AK - MYSTRY OF MAFIA - 1 books and stories free download online pdf in Gujarati

MYSTRY OF MAFIA - 1

રાતના ત્રણ વાગી રહ્યા હતા, મુંબઈ ની નાઈટ લાઈફ ધમધમી રહી હતી, કેટલાક એ નાઈટ લાઈફની મજા માણી રહ્યા હતા તો કેટલાક આખો દિવસ ની દોડધામ થી થાકીને બે પળની શાંતિ માટે સૂઈ રહ્યા હતા. મીરા રોડ પર આવેલા એક ઘરમાં એક વ્યક્તિ સૂઈ રહ્યો હતો. એકદમ શાંત ચહેરો, કસાયેલું શરીર અને જાણે બધી ચિંતા થી મુકત તે એક મીઠી નીંદર માણી રહ્યો હતો.

અચાનક તેના ચહેરા ના હાવભાવ બદલાઈ ગયા, ચહેરા પર ડર ના ભાવ જોવા મળી રહ્યાં હતા, તેના હાથ વડે તેણે બેડ પર ના ગાદલા ને જોરથી પકડી લીધું, રૂમમાં એ.સી. ચાલી રહી હતી પણ તેનાં ચહેરા પર પરસેવો વળી રહ્યો હતો. તે બેચેન થઈ રહ્યો હતો અને અચાનક જ તે સફળો જાગી ગયો. તેનો શ્વાસોશ્વાસ એકદમ વધી ગયો, તે ઉંડા શ્વાસ લેવા લાગ્યો અને ધીમે ધીમે તે નોર્મલ થયો, તેણે ઉભા થઈને પોતાની બેડ પાસે રહેલા ટેબલમાંથી દવા લીધી અને ટેબલ પર રહેલા જગમાંથી પાણી લઈ ને તેણે દવા પીધી.

તે હવે પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો અને ટેરેસ પર ગયો, ખૂલ્લી હવામાં થોડીવાર ઉંડા શ્વાસ લીધા અને થોડી રાહત અનુભવી. તે થોડી ક્ષણો ત્યાં જ થોભી ગયો. અને બહારનો નજારો નિહાળવા લાગ્યો. પણ તે એક વાતથી અજાણ હતો. ત્યાં થી થોડે દૂર એક એપાર્ટમેન્ટ હતું, તેના સાતમાં ફલોર ની બાલ્કની માંથી કોઈ ટેલિસ્કોપથી એના પર નજર રાખી રહ્યું હતું. બાલ્કનીમાં ટેલિસ્કોપ ની સાથે દૂરબીન, કેમેરો અને ગન પણ પડી હતી. તે વ્યક્તિ એ પોતાનો ફોન કાઢીને કોઈને કૉલ લગાવ્યો અને કહ્યું, “બોસ એ બહાર ટેરેસ પર આવ્યો છે” સામે છેડેથી તેને કોઈ ઓર્ડર મળ્યો અને ફરી તે પેલા વ્યક્તિ પર નજર રાખવા લાગ્યો.

બીજી તરફ મુંબઈના દરિયાકિનારે એક ક્રાઈમ ને કોઈ અંજામ આપી રહ્યું હતું. ચાર કાર વર્તુળમાં ઉભી હતી અને વચ્ચે એક વ્યક્તિ ઘૂંટણ પર પડયો હતો, ચહેરા પર થોડી બીચ પરની રેતી હતી અને સાથે માથા પરથી લોહી પણ વહેલું હતું જે ચહેરા પર રેતી સાથે જામ થયેલું હતું, એના ચહેરા પર એક ડર હતો. તેની આસપાસ ચાર-પાંચ લોકો ઉભા હતા અને અને સામે રહેલી ગાડીના બોનેટ પર એક વ્યક્તિ બેઠો હતો. પીળા કલરનો ચમકીલો શર્ટ પહેર્યો હતો, તેના બે-ત્રણ બટન ખૂલા હતા, ત્રણ જેવી સોનાની ચેન પહેરી હતી, હાથમાં સોનાની ઘડિયાળ હતી અને બનેં હાથમાં બે-બે વીટીં પહેરી હતી. હાથમાં ગન રાખીને તે પેલા વ્યક્તિ તરફ જોઈ રહ્યો હતો.

“શું નામ છે આનું???” છોટા શેટી એ કહ્યું

“ભાઈ સુધીર” એક વ્યક્તિ એ કહ્યું

“તો તું મારી જાસૂસી કરી એમ??” છોટા શેટી એ કહ્યું

“ભાઈ ભૂલ થઈ ગઈ હું બસ મામૂલી રીપોર્ટર છું, ભૂલ થઈ ગઈ ભાઈ” સુધીર એ કગળતા કહ્યું

“શેટી બધ્રર જ છે જે મુંબઈમાં ડ્રગ્સ લાવે છે સમજી ગયો અને આ વાત બધા જાણે છે તું અમારી રેકોર્ડીંગ કરીને બધાને બતાવી” છોટા શેટી એ કહ્યું

“ભાઈ માફ કરી દો કયારેય હવે નહી કરું” સુધીર એ હાથ જોડતા કહ્યું

“ડ્રગ્સ કોઈ ગેરકાનૂની નથી, એતો એક જૂનૂન છે એકવાર જે એનો નશો કરશે એ જન્નત નો અહેસાસ કરશે અને વારંવાર એના માટે તડપશે” છોટા શેટી એ કહ્યું

“ભાઈ આ કેમેરો અને ફોન મળ્યો છે આની પાસેથી” એક વ્યક્તિ એ કહ્યું

છોટા શેટી એ કેમેરો ચેક કર્યા, તેમાં એના લોકો ડ્રગ્સ દરિયા કિનારે ઉતારી રહ્યા હતા તેના ફોટો હતા અને છોટા શેટી પણ તેમાં હતો

“મારો સાઈડ ફોટો બહુ ખરાબ આવે છે, લેવો હોય તો ફ્રન્ટ ફોટો લે કાલે તે આ અખબાર કે ટીવીમાં આપી દીધો હોત તો મારી તો ઈમેજ ખરાબ થઈ જાત” છોટા શેટી એ કહ્યું

“ભાઈ પ્લીઝ એકવાર માફ કરી દો” સુધીર એ કહ્યું

“આ ધંધામાં માફી નહીં મોત મળે છે કારણ કે તને છોડી દીધો તો હું નહીં બચું” છોટા શેટી એ કહ્યું

આટલું કહીને તેણે પોતાના ખિસ્સામાંથી ડ્રગ્સ નું એક પેકેટ કાઢ્યું અને તેમાંથી ડ્રગ્સ કાઢીને સુધીરના મોંમાં ભરાવી દીધું અને તેનું નાક અને મોં બનેં તેના હાથ વડે બંધ કરી દીધું, સુધીર તરફડીયા મારવા મંડયો, ધીમે ધીમે તેની આંખો લાલ થવા લાગી તેના હાથ પગ ફફડાઈ રહ્યા હતા અને છેવટે ધીમે ધીમે તે બંધ થઈ ગયા અને છોટા શેટી એ મોં પરથી હાથ હટાવી લીધો.

“આની બોડી ઉઠાવી ને દરીયામાં ફેંકી દો, માછલીઓને ભોજન આપવું પુણ્યનું કામ છે” છોટાાશેટીએ કહ્યું

ત્યાં જ છોટા શેટી નો ફોન રણકયો, તેણે ફોન ઉઠાવ્યો અને કહ્યું, “હેલ્લો, હા ભાઈ બોલો”

“કયાં છો છોટે??” સામે છેડેથી અવાજ આવ્યો

“એક રીપોટર ફિલ્મ બનાવવા આવ્યો હતો, હમણાં જ કલાઈમેકસ પૂરું કર્યું છે ભાઈ” છોટા શેટી એ કહ્યું

ખૂબ સરસ, જલ્દીથી ઘરે પહોંચ કાલે મુંબઈમાં એક નવો સૂર્યોદય થવાનો છે, સામે છેડેથી અવાજ આવ્યો, આટલું કહીને છોટા શેટી ત્યાંથી નીકળી ગયો.

લગભગ એક વર્ષ પછી કમબેક કરું છું, આ દરમિયાન ઘણા સાથે સંબંધો બન્યા અને તૂટયા, આ સ્ટોરી પહેલા આવેલી સ્ટોરી જેવી તો ન બને પણ બધાને એ જ આશા હોય કે તેની નવી સ્ટોરી બધા રેકોર્ડ તોડે અને હું પણ એજ વિચારું છું પણ જે પણ હશે I don't care, કારણ કે જયારે પોતાના માટે લખ્યે તો આ વાતો પર ધ્યાન ન આપવું. ઘણા સારું કહે ઘણા ખરાબ પણ બધાનું મનમાં રાખીને ચાલવાનો કોઈ મતલબ નથી, ખુદ ના રસ્તા પર ચાલ્યું જવું જ બહેતર છે, પણ હા એટલો વિશ્વાસ છે આ સ્ટોરી KING - POWER OF EMPIRE ને ટક્કર જરૂર આપશે. તો હવે શરૂ કરી એક નવા રહસ્યોની સફર, AK - MYSTERY OF MAFIA

(કોઈને કંઈ વાત કહેવી હોય અથવા કંઈ ભલામણ હોય કોમેન્ટ કરી શકે છે આપણે ટ્રાય કરીએ કે બન્ને બાજુથી પ્રતિસાદ મળે)