતીમા નિયમીત જતા હતા. પરિવારમાં જમનભાઇ, જયસુખભાઇ, વાસુદેવભાઇ વગેરે હતા.

        વર્ષ ૧૯૯૨ મા અમે ૧૦૦૦/- યુવાનોને એસ. જગદીશ કલેકટરશ્રી રાજકોટે લીલી ઝંડી આપી હતી એક સરખો પોશાક વાઇટ શર્ટ ,બ્લેક પેંટ, મીલીટ્ર્રી કલરનું જાકીટ, અને ટોપી, હેલ્મેટ હાથ પગના વાઇટ કલરના મોજા સાથે સ્કુટર રેલીમા (સ્કુટર વિચલન) ૫૦૦ સ્કુટર / બાઇક હતા એકમા બે સવારીમાં લગભગ ૩ કી.મી. લાંબી લાઇન થતી હતી તેથી હાઇવે ઉપર માણસો જોવા ઉભા રહી જતા હતા .મીલ્ટ્રીના સૈનિકો જતા હોય તેમ “ અમે સોલ્ઝર ઓફ ગોડ” ( ભગવાનના સૈનીકો ) રાજકોટથી ઉમરગામ જિ. વલસાડ ૭૦૦ કી. મી. થાય એક અઠવાડીયા માટે ગયા હતા. ઉમરગામ જિ. વલસાડ દરિયા કિનારે મનુષ્ય ગૌરવ દિનના કાર્યક્રમમાં ગયા હતા અમારે સુરત જિલ્લામાં પહોંચવાનું હતુ અને ત્યા તે સુરત જિલ્લામાં ૩ દિવસ ભાવફેરી કરવાની હતી. સુરત જિલ્લાના એક એક ગામમાં ૧૦, ૧૦ સ્કુટર / બાઇક જતા અને ત્યા ભાવફેરી તથા મનુષ્ય ગૌરવ દિનના કાર્યક્રમ ઉમરગામની વાતો કરતા હતા અમને લેવા માટે જે તે ગામના યુવાનો લેવા આવતા હતા અમે રાજકોટ થી ઉમરગામ નેશનલ હાઇવેથી ગયા હતા અને રસ્તામાં સ્વાધ્યાય પરિવારના ગામ આવતા હતા અમને ફૂડ પેકેટ આપવામાં આવતા હતા અને બીજા દિવસે બધા ભેગા થઇ જતા હતા .રાત્રે સાંસ્કૃતિક  કાર્યક્રમ રાખતા હતા ત્યા જમવાનું ઘર કરતા પણ સારુ આપવામાં આવતુ હતુ ત્યા અમારુ પુષ્પગુચ્છથી સ્વાગત કરતા હતા અને બહેનો કપાળે કુમ કુમ તિલક કરતા હતા એથી અમારો ઉત્સાહ વધીને બેવડાઇ જતો હતો . અમે ઉમરગામ

પહોચ્યા ત્યારે પરમ પૂજનિય દાદાજી અને પૂજ્ય દીદીજી ફુલો અમારી રેલી ઉપર ઉડાડતા હતા અને અમારા સ્કુટર વિચલનને ચાર ચાંદ લાગી ગયા હતા. અમને ઉમરગામના દરિયા કિનારે મનુષ્ય ગૌરવ દિનના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ત્યા શેષનાગની વ્યાસપીઠ બનાવવામાં આવી હતી  અને અમને પહેલી જ લાઇનમાં બેસવા માટે જગ્યા ફાળવી હતી તેના ફોટા આજે પણ મારી પાસે છે જેને જોઇને આજે પણ સંસ્મરણો યાદ આવે છે જે જિંદગીભર રહેશે. સામન્ય રીતે પૂજનિય તાઇજી કયાંય વ્યાસપીઠ ઉપરથી બોલતા નથી પરંતુ ત્યાં પૂજનિય તાઇજી પહેલીવાર વ્યાસપીઠ ઉપરથી બોલ્યા હતા.   

         વર્ષ ૧૯૯૩ મા મને રાજકોટ થી તત્વજ્ઞાન વિધ્યાપીઠ થાણે મુંબઇમાં ખેડુતપુત્ર તરીકે ૪૫ દિવસના લઘુ અભ્યાસ માટે જવાનો સારો લાભ મળ્યો હતો ત્યારે રાજકોટ જિલ્લામાંથી ૩૦૦ યુવાનો જવા તૈયાર હતા આ ૩૦૦ યુવાનોના ઇંટરવ્યુ રાખવામાં આવ્યા હતા તેમાથી ૨૫ યુવાનોને પસંદ કરવાના હતા તેમા  મારી પસંદગી થઇ હતી તેથી મારા આનંદનો પાર નહોતો રહયો. મારુ વતન સુરેંદ્રનગર જિલ્લો હોવાથી મે અગાઉ મારી બદલી માટે સુરેંદ્રનગર જિલ્લામાં અરજી કરી હતી તેથી જે દિવસે મારે તત્વજ્ઞાન વિધ્યાપીઠ થાણે મુંબઇમાં જવાનું હતુ તે જ દિવસે મારી સુરેંદ્રનગર જિલ્લામાં બદલીનો હાજર થવાનો ઓર્ડર આવ્યો મારી પરિક્ષા થઇ હવે શુ કરવુ?  એક બાજુ  વતનમાં માંડ ઘણા સમયે બદલી થઇ હતી અને બીજી બાજુ તત્વજ્ઞાન વિધ્યાપીઠ થાણે મુંબઇમાં લઘુઅભ્યાસ માટે જવાનો માંડ લાભ મળ્યો હતો તેથી મે નક્કી કર્યુ બદલીનું જે થવુ હોય તે થાય પણ લઘુઅભ્યાસ માટે જવાનો આવો લાભ બીજી વખત નહીં મળે તેથી મન મક્કમ કરીને ત્યાં તત્વજ્ઞાન વિધ્યાપીઠ થાણે મુંબઇ જવાનું નક્કી કર્યુ અને અમે ટ્રેનમાં બેસીની ભાવગીત, સ્તોત્રો બોલતા બોલતા આનંદ કરતા ,કરતા ગ્યા ત્યાં ત.વિ.પીઠમાં આ પ્રમાણેનો કાર્યક્રમ હતો.

 

 

 સાંદીપની હોલમાં રહેતા હતા અમારા ત્યાના કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ છે

·       સવારે ૪/૩૦ વાગ્યે    ઉઠી જવુ

·       સવારે ૫/૩૦ વાગ્યે    પ્રાત : પ્રાર્થના

·       સવારે ૬/૦૦ વાગ્યે    સુર્ય નમસ્કાર

·       સવારે ૭/૦૦ વાગ્યે    દુધ નાસ્તો

·       સવારે ૮/૦૦ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધી  વર્ગ ચાલુ

·       બપોરે ૧૨/૦૦ વાગ્યાથી ૨/૦૦ વાગ્યા સુધી જમવાનું આરામ

·       બપોરે ૨/૦૦ વાગ્યાથી સાંજના ૬/૦૦ વાગ્યા સુધી વર્ગ ચાલુ

·       સાંજના ૬/૦૦ વાગ્યાથી ૮/૩૦ વાગ્યા સુધી જમવાનું કપડા ધોવા કે   

   અન્ય કામકાજ તથા બીજા રૂમમાં મળવા જવું વગેરે.

·       રાત્રે ૮/૩૦ વાગ્યે સાયં પ્રાર્થના

·       રાત્રે ૯/૦૦ વાગ્યાથી ૧૦/૦૦ વાગ્યા સુધી મુંબઇના યુવાનોનો રાત્રી વર્ગ

·       રાત્રે ૧૦/૦૦ વાગ્યે સુઇ જવુ

 

 

 

 તત્વજ્ઞાન વિધ્યાપીઠ થાણે મુંબઇમાં અમને

           નીચે મુજબના ગુરુજી ભણાવતા હતા

(૧) ભગવાનભાઇ ગઢીયા –- કાર્ય , પૂજનિય દાદાજી

(૨) જગદીશભાઇ ત્રીવેદી –- મહાભારત

(૩) નીગળજી –- ઇતિહાસ

(૪) ખાલકરજી  --- વાલ્મીકી રામાયણ

(૫) પગારેજી  --- કાવ્યવિનોદ

(૬) જોષીજી --- સ્તોત્રોનું પારાયણ, રાગ સાથે

(૭) આનંદજી  --- કાર્ય , પ્રયોગો

      આ બધા ગુરુજનો અમને જેમ ઋષિમુનીઓના સમયમાં તપોવન પધ્ધ્તિથી વૃક્ષ નીચે ખૂબજ ભાવ પ્રેમથી ભણાવતા હતા તેવી જ રીતે અમન પણ તપોવન પધ્ધ્તિથી વૃક્ષ નીચે ખૂબજ ભાવ પ્રેમથી ભણાવતા હતા અને કાળજી પુર્વક સાર સંભાળ લેતા હતા તત્વજ્ઞાન વિદ્યાપીઠ થાણે મુંબઇમાં અમને એકવાર પૂજનિય દાદાજી , પૂજનિય દીદીજી, પૂજનિય તાઇબા મળવા આવ્યા હતા તાઇબા જાતેજ રસોઇની ચાખીને ચકાસણી કરતા હતા જો કે વિદ્યાપીઠમાં અમને ઘર કરતા સારુ અને સ્વાદીસ્ટ જમવાનું મળતુ હતુ .પૂજનિય દાદાજીએ એકવાર વિદ્યાપીઠમાં મંદિરની સામે બધા વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો હતો તેમા પૂજનિય દાદાજી કહે મારે આજે કાઠીયાવાડી દુહા છંદ સાંભળવા છે તેથી સૌરાષ્ટ્રના એક ભાઇએ દુહા છંદની રમજટ બોલાવી હતી અને પૂજનિય દાદાજી ખુશ થઇ ગયા હતા. 

             એકવાર અમે કબડી રમત રમતા હતા ત્યારે મને હાથમાં મચકોડ આવી ગયો હતો ત્યારે તરતજ મને  મુંબઇના યુવાનો આપણા પરિવારના ખૂબજ મોટા ઓર્થોપેડીક ડો. પાસે મુંબઇ લઇ ગયા અને બીજા ત્યા દર્દીઓ લાઇનમા બેઠા હતા છતા પણ મને તરતજ તપાસ્યો અને દવા આપી તેનો કોઇ ચાર્જ પણ ન લીધો અને આ પરિવારની સાચી સુગંધ છે આને પરિવાર કહેવાય . ખાલી ખાલી વાતો કરવાથી પરિવાર નથી થઇ જવાતું એના માટે ઘસાવુ પડે  જેમ કે હીરો ઘસાય તો જ ચમક આપે છે તેમ એક બીજા પરિવાર માટે ઘસાય તો જ તેની સાચી કિંમત થાય છે આવા પરિવારો આપણા કાર્યમાં છે તે પૂજનિય દાદાજીના તપને લીધે છે મુંબઇના યુવાનો દરરોજ અમારી પાસે આવતા અને કહેતા કાંઇ મુશ્કેલી હોય તો કહેજો .

           તત્વજ્ઞાન વિદ્યાપીઠ થાણે મુંબઇમાં આલોક બનાવેલ છે. તેમા પૂજનિય દાદાજીના બાળપણથી હયાત હતા ત્યા સુધીનું જીવન વિષે ફોટોગ્રાફી અને લખાણ હતું તેમાં શાંતીથી જોવો તો આખો દિવસ જતો રહે પણ અમને ૩ કલાકમાં જોવાનો સમય આપ્યો હતો તેથી તે ઉતાવળથી જોઇને પણ ઘણુ જાણવા મળ્યુ હતુ અને બહું મજા આવી હતી તત્વજ્ઞાન વિદ્યાપીઠ થાણે મુંબઇમાં જે આપણી પાસે પ્રતિકૃતિ છે તેમાં ગર્ભગૃહમાં પૂજા કરવા પુજારી તરીકે અમને પૂજનિય દાદાજીએ લાભ આપ્યો હતો તેથી અમને અમારુ મન હર્ષ આનંદથી નાચી ઉઠયુ હતું.

    

  તત્વજ્ઞાન વિદ્યાપીઠ થાણે મુંબઇમાં અમારો અભ્યાસ પુરો થયા બાદ અમને ઘરે જવુ નહોતુ ગમતુ પણ છતા સમય મુજબ જવું પડે તેમ પૂજનિય દાદાજીએ આપણને સમજાવ્યુ છે. જયારે અમે વિદાઇ લીધી ત્યારે અમે બધા છુટા પડયા ત્યારે હર્ષ અને દુ:ખના બન્ને આંખમાથી આસુ આવી ગયા હતા .હર્ષના એ માટે આસુ આવી ગયા હતા કે તત્વજ્ઞાન વિદ્યાપીઠ થાણે મુંબઇમાંથી જે અમને કાર્ય કરવા ભાથુ મળ્યુ છે તેથી સારી રીતે કામ કરી શકીશું અને દુ:ખના એ માટે આસુ આવી ગયા કે હવે અમારે તત્વજ્ઞાન વિદ્યાપીઠ થાણે મુંબઇ છોડવી પડશે તેથી ત્યાના ગુરુજનોનો અને મુંબઇના યુવાનોનો ભાવ – પ્રેમ હવે નહીં મળે અને તત્વજ્ઞાન વિદ્યાપીઠ થાણે મુંબઇનું વાતાવરણ જોવા અને માણવા નહીં મળે.. અમે લઘુઅભ્યાસ કરી ૪૫ દિવસે પરત આવ્યો તો ભગવાને મારી લાજ રાખી કે મારો બદલીનો ઓર્ડર રદ નહોતો થયો અને તેથી આવીને હું જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી સુરેંદ્રનગરમાં હાજર થયો અને ત્યા હુ તા.૭/૬/૧૯૯૩ થી તા.૩૦/૧૧/૧૯૭ સુધી નોકરી કરી ત્યા અમારા અધિકારી તરીકે ડી. પી. પરમાર હતા એમને મને કુલ ૪ જગ્યાના ચાર્જ આપ્યા હતા (૧) જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી ,સુરેંદ્રનગરમાં  સીનીયર કલાર્ક (૨) આદર્શ નિવાશી શાળા કુમાર,વઢવાણ (૩) આદર્શ નિવાશી શાળા અગરીયા કુમાર ‌,ધ્રાંગધ્રા (૪) આદર્શ નિવાશી શાળા અગરીયા કન્યા, પાટડી આમ ચાર ચાર ચાર્જ હતા છતા મને વધારે કામ આપતા હતા તેથી મે કીધુ સાહેબ મારી પાસે ચાર ચાર ચાર્જ છે છતા વધારે કામ આપો છો તે બરાબર નથી તો સાહેબ કે એતો કરવું પડશે આથી મારો મગજ ગયો અને કહ્યુ નથી કરવુ જાવ તમારે થાય તે કરી લો  તેથી આ સાહેબે મારા ૩ વર્ષના C R બગાડયા તેથી મે કરેલા ચાર ચાર ચાર્જના કામની વિગત લેખીતમા ડાયરેકટર સાહેબને ગાંધીનગર જાણ કરી તો તરતજ મારા ૩ વર્ષના C R  સુધરી ગયા પણ મારે પ્રમોશન ૨ વર્ષ મોડુ મળ્યુ પણ ખોટુ જરાય સહન ન કર્યુ. અને વટથી નોકરી કરી  હતી. હું રવુભા પરમાર વૃન્દાવન પાર્કમાં ભાડે રહેતો હતો .

     ત્યારબાદ તા.15/07/1995 ના રોજ મારા ઘરે પુત્ર ગૌરવ નો જન્મ થયો હતો ત્યારે મારી નોકરી સુરેન્દ્રનગર હતી  અને ધ્રાંગધ્રા રહેતા હતા ત્યારે હું સુરેન્દ્રનગર અપડાઉન કરતો હતો.મારી બંને દીકરીયું  અસ્મિતા અને વંદનાને મે કદી એક પણ લાફો માર્યો નથી કારણકે તે લક્ષ્મી કહેવાય અને તેને કોઈ દિવસ તોફાન પણ નથી કર્યા તેથી મારવાનો પ્રશ્ન જ ઉપસ્થીત થયો  નથી. પરતું ગૌરવ નાનપણથી જ ખૂબ જ  તોફાની હતો . મારી જેમ તે માનતો નહોતો મારે ગૌરવ એક જ દીકરો હતો છતાં પણ મારે મારવો પડતો હતો.ઘણી વખત એવું બનતું કે મારે નોકરી લીંબડી,સાયલા,મુળી અને સુરેન્દ્રનગર હોવાથી  સવારે 8 વાગ્યે નોકરીમાં જતો હતો અને સાંજે 8 વાગ્યે આવતો હતો .

            સુરેંદ્રનગરથી ધ્રાંગધ્રાના સતાપર અને રામગઢ ગામમાં ભક્તિફેરીમાં ગયા હતા. સાથે સાથે શક્તિસંહ , હનુભાઇ  હતા. એકવાર ડાયરેકટર સાહેબ ગાંધીનગરથી સુરેંદ્રનગર સાંજે ૬/૧૦ પછી પધાર્યા હતા અને તે વખતે હું આદર્શ નિવાશી શાળા કુમાર વઢવાણ નોકરી કરતો હતો અને મને ડ્રાઇવર ગાડી લઇને મને બોલાવવા આવ્યો કે ચાલો ડાયરેકટર સાહેબ ગાંધીનગરથી સુરેંદ્રનગર કચેરીમાં આવ્યા છે .તે તમને બોલાવે છે મે કહ્યુ ઓફીસનો ટાઇમ પુરો થઇ ગયો છે હવે હું નહીં આવું એમ કહી દેજો અને હું ન ગયો આટલો યુવાનીમાં વટ હતો અને વટથી જ નોકરી કરી છે .

 

 

 

         સુરેંદ્રનગરમાં અમે દરજીની વાડીમાં વીડીઓ કેંદ્રમાં જતા હતા અને પરાસર વૃક્ષમંદિરમાં પુજારીમાં જતા હતા અમે ધ્રાંગધ્રાથી ભરુચ જિલ્લાના કડોદ ગામના નર્મદા કિનારે અશિતીવંદનાના કાર્યક્રમમા ગયા હતા ત્યા ૨ લાખ માનવમ્હેરામણ ભેગા થયા હતા તથા ૪૦ હજાર યુવાનોએ પિરામિડના પ્રોગામમાં ભાગ લીધો હતો. ત્યાં ૧૦૦૦ હજાર કાગળના ચક્ર તથા ફુગ્ગા ઉડાવવામાં આવ્યા હતા

      ત્યાર બાદ તા.૧૭/૦૮/૨૦૦૦ થી મને સમાજ કલ્યાણ નિરિક્ષક બોટાદ જિ. ભાવનગર તરીકે પ્રમોશન મળ્યુ અને હું ભાવનગર હાજર થયો. મે બોટાદ  અને ગઢડા તા.૧૭/૦૮/૨૦૦૦ થી તા.૦૭/૦૮/૨૦૦૧ સુધી મે નોકરી કરી હતી હું ધ્રાંગધ્રાથી અપડાઉન બોટાદ, ગઢડા, ભાવનગર કરતો હતો .હું સવારે ૫ વાગ્યે ઉઠતો અને ધ્રાંગધ્રાથી ટ્રેન પકડતો હતો અને સુરેંદ્રનગર પહોચતો .ત્યાથી બીજી ભાવનગરની ટ્રેન પકડતો હતો અને બોટાદ, ગઢડા, ભાવનગર જતો હતો. બોટાદ થી ગઢડા બસમાં જતો હતો પાછુ ત્યાથી ગામડામાં ફોર્મ / અરજીઓ ચેક કરવા જતો હતો. મેં એક વર્ષ ધ્રાંગધ્રાથી અપડાઉન બોટાદ, ગઢડા, ભાવનગર કર્યુ. અને અપડાઉન દૂર પડતુ હોવાથી તા.૧૮/૦૮/૨૦૦૧ થી મેં જિલ્લા નાયબ નિયામક વડોદરાની કચેરીમાં હેડ કલાર્ક તરીકે બદલી કરાવી નાખી .અમારા અધિકારી શ્રી એચ. એમ. વાઘાણીસાહેબ હતા.સ્ટાફમાં વાળાબાપુ, વેગડભાઇ, વસાણીભાઇ ,જેઠવાભાઇ, કાનાણીભાઇ, રાજ્યગુરુ વગેરે હતા. મેં ત્યાથી વર્ગ – ૨ ની પરિક્ષા પાસ કરી હતી. મે તા. ૮/૦૮/૨૦૦૧ થી તા.૧૨/૦૬/૨૦૦૬ સુધી ૫ વર્ષ વડોદરા નોકરી કરી હતી જિલ્લા નાયબ નિયામક વડોદરાની કચેરીમાં કામ કરવાની  બહું મજા આવી ત્યા અમારી ઓફીસ નર્મદા ભવન – સી બ્લોકમાં, બીજા માળે ,સેંટ્રલ ઝેલ સામે આવેલ હતી અમારા અધિકારી એમ. એચ. પરમારસાહેબ નાયબ  નિયામક અને શ્રી એચ.એમ. વાઘાણીસાહેબ નાયબ નિયામક હતા. સ્ટાફમાં પી. વી. પટેલ, રાણાભાઇ વાળંદભાઇ, પરમારભાઇ દશરથભાઇ, જોરુભાઇ, શાહભાઇ, મીતાબેન વગેરે હતા અમે સલાટવાડા વડોદરા ઇ- ૧૨ કવાટર્સમાં રહેતા હતા.

       વડોદરાના વૃક્ષમંદીરમા પણ અમે દંપતીમાં પુજારીમાં જતા હતા. ત્યાં અમે ગીતાજીના પ્રવચન, મરાઠી સ્કૂલ સલાટવાડામાં વીડીયો કેંદ્રમાં અને વેદમંત્ર સાંભળવા કારેલીબાગ જતા હતા. વડોદરામાં પરિવારમાં જયેશભાઇ મિસ્ત્રી, મિલીંદભાઇ, નાસીકરભાઇ , અશ્વીનભાઇ, હેમાબેન, ફાળકેબેન , ઇંદીરાબેન , નીતાબેન, કાંતિભાઇ , મોહનભાઇ પ્રજાપતિ , રાઠોડભાઇ , વગેરે હતા

        વડોદરાથી અમે પૂજનિય દાદાજીના અસ્થિ વિસર્જન માટે ઝારખંડના હજારીબાગમાં પ્રોપર જિલ્લામાં ભક્તિફેરીમાં ગયા હતા અને અમને જે ઉતારો આપવામાં આવ્યો હતો તેને અમને ખૂબજ ભાવ પ્રેમ આપ્યો હતો .અમે એમને ઓળખતા નહોતા કયાં ગુજરાત અને કયાં ઝારખંડ એક ભાષા નહીં છતા ખૂબજ સાચવ્યા હતા.આ બધુ પૂજનિય દાદાજીના તપને લીધે અમને લાભ મળ્યો હતો.અમને અસ્થિ વિસર્જનની વિધી ગયાજી ખાતે રાખેલ ત્યાં પૂજનિય દાદાજીના અસ્થિ વિસર્જન માટે રથ રાખેલ હતો તેમા રથ ખેચવા માટે અને અસ્થિના દર્શન  કરવાનો લાભ મળેલ હતો. અને ત્યા ગયાજી શ્રાધનું મહત્વ ખૂબજ હોવાથી મે મારા પિતાશ્રીનું પણ શ્રાધ ગયાજી કરાવવામાં આવ્યું હતું.

              વડોદરાથી મારી બદલી સમાજ કલ્યાણ નિરિક્ષક સાયલા તરીકે થતા મે તા.૧૩/૦૬/૨૦૦૬ થી તા.૨૨/૦૨/૨૦૧૨ સુધી નોકરી કરી હતી .એક દિવસ અમારે શાળા કાર્યકમ માટે સાયલાની એક શાળામાં ગયા ત્યાં ભજન પ્રોગ્રામ રાખવામા આવેલો.તેમાં ભજન કલાકાર-સુરેશ રાવલ પણ ઉપષ્થિત હતાં.

 

 

 

 

ફોટો

 

 

મારે ચાર્જમાં લીંબડી અને મુળી તાલુકો અને જિલ્લા કચેરીમાં પણ ચાર્જ હતો આમ મે ૪ જગ્યાના ચાર્જની કામગીરી કરેલ હતી. અમે સુંદરમ પાર્કમાં ૮૦ ફુટના રોડે રહેતો હતો પરિવારમાં ગણેશભાઇ, અરવિંદભાઇ, રમેશભાઇ, ડાયાભાઇ, જયંતિભાઇ, વામજાભાઇ, સુરેશભાઇ વગેરે હતા.

       સાયલાથી મારી બદલી સમાજ કલ્યાણ નિરિક્ષક ચોટીલા તરીકે થતા મે તા.૨૩/૦૬/૨૦૧૨ થી તા.૨૫/૦૯/૨૦૧૨ સુધી નોકરી કરી હતી .મારે ચાર્જમાં મુળી તાલુકો અને જિલ્લા કચેરીમાં પણ ચાર્જ હતો આમ મે ૩ જગ્યાના ચાર્જની કામગીરી કરેલ હતી.

        ચોટીલાથી મારી પ્રમોશનથી બદલી મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી સરકારી કુમાર છાત્રાલય વલસાડ થઈ હતી.ત્યારબાદ મારી દિકરી વંદનાના લગ્ન થાનગઢ નિવાસી ડો.પ્રદિપકુમાર ડી.નકુમ સાથે તા.15/02/2013 માં થયા હતા.હાલમાં એને પણ એક નિસર્ગ નામનો નવ વર્ષનો દિકરો છે.તેઓ હાલમાં વલસાડ જ રહે છે.જમાઈએ પોતાની જાત-મહેનતથી સારા એવા વિસ્તારમાં ફ્લેટ ખરીદ્યો છે.જમાઈને પણ વલસાડમાં ગવર્મેન્ટમાં RBSK MO તરીકે નોકરી મળી છે અને દિકરી વંદનાને પણ વલસાડમાં જ ગવર્મેન્ટમાં NCD-ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે નોકરી મળી છે.ભાણેજ નિસર્ગ પણ ભણવામાં ખૂબ જ તેજસ્વી,હોંશિયાર અને ડ્રૉઇંગમાં તો મારી જેમ ખૂબ જ હોંશિયાર છે.ક્રાફ્ટ પણ ખૂબ જ સરસ બનાવે છે.

 

 

 

 

ફોટો

 

 

 મે તા.૨૬/૦૯/૨૦૧૨ થી તા.૧૦/૦૨/૨૦૧૬ સુધી નોકરી કરી હતી મારે ચાર્જમાં પારડી તાલુકો અને જિલ્લા કચેરીમાં પણ ચાર્જ હતો. આમ મે ૩ જગ્યાના ચાર્જની કામગીરી કરેલ હતી. ત્યાં મલેકસાહેબ, પટેલસાહેબ, કલ્પનામેડમ, વિનુબેન,વીણાબેન,ભાસ્કરભાઇ, રાઠોડભાઇ, પરિમલ, હર્ષદ,કિર્તેશ, ગૌરવભાઇ, અંકિત,દિલીપ, વિમલ,પ્રતિક, નયન, વગેરે હતા.

        વલસાડથી મારી બદલી મદદનીશ જિલ્લા મેનેજર વિકસતી જાતિ કલ્યાણ નિગમોની ગૃપ જિલ્લા કચેરી વલસાડ તરીકે થતા મે તા.૧૧/૦૨/૨૦૧૬ થી તા.૨૦/૧૧/૨૦૧૮ સુધી નોકરી કરી હતી મારે ચાર્જમાં વલસાડ તાલુકો અને જિલ્લા કચેરીમાં પણ ચાર્જ હતો આમ મે ૩ જગ્યાના ચાર્જની કામગીરી કરેલ હતી. પરિવારમાં ગણપતભાઇ, રમેશભાઇ, દેવેંદ્રભાઇ, ગુણવંતભાઇ, અશોકભાઇ, સુરેશભાઇ, ભાવેનભાઇ,  અજયભાઇ, લાલુભાઈ, પ્રદિપભાઇ, ઝીણવભાઇ, નટુભાઇ, નવીનભાઇ, ચંદુભાઇ, કંચનભાઇ, આશિષભાઇ હતા.

        વલસાડથી મારી બદલી મદદનીશ જિલ્લા મેનેજર વિકસતી જાતિ કલ્યાણ નિગમોની ગૃપ જિલ્લા કચેરીમાથી મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી (ઓ.એસ.) વલસાડ તરીકે જિલ્લા કચેરીમા થતા મે તા.૨૧/૧૨/૨૦૧૮ થી તા. ૩૦ /૦૪/૨૦૨૨ સુધી નોકરી કરી હતી

        વલસાડ હું હાજર થયો ત્યારે એકલો પહેલા ૬ મહીના સર્કીટ હાઉસમાં રહ્યો હતો અને ત્યાંજ રહેવાનું અને જમવાની વ્યવસ્થા હતી. ત્યાર બાદ મારી પુત્રીના  લગ્ન વર્ષ ૨૦૧૩ માં થતા અમે સરકારી ક્વાટર્સ વલસાડ રહેવા માટે આવી ગયા શરુઆતમાં અમે સરકારી ક્વાટર્સ એફ. – ૧૨ માં ૨ મહીના રહ્યા હતા ત્યાર બાદ સરકારી ક્વાટર્સ – જે – ૩ માં ૯ વર્ષ રહ્યા હતા

          વલસાડથી અમે ૭ દિવસ માટે રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના સલુમ્બર ગામમાં ત્યાં મણીભાઇ લુહારના ઘરે અમને ઉતારો આપવામાં આવ્યો હતો અને પૂર્ણાવતી શ્રીનાથજી મંદિરે  પાસે રાખવામાં આવી હતી .

       જુલાઇ – ૨૦૧૩ માં અમે વલસાડથી અમરનાથ યાત્રાલયે ગયા હતા. ત્યારે રસ્તામાં અમને અંબાજી, ગબર, જુના રણુજા, જયપુર, પુષ્કરજી, વાઘા બોર્ડર, વૈષ્ણોદેવી, કુલુ - મનાલી વગેરે સ્થોળોએ ગયા હતા. ત્યા બધે ખૂબજ ફરવાની મજા આવી હતી .અમરનાથ અમે પહોચ્યા ત્યારે ખૂબજ ઠડી હતી ત્યાં તંબુમાં રહેવાની વ્યવસ્થા હતી અને રજાઇતો ગાદલા જેવી જાડી હતી તોય ઠંડી લાગતી હતી કારણ કે ત્યાં ૦ માઇનસ ડીગ્રી વાતાવરણ હતુ. અમે અમરનાથના દર્શન  કરવા શરુઆતમાં ૨ થી ૩ કી. મી. ચાલતા ગયા પણ પછી થાક લાગવા લાગ્યો તેથી ખચ્ચર ગધેડા ભાડે કર્યા હતા એ વખતે અમે જવા આવવાના એક વ્યક્તિનો રૂ.૨૫૦૦/- નો ચાર્જ થયો હતો અમને શાંતીથી અમરનાથના દર્શન થયા હતા અને જતા એકદમ સાંકડો કેડીનો રસ્તો હતો તેથી બીક લાગતી હતી કારણ કે બીજી બાજુ મોટી ખાઇ હતી ત્યાં ચારે બાજુ બરફના થર જામી ગયા હતા ચાલતા પણ લપસી જવાની બીક લાગે એવુ હતુ .અમે સવારે વહેલા  ૩ વાગ્યે રવાના થયા હતા અને સાંજે લગભગ ૭ વાગ્યે પરત આવ્યા હતા અને ખૂબજ થાકી ગયા હતા. કારણ  કે જવા આવવાના ૩૨ કી. મી. ખચ્ચર ગધેડામા બેઠા હતા .અમરનાથ જતા રસ્તામાં સંસ્થાઓ તરફથી તમાંમ જાતના ગરમાગરમ નાસ્તા, અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પરાણે હાથ ઝાલીને જમાડતા હતા .અરે ગરમ પાણીની સ્નાન કરવાની અને માથાના વાળ કાપવાની, ડાઢી કરાવવાની બધી વ્યવસ્થા મફત કરવામાં આવી હતી ખરેખર આવી વ્યવસ્થા હજી સુધી મે કયાંય નથી જોઇ

         કુલુ – મનાલી પણ બરફમાં હરવા ફરવાની ખૂબજ મજા આવી હતી .ત્યાની હોટલોમાં સીલીંગ ફેંન જ નહોતા કારણ કે ત્યાં ૦ માઇનસ ડીગ્રી વાતાવરણ હતુ ત્યા ફરવા જવા માટે સ્પેશીયલ કપડા અને સુઝ  પહેરવા પડતા હતા તેનુ ભાડુ રુ. ૨૫૦/-  હતું. 

          ત્યાર બાદ વાઘા બોર્ડરમાં ભારત પાકીસ્તાનની પરેડ જોવાની ખૂબજ મજા આવી હતી. આપણા આર્મીના જવાનો એટલા બધા જોશથી પરેડ કરતા હતા કે આપણા શરીરના બધા રુવાડા ઉભા થઇ જાય અમે પણ આપણા આર્મીના જવાનોને અવાજ અને સીટીઓ પાડીને ઉત્સાહ વધારતા હતા .ખરેખર જીંદગીમાં એકવાર આપણા આર્મીના જવાનોની વાઘા બોર્ડરમાં ભારત – પાકીસ્તાનની પરેડ જોવા જેવી છે અને આ લાભ લેવો એક લહાવો છે.

      ત્યાર બાદ વૈષ્ણોદેવી અમે ૧૪ કી. મી. જેટલુ જતા ચાલીને અને પગથીયા ચડીને ગયા હતા પરંતુ વળતા મને પગે વાગ્યુ હોવાથી ચાલવામાં પગ દુ:ખતો હોવાથી એક વ્યક્તિનું રુ. ૧૦૦૦/- માં ઘોડા ભાડે કર્યા હતા. વૈષ્ણોદેવીનું મંદિર ૨૪ કલાક ખુલ્લુ રહે છે અમે સાંજે ૭ વાગે ચાલતા થયા  હતા અને પાછા સવારે આવ્યા હતા .અમને શાંતિથી દર્શન થયા હતા આ દર્શનનો લાભ લેવો એક લહાવો છે. વલસાડથી અમને મહારાષ્ટ્રાના (૮) અષ્ટવિનાયક ગણપતીના અને શીરડી સાઈબાબા તથા શની શીંગળાપોરમાં શનીદેવના દર્શનનો લાભ મળ્યો હતો  .

      વલસાડથી અમે મદુરાઇ સુધી ટ્રેનમાં ગયા હતા. ત્યાંથી અમે ટેમ્પોટ્રાવેલર ભાડે બાંધ્યો હતો અને અમારી સાથે પુનમભાઇ, કાશીબેન, સૌરભ અને લાખાભાઇ એમના પત્ની રામેશ્વરમ તથા તિરુપતી બાલાજી, કેરાલા નદીમાં બોટીંગ કરવાની પણ બહુંજ મજા આવી હતી. કન્યાકુમારી, ચેન્નઇ, મદુરાઇ મિનાક્ષી મંદિરનો દર્શનનો લાભ મળ્યો હતો .રામેશ્વરમમાં અમે દરિયામા સ્નાન કરવા ગયા હતા અને જયા રામે રામસેતું બંધાવ્યો હતો ત્યા દરીયે લઇ ગયા હતા પણ પાણી ઉડું હોવાથી જોઇ શક્યા નહોતા .રામેશ્વરમમાં ૨૧ કુંડના પાણીથી સ્નાન કર્યુ હતુ .ત્યાર બાદ જયા રામે રામેશ્વરમ શિવલીંગની સ્થાપના કરી હતી ત્યા દર્શન કર્યા હતા ત્યાર બાદ આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતી ડૉ. અબ્દુલ કલામનું ઘર જોવા ગયા હતા ત્યાં એમનું ઘરમાં મ્યુઝીયમ બનાવ્યુ છે ત્યાં ડૉ. અબ્દુલ કલામનું બાળપણથી વિજ્ઞાની અને ત્યાર બાદ રાષ્ટ્રપતી બન્યા ત્યાં સુધીનું જીવન ચરિત્ર ફોટા સાથે વર્ણન લખેલુ હતું. ત્યાર બાદ અમે રામેશ્વરમમાં સ્નાનીક મંદિરોના દર્શન કર્યા હતા .રામેશ્વરમથી સામાં કાઠે શ્રીલંકા હતુ અને પોંડીચેરી પણ અરવિંદના આશ્રમની મુલાકાત લીધી હતી

ત્યારબાદ મારી પુત્રી અસ્મિતાના લગ્ન લીંબડી નિવાસી પ્રતિકકુમાર આર.નકુમ સાથે તા.17/04/2015 માં થયા હતા.જમાઈ લીંબડીમાં ઇલેક્ટ્રિશિયન છે અને દીકરી અસ્મિતા લીંબડીની શાળામાં શિક્ષક છે. હાલમાં એને પણ એક વૈભવી નામની દિકરી છ વર્ષની દિકરી છે.એ પણ ખૂબ જ પ્રભાવશાળી, ભણવામાં હોંશિયાર છે.

 

 

ફોટો

 

           વલસાડથી અમે મારુ ફેમીલી અને શંકરલાલનું ફેમીલી જગન્નાથજી સુધી ટ્રેનમાં ગયા હતા ત્યાંથી અમે સરકારી બસમાં બીજા સ્થોળોની મુલાકાતે ગયા હતા .અમને જગન્નાથજીના અને ભુવનેશ્વરના દર્શનનો લાભ મળ્યો હતો અને એક મોટા સરોવરમાં બોટીંગ કરવાની બહુજ મજા આવી હતી અને ત્યા દેશ પરદેશના પક્ષીઓ અને વ્હેલ માછલીઓ જોવાની ઓર મજા આવી હતી.

           ત્યારબાદ વલસાડથી અમને ગંગોત્રી ,જમનોત્રી, કેદારનાથ, બદરીનાથ ઉપરના ચાર ધામની યાત્રાએ ગયા હતા પહેલા અમે વલસાડથી હરિદ્વાર ટ્રેનમાં અમારી સાથે રાજકોટવાળા ચતુરદાસ, ગૌરીબેન હતા અને ત્યાથી ૧૦ દિવસ સુધી ખાનગી ટ્રાવેલા વાહન ભાડે કરીને ગયા હતા. તેમા એક વ્યકિતનું ૧૦ દિવસનું ભાડુ રૂ. ૧૮૦૦૦/- હતુ તેમા હોટલમાં રહેવાનું અને જમવાનું આવી જાય .ગંગોત્રીમાં અને જમનોત્રીમાં બરફ જેવું ઠંડુ પાણી હતુ છતા પણ નાવાની ખૂબજ મજા આવી .ગંગોત્રીમાં અમે ઘોડા ભાડે કરીને ગયા હતા ત્યાં જવા આવવાના ૧૫૦૦/- રુપિયા ભાડુ થયુ હતુ.

    કેદારનાથ પણ ૩૨ કી. મી. ખચ્ચર ગધેડામા બેઠા હતા અને જવા આવવાના રુ.૩૦૦૦/- ભાડુ એક વ્યક્તિનું થયુ હતુ અમે સવારે વહેલા ૩ વાગ્યે રવાના થયા હતા અને સાંજે લગભગ ૮ વાગ્યે પરત આવ્યા હતા અને ખૂબજ થાકી ગયા હતા. કારણ કે જવા આવવાના ૩૨ કી. મી. ખચ્ચર ગધેડામા બેઠા હતા કેદારનાથ પણ શાંતિથી દર્શન થયા હતા .કેદારનાથ પણ પેહેલેથી છેલ્લે સુધી બરફના  થર જામી ગયા હતા અને આવતા જતા બન્ને ટાઇમ વરસાદ આવતો હતો ત્યા ૨૦૧૩ માં જ્યારે કેદારનાથમાં બહું વરસાદ થયો ત્યારે પુર આવ્યુ હતુ ત્યારે કેદારનાથના મંદિર આગળ એક મોટી શીલા આવી ગઇ હતી તેથી મંદિરને નુકશાન થતા અટકી ગયુ હતું ત્યા આપણને એમજ લાગે કે આ જે હવા આવે  છે તે સ્વર્ગમાંથી આવતી હોય તેવુ લાગે.

           બદરીનાથ અમે સાંજે પહોચ્યા હતા. ત્યાં પણ ૦ માઇનસ ડીગ્રી વાતાવરણ હતુ ત્યા પણ ખૂબજ ઠંડી પડતી હતી .હોટલમાં પીવા માટે પાણી ગરમ આપવામાં આવતું હતું અને ઓઢવા માટે રજાઇ આપણા ગાદલા જેવી જાડી આપતા હતા છતા પણ ઠંડી લાગતી હતી.

         ત્યાર બાદ હરિદ્વાર અમે ૪ દિવસ રોકાયા હતા અને ગંગા નદીમાં અમે દરરોજ સ્નાન કરવા જતા હતા એકવાર તો મે સાંજે ગંગામૈયાની આરતીનો પણ લાભ લીધો હતો. ગંગા નદીમાં આ કાઠેથી સામેના કાઠે તરતા તરતા ગ્યો હતો અને પાછો તરીને આવ્યો હતો ત્યાં નાવાની બહુંજ મજા આવી હતી.

              ત્યાર બાદ અમે નેપાળમાં જવા માટે વલસાડથી મુંબઇ ,દાદર, પનવેલ, ગોરખપુર, પોખરા, કાઠમંડુ છપૈયા, અયોધ્યા ગયા હતા જેનો કાર્યક્રમ નીચે મુજબ છે.

         અમે વલસાડથી મુંબઇ ,દાદર જવા માટે સવારે ઘરેથી તા.૨૨/૧૧/૨૦૨૧ ના રોજ ૯/૦૦ વાગ્યે દાદર ફેસ્ટીવલ ટ્રેનમાં ટુ ટાયર એસીમાં જવા માટે અમે બે તથા અમારી સાથે (૧) રમેશભાઇ મીઠાભાઇ પટેલ (૨) ભગવતીબેન રમેશભાઇ (૩) દેવેંદ્રભાઇ ગોપાલભાઇ પટેલ (૪) આશાબેન દેવેંદ્રભાઇ નીકળ્યા હતા. આ ટ્રેનનું ભાડુ અમારા બન્નેનું રૂ..૩,૦૦૫/- થયુ હતુ અને બપોરે ૧૨/૩૦ વાગ્યે દાદર પહોચ્યા હતા ત્યાર બાદ ત્યા દાદરથી પનવેલ બપોરે ૧/૩૦ વાગ્યે ગયા હતા અને ૨/૩૦ કલાકે પનવેલ પહોચ્યા હતા. આ ટેક્ષીમા ૬ મુસાફરના રૂ..૧,૨૦૦/- ભાડે કરીને ગયા હતા અને ત્યા જઇને અમે પનવેલ જંક્શનમાં જમ્યા હતા ત્યાર બાદ ૩/૫૦ વાગ્યે પનવેલથી ગોરખપુર જવા માટે પનવેલ – ગોરખપુર ટ્રેનમાં ટુ ટાયર એસીમાં જવા માટે નીકળ્યા હતા .તેનું ભાડુ અમારા બન્નેનું રૂ.૫,૪૫૦/- થયુ હતુ અને અમે તા.૨૩/૧૧/૨૦૨૧ ના રોજ રાત્રે ૧૨/૨૦ વાગ્યે પહોચ્યા હતા .અમે રાત્રે હોટલની તપાસ કરી પણ ના મળી તેથી રાત્રી ગોરખપુર જંક્શનમાં વેઇટીંગ રુમમાં પસાર કરી અમે સુઇ ગયા હતા. ત્યાર બાદ તા.૨૪/૧૧/૨૦૨૧ ના રોજ સવારે ૭/૦૦ વાગ્યે અમે ઇનોવા ભાડે કરી હતી. તેમાં અમે ૬ મુસાફરના રૂ.૩૮,૦૦૦/- મા ભાડે કરીને ગયા હતા. ડ્રાઇવરનું નામ રણજીતસિંહ રાઠોડ હતું અને ત્યા જઇને અમે સૌ પ્રથમ અમે ગોરખપુરમાં ગોરક્ષનાથના અને શંકરભગવાન , ગણપતિ, હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયા હતા .ત્યા બહુ મોટી જગ્યા  છે અને વિશાળ મંદિર આવેલુ  છે.  અહીં દર્શન કરવાની ખૂબજ મજા આવી હતી.

          ત્યાંથી દર્શન કરી અમે લુંબની ગામમાં અલગ અલગ દેશે ભગવાન બૌધ્ધના મંદિર બનાવ્યા હતા અને ભગવાન બૌધ્ધનું જન્મ સ્થળ છે તેના દર્શન કર્યા હતા ત્યા પણ બહુ મોટી જગ્યા  હતી અને મંદિરો પણ મોટા મોટા બનાવ્યા હતા અને વિશાળ મંદિર આવેલુ  છે.  અહીં માયાદેવીના દર્શન કર્યા હતા અહીં દર્શન કરવાની ખૂબજ મજા આવી હતી. અને ત્યાર બાદ સાંજે શાકાહારી હોટલમાં જમ્યા હતા ત્યા જમવાની ખૂબજ મજા આવી હતી. પછી ત્યાથી અમે સાંજે પોખરા જવા નીકળ્યા હતા પણ રસ્તો ખૂબજ ઘાટવાળો અને ખરાબ, ખાડાવાળો અને ડેંજર હતો. અમે તા.૨૪/૧૧/૨૦૨૧ ના રોજ રાત્રે ૧/૦૦ વાગ્યે પહોચ્યા હતા .હોટલમાં આરામ કરી તા.૨૫/૧૧/૨૦૨૧ ના રોજ સવારે હોટલમાં ચા પાણી નાસ્તો કર્રીને સાઇટ સીન જોવા માટે નીકળ્યા હતા અહીં બારાહી માતાજીના અને વિદ્યાવાશીની દર્શન કર્યા હતા અને તા.૨૫/૧૧/૨૦૨૧ ના રોજ સવારે ઠંડી  ખૂબજ હતી .અમે  સવારે ૪/૦૦ વાગ્યે સન સાઇન જોવા ગયા હતા પણ ધુમ્મ્સ અને વરસાદને લીધે જોવા ન મ્લ્યુ પણ હિમાલય પર્વત ઝાંખો ઝાંખો જોવા મળ્યો  હતો તેનો આનંદ માણ્યો. ત્યાર બાદ અમે જુની ગુફાઓ અને દુધ ગંગા  અને ગુપ્ત  ગંગા જોવા ગયા  હતા અને ત્યાર બાદ શાકાહારી હોટલમાં જમ્યા હતા ત્યા જમવાની ખૂબજ મજા આવી હતી. પછી અમે સરોવરમાં નૌકા વિહાર કરી હતી ત્યા પણ ખૂબજ મજા આવી હતી. અમે તા.૨૪-૨૫/૧૧/૨૦૨૧ બે દિવસ પોખરા હોટલમાં રોકાયા હતા. હોટલ સરસ  હતી ત્યાર બાદ તા.૨૬/૧૧/૨૦૨૧ ના રોજ સવારે અમે મનોકામના માતાજીએ દર્શન કરવા નીકળ્યા અને બપોરે ૧/૦૦ વાગ્યે પહોચ્યા ત્યા ૭ ડુંગરામાં રોપવે નાખેલો છે જે વિશ્વમાં બીજા નંબરે ગણાય છે. ત્યા ખૂબજ મજા આવી હતી રોપવેમાં જવા માટે એક મુસાફરની રૂ. ૪૨૦/- ટીકીટ હતી. ખરેખર રોપવેમાં બેસીને જવાનો આનંદ જ જુદો હતો ત્યા દર્શન કરવાની ખૂબજ મોટી લાઇન હતી તેથી અમે સાઇડમાંથી મનોકામના માતાજીના દર્શન કર્યા હતા પછી અમે નાસ્તો કર્યો હતો ત્યાર બાદ અમે ગોરખપુર જવા નીકળ્યા. રસ્તો ખૂબજ ઘાટવાળો અને ડેંજર હતો. પણ આ બધુ જોવાની બહુજ મજા આવી. અમે કાઠમંડુ રાત્રે ૯/૩૦ કલાકે પહોચ્યા હતા ત્યાં હોટલના રૂમ સારા અને મોટા હતા પણ ગરમ પાણીની વ્યવસ્થા ન હતી. અને મેંટનેસની ખામી હતી. તા.૨૬-૨૭/૧૧/૨૦૨૧ આમ બે દિવસ હોટલમાં રોકાયા હતા. કાઠમંડુમાં પશુપતીનાથના દર્શન કરવા સવારે ૭ વાગ્યે ગયા હતા. એકજ કલાકમાં દર્શન કરવા

મળ્યા હતા અને બુધ્ધ નીલકંઠ ,સ્વંભુ, હનુમાન ધોકા વગેરે જગ્યાએ દર્શન કર્યા હતા ત્યાર બાદ બજારમાં ખરીદી કરવા ગયા હતા અને પછી અમે શાકાહારી હોટલમાં જમ્યા હતા ત્યા જમવાની ખૂબજ મજા આવી હતી.

        ત્યાર બાદ અમે તા.૨૮/૧૧/૨૦૨૧ પાર્વતીમાતાજીએ દર્શન કરવા નીકળ્યા હતા અને  દર્શન કરી અમે તા.૨૮/૧૧/૨૦૨૧ બપોર પછી જનકપુર જવા નીકળ્યા હતા ત્યા જનકપુર અમે રાત્રે ૯/૦૦ વાગ્યે પહોચ્યા હતા અને પછી અમે શાકાહારી હોટલમાં જમ્યા હતા ત્યા જમવાની ખૂબજ મજા આવી હતી. ત્યાર બાદ અમે રાત્રે મારવાડી સંસ્થામાં  એક મોટો રુમ રૂ. ૧૨,૫૦/-- ૬ માણસ માટે રાખ્યો હતો રૂમ સારો હતો તા.૨૯/૧૧/૨૦૨૧ ના રોજ સવારે જનકરાજાનો મહેલ જોવા ગયા હતા તે ખૂબજ સુંદર હતો ત્યા સીતાજીનું જન્મ સ્થ્ળ જોવા ગયા હતા અને રામ સીતાના જયાં લગ્ન થયા હતા તે મંડપ જોવા ગયા હતા અને ત્યાર બાદ અમે જયાં રામે ધનુષ્ય ભંગ કર્યો હતો ત્યા જોવા ગયા હતા ધનુષ્ય તુટી ગયુ હતુ તે દર વર્ષે વધતુ જાય છે.તથા જાનકીમંદિર, રામ નમંદિર, ગંગાસાગર, રત્નાસાગર, જોવા ગયા હતા.

           ત્યારબાદ અમે તા.૨૯/૧૧/૨૦૨૧ ના રોજ  બપોરે ૧૧ વાગ્યે છપૈયા જવા નીકળ્યા હતા. જનકપુર થી છપૈયા ૪૫૦ કી. મી. થાય છે ત્યાં છપૈયા રાત્રે ૧૦/૪૫ વાગ્યે પહોચ્યા હતા.સ્વામિનારાયણ સંસ્થાના મોટા રૂમ રાખીને આરામ કર્યો હતો અને સવારે અમે આરતીનો લાભ લીધો હતો ત્યાર બાદ જ્યા ઘનશ્યામ મહારાજનો જન્મ થયો હતો ત્યાં દર્શન કર્યા હતા .ત્યાર બાદ ઘનશ્યામ મહારાજ જે જે વસ્તુનો ઉપયોગ કરતા હતા તે બધી વસ્તુઓ નીહાળી હતી. ત્યાર બાદ અમે  વેફર અને દુધનો નાસ્તો કર્યો હતો અને તા.૩૦/૧૧/૨૦૨૧ ના રોજ ૧૦/૦૦ વાગ્યે અયોધ્યા જવા નીકળ્યા હતા છપૈયા થી અયોધ્યા ૩૫ કી. મી. થાય છે અને ૧૧/૦૦ વાગ્યે અયોધ્યા પહોચી ગયા હતા .પહેલા સર્યુ નદીના દર્શન કર્યા હતા ત્યાર બાદ રામ જન્મ ભૂમિના દર્શન કર્યા હતા .તે પણ એકજ કલાકમાં વારો આવી ગયો હતો. ત્યાર બાદ અમે બજારમાં ખરીદી કરવા ગયા હતા અને પછી મંદિરના ટ્રસ્ટ દ્વારા અપાતુ ભોજન લઇને દશરથ મહેલ જોવા ગયા હતા . તે મહેલ ખૂબજ સુંદર હતો ત્યાર બાદ અમે હનુમાન ગઢી એટલે કે હનુમાનના મંદીરે દર્શન કર્યા હતા. પછી અમે ગોરખપુર જવા નીકળ્યા હતા .અયોધ્યા થી ગોરખપુર ૧૩૫  કી. મી. થાય છે. અમે સાંજે ૫/૦૦ વાગ્યે ગોરખપુર પહોચી ગયા હતા પછી કાર તેમજ ગૃપનો હિસાબ કરી જમીને તા.૩૦/૧૧/૨૦૨૧ ના રોજ રાત્રે ૯/૩૦ વાગ્યે હમસફર (ગોરખપુર – બાંદ્રા) ટ્રેનમાં રવાન થયા. ગોરખપુર થી સુરતનું ભાડુ રૂ.૪૧૭૫- થયુ હતુ .અમે થ્રી ટાયર ટ્રેનમાં રવાના થયા અને અમે સુરત તા.૦૨/૧૨/૨૦૨૧ ના રોજ સવારે ૫/૦૦ વાગ્યે પહોચ્યા હતા સુરતથી સવારે ૭/૦૦ વાગ્યે કચ્છ એક્ષપ્રેસમા વલસાડ રવાના થયા. સુરત  થી વલસાડનું અમારા બંનેનું થ્રી ટાયર ટ્રેનનું ભાડ રૂ.૧૧૨૨/- થયુ હતુ અને અમે ૮/૦૦ વાગ્યે વલસાડ પહોચી ગયા હતા. એકંદરે પ્રવાસ ખૂબજ સારો રહ્યો હતો. અમે વર્ષ - ૨૦૦૨ માં મારા પિતાશ્રી પાછળ ૭ દિવસની ભાગવતકથા ગણેશપુર તા.હળવદ ખાતે રાખવામાં આવી હતી અને મારા માતુશ્રી પાછળ વર્ષ – ૨૦૨૧ માં ૯ દિવસની રામકથા બ્રામણની ભોજનશાળા હળવદ ખાતે રાખવામાં આવી હતી અને  આ બન્ને કથામાં વક્તા - તરીકે શ્રી કનુભાઇ શાસ્ત્રી ધ્રાંગધ્રાવાળા હતા.

        તા.29/04/2022 ના રોજ સાંજે અમે ઓફીસ સ્ટાફ તમામ સાથે સારી હોટલમાં જમવા ગયા હતા ત્યાં જમવાની બધાને ખૂબ જ મજા આવી હતી.           

         તા.30/04/2022 ના રોજ હું નોકરીમાથી વય નિવૃત થયો ત્યારે વિદાય સમારભમાં અમારી  કચેરી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતી) વલસાડ ની કચેરીના અધિકારી શ્રીમતી કે.એમ.ચૌધરી તથા કચેરીના તમામ સ્ટાફ ભાસ્કરભાઈ પવાર મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, નીખીલભાઈ પરમાર મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી , ગૌરવભાઈ માંડવીયા સમાજ નિરીક્ષક , નયન પટેલ સમાજ નિરીક્ષક , હર્ષદભાઈ કુમાર- સીનીયર કલાર્ક,પી.યુ.પટેલ સીનીયર કલાર્ક, કે.આઈ. પટેલ જુનીયર કલાર્ક , પંડયાભાઇ પટાવાળા, દીલીપ પટેલ –કો.ઓપરેટર, વિમલ પટેલ પટાવાળા, પ્રતીક પટેલ પટાવાળા,, અંકીત પટેલ ડ્રાઈવર આ કચેરીના તમામ સ્ટાફ મિત્રોએ પુષ્પગુછ્છથી મારૂ ભવ્ય સ્વાગત કર્યું હતું અને ભેટ (Gift) આપી હતી અને સાથે સાથે સારી તંદુરસ્તી રહે અને દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપ્યા હતા.આ વિદાય સમારંભમાં મારી દીકરી વંદના તથા જમાઈ પ્રદીપકુમાર, ભાણેજ નિસર્ગ અને અશ્વિનભાઇ, ભારતીબેન પણ હાજર રહ્યા હતા.આ ઉપરાત આજુબાજુની કચેરીના સ્ટાફ મિત્રો પણ હાજર રહ્યા હતા અને અભિનંદન આપ્યા હતા. ત્યાર બાદ બધાએ એકસાથે ચા ,પાણી, નાસ્તો કર્યો હતો.

               ત્યારબાદ સાંજે મને કચેરીની ગાડીમાં મારી દીકરી વંદનાના ઘરે મૂકવા આવ્યા હતા.ત્યાં વંદનાના ઘરે પણ મારુ ફૂલહારથી અને પુષ્પગુછથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત વંદનાએ ઘણીજ મહેનત કરીને રંગોળી પૂરી હતી તેમજ ઘર શણગારવામાં  આવ્યું હતું અને  વંદનાના ઘરે મે જેવો પગ મૂક્યો કે તરત જ કંકુના પગલાં કાપડમાં પાડવામાં આવ્યા હતાં. તે એક યાદગાર ક્ષણ  હતી.

         ત્યારબાદ સાંજે સ્વાધ્યાય પરિવારના ભાઈ-બહેનો (1) હરીશભાઈ - નલીનીબેન (2) તાપીરામ મહાજનભાઈ - નીલાબેન (3) ગુણવંતભાઈ – અનીલાબેન (4) દિનેશભાઇ – કંકુબેન (5) ગણપતભાઈ,રવિ વગેરે એ પુષ્પગુછથી અને ફૂલહારથી સ્વાગત કર્યું હતું.પ્રેજ્ન્ટ આપી હતી અને સાથે સાથે સારી તંદુરસ્તીરહે અને દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપ્યા હતા.

        ત્યારબાદ વંદનાએ બનાવેલ પાઉભાજી ,પુલાવ,પેંડા, છાસ,સલાડ વગેરે.. અમે બધાએ સમુહભોજન લીધું હતું અને બધાએ આનંદ કર્યો હતો.

             ત્યારબાદ તા.5/5/2022 ના રોજ અમારા ઘર ધ્રાંગધ્રા ખાતે બધા સગાં-વહાલા,મિત્ર-સર્કલ બોલાવીને મોટું ફંકશન રાખવામા આવ્યું હતું.તેમાં ગૌરવ અને મારા વાઈફ ઊર્મિલાબેન બન્નેએ ભવ્ય આયોજન કર્યું હતું . ફૂલહારથી સ્વાગત કર્યું અને ડીજે ના તાલ સાથે, રાસ-ગરબા સાથે બગીમાં અમારા ઘર સુધી લઈ ગયા હતા. ત્યારબાદ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. તેમાં બધા સગાં-વહાલાઓએ ,મિત્ર- સર્કલ દ્વારા મને સાલ અને પ્રેજન્ટ આપીને  અભિનંદન આપ્યા હતા. 

           મારી પુત્રી અસ્મિતા,વંદના અને પુત્ર ગૌરવે મારા ભૂતકાળની ભણવાની તેમજ કુટુંબમાં ઉછેરની વાતો તાજી કરી હતી અને બધાને રડાવ્યા હતા કારણકે એ પ્રસંગ જ એવો હતો.તેથી ભલભલાની આખોંમાં આસું આવી ગયા હતા.

           ત્યારબાદ મિત્રોએ જૂની યાદ તાજી કરી હતી અને પછી બેનો દીકરીયુને અમે પીતળની મુખવાસદાની અને અખંડ દીવીની ભેટ આપવામાં આવી હતી.

            ત્યારબાદ અમે બધાએ સાથે ચોખ્ખા ઘીના લાડવા,વાલ અને બટાટાનું શાક,દાળ,ભાત,સલાડનું સ્વરુચી ભોજન લીધું હતું.

             અમે  અમદાવાદ ફલેટ જોવા માટે તા.9/7/2021 ના રોજ ગયા હતા અને તા.12/7/2021 ને માધવ-વૃંદના દિવસે ફલેટનું બાનું આપ્યું હતું .અને રહેવા માટે તા.3/8/2021 ને લાભપાંચમ ના રોજ આર્ય સમાજનો હવન કરાવીને બધા સગાં-વહાલાઓને બોલાવીને જમણવાર કરીને રહેવા આવી ગયા હતા.

            અમે વલસાડનો ઘરનો સામાન તા.19/12/2021 ના રોજ ભરી અમદાવાદ – નિકોલ આવ્યા  હતા. ત્યારે સ્વાધ્યાય પરિવારના ભાઈ-બહેનો અમને વળાવવા આવ્યા હતા અને બધા ભેટી પડયા હતા અને બધાની આંખોમાં હર્ષના અને જવાના દુખના આસું આવી ગયા હતા. અને વંદના ચોધાર આંસુએ રડી પડી હતી અને અમારા બન્નેની આંખોમાં આસું આવી ગયા હતા. અમને પણ વલસાડ છોડવું ગમતું નહોતું પણ નોકરી પૂરી થઈ ગઈ હોવાથી જવું પડે તેમ હતું તેથી મને ખુદને જવુ જ પડે તેમ હતું.

           અમે અમદાવાદ આવ્યા પણ મારુ મન તો વલસાડ જ હતું.મને અમદાવાદ બિલકુલ ગમતું નથી પણ ગૌરવ, પૂજા, ઊર્મિલાના અતિ આગ્રહના લીધે નાછૂટકે અમદાવાદ રહુ છુ.

           હું અને નંદલાલ તા.11/07/2022 ના રોજ સાજે 4 વાગ્યે નંદલાલ ઘરે જતાં હતા ત્યારે ટાંકીની નજીક,રોડની બાજુમાં એકદમ સાઇડમાજ હતા પણ પાછળથી ફોર વ્હીલવાળાએ મને પાછળથી ટક્કર મારી તેથી હું પડી ગયો અને મારો ડાબો હાથ જમીન પર પડવાથી આખા શરીરનો વજન આવ્યો હોવાથી ડાબા હાથના કાંડા પાસે હાડકું ભાંગી ગયું .તેથી ગાડીવાળાએ ગાડી ઊભી રાખી.એની ગાડીમાં બાજુમાં આવેલ કાનબા હોસ્પીટલ,નિકોલ-અમદાવાદ લઈ ગયા .ત્યાં પ્રાથમીક સારવાર લીધી અને એક્ષ-રે પડાવ્યો હતો અને પાટો બંધાવ્યો હતો. પછી સારા દવાખાનાની તપાસ કરી બીજા દિવસે આશીતી હોસ્પીટલ નિકોલ-અમદાવાદમાં ડો. કેવલ ગોંડલીયાના દવાખાને  તા.12/07/2022  દાખલ થયો અને હાથનું ઓપરેશન કરાવ્યુ મને 20 બાટલા ચડાવ્યા હતા અને 3 દિવસ બાદ મને હોસ્પીટલમાંથી રજા આપી. મે 38 વર્ષમાં 7 જીલ્લામાં નોકરી કરી પણ 58 વર્ષમાં હું ક્યારેય દવાખાને દાખલ થયો નથી કે ક્યારેય હાથમાં સોય બીડાવી નથી.જિદગીમાં પહેલીવાર દવાખાને દાખલ થયો અને પહેલીવાર બાટલા ચડાવ્યા હતા.એમાં આશરે 80,000/- નો ખર્ચ થયો હતો.તેમાં ગાડીવાળાએ 30,000/- ખર્ચના આપ્યા હતા બાકીના અમે ભોગવ્યા હતા કારણકે ગાડીવાળો ગેરેજવાળો હતો.એના શેઠની ગાડી રીપેર કરીને મૂકવા જતો હતો અને મારી સાથે ગાડી ભટકાઈ હતી.તે સામાન્ય માણસ હતો તેથી વધારે ખર્ચ ના લીધો. ત્યાર બાદ એક મહીનો મે ફીઝ્યોથેરાપી ડો. પાસે કરાવી હતી.તેમાં 6,000/- નો ખર્ચ થયો હતો. ભગવાનની કૃપા અને વડીલોના આશીર્વાદથી મને સારું થઇ ગયું.

            ત્યાર પછી એક મહીના બાદ મને ડેન્ગ્યુ અને ટાઇફોઇડ બંને એક સાથે થઇ ગયો હોવાથી સનરાઇઝ હોસ્પીટલ અમદાવાદ – નિકોલ માં ડો. ચિતન પટેલના દવાખાને દાખલ થયો અને 6 દિવસ મને રાખ્યો હતો એમાં મને કુલ 40 બાટલા ચડાવવામાં આવ્યા હતા એમાં મારે 40,000/- નો ખર્ચ થયો હતો આમ મારે બે મહીનામાં બે વાર દાખલ થવું પડ્યું હતું ભગવાનની કૃપા અને વડીલોના આશીર્વાદથી મને સારું થઇ ગયું.

           અમે અમદાવાદ – નિકોલ રહેવા આવ્યા પછી સ્વાધ્યાય પરિવારના સાથે પરિચય થતાજ ખૂબજ આનદ થયો હતો અને પરિવાર પણ વિશાળ મળી ગયો હતો અમારું વીડીયો કેન્દ્ર પચામૃત સ્કૂલમાં દર બુધવારે  રાત્રે 9 થી 10 ચાલે છે અને અમારા ઘરથી 1 કી. મી. દૂર છે. અને અમે ત્યાં સહકુટુબ જઇએ છીએ.         

          અમે નિયમીત ભાવફેરીમાં સોમવાર, ગુરુવારં, શુક્રવારં, અને શનિવારે રાત્રે 9 થી 10 બાજુમાં આવેલ ભક્તિકૂજ, સાઈ પ્લેટેનીયમ, સર્જનવીલા, પરમેસ્વર હોમ્સ ફલેટમાં જઇએ છીએ.

     અમે નિયમીત વ્રતીમા દર મહીનાના બીજા શનિવારે સવારે 8 થી બીજા દિવસના સવારના 8 વાગ્યા સુધી શ્રીનાથ સોસાયટીમાં જઇએ છીએ  ત્યાં પરિવારમાં ભૂપતભાઈ ,રાજેશભાઈ વેગેરે છે. ત્યાં અમને ભાવફેરી કરવાની ખૂબજ મજા આવે છે.

            ત્યારબાદ તા.13/10/2022 થી તા.19/10/2022 સુધી 7 દિવસ તીર્થયાત્રામાં અમદાવાદનાં  ઇશનપુર વિસ્તારમાં તુલશીશ્યામ કૈલાસભાઈ ના ઘરે 6 દિવસ ઉતારો આપવામાં આવ્યો હતો અમારી સાથે કૈલાસબેન અને ભાવેશભાઈ પટેલ ગ્રૂપમાં હતા અમને રહેવા માટે 4 વ્યકતી વચે 2 રુમાં આપવામાં આવ્યા હતા તેઓ પણ 4 વ્યકતી રહેતા હતા આમ કુલ અમે 8 વ્યકતીઑ સાથે રહેતા અને સાથે ભોજન બનાવીને જમતા હતા. અને સગા ભાઈની જેમ રહ્યા હતા અને સગા ભાઈથી વિશેસ ભાવ-પ્રેમ આપ્યો હતો. અને દરરોજ અમારી સાથે ભાવફેરી કરવા માટે આવ્યા હતા.

    આમ 6 દિવસ કયારે પુરા થઇ ગયા એ ખબર પણ ન પડી અને જયારે અમે  તા.19/10/2022 ના રોજ પૂર્ણાવતીના સ્થળે જવા તૈયાર થયા ત્યારે બધાની  આખોમાં હર્ષના આસું આવી ગયા હતા અને અકબીજા ભેટી પડયા હતા. અને અમે વિદાઇ લીધી .

         

        મેટ્રો સ્ટેશન પાસે વસ્ત્રાલ ખાતે શિવજીના મદીરના મેદાનમાં પૂર્ણાવતીના સ્થળે બધા ભાઈ બેનો આનદથી મળતા હતા અને છેલ્લે પરમ પૂજનીય દાદાજીનું તીર્થયાત્રા ઉત્સાહ વર્ધક જૂનું પ્રવચન સાભળ્યું હતું તેમાં દાદાજીએ બહું સરસ વાતો કરી હતી. તે સાભળવાની  ખૂબજમજા આવી  હતી.