27 sources in Gujarati Philosophy by yeash shah books and stories PDF | ૨૭ સૂત્રો

Featured Books
Categories
Share

૨૭ સૂત્રો

(૧) પોતાનું શરીર જ તમારો સમય છે. 

(૨) શરીર જ્યાં છે તે ક્ષણ અનુભવો.

(૩) તમારી સમજ અને વિચારો તમને પજવતા હોય તો ચેન ,સુકૂનની અનુભૂતિથી દૂર રહેશો.

(૪) જેટલી ચેન, સુકૂન ની અનુભૂતિ ઓછી એટલો સમય તમને વધુ કષ્ટપૂર્ણ લાગશે.

(૫) મોજ મસ્તી માં સમય જલ્દી પસાર થશે.

(૬) કર્મ કરવામાં સરળતા છે. યત્ન કરવા માં કષ્ટ.

(૭) જે બનવા માંગો છો.. એ કર્મ કરો. જે પામવા માંગો છો એના માટે યત્ન કરવો પડે છે.

(૮) સરળતા અને હળવાશથી કરેલી વાતો જલ્દી સમજાય છે.

(૯) જે તમારો સમય મસ્તી ,ચેન અને સુકુન થી ભરી દે એવો દોસ્ત સારો.

(૧૦) કંઈક શીખવા મળે અથવા ધન મળે એ બન્ને પ્રોજેક્ટ ઉત્તમ.

(૧૧) રમતિયાળ અને રચનાત્મક અભિગમ થી કેળવેલી સ્વયં ના અંતર થી નીકળેલી જીવન દૃષ્ટિ દર્શન છે.

(૧૨) જો દિવસ એક ક્ષણ જેવો લાગે તો તમે સાચા કામે લાગેલ છો.

(૧૩) તમારા પેટ માં હવા ભરી ને નાક માંથી વારંવાર ૧૦ વખત બહાર કાઢો. અને પછી ૧૦ વખત આવું જ કરીને હવા મુખ વાટે બહાર કાઢો. અદ્ભુત શાંતિ નો અનુભવ થશે.

(૧૪)તમારા સમય ને મસ્તી ,ચેન અને સુકુન અને નવી ઉર્જાથી ભરી દે એવી પુસ્તકો વસાવો અને એવી વિડિઓ જુઓ.

(૧૫)કુદરત અને બાળક ની મૂળ સાયકોલોજી ખુશી અને રમતિયાળપણું છે.

(૧૬)પજવતી વ્યક્તિ કે વસ્તુ ને બાળક રડીને પણ છોડી દે છે.. પણ પજવતા વ્યક્તિ ,વિચાર કે અનુભવને સમજદાર વ્યક્તિ દુઃખી થઈ ને પણ પકડી રાખે છે.

(૧૭) જે ધર્મ છે એ અને જે કરવા યોગ્ય કર્મ છે એ બન્ને એક જ છે.

(૧૮) ભણેલ ગણેલ અનુભવી, સામાજિક રીતે પરગજુ અને રોજ મંદિર જનારા તેમ જ ઉપવાસ રાખનારા લોકો મોઢા પરથી કેમ દુઃખી દેખાય છે? વિચારો..

(૧૯) સરળ, ઠરેલ ,રમુજી વ્યક્તિઓ મજામાં રહે છે.

(૨૦) મજા માં રહેવું એટલે પ્રસન્નતા મળે એવા વિચાર,કર્મ અને વ્યક્તિ ની સંગત માં રહેવું.

(૨૧) તમે એક હદ સુધી ભણી શકો છો, એક હદ સુધી સમજી શકો છો, એક હદ સુધી વિચારી શકો છો પછી ૧૪ કલાક ચોપડી લઈને વાંચવાનો શ્રમ કેમ લો છો?

(૨૨) ૨૦ વર્ષ સ્કૂલ ના, પાંચ વર્ષ કોલેજ ના કર્યા પછી પણ કામ ધંધા માં ટ્રેનિંગ લેવી પડે છે, અથવા અનુભવ લેવો પડે છે. ધંધો કરતા હોય તો સેટ થવું પડે છે. પછી એવું લાગે છે કે ૨૫ વર્ષ પરીક્ષા આપવા ભણ્યા.              ૨૫ વર્ષ જો અંદર થી સેટ થવા માટે ભણ્યા હોત તો દુનિયા ને અદ્ભુત રચનાઓ અને આવિષ્કારો આપી શક્યા હોત.

(૨૨)આપણું શિક્ષણ આપણને ભાષા આપે છે. અઘરા શબ્દો,જોડણીઓ અને વ્યાકરણ શીખવે છે. અને બહાર નીકળતા જ ગાળો અને અશ્લીલ શબ્દો ઠેર ઠેર આપણું સ્વાગત કરે છે. અદ્ભુત છે આ વિશ્વ.

(૨૩) સેક્સ્યુઆલિટી અને સેક્સ નો ભાવ દબાવતા વિકૃત થઈ જાય છે. મગજ ચકરાય એના કરતા હસ્તમૈથુન કરી લેવું. 

(૨૪) બાળકો ને કાર્ટૂન કેમ ગમે છે? કારણ કે એમાં હાસ્ય ,ક્રિએટિવિટી અને ઇમેજીનેશન હોય છે. અને મોટાઓ ને રડતી નાયિકાઓ ના ધારાવાહિક કેમ ગમે છે? કેમ કે એમાં દુઃખ ,પીડા અને અન્યાય હોય છે. આ જ બાળકો ની સહજ સ્થિતિ અને મોટાઓની મન સ્થિતિ તેમ જ તકલીફોનું રહસ્ય છે.

(૨૫) તમે સંપ્રદાય વિશેષ માં આસ્થા રાખો છો કે મનુષ્યતામાં આ પોતાનો દૃષ્ટિકોણ છે.

(૨૬) બાળક જગત ને જે રીતે જોવે છે એ ખૂબ અદ્ભુત છે. શીખવા જાણવાની સરળ વૃત્તિ જોવા મળે છે.

(૨૭) જ્યારે  વ્યક્તિ પોતાની સ્થિતિ જોઈ ને કષ્ટ અનુભવે છે અને સરખામણી કરે છે તેમ જ પોતે અપરાધભાવ અનુભવે છે.. એ પોતાની જાત ને માફ કરે ત્યારે સ્વસ્થ થાય છે.