MYSTRY OF MAFIA - 2 books and stories free download online pdf in Gujarati

MYSTRY OF MAFIA - 2

સૂર્યોદય થઈ રહ્યો હતો, મુંબઈ જેવા મેટ્રો સિટીમાં સવાર ના પાંચ વાગ્યે એટલે અમુક લોકોની નાઈટ લાઈફ પૂરી થતી હોય છે અને બીજી તરફ અમુક લોકોની દરરોજની લાઈફ શરૂ થતી હોય છે, સવારનાં જ રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેન માટે રાહ જોતાં નોકરી પર જવા વાળા લોકો, સવાર સવારમાં ચા ની દુકાન પરથી આવતી ચાની મહેક, ન્યૂઝ પેપર વાળાનું સવારની તાઝા ખબર વાળું છાપું કોઈના આંગણામાં જઈ રહ્યું હોય છે, જેનાં છોકરા આખી રાત કલબમાં મોજ મસ્તી કરીને સવારે ઘરે સૂવા આવે એના જ પેરેન્ટસ સવારમાં પાર્કમાં જોંગીગ કરતાં નજરે પડે છે. જેમ જેમ સમય આગળ વધે ચહલપહલ વધતી જાય છે પણ આજે શહેરની ચહલપહલ વચ્ચે લોકો કરતાં પોલીસની ચહલપહલ વધારે હતી.

આજે સવારનાં રસ્તાઓ પર પોલીસ નો પહેરો હતો, પણ મરીન ડ્રાઈવ થી લઈને Renaissance Mumbai Convention Hall સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો. ત્યાં સુધી જતાં બધા જ રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા હતા, બધા રસ્તા પર પોલીસ કર્મચારીઓ હતો અને કોઈ પણ વ્યક્તિ એ રસ્તા પરથી પસાર થઈ શકતું ન હતું એને કારણે બીજા રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા પણ ઉભી થઈ ગઈ હતી. પણ આ બધાનું એક કારણ હતું અને તે છે કે આજે મુખ્યમંત્રી અશોક ગાયકવાડ એક ફોરેન કંપની સાથે કરેલી એક મોટી સંધિ પર આજે હસ્તાક્ષર કરવાના હતા અને એ માટે બધા મંત્રી સહિત મોટા લોકો પણ ઉપસ્થિત રહેવાના હતા.

આમ તો મુંબઈનું વાતાવરણ અત્યારે ઠંડુ હતું પણ પોલીસ હેડક્વાર્ટર માં ગરમીનો માહોલ હતો, કારણ કે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલા કરાર ને રોકવા તેમને ધમકીભર્યા મેસેજ અને ફોન આવ્યા હતા અને તેના કારણે તેમની સિક્યોરીટી માટે પોલીસ ડિપાર્ટમેન્ટ રાતદિવસ એક કરી રહ્યો હતો પણ આજે આ દિવસે જો કોઈ ઘટના બને તો બધી ભૂલોનો ટોપલો એમના પર જ આવે તેમ હતો. પોલીસ હેડ ક્વાર્ટરમાં તો ગરમી હતી પણ પોલીસ કમિશ્નર માથુરના કેબીનમાં તો એસી ચાલુ હતું છતાં પણ ત્યાં પોલીસ કમિશ્નર અજય માથુર અને ડીસીપી કદમ ના ચહેરા પર પરસેવો હતો.

“આજનો રોડમેપ શું કહી રહ્યો છે?” કમિશ્નરે કદમને પૂછયું

“જે રીતે આપણે નક્કી કર્યું એ રીતે અત્યારે બધું સેટ છે” કદમે કહ્યું

“Where is VP?” કમિશ્નરે કહ્યું

“તમે તો જાણો છો સર એ પોતાની મરજીનો માલીક છે કોઈ સિનીયર ઓફિસરના ઓર્ડર ફોલો નથી કરતો, મે કહ્યું હતું કે આ બધી સિક્યોરીટીનો ચાર્જ તે સંભાળે પણ નહીં એ ભાઈ અલગ જ ધૂનમાં છે તે ત્યાં કોન્ફરન્સ હોલમાં જઈને બેઠો છે” કદમે કહ્યું

“કયારેક તો ખબર નથી પડતી એ શું કરવા માંગે છે” કમિશ્નર કહ્યું

“પણ સર એ જે પણ કરે એ પોલીસ ડિપાર્ટમેન્ટ માટે હમેશાં ગર્વની વાત રહી છે” કદમે કહ્યું

“બસ એજ આશા છે કે આજ કોઈ બીજી મુસીબત ન આવે” કમિશ્નરે માથે હાથ મૂકતાં કહ્યું

આ તરફ દસ વાગી રહ્યા હતા, મુખ્યમંત્રીની કારનો કાફલો નીકળ્યો જે રૂટ નિર્ધારીત કરવામાં આવ્યો હતો એજ રૂટ પર પૂરી સિક્યોરીટી સાથે કાફલો આગળ વધી રહ્યો હતો, ધીમે ધીમે જે જે પડાવ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા તે બધા પડાવ કોઈ પણ દુવિધા વગર મુખ્યમંત્રીના કાફલાએ પાર કરી લીધા. અંતે તે કોન્ફરન્સ હોલ પહોંચી ગયા અને બધાએ નિરાંતનો શ્વાસ લીધો કારણ કે કોન્ફરન્સ હોલમાં તો બહુ કડક સિક્યોરીટી હતી, આવનાર દરેક લોકોની તપાસ કરવામાં આવી રહી હતી, ખુદ મુખ્યમંત્રીની ગાડીની પણ તપાસ કરવામાં આવી હતી એટલા માટે બધાને એ વિશ્વાસ હતો કે કોન્ફરન્સ હોલમાં કોઈ અનહોની ન થઈ શકે.

વિદેશથી આવેલા ગેસ્ટ અને મુખ્યમંત્રી ઉપર સ્ટેજ પર બેઠાં હતાં, નીચે થોડા થોડા અંતર પર એક એક ખુરશી ગોઠવેલ હતી અને બીજા બધા મંત્રી અને બિઝનેસમેન એના પર બેઠા હતા, ડાબી બાજુ થોડે દૂર બધા મીડિયા કર્મી હતી અને જમણી બાજુ અને એકદમ પાછળ ની તરફ ન્યુઝચેનલ ના વીડીયો કવરેજ કરનાર કેમેરામેન અને બાકીનો સ્ટાફ હતો. અને ત્યાં સ્ટેજ ઉપર અને નીચે મુખ્યમંત્રીના સુરક્ષાકર્મી હતા અને બાકીના ચાર દરવાજા જયાંથી હોલની અંદર બહાર આવી શકાય ત્યાં પોલીસ ઉભી હતી અને આખાં હોલમાં બધી જગ્યાએ એક એક પોલીસ કર્મી તૈનાત હતો.

કોન્ફરન્સ હોલમાં સિક્યોરીટી તો બહુ કડક હતી, પણ શું ધમકી આપનાર મજાક કરી રહ્યા હતા કે સાચે કંઈક કરશે?, તમે પણ વિચારતા હશો કે સ્ટોરી કયાં ટ્રેક પર જઈ રહી છે પહેલા એપિસોડમાં કંઈક અલગ અને આમાં કંઈક અલગ પણ ચિંતા ના કરો ધીમે ધીમે બધી કડીઓ જોડાતી જશે અને એક નવી સ્ટોરી બનતી જશે બસ ધીરજ ધરો થોડા ટાઈમમાં જ આપણે આ ગાડીને હાઈવે પર ફૂલ સ્પીડમાં લઈ જશું પણ એ પહેલાં થોડો માહોલ બનવા દો.
બસ બધી કડીઓને જોડવા માટે વાંચતા રહ્યો, “AK-MYSTERY OF MAFIA”

જો તમારી ઈચ્છા થાય તો કોમેન્ટમાં જણાવજો કો નવો એપિસોડ અઠવાડિયાના કયાં દિવસે પ્બલીશ કરવો, હા કોઈ એમ ના કહેતા કે દરરોજ કારણ કે એ સંભવ નથી જો કોઈને ઈચ્છા હોય તો કોઈ એક દિવસે જણાવી શકે.