Chorono Khajano - 57 books and stories free download online pdf in Gujarati

ચોરોનો ખજાનો - 57

સિરતનું જહાજ ઉપર આગમન


राज ठाकोर: आखिर आपने उन्हें ऐसा तो क्या कहा की उनके पास इतनी बड़ी फौज होकर भी बिना लड़ाई के उन्होंने हमे जाने दिया। आपकी बात क्या हुई उनसे? જહાજ લઈને જ્યારે તેઓ આગળ નીકળી ગયા પછી રાજ ઠાકોર ધીમે રહીને દિવાન અને સુમંત જ્યાં ઊભા હતા ત્યાં આવ્યો અને પૂછવા લાગ્યો.

सुमंत: मैने तो उन्हे ऐसा कुछ नही कहा। मैने उन्हे बस सच्चाई दिखाई। इस सफर का हमारे लिए और इस राज्य केलिए जो महत्व है वो बताया। और उन्होंने खुशी से जाने दिया। જે હકીકત હતી એ સુમંતે તેને જણાવી પણ, એટલાથી ખુશ થઈ જાય તો એ રાજ ઠાકોર શેનો..!

राज ठाकोर: मैं नहीं मानता। बताइए ना सुमंत दादा। आपकी उनसे बात क्या हुई? સુમંતની વાત ઉપર વિશ્વાસ ન આવ્યો એટલે થોડુક જોર દઈને પૂછ્યું.

सुमंत: कुछ नही, वो तुम्हारे बहुत ही बड़े फैन निकले। उन्हे लगा की आप राज ठाकोर नही बल्कि खुद राजेश्वर है। સુમંત પણ એ જાણવા માગતો હતો કે ક્યાંક આ રાજ ઠાકોર બનીને આવેલો રાજેશ્વર તો નથી ને, એટલે તેણે ઉલ્ટી વાત કરીને તેનો ચેહરો વાંચવાની કોશિશ કરતા કહ્યું.

राज ठाकोर: क्या, मैं और राजेश्वर। कैसा बेहूदा मजाक कर रहे है आप। कहा वो और कहा मैं! मैं तो राज ठाकोर हूं, आपको बताना चाहिए था न उन्हे। પોતે જ રાજેશ્વર છે એ વાત સાંભળીને પહેલા તો રાજ ઠાકોર થોડોક વિચલિત થઈ ગયો, ગભરાઈ ગયો. પણ તરત જ પોતાને સંભાળતા અને બધી જ વાત મજાકમાં ઉડાવતા બોલ્યો.

सुमंत: हां, लेकिन वो मान ही नहीं रहे थे। बड़ी मुश्किल से मनाया है। मैने भी कह दिया, कहां राजा भोज और कहां गंगू तेली। મજાકની શરૂઆત રાજ ઠાકોરે કરી એટલે તેને એમ જ કંટીન્યું રાખીને સુમંત બોલ્યો.

राज ठाकोर: हां वही तो।। क्या क्या, आप मेरा मजाक उड़ा रहे है? સુમંત તેનો મજાક ઉડાવી રહ્યો છે એ વાત સમજી જતા ચેહરાના હાવભાવ બદલીને રાજ ઠાકોર બોલ્યો.

दिवान: अरे नही, आपका मजाक थोड़ी हम उड़ा सकते है। आप तो हमारे कप्तान है। और वैसे भी हमारा काम तो हो गया न। हमे बस आगे बढ़ना था तो वो हम निकल आए। अब कैसे हुआ ये जानकर आप भी क्या करेंगे। आप बस आम खाइए, गुटलिया क्यों गिन रहे है? ऐश कीजिए कप्तान साहब। એના પહેલા કે રાજ ઠાકોર ગુસ્સો કરે તેમની બંનેની વચ્ચે પાડીને વાતને સંભાળતા દિવાન બોલ્યો.

राज ठाकोर: हम्म्म, ये भी सही है। चलिए आगे बढ़ते है। રાજ ઠાકોર દિવાનની વાતથી શાંત થઈને બોલ્યો અને પછી ત્યાંથી જવા લાગ્યો. તેઓ આગળ વધી રહ્યા હતા. તેમની હવે પછીની મંજિલ સિરત અને તેમના બાકીના સાથીઓને લેવાની અને વળી પાછા ત્યાંથી આગળ વધવાનું હતું.

વાતાવરણ પણ હવે એકદમ બદલાઈ રહ્યું હતું. ધીમે ધીમે પવનની ગતિ વધી રહી હતી, જેના કારણે રણની ધૂળ ઉડવાનું ચાલુ થઈ ગયું હતું. ઘણીવાર દૂર ક્યાંક ક્યાંક વંટોળ સર્જાઈ જતો જેને જોઇને સુમંત અને દિવાન સહિત બધા રોમાંચિત થઈ ઉઠતા.

પવનની સાથે સાથે આકાશમાં વાદળો પણ છવાવા લાગ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે કદાચ તોફાનની સાથે સાથે વરસાદ પણ આવશે જ. તે દિવસે રાત સુધીમાં તો તેઓ સિરત સુધી પહોંચી ગયા.

સિરત અને સુમંત બંને એક તરફ ઊભા હતા. સિરત પોતાના દાદાના એ અજુબા સામાન જહાજને જોઇને મનોમન ખુશ થઈ રહી હતી. તે જાણતી હતી કે જહાજ આવશે જરૂર પણ તેની અત્યારની જે કન્ડીશન છે તે જોઇને તેની ખુશીનો પાર નહોતો રહ્યો. તે મનથી પોતાના દાદાને યાદ કરીને નમન કરી રહી હતી.

સિરતના પહેલવાન જેવા માણસો બધો જ સામાન જહાજ ઉપર ચડાવી રહ્યા હતા. ડૉ.સિમા અને ડૉ.મીરા પણ ઊભા ઊભા બધું જોઈ રહ્યા હતા. દિવાન થોડીવાર પછી તેમની પાસે આવ્યો. જ્યારે દિવાન ત્યાં આવ્યો એટલે સિમા અને મીરા બંનેએ તેને નમન કરીને તેનું અભિવાદન કર્યું. દિવાને ખુબ જ પ્રેમથી સિમાના માથે અને મીરાના માથે હાથ ફેરવ્યો. તે જાણતો ન્હોતો કે મીરા તેમને દગો આપી રહી હતી, જો કે ડૉ.સિમા આ બાબત પોતાના પિતાને જણાવવા પણ ન્હોતી માગતી. ખબર-અંતર જાણ્યા પછી દિવાન થોડીવાર માટે સિમા અને મીરા સાથે વાત કરતો ત્યાં જ ઊભો રહ્યો.

થોડીવાર પછી જ્યારે બધી જ સામાન જહાજ ઉપર આવી ગયો એટલે એકવાર બધી ખાતરી કરીને સિરતે જહાજને આગળ વધારવા માટે કહ્યું. રાજ ઠાકોરને હવે એક વાતની શાંતિ હતી કે હવે દિવાન કે સુમંત તેના કોઈ પણ નિર્ણયનો વિરોધ નહિ કરે. કોઈ પણ નિર્ણયમાં જો તેઓ વચ્ચે આવશે તો તેના વિશે રાજ ઠાકોર સિરત સાથે વાત કરી શકે એમ હતો. તે ખુબ સારી રીતે જાણતો હતો કે સિરતે આપેલા વચનને તે કોઈ પણ કાળે નિભાવશે.

બધા લોકોને જહાજ ઉપર લીધા પછી ડૉ સિમા અને ડૉ મીરા બંને તેમના ક્લિનિક સંભાળવામાં લાગી ગયા. તેઓની ચેમ્બરમાં જ ક્લિનિક પણ ગોઠવી આપવામાં આવેલું હતું, એટલે તેમને વધારે બીજી કોઈ મહેનત કરવાની હતી નહિ.

સિરતે તેમ છતાં એકવાર આખા જહાજમાં ચક્કર મારી લીધું. તે એ પણ જોવા ઈચ્છતી હતી કે સફરમાં આવનાર દરેક જણ કંફર્ટેબ્લ તો છે ને. જો કે તે બહાને સિરત આખા જહાજને જોવા માગતી હતી. તેણે એકવાર રાજ ઠાકોર અને તેના એન્જિનિયરોને પણ મળી લીધું અને રાજ ઠાકોરના કામને બિરદાવ્યું પણ ખરું. સાથે સાથે તેણે રાજ ઠાકોર ને એ યાદ પણ કરાવ્યું કે હવે પછી જહાજ ના દરેક ક્ર્યું મેમ્બરની સુરક્ષાની જવાબદારી તેની છે. ચેમ્બરની વહેંચણીમાં અમુક ફેરફાર કરવાની જરૂર લાગી ત્યાં સિરતના કહેવા મુજબ ફેરફાર કરી દેવામાં આવ્યા.

પોતાની માથે આવતી દરેક જવાબદારી સંભાળ્યા પછી સિરત પોતાની ચેમ્બરમાં આવી. સિરત સાથે તેની ચેમ્બરમાં વિનાયકની બહેન શ્રુતિ અને એક બીજી મોટી ઉંમરની મંજુ નામની સ્ત્રી એમ બે બીજી સ્ત્રીઓને રાખવામાં આવી હતી. જેથી કરીને સિરતની બધી જરૂરિયાતોને પૂરી કરી શકાય. જો કે સિરતની ચેમ્બર એકદમ સિમા અને મીરાની ચેમ્બરની નજીક રાખવામાં આવી હતી, જેથી કરીને જો કદાચ તેમની જરૂર પડે તો તેમને તરત જ બોલાવી શકે.

એના સિવાય તેણે ડેનીની ચેમ્બર પણ પોતાની ચેમ્બરની નજીક જ રખાવી હતી. ડેનીની ચેમ્બરમાં દિવાન સાહેબ અને ફિરોજનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે દિવાન પણ એવું જ ઈચ્છતો હતો કે જ્યારે પણ જરૂર પડે ત્યારે તે પોતે સિરતની મદદ માટે પહોંચી શકે એટલા માટે તેણે પોતાની ચેમ્બર સિરતની નજીક રાખી હતી.

જહાજ ઉપર આવ્યા પછી દિવાન સિરતને મળવા માટે ગયો. સિરત પોતાની ચેમ્બરમાં બીજી બે સ્ત્રીઓ સાથે બેઠી હતી. દિવાને ચેમ્બરમાં દાખલ થતાં પહેલાં નોક કર્યું. સિરતને ખ્યાલ આવ્યો કે દિવાન મળવા આવ્યો છે એટલે ચેમ્બરમાં વાત કરવાને બદલે તેઓ બહાર આવી ગયા. બહાર આવ્યા પછી દિવાને સિરતને બધી વાત માંડીને કરી. તેમને રસ્તામાં મળેલી મુશ્કેલીઓ વિશે અને ખાસ તો જગપતી વિશે. જગપતીએ આપેલી સૂચનાઓ અને એડવાઈસ વિશે પણ જણાવ્યું.

सीरत: क्या आपने उन्हे हमारे साथ आने केलिए फिर एकबार कहा? સિરતે બ્રિગેડિયર વિશે દિવાનને પૂછ્યું.

दिवान: हां कहा था लेकिन उन्होंने मना कर दिया। कहा की वो यहां देश की सेवा कर के खुश है। वो एकबार वहां जा चुके है और दूसरी बार वहां जाना ही नही चाहते। शायद वो डरते है। દિવાન જવાબ આપતા બોલ્યો. દિવાનને જે લાગ્યું તે પોતાની રીતે કહેતા બોલ્યો.

सीरत: नही, वो डरते नही। वो बस शांति से जीना चाहते है। उन्होंने वो मंजर देखे है जिनके बारे में हमने सिर्फ सुना है। દિવાન ના મનની અંદર રહેલી ભૂલને સુધરતાં સિરત બોલી.

दिवान: हां शायद। वैसे मैं तुम्हे एक और बात पूछना चाहता था। ઘણી વારથી પોતાના દિમાગમાં ઘૂમી રહેલી વાત પૂછતાં દિવાન બોલ્યો.

सीरत: दिवान साहब, मैने कहा था डेनी आ रहा है, लेकिन अभी तक वो आया नही। और मैंने ये भी कहा था की वो अकेले नही आ रहा। वो हमारे लिए एक और मुसीबत को अपने साथ लिए आ रहा है। જો કે દિવાન પૂછે એના પહેલા જ તેના મનની વાત સમજી ગયેલી સિરત બોલી.

दिवान: ओह, तो ऐसा है। कोई बात नहीं, हम उन्हे संभाल लेंगे। દિવાન પોતાનું માથું હકારમાં ધુણાવતા બોલ્યો.

सीरत: हां, लेकिन याद रहे, जब तक डेनी जहाज पर सही सलामत नही आ जाता, तब तक हम उन पर हमला नही कर सकते। ये बात भूलिएगा मत। ડેનીની ચિંતા પોતાના મોઢે લાવતા સિરત બોલી. ડેની ની વાત નીકળતા સિરતની આંખો ભીની થઈ રહી હતી.

दिवान: अरे हां, मैं ये कैसे भुल सकता हु। वैसे क्या तुम ठीक हो? સિરતના મનની વાત દિવાન સમજી ગયો એટલે તેણે તેના મનની કન્ડીશન વિશે પૂછતાં કહ્યું.

सीरत: ओह हां, मैं बिल्कुल ठीक हु। एकदम बढ़िया। બીજી દિશામાં પોતાનો ચેહરો ફેરવીને સિરતે જવાબ આપ્યો. જો કે દિવાન તેની ભીની થઈ ગયેલી આંખોમાં આછી લાઇટમાં પણ ચમકી રહેલા આંસુ જોઈ શકતો હતો. દિવાન પોતાનો એક હાથ આશીર્વાદ અને સાંત્વના આપવા માટે સિરતના માથે મૂક્યો અને પછી ત્યાંથી જવા લાગ્યો. તે જાણતો હતો કે જો તે થોડીવાર વધારે સિરત સાથે વાત કરશે તો કદાચ સિરત રડી પડશે.

दिवान: रात कुछ ज्यादा ही अपना रंग दिखा रही है। तुम अपनी चेंबर में जा कर सो जाओ। किसी चीज की जरूरत हो तो बताना। एक बात और, तुम्हारी चेंबर में तुम्हारा अपना वाकिटोकी रखा हुआ है, जरूरत पड़ने पर बताना। ધીમે ધીમે પવન ઠંડો થઈ રહ્યો હતો. જીણો જીણો વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો એટલે દિવાન સિરતને ચેમ્બરમાં જવા માટે કહેતા બોલ્યો.

सीरत: जी दिवान साहब। अगर जरूरत पड़ी तो मैं बताऊंगी। દિવાનને બાહેંધરી આપતા સિરત બોલી.

તેઓ જઈ જ રહ્યા હતા કે કોઈકના રડવાનો અને જોર જોરથી ચિલ્લાવાનો અવાજ તેમના કાને સંભળાયો. પોતાની ચેમ્બરમાં જવાને બદલે તેઓ આવી રહેલા અવાજની દિશામાં દોડ્યા.

આ અવાજ કોના રડવાનો હતો..?
શું કોઈ નવી મુસીબત તેમના સુધી આવી પહોંચી હતી..?
શું અંગ્રેજો આવી પહોંચ્યા હતા..?

આવા અનેક પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'