Kasak - 24 books and stories free download online pdf in Gujarati

કસક - 24

કવન ઉઠી ગયા બાદ પોતાની જગ્યા પર બેસીને પુસ્તક વાંચવા લાગ્યો. સવાર ના છ એક વાગ્યે એક સ્ટેશન આવ્યું તે થોડુંક મોટું સ્ટેશન હતું.ત્યાં આટલી વહેલી સવારમાં ચા વહેંચવા વાળા માણસો આમથી તેમ આંટા મારી રહ્યા હતા.કેટલાક તો ટ્રેનની અંદર પણ આવી ગયા.

કવને એક કપ ચા પીધી.તે ફરીથી પોતાના પુસ્તક વાંચવામાં વ્યસ્ત થઈ ગયો.ત્યારે એક પછી એક સ્ટેશન જતા ગયા.ઠંડી હવે થોડી થોડી ઓછી થતી જતી હતી. તે રાજસ્થાન માં આવી ગયો હતો.તેણે સાંભળ્યું તું કે રાજસ્થાન માં રાત્રે ખૂબ ઠંડી પડે છે.જો કે તેને તેનો અનુભવ સવારમાં થોડો થોડો થઈ ગયો હતો.ટ્રેનમાં જેમ જેમ સમય આગળ જતો ગયો તેમ તેમ લોકો ની અવર જવર વધતી ગઈ આ ટ્રેન લોકલ હતી એટલે આ ટ્રેનમાં સૌથી નાના માં નાનું સ્ટેશન પણ કવર થઈ જતું. સાડા આઠ વાગ્યાની આસપાસ એક સ્ટેશન પરથી ટ્રેનમાં એક ૧૨ કે તેર વર્ષનો હોય તેવો છોકરો ચડ્યો, જે ભણતો ના હતો તેની ખબર કવનને બાદમાં પડી.

તે કવનની સામેની ઉપરની જગ્યાએ આવી ગયો કવન પણ નીચે ભીડ વધતા ઉપર આવી ગયો હતો.જ્યાં તે એકલો બેઠો હતો અને સામે તે છોકરો.કવનનું પહેલા તેના ઉપર ધ્યાન ના ગયું પણ બાદમાં તે વારાઘડીએ ટ્રેનના દરવાજા તરફ ઉપરથી ડોકિયું કરતો હતો અને ફરીથી તે વ્યવસ્થિત બેસી જતો. તેના પહેરવેશ પરથી લાગતું હતું કે તે કોઈ મધ્યમ વર્ગ પરિવાર નો છોકરો છે.કવને તેને એકલો જોયો એટલે તેને રમુજ માટે પૂછવાનું ચાલુ કર્યું.

"તારું નામ શું છે?"

"મારું નામ…?"તેણે વિચાર્યું અને જાણે ફરીવાર ટેલી કરવા માંગતો હતો કે તે સવાલ તેને જ પૂછવામાં આવ્યો છે તેમ પ્રશ્ન પૂછ્યો.

"હા… તારું નામ."

"વિનીત.."

"ક્યાં જઈ રહ્યો છે?"

"જયપુર…" હવે તેના અવાજમાં મક્કમ તા હતી.

"એકલા…?"

"હા…"

"તારા મમ્મી પપ્પા ને ખબર છે કે તું એકલા આટલી બધે દૂર જઈ રહ્યો છે."

તેણે વિચાર્યું અને જવાબ આપ્યો.

"મારા મમ્મી પપ્પા નથી."

"તો તું કોની સાથે રહે છે?"

કવન અત્યાર સુધી રમુજમાં વાતો કરી રહ્યો હતો પણ હવે તેને ખરેખર જાણવામાં રસ પડ્યો.

"મારા કાકા કાકી સાથે રહેતો હતો પણ મને અહીંયા રહેવું નથી ગમતું.કદાચ કાકા અને કાકીને પણ મારું અહીંયા રહેવું નથી ગમતું અને મમ્મી પપ્પા ના ગયા પછી તો હવે હું સ્કુલ પણ નથી જતો તેથી હું મારા મામા ને ત્યાં જવુ છું મેં એવું સાંભળ્યું છે કે તે જયપુર રહે છે."

કવન ને તે છોકરા પર દયા આવી તેણે વધુ જાણવા માટે તે છોકરાને કેટલાક સવાલો કર્યા. તેને ખબર પડી કે તે છોકરા ના કાકા કાકી તેને ખાવાનું પણ નહોતા આપતા.તેમણે તેની ભણવાની ઉંમર માં સ્કુલ પણ છોડાવી દીધી હતી અને તે જયપુર તેના મામા ને ત્યાં જઈ રહ્યો હતો જ્યાં તે બહુ પહેલા એક વાર ગયો હતો.

બંને વાતો કરી રહ્યા હતા ત્યારે તેણે ફરીથી દરવાજા તરફ જોયું.

"શું તું કોઈની રાહ જોઈ રહ્યો છે?" કવને તેને પૂછ્યું.

તે છોકરા એ ના પાડી અને કીધું

"મારી પાસે ના તો ટિકિટ છે ના તો પૈસા કાલે મને ટિકિટ ચેકરે આજે હું જ્યાંથી ચડ્યો હતો ત્યાં ઉતારી દીધો હતો.તેથી આજે હું તેનું ધ્યાન રાખું છું કે કોઈ ટિકિટ ચેકર આવીને ફરીથી મને ઉતારી ના દે નહીતો મારે હજી એક દિવસ ભૂખ્યા કોઈ સ્ટેશનની બહાર સુવું પડશે અને મને જયપુર જવામાં એક દિવસ વધુ લાગશે."

કવન ને આ સાંભળીને ખૂબ દુઃખ થયું...તે બાળક માટે તે કઈંક કરવા માંગતો હતો.

તેણે પોતાની ટિકિટ ની પાછળ પોતાનો મોબાઈલ નંબર લખી દીધો અને તેના પાકીટ માંથી થોડાક રૂપિયા કાઢ્યા અને તે છોકરા ને તે ટિકિટ અને રૂપિયા બંને આપી દીધા. તેણે નજીકના એક સ્ટેશનમાં ઉતરવાનું નક્કી કર્યું.

છેલ્લે તેણે તે છોકરાને કહ્યું કે હવે તને જયપુર પહોંચતા તો કોઈ નહીં રોકી શકે. આ ઉપરાંત કદાચ કોઈદિવસ જો જીવનમાં જરૂર હોય તો તેને તે નંબર પર ફોન કરવા કહ્યું જે ટિકિટ પર લખ્યો હતો.

કવન તે સ્ટેશન પર ઉતરી ગયો હતો અને ચાલવા માંડ્યો. તે કદાચ તે સ્ટેશન પરથી બીજી ટિકિટ લઈને પણ જયપુર જઈ શક્યો હોત પણ કોણ જાણે તેણે તેમ ના કર્યું.તેને જયપુર જવાની ઈચ્છા મરી ગઈ.તે ચાલતો ચાલતો વિચારતો હતો કે ખબર નહિ પણ ભારતના કેટલાય સ્ટેશનની બહાર વિનીત જેવા કેટલાય છોકરા રાત્રે ભૂખ્યા સૂતા હશે.

તે ગામ જેવા લાગતા શહેરમાં થોડીક વાર ફર્યો. એક લોજમાં થોડુંઘણું જમ્યો ના જમ્યો.તે ગામની બહાર રહેલા એક નાના મંદિર ના પગથિયાં પર બેસીને પુસ્તક વાંચતાં વાંચતાં બપોર વિતાવી અને બપોરની સાંજ પડતાં બહુ વાર ના લાગી.તે આગળ ચાલવા લાગ્યો.સૂરજ ને આથમવાની તૈયારી હતી. તે એક હાઇવે જેવા દેખાતા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.જ્યાં બાજુમાં એક તળાવ દેખાતું હતું.તેમાં કેટલાક બાળકો પોતાના સ્કુલ ના દફતર તળાવ કાંઠે મૂકી ને નાહી રહ્યા હતા.કવનને પણ બાળક બનીને તેમની જેમ નાવાનું મન થયું.તે અહિયાં કોઈ જાતની શરમ કે સંકોચથી મુક્ત હતો તેને નહોતી પડી કે કોઈ તેને જોવે છે કે નહીં બસ તે પણ બાળક બની ને તેમની જેમ નાહવા માંગતો હતો. તે પણ ગઈકાલ સવારનો નાહયો ના હતો.તે તળાવના ઠંડા પાણીની એકજ ડુબકીમાં કાલ રાતથી અત્યાર સુધીનો બધોજ થાક ઓગળી ગયો.અંધારું થવા આવ્યું હતું.ઠંડી પણ વધી રહી હતી.દૂર ક્યાંય મંદિર નો ઘંટારવ પણ સંભળાતો હતો.તે પાછો બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન જઈને કોઈ એક વાહન પકડવા માંગતો હતો જેથી તે ત્યાંથી કયાંક આગળ જઈ શકે.

તે રાત્રે આરોહીએ રાખેલ ફેરવેલ પાર્ટીમાં તેના થોડા ઘણા અંગત મિત્રો આવ્યા હતા.વિશ્વાસ અને કાવ્યા પણ આવ્યા હતા.વિશ્વાસે આરોહીને તે કવને આપેલું એક ગિફ્ટ રૂપી પુસ્તક પણ આપી દીધું. આરોહી એ તે ગિફ્ટ લીધી અને કવન વિશે ઘણી વાતો કરી જેની પરથી વિશ્વાસ ને લાગતું હતું કે આરોહીને તેની કમી ખરેખર વર્તાઈ રહી હતી.

આરોહી એ કહ્યું "તે આવ્યો હોત તો ખૂબ સારું હતું.અમે છેલ્લી વખત સારી રીતે મળી શક્યા હોત."

વિશ્વાસે પૂછ્યું "તે ફરીથી કવન ને ફોન લગાવ્યો?,શું તેણે તારી સાથે વાત કરી?"

"હા, મેં લગાવ્યો હતો પણ તેનો ફોન હજી સ્વીચ ઓફ આવે છે."

વિશ્વાસ ને હવે ખાતરી થઈ ગઈ કે તે ફોન લીધા વગર જ ગયો છે.આરોહીએ તે ગિફ્ટ સંભાળીને મૂકી દીધી.

પાર્ટી પછી કાવ્યાએ વિશ્વાસ ને પૂછ્યું કે

"શું તને ખબર છે કે કવન ક્યાં ગયો છે?"

"ના,બસ મને તેના જવાનું કારણ ખબર છે."

વિશ્વાસે કાવ્યા ને બધી વાત કહી દીધી જે તે અત્યાર સુધી નહોતી જાણતી.

"તો તે આરોહીને આટલો બધો પ્રેમ કરે છે."

"હા…"

"આપણે તેની મદદ કરવી જોઈએ હું આરોહીને વાત કરું."

વિશ્વાસે કાવ્યા ને રોકી લીધી.

"શું મે તેને આમ કરવા પહેલા નહીં કહ્યું હોય?,મે તેને ઘણી વખત કીધું હતું કે તું તેને કહી દે કે તું તેને કેટલો પ્રેમ કરે છે પણ તે ના માન્યો.

હવે બહુ મોડું થઈ ગયું છે કાવ્યા.કદાચ દરેક માણસે કેટલીક લડાઈ જાતે જ લડવાની હોય છે.તેણે કઈંક વિચારીને જ નહીં કહ્યું હોય.”

વિશ્વાસે ઉપર જોઈને કહ્યું “બધુજ તે કરાવે છે આપણે તો નિમિત માત્ર છીએ આપણે તે બે વચ્ચે ના આવવું જોઈએ."


ક્રમશ

વાર્તા ને પ્રેમ આપવા બદલ આભાર આપને વાર્તા કેવી લાગી તે જરૂર થી જણાવશો તથા વાર્તા ને વધુ માં વધુ લોકો સુધી પહોંચાડશો.વાર્તા ને ઇન્સ્ટાગ્રામ,માતૃભારતી,વૉટ્સએપ વગેરેમાં શેર કરશો.