Nishti-6 - Meri Sadi karvao books and stories free download online pdf in Gujarati

નિષ્ટિ - ૬ - મેરી સાદી કરવાઓ

નિષ્ટિ

૬. મેરી સાદી કરવાઓ..

આજે શનિવાર છે.. ઓફિસમાં રોજ કરતા અલગ માહોલ છે. શનિવારનો દિવસ ઓફિસમાં રવિવારના ઈન્તજારમાં જ પસાર થઇ જતો હોય છે. કામ ભલે રોજની જેમ થતું હોય પણ મૂડ કૈક અલગ હોય છે. અને આજે તો ઓફીસના આઠ દસ મિત્રો ભેળ ખાવા માટે જવાના છે. ઉત્સાહજીવી રાજેશ તો આ બધી બાબતોમાં હંમેશાં અગ્રેસર હોય જ છે. તે સવારથી જ ડાઈરેક્ટરના આવવાની રાહ જોઈ રહ્યો છે જેથી કરીને ભેળ ખાવા જવા માટે XUV કારનો બંદોબસ્ત કરી શકાય. જેવા ડાઈરેક્ટર સાહેબ આવ્યા અને રાબેતા મુજબ વર્કશોપમાં ચક્કર મારીને એમની કેબીનમાં ગયા કે રાજેશ એમની કેબીનમાં પહોચી ગયો અને બહાર જવા માટે XUV કાર લઇ જવાની પરવાનગી લઇ લીધી અને એમના ડ્રાઈવર જોડે કન્ફર્મ પણ કરાવી લીધું. હવે બપોરે બે વાગ્યે બહાર જવાનો પ્રોગ્રામ ફિક્સ થઇ ગયો.

લેડીઝ સ્ટાફે રાજેશને ફરિયાદ કરી. ‘અમને તો લઇ જાઓ તમારી ભેળ પાર્ટીમાં?’

‘બસ થોડા દિવસ... એક મોટી પાર્ટી તમારી રાહ જુએ છે’ રાજેશનો જવાબ

‘કઈ પાર્ટી?’

‘એ તો સમય જ કહેશે’ કહી રાજેશ પોતાના ટેબલ પર આવી ગયો.

બપોરના બે વાગી ગયા હતા. બધા લોકો કારમાં બેસી ગયા હતા પણ રાજેશ હજુ આવ્યો નહોતો. બધાએ પાંચ દસ મિનીટ રાહ જોઈ પછી મહાશય પધાર્યા. બધા એની પર તૂટી પડવા તૈયાર જ હતા.

‘હું તો તમારા પહેલાં બહાર નીકળી ગયો હતો પણ સાહેબે એક અર્જન્ટ RTGS કરવાનું હતું એટલે પાછો બોલાવ્યો.’ રાજેશનો બચાવ...

સામાન્ય રીતે જેની કંજુસમાં ગણતરી થતી હતી એવા મનોજ તરફથી પાર્ટીનું સાંભળી બધાને થોડુક આશ્ચર્ય હતું. હવે બધા મજાકના મૂડમાં આવી ગયા હતા. ત્રીસી વટાવી ચુકેલો મનોજ હજુ કુવારો હતો એટલે એના લગ્નને લઈને મજાક કરવાનું આ ગ્રુપમાં સામાન્ય ચલણ હતું. કોઈ મજાક ખાતર પણ લગ્નનું ગોઠવી આપવાની વાત કરે તો મનોજ ગંભીરતાથી લેતો. પણ આજે તેને લગ્નોત્સુક્તાની સાથે સાથે ભેળ પાર્ટીના પૈસા કાઢવાનું ટેન્શન પણ હતું.

જાડિયા ત્રિવેદીએ ટીખળ કરવાનું ચાલુ કર્યું,

‘અરે મનોજ, તુમ્હારી કહીં શાદીકી બાત ચલ રહી હૈ કિ નહિ?’

‘નહિ અભી તો નહિ. બહોત રિશ્તે આયે મગર કહી બાત નહિ જમી. અબ ડર હૈ કિ કભી મેરી શાદી હોગી ભી યા નહિ. આપ સબ ખુશનસીબ હો કિ... અબ તો માં ભી બહોત તનાવમેં રહતી હૈ. ખૈર.....’

હવે મનોજ માને વચ્ચે લઇ આવ્યો હતો એટલે બધા મજાક ઉડાવવાની જગ્યાએ ગંભીર થઇ ગયા, છતાંય ત્રિવેદીએ પૂરી ગંભીરતાથી ચાલુ રાખ્યું.

‘કોઈ પ્યારકા ચક્કર?’

પ્યારની વાત આવી એટલે મનોજ થોડી વાર માટે ગંભીર થઇ ગયો... પછી બબડ્યો...

‘ક્યા પાયા તેરે પ્યારમે,

પાયા ક્યા હમને ખાક?

કટી કલાઈ જુબા ભી કટી....

ઔર કટ ગઈ નાક....

મનોજ વધુ ગમગીન બની ગયો... એ થોડી વાર માટે જાણે ભૂતકાળમાં સરી ગયો.. ઘડીક વાર પછી ત્રિવેદીના પ્રશ્નએ એને તંદ્રામાં થી જગાડ્યો.

‘કુછ સમજ નહિ પડી મનોજ’

મનોજ ગળું ખોંખારી સ્વસ્થ થવાનો પ્રયત્ન કરી રહ્યો. પછી તેણે શરુ કર્યું..

‘ઉસકા નામ રાગેશ્વરી... શીશુવર્ગ સે હી હમ રાજસ્થાન કે એક ગાંવ મેં એક હી ક્લાસમેં પઢતે થે. હમ દોનોકા ઘર ભી એક હી સ્ટ્રીટમેં થા. હમ સાથમે હી પઢતે થે ઔર સાથમે હી ખેલતે થે. બાદમેં જબ પહલી કક્ષામે આયે તો હમારી પાઠશાલા ગાંવસે થોડી દૂર થી. હમ સાથમે હી મસ્તી કરતે કરતે જાતે થે ઔર લૌટને કે સમય તો મસ્તી દુગની હો જાતી થી. વો લડકી થી ફિર ભી હમ લડકો કે સાથ ગીલ્લીદંડા, કંચે, ક્રિકેટ વગેરહ ખેલા કરતી થી. પઢનેમેં ભી હોશિયાર થી વો. કભી મેરા પહેલાં નંબર આતા થા તો કભી ઉસકા. જૈસે જૈસે પઢનેમેં એક એક કદમ બઢતે ગયે બચપન પીછે છૂટતા ગયા. અબ તો વો ભી ધીરે ધીરે પૂર્ણત: લડકી બન રહી થી. ફિર ભી હમારી દોસ્તી અભી બરકરાર થી. ગાંવકી પાઠશાલામેં સિર્ફ દસવી તક કે ક્લાસ થે. હમ દોનોકે દસવીમેં અચ્છે નંબર આયે થે. અબ બારહવી કક્ષા મેં દોનોકો નજદીકી શહરમે એડમીશન લેના પડા. અગલે દો સાલ હમારી પઢાઈ કે લિયે બહોત હી મહત્વપૂર્ણ થે ક્યોંકી બારહવી કક્ષાકે પરિણામકે ઉપર કેરિયર નિર્ભર થા. હમારી દોસ્તી અતૂટ રહી. પર મન પૂરી તરહ અભ્યાસમેં હી થા. ઐસા કરતે કરતે દો સાલ ભી ખતમ હો ગયે ઔર બારહવીકી બોર્ડકી ઈમ્તાહાન ભી. યે વો પરીક્ષા થી જિસકે પીછે હમને અપના સબકુછ લગાયા થા. અંતિમ પરીક્ષા કે દિન પેપર ખત્મ હોને કે બાદ જૈસે હી હમ પરીક્ષા કેન્દ્ર સે બાહર નીકલે......

‘કૈસા રહા આજ કા પેપર?’ મૈને પૂછા.

‘બહોત અચ્છા’ ઉસકા જવાબ..

‘બસ અબ પરિણામ કી રાહ દેખની હૈ’

‘હાં.. ફિર પતા નહિ કિસકો કિસ ફેકલ્ટીમેં ઔર કહા પર એડમીશન મિલે..’

‘હાં, ઔર યે ભી હો સકતા હૈ... આજ ક દિન હમારે લિયે સહપાઠીકે તૌર પર આખિરી દિન હો’ મૈને કહા .

‘હમ બચપનસે સાથ ખેલે.. પઢે... પતા નહી ... વક્ત કૈસે ગુજર ગયા’

‘ચલો... આજ કુછ તુફાની કરતે હૈ’...

‘હાં... કુછ તો ફની કરતે હૈ..’

‘પિક્ચર દેખને જાય?’ મૈને પ્રસ્તાવ રખા...

‘મૈને યહી સૌચ કે રખા થા બહોત મહીને પહલે કિ હમારી પરીક્ષા પૂર્ણ હોને પર હમ સાથમે પિક્ચર દેખેંગે. મનોજ, તુમને તો મેરી મૂઁહકી છીન લી’

ઔર ઐસે હમ પરીક્ષા કેન્દ્ર સે સીધે સિનેમા હોલકી ઓર ચલ પડે. પિક્ચર ચાલુ હો ચૂકા થા પર હમકો ઉસકી કહાં પડી થી? .. એક તરફ પરદે પર પિક્ચર ચાલુ થા ઔર દૂસરી તરફ હમારી ગૂસપૂસ ભી. પિક્ચરકી કહાની અપને અંતિમ પડાવ પે અગ્રેસર હો રહી થી ઔર હમારી પ્યારકી કહાનીકી શુરુઆત હો રહી થી... પિક્ચર ખતમ હોને તક હમને પ્યારકા ઇજહાર ભી કર લિયા ઔર આગે ચલ કર જિંદગી એક સાથ નિભાને કા કોલ ભી દે દિયા...

પરીક્ષાકે દો તીન મહીને નિકલ ચૂકે થે... પરિણામ ભી આ ચૂકા થા.. હમ દોનો કે અચ્છે રિઝલ્ટ્સ આયે થે જો એકસાથ એન્જિનીયરીંગમેં એડમિશન લેનેકે લિયે કાફી થે. ઉસ દિન પિક્ચર દેખને કે બાદ હમ અભી તક અકેલેમેં મિલ નહિ પાયે થે. અબ એડમીશન ફોર્મ લેને કે બહાને સાથમે શહર જાને કા ચાન્સ થા. અબ મેરે પાસ બાઈક ભી આ ગયા થા. હમ બાઈક લેકે હી નિકલ પડે. ઇજહાર કે બાદ યે પહેલા મૌકા થા ઔર મનચાહા પરિણામ આને કી ખુશી ઔર આગે જાકે મનચાહી જિંદગીકી ઉમ્મીદ ભી. અબ હમે રોકને વાલા કોઈ નહિ થા. એડમીશન ફોર્મ લેને કા કામ તો શહર પહોચને કે બાદ થોડી દેરમેં હી ખતમ હો ગયા.. બાદમેં હમને એક અચ્છીસી રેસ્ટોરન્ટમેં ખાના ખાયા.. પિક્ચર દેખા... એક ગાર્ડનમે જાકે દેર તક બૈઠે... સંડે આઈસ્ક્રીમકી લિજ્જત ભી ઉઠાઈ.. અબ બહોત દેર હો ચૂકી થી ઇસ લિયે હમ ગાવ વાપસ જાને કે લિયે નિકલ પડે. પર ઘર પહોંચે તો માહોલ બિલકુલ અલગ સા થા. કિસીને હમે સિનેમા હોલમેં એકસાથ જાતે હુએ દેખ લિયા થા ઔર બાદમેં દિનભર હમારે ઉપર નજર રખી થી. વો રાગેશ્વરી કે ફેમીલીસે હી થા. ઉસને હમસે પહલે ઘર પહોચકે રાગેશ્વરીકે પિતા કો સબકુછ બતા દિયા.. મૈ બાઈક સ્ટેન્ડ પર રાખ કર જૈસે હી ઘરમે દાખિલ હોને લગા તો વો ચિલ્લા કે મેરી ઓર ધસ ગયે.... ધીરે ધીરે લોગ ઇકઠ્ઠે હોને લગે... સબસે પહેલે ઉન્હોને મુઝે જોરદાર ચાટા મારા.. મુજે લગા કિ મેરે સભી દાંત અભી મૂઁહસે નિકલ કર ફર્શપે ગિર જાયેંગે.. મૈને તસલ્લી કે લિયે ગાલ પર હાથ રખકર ચેક કર લિયા તો સબ સહી સલામત થે. બાદમેં મેરે પર થપ્પડ ઔર ગાલીયો બરસાત તબ તક હોતી રહી જબ તક મેરે સુધબુધ સાબૂત થે. હોશ આયા તો પાયા કિ મેરા પૂરા શરીર ઘાંવોકી મહેફિલ સજાયે બેઠા થા. ધીરે ધીરે ઘાંવ તો ભરતે ગયે પર ગાવ છોડને કે લિયે મજબૂર કરતે ગયે. મૈને અમદવાદમેં મિકેનીકલ એન્જિનીયરીંગમેં એડમીશન લે લિયા.. એન્જિનીયરીંગ કે દૌરાન હી પિતાજીકી મૌત હો ગઈ. મુજે માલૂમ થા કિ મેરે માતા પિતા કો ગાવ વાલો સે મુજે લેકર કિતને તાને સુનને પડ રહે થે. એન્જિનીયરીંગ ખતમ હોને કે બાદ મેરી જોબ લગી તો માં કો ભી અમદાવાદ બુલા લિયા. અબ જોબ મેં અચ્છા ખાસા સેટલ હો ચૂકા હૂં પર માં કિ જો મેરી શાદીકી ઈચ્છા હૈ વો નહિ પૂર્ણ હો રહી હૈ..

‘ઔર રાગેશ્વરીકા ક્યાં હુઆ? ત્રિવેદી એ પૂછ્યું

‘અબ મુજે ઉસકે બારે મેં જાનને મેં કોઈ રૂચી નહિ હૈ.. ઇતના પતા હૈ ઉસનેભી એન્જિનીયરીંગ કિયા થા ઔર ઉસકી કોઈ બડે ઘરાનેમે શાદી હો ગઈ થી.’

‘તૂમને કભી કોન્ટેક્ટ કરનેકા ટ્રાય નહિ કિયા?’

‘નહિ.. માંને કસમ જો દે રખી થી... મેરે લિયે માંબાપકે પ્યારસે બઢકર ઔર કુછ ભી નહિ હૈ... ઉનકો કિતની તકલીફ ઉઠાની પડી મેરી વજહ સે? મૈ ઇન્હેં ઔર પરેશાન નહિ કર સકતા થા.. મુજે રાગેશ્વરીસે કોઈ ફરિયાદ નહિ હૈ... મૈને જીતના જેલા હૈ શાયદ ઉસકી પરેશાની ઉસસે કઈ ગુના જ્યાદા હોગી.. વો જહાંભી હો ખુશ રહે.. એક બાર મિલનેકા મૌકા મિલે તો ઉસકો બસ એ ભરોસા દિલાના હૈ કિ ઉસકે લિયે મેરે દિલમે કોઈ નફરત નહિ હૈ બસ એક નહિ હો પાયે ઉસકા અફસોસ હૈ.. શાયદ ઇસીકા નામ જિંદગી હૈ’

આમ કહીને મનોજે પોતાની વાત પૂર્ણ કરી. બધાને સમજાયું કે મનોજના સ્વભાવમાં જણાઈ આવતી વિચિત્રતા હકીકતમાં શાને કારણે હતી.

કાર હવે રાજા ભેળ સેન્ટર આગળ જઈને ઉભી રહી ગઈ હતી. બધા પોતપોતાની મન પસંદ ભેળ ખાવા તત્પર હતા.

‘ભૈયાજી મેરી રાજા સ્પેશિઅલ ભેલ ચટણી માર કે’ રાજેશે કારમાંથી ઉતરીને તરત જ પોતાનો ઓર્ડર નોધાવ્યો.

આમ તો રાજેશ ખૂબ જ સાલસ વ્યક્તિ હતો પણ ભેલની વાત હોય તો એ ખૂબ અધીરો બની જતો. પોતાનો ઓર્ડર નોધાવ્યા પછી એણે ભૈયાજીને ફરમાન કર્યું કે આ બધાના પણ એમની પસંદ મુજબના ઓર્ડર નોધી લો.

‘મેરી પંજાબી ભેલ’ કંપનીના એકમેવ સરદારજી કંવલજીતનો ઓર્ડર

‘મેરી ચાઇનીઝ ભેલ બનાના’ ડીસ્પેચ ક્લાર્ક સુમિત બોલ્યો..

‘મેરી સેવપુરી ભેલ’ પ્લાનિંગ ઇન્ચાર્જ તાંબે ઉવાચ

‘મેરી ચના ભેળ બનાના ભૈયાજી’ નિશીથનો પ્રોટીનયુક્ત પ્રસ્તાવ...

‘યે લોગને જો ભી લિખવાયા વો સભી તરહ કિ એક એક પ્લેટ મેરે લિયે’ ત્રિવેદીનો માસ્ટર સ્ટ્રોક.

ત્રિવેદીના જમ્બો ઓર્ડરથી ચિંતિત થઈને સૌથી છેલ્લે મનોજે પોતાનો ઓર્ડર લખાવ્યો..

‘મેરી સાદી કરવાઓ’

‘હોગી ભાઇ.. તુમ્હારી શાદી એક ના એક દિન જરૂર હોગી’ બધા એકસાથે બોલી પડ્યા....

‘અરે ભાઇ મેં સાદી ભેલકી બાત કર રહા હૂં.. શાદીકી નહિ.. તૂમ લોગ ભી ક્યા..’ મનોજનો આક્રોશ..

‘જસ્ટ ચીલ એન્ડ એન્જોય ધ ભેલ’ રાજેશે મનોજને ઠંડો પાડ્યો...

એક પછી એક બધાની પ્લેટસ આવવાની ચાલુ થઇ અને બધા પોતપોતાની મનપસંદ ભેળ પર તૂટી પડ્યા. બધાનું પતી ગયું હતું પણ ત્રિવેદીની ઇનિંગ હજુ ચાલુ હતી. ત્યાં સુધી બધાએ ગપ્પા બાજી ચાલુ રાખી. રાજેશે ભૈયાજીને પૂછ્યું..

‘કિતના પૈસા હુઆ ભૈયાજી?’ એમ કહીને તેણે ખિસ્સામાંથી પૈસા કાઢવા માટે વોલેટ કાઢ્યું.

‘અરે પૈસે તો મનોજ સા’બને આપલોગ ઓર્ડર લીખવાનેકે ટાઈમ પે હી દે દિયે થે. ઉન્હોને એક હજારકા નોટ ચૂપકેસે થમા કર કહા થા કિ હિસાબ બાદમેં સમજ લેંગે’

બધા આશ્ચર્યથી મનોજ સામે જોઈ રહ્યા.

‘હા તો યે રાજેશ હર બાર કિસી ના કિસી કે નામ પે પાર્ટી કા પ્રોગ્રામ બનાકર ખુદ હી પેમેન્ટ કરતા હૈ ઈસલીયે મૈને પહેલે હી પૈસે દે દિયે.’

‘વાહ મનોજ વાહ... થેંક યું વેરી મચ.’ બધા તાળી પડતાં એકસૂરે બોલી ઉઠ્યા.

હવે ભેળ પાર્ટી સમાપ્ત થઇ ચૂકી હતી. બધાએ કારમાં પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું અને ઓફીસ પરત જવા રવાના થઇ ગયા. ઓફીસ પહોચ્યા પછી બધા પોત પોતાન વિભાગનું કામ પતાવવામાં પરોવાઈ ગયા. હવે કલાકેકમાં તો આજના દિવસનું કામ પૂર્ણ કરી સોમવાર સુધી રજાની મજા જ માણવાની હતી.

નિશીથ પોતાનું કામ પતાવીને બાઈક સ્ટાર્ટ કરીને ઓફીસની બહાર નીકળ્યો. કાલનો રજાનો દિવસ કેવી રીતે પસાર કરવો એના જ વિચારોમાં એ હતો કેમ કે એને કોઈ મોટું ફ્રેન્ડ સર્કલ નહોતું અને હમણાનું એણે ટીવી જોવાનું કે બહાર ફરવા જવાનું પણ પસંદ નહોતું એટલે રવિવારે આખો દિવસ એને સોમવારનો ઇન્તજાર રહેતો કે જેથી મન મુકીને કામ કરી શકાય. આમ વિચારતો હતો એટલામાંજ એક મેલાં ઘેલાં કપડાં પહેરેલા એક છોકરાએ તેને ઉભા રહેવા ઈશારો કર્યો. નિશીથે બીકને બ્રેક મારી અને છોકરાને પૂછ્યું.

‘બોલ પાર્ટી, શું હતું?’

જવાબમાં એ છોકરાએ નિશીથના હાથમાં એક ચીઠ્ઠી થમાવી દીધી. નિશીથને પણ ઘણી નવાઈ લાગી કે મારા સુધી આ છોકરા દ્વારા ચિઠ્ઠી મોકલનાર કોણ હશે? પૃચ્છા કરતાં છોકરાએ દૂરની તરફ આંગળી ચીંધી...

ક્રમશ: .....